મરણ નોંધ

હિન્દુ મરણ

ભાવનગર નિવાસી હાલ બોરીવલી મંજુલાબેન હસમુખરાય પ્રાગજીભાઇ પારેખના સુપુત્ર મનીષભાઇ (ઉં. વ. ૫૨) તે દર્શનાબેનના પતિ. સૂરજના પિતા.ભદ્રેશભાઇ અને મયંકભાઇના ભાઇ. શ્ર્વસુર પક્ષે જબલપુર નિવાસી ધીરજલાલ વીસનજી ગાલાના જમાઇ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૬-૨-૨૪ સવારના ૧૦થી ૧૨. ઠે સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝ સામે, એલ. ટી. રોડ, બોરીવલી (વેસ્ટ). લૌકિક વ્યવહારની પ્રથા બંધ છે.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
ઉટિયા નિવાસી ગ. સ્વ. હંસાબેન મોહનલાલ (ઉં. વ. ૬૮) તા. ૨૩-૨-૨૪ના કૈલાસવાસી થયેલ છે. તે અશ્ર્વિન, સ્વ. દિનેશ, દિલીપ, કેતન, મયૂરી, (મધીબેન), વિપુલ ઠાકરના માતુશ્રી. તે રાજ્યગોર મણીબેન શાંતિલાલ સિમ્બરવાળાની દીકરી. ઉતરક્રિયા, સરવણી સવારે ૯-૦૦ કલાકે ઉટિયા મુકામે બુધવાર તા. ૬-૩-૨૪ના રાખેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૫-૨-૨૪ના સાંજે ૪થી ૬. ઠે: દિગંબર દેરાસર હોલ, દિગંબર દેરાસરની સામે, એચડીએફસી બેન્કની બાજુમાં, ચામુંડા સર્કલ, બોરીવલી (વેસ્ટ).
કપોળ
ભાવનગરવાળા હાલ અંધેરી ગં. સ્વ. નિવેદિતા કિશોરચંદ્ર કોઠારીના પુત્ર મેહુલ (ઉં. વ. ૫૭) તે બીનાના પતિ. મન તથા દ્વિતીના પિતા. હેમા મનીષ ઘેડીયાના ભાઈ. રાજુલા (કોટડી)વાળા ગં. સ્વ હીરાલક્ષ્મી જયંતિલાલ દોશીના જમાઈ. ભાવનગરવાળા સ્વ. નલિનીબેન કૃષ્ણપ્રસાદ દોશીના દોહિત્ર. તા. ૨૧/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા ૨૬/૨/૨૪ ના રોજ ૫ થી ૭ કલાકે પાટીદાર મંડળ, સરદાર પટેલ બાગ, પાલેશ્ર્વર રોડ, વિલે પાર્લા ઈસ્ટ સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
બાલાસિનોર દશા નીમા વણિક
અરવિંદભાઈ ઓચ્છવલાલ મોદી (ઉં. વ. ૭૮) તે સ્વ. ચંદનબેન ઓચ્છવલાલ મોદીના પુત્ર. દીપિકાબેનના પતિ. સ્વ. ગીરજાબેન મુળજીભાઈ કડકિઆ હાલોલવાળાના જમાઈ. દક્ષેશ, દેવાંગ તથા ક્રિનાના પિતા. વંદના, રાખી તથા સમીરકુમારના સસરા. તે તા.૧૯/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૫/૨/૨૪ ના રોજ ૪ થી ૬ કલાકે વર્ધમાન સ્થા. જૈન સંઘ, એલ. ટી. રોડ બોરીવલી વેસ્ટ રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છ દેશીય સારસ્વત બ્રાહ્મણ
મધુસુદન રતનશી રત્નેશ્ર્વર (ઉં. વ. ૮૧) કચ્છ ગામ કોઠારાવાળા હાલે મુલુંડ તે સ્વ. રતનશી કુંવરજી રત્નેશ્ર્વરના પુત્ર. તે અ. સૌ. સ્વ. ઇંદિરાબેનના પતિ. તે સ્વ. લાલજી કલ્યાણજી સુડીયા મુન્દરાવાળાના જમાઈ. તે જયશ્રીબેન ભુપેશ શીવ, નયનાબેન દિપક હરિયામાણેક, સોનલબેન દિનેશ કનૈયા, ફાલ્ગુની ધવલ રત્નેશ્ર્વર, સ્વ. મનિષ, સ્વ. કપીલના પિતા. તે સ્વ. પ્રતાપસિંહ, રમેશભાઈ, ધર્મેશભાઈ, રસિલાબેન રમેશભાઈ ચંડીચઠ્ઠ, સુલોચનાબેન ભવાનીશંકર સોનપાર, પુષ્પાબેન રમેશભાઈ સોનપારના ભાઈ. ૨૨-૨-૨૪ના રોજ રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૫-૨-૨૪, રવિવારના સાંજે ૫ થી ૭ વિજય કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી (શીશુકુંજ) સેવારામ લાલવાણી રોડ, મુલુંડ (વેસ્ટ).
