મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
ભાવનગરવાળા (ઠળીયા ગામ) હાલ મલાડ, સ્વ. હરેશભાઇ નંદલાલ ભુતા તથા સ્વ. વિદ્યાબેન હરેશ ભુતાની સુપુત્રી. વિનીતાબેન (ઉં. વ. ૪૮) બુધવાર તા. ૨૮-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે કશિશની બેન. તે અ. સૌ. ખેવનાની નણંદ. અને વિહાનાની ફઇ તથા હુગલીવાળા સ્વ. દીનકરભાઇ કુલકર્ણીની નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
મચ્છુકાઠીયા મોઢ બ્રાહ્મણ
મુળગામ ધુલીયા દોમડા (હાલ ઘાટકોપર) અનિલભાઇ ત્રિભુવન દવે તથા કવિતાબેનના સુપુત્ર રાહુલ (ઉં. વ. ૪૯) તા. ૨૯-૨-૨૪ના કૈલાસવાસ થયેલ છે. તે જયોતિબેનના પતિ. સમૃદ્ધના પિતા. તે વિભાકરભાઇ તથા જશુમતીબેનના ભત્રીજા. તે જીજ્ઞાબેન, હેતલબેન, રિતેશભાઇ, નમ્રતાબેનના ભાઇ. તે ધર્મેન્દ્રભાઇ જટાશંકર ભટ્ટ (મોરબી હાલ ભાવનગર)ના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨-૩-૨૪ના શનિવારના ૧૦થી ૧૨. ઠે. લાયન્સ કમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).
કપોળ
અમરેલી નિવાસી હાલ બોરીવલી, લલીતભાઈ ચત્રભુજભાઈ પટેલ (ઉં. વ. ૬૫) તે બુધવાર, ૨૮-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે રીટાબેનના પતિ. તે કૃણાલ-મીતલના પિતાશ્રી. તે દીલીપભાઈ, અશોકભાઈ, ઉર્મીલાબેન પ્રવીણકુમાર ભુતા, નલીનીબેન અરવિંદકુમાર શેઠ, સ્વ. પ્રફુલાબેન કનૈયાલાલ ગોરડીયાના ભાઈ. તે સ્વ. મમતાબેન અને હર્ષાબેનના દીયર. સસુર પક્ષે સ્વ. અમૃતલાલ ધનજીભાઈ પારેખના જમાઈ. તે હર્ષાબેન પંકજભાઈ ગાંધી, જયશ્રીબેન સંજયભાઈ ગોરડીયા, કાજલબેન કમલેશભાઈ સંઘવીના બનેવી. સર્વ પક્ષીય પ્રાર્થનાસભા શનિવાર, ૨-૩-૨૪ના ૫થી ૭, લોહાણા બાળાશ્રમ હોલ, મથુરાદાસ એક્ષટેંશન રોડ, કાંદીવલી (વેસ્ટ). લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
સાવરકુંડલાવાળા હાલ અંધેરી, સ્વ. કમળાબેન ગંગાદાસ કાનજીભાઈ શેઠના સુપુત્ર નરેન્દ્ર (ઉં. વ. ૭૦) ૨૯-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. અમીતાના પતિ અને રાજીવ, સ્વ. નમ્રતાના પિતા. તે મોનીકાના સસરા. પ્રવિણભાઈ, કિરીટભાઈ, સુધીરભાઈ તથા ગં.સ્વ. રંજનબેન કાન્તીલાલ મહેતા, ગં.સ્વ. ભદ્રાબેન જયંતિલાલ મહેતા, સ્વ. જયાબેન ત્રીભોવનદાસ ગાંધીના જમાઈ. લૌકિક પ્રથા બંધ છે.
વૈષ્ણવ વાયડા વાણિયા
વિલેપાર્લે નિવાસી, ભાનુમતીબેન કલ્યાણભાઈ શાહના પુત્ર મરુતભાઈ શાહ, ઈલાબેન શાહના પતિ તથા વિરલ, કશ્નપ્રીત અને જીગીસાના પિતાશ્રી તથા સમાયરાના દાદા ૨૯-૨-૨૪ના દેવલોક પામેલ છે. પિયર પક્ષે સ્વ. કલાબેન સુરેશચંદ્ર શુક્લના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, ૩-૩-૨૪ના ૪થી ૬, સ્થળ: ચટવાની બાગ, ૭ ગોખલે રોડ, વિલેપાર્લે (પૂ).
કચ્છી લોહાણા
કચ્છ બિટ્ટા નિવાસી હાલ ગોરેગાવ સ્વ. મોંઘીબેન રામજી રૂપારેલના પુત્ર શૈલેષભાઇ રૂપારેલ (ઉં.વ. ૮૪) તે ૨૮/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે શોભાબેન (મૃદુલાબેન)ના પતિ. સ્વ. પુરુષોત્તમભાઈ, સ્વ. લવજીભાઈ, સ્વ. વલ્લભદાસ, સ્વ. લીલીબેન, સ્વ. વિજયાબેન, અનિલભાઈના ભાઈ. નિર્મલ (સુનિલ), સોનલ તથા નિરાલીના પિતા. મેઘના, હેમલ, ફેનિલના સસરા. સ્વ. હિરાલક્ષ્મીબેન હરગોવિંદદાસ મીરાણી (જોડિયાવાળા)ના જમાઈ. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ૨/૩/૨૪ના ૪ થી ૬. ઓબેરોય વુડ્સ, બેન્કવેટ હોલ, મોહન ગોખલે રોડ, ગોરેગાવ (ઈસ્ટ).
વીસા સોરઠીયા વણિક
ગણોદવાલા, હાલ (કાંદીવલી), અ.સૌ. ભારતી શાહ (ઉં.વ. ૬૩) તા. ૨૮/૨/૨૪ બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તે કિશોર ચંદુલાલ દુર્લભજીના પત્ની. ભાવિન, મિતેષના માતૃશ્રી. સ્વ. નિર્મળાબેન, વસંતભાઈ, કુજંબાળાના ભાભી. સુત્રાપાડાવાળા સ્વ. લલિતાબેન લવચંદ દયાળજીના સુપુત્રી. રસિકભાઈ, ધર્મેન્દ્રભાઈ, સ્વ. મિનાબેન, લતાબેન, શાંતીબેન, ગીતાબેનના બેન. એ ૩૦૩, ૩જે માળે, શ્રીલક્ષ્મી બિલ્ડીંગ, પટેલનગર, અચિજા હોટલની પાછળ, કાંદીવલી પશ્ર્ચિમ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
વંથલી નિવાસી હાલ બોરીવલી સ્વ. ધીરજબેન હીરાલાલ ભાણજી કાટકોરીયાના સુપુત્ર વિનોદ કાટકોરીયા (ઉં.વ. ૭૨) તે સ્વ. મીનાબેનના પતિ. બિનલ સચિન વૈદ, નેહલ ગૌરાંગ વૈદના પિતાશ્રી. સ્વ. અરવિદભાઈ, સ્વ. રંજનબેન ચંદુલાલ સેલારકા અને હંસાબેનના ભાઈ. સ્વ. હેમલતાબેન ઈશ્ર્વરભાઈ શેઠના જમાઇ. તા. ૨૯/૨/૨૪ ગુરૂવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૩/૩/૨૪ રવિવારના ૪ થી ૬. સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝ સામે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ.
કપોળ
અમરેલીવાળા હાલ સાન્તાક્રુઝ સ્વ. કાશીબેન ગોરધનદાસ ગાંધીના પુત્ર પ્રવીણચંદ્ર (ઉં.વ. ૮૬) તે તા. ૨૯/૨/૨૪ ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. હંસા ગૌરીના પતિ. મનીષા જાગૃતિ અને ભાવિનના પિતા. સ્વ. શામળદાસ, સ્વર્ગસ્થ છબીલદાસ, હસમુખભાઈ, સ્વ. જશવંતીબેન, શકુંતલાબેનના ભાઈ. સ્વ. જમનાદાસ કાનજી પારેખના જમાઈ. મોસાળ પક્ષે ગંગાદાસ નારણદાસ મહેતાના ભાણેજ. પ્રાર્થનાસભા તથા સર્વે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જર સુથાર
ગામ મોટી ખીલોરી (હાલ મુંબઈ) સ્વ. મનસુખભાઈ કાંતિભાઈ ધારૈયા (ઉં.વ. ૬૬) તા. ૨૯-૨-૨૪ને ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. તે ચંદ્રકાંતભાઈ, હર્ષદભાઈ, ગીતાબેન કિશોરકુમાર કળસારાના ભાઈ. સ્વાતિબેન પીયૂષકુમાર સોંડાગર અને મીતેશના પિતા. દિવ્યાના સસરા. બેસણુ તા. ૨-૩-૨૪ને શનિવારે ૪ થી ૬. શ્રી મીરારોડ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, સેકટર ૬, શાંતિનગર, મીરા રોડ (પૂર્વ).
બાલાસિનોર – દશા નીમા વણીક
નવનીતલાલ સાકરલાલ પરીખ – તાતિયા (ઉં.વ. ૯૮), તે કમલેશ અમિત નિલેશ છાયા હિનાના પપ્પા. તે શિરલે સંગીતા કિરણકુમાર લલિતકુમારના સસરા. તે કેવીન, કયાલે, કીનન કેમ, મેધનના દાદા. તે નિલ લિના ક્રિસતીના, માનસિ સ્વેતા ક્રિનિતાના નાના, તા. ૨૬/૨/૨૪ને શ્રીજી ચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૩/૩/૨૪ને રવિવારે ૫ થી ૭ વનિતા વિશ્રામ શાળા, ખેતવાડી મેન રસ્તો, રિલાયન્સ હોસ્પિટલ, ચર્ની રોડ.
ખડાયતા ૨૪૨ કઠલાલ ભાનેર
મુંબઈ નિવાસી હાલ ગોરેગાંવ સ્વ. આનંદીબેન હરિવદનભાઈ શાહ (કઠલાલ). તે સ્વ. હરિવદનભાઈના પત્ની. ઉમેશ, સ્વ. નીલેશ, હેમાના માતુશ્રી. બીના, મીના, શ્રેયસકુમારના સાસુ, તા. ૨૮-૨-૨૪ના બુધવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨-૩-૨૪ના ૪ થી ૬. સ્થળ- ૨૦૩, પાલ્મ ૨, રોયલ પાલ્મ એસ્ટેટ, આરે મીલ્ક કોલોની, ગોરેગાંવ-ઈસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button