કચ્છી લોહાણા
મૂળ તુણા હાલે મુલુંડ ગં. સ્વ. ધનલક્ષ્મીબેન (ઉં. વ. ૮૨) તા. ૨૨ ફેબ્રુઆરી, ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. શિવલાલ માવજી શેઠિયાના પત્ની. તે રેણુકા, પ્રતિમા, જયેશ અને જતીનના માતુશ્રી. તે સ્વ. ઉમરશી રતનશી રાચ્છના પુત્રી. તે મહેન્દ્ર, પારૂલ અને શીરીનના સાસુ. તે સ્વ. લક્ષ્મીકાંત, ડો. લાલના ભાભી. તે હિમાંશી, વૈદેહિ, હિંતાશી અને આયુષના દાદી. બંને પક્ષની પ્રાર્થનાસભા કાલિદાસ મેરેજ હોલ, પી. કે. રોડ, મુલુંડ (વેસ્ટ) રવિવારના તા. ૨૫ ફેબ્રુઆરીના સાંજે ૪ થી ૬. બહેનોએ એજ દિવસે આવી જવું. (લૌકિક વ્યવહાર બંધ છે.)
સ્વ. વેલજી કરસનદાસ નાગરાના ધર્મપત્ની ગં. સ્વ. જશોદાબેન (પૂરાબેન) (ઉં. વ. ૮૬) કચ્છ ગામ ફરાદી હાલે મુલુંડ તે સ્વ. ખીમજી રામજી કતીરા ગામ કોટડી મહાદેવપુરીવાળાના પુત્રી. તે કરુણાબેન (પપ્પી) પુરુષોત્તમ કતીરા, છાયા અજય માણેક, જયેશ અને જનકના માતુશ્રી. તે પ્રીતિના સાસુજી. તે સ્વ. વીશનજી (નથુભા), સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. સાકરીબેન તથા ગં. સ્વ. સીતાબેનના બેન. તે ગૌરવ, ઉમંગના દાદીમા. તા. ૨૩-૨-૨૪, શુક્રવારે રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૫-૨-૨૪ના સાંજે ૪ થી ૬. પ્રાર્થનાસ્થળ: શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, આર. આર. ટી. રોડ, મુલુંડ (પશ્ર્ચિમ). લૌકિક વ્યવહાર બંધ છે. બહેનોએ એજ દિવસે આવી જવું.
ભુજના સ્વ. વકીલ કરસનદાસ રવજી ઠક્કરના મોટા પુત્ર સ્વ. ઇશ્ર્વરલાલના ધર્મપત્ની ગં. સ્વ. ઈન્દિરાબેન (ઉં. વ. ૬૯) (હાલ મુલુંડ) તા. ૨૩-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. શાંતાબેન માધવજી મુલજી મજીઠીયાના સુપુત્રી. તે હિમાંશુના માતાશ્રી. તે મંજરીના સાસુમા. તે ઈશાનના દાદીમા. તે રામદાસભાઈ ચંદ્રકાંતના ભાઈના બહેન. પ્રાર્થનાસભા તા. ૨૫-૨-૨૪ના સાંજે ૫-૭ ગોપુરમ હોલ, ડો. આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ).
ઠાસરા દશાનાગર વણિક
સુરેશ રમણલાલ દેસાઈ (ઉં. વ. ૮૮) ૨૨ ફેબ્રુઆરી, ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. તે કલ્પનાબેનના પતિ. તે રમણલાલ દેસાઈ અને કુંદનબેનના પુત્ર. તે નેહા તથા જાગૃતિના પિતા. તે દુષ્યંતભાઈ અને તુરનેશભાઈના સસરા. તે રેવતી, માહી અને વિહાનના નાના. પ્રાર્થનાસભા રવિવાર, ૨૫-૨-૨૪ના સવારે ૧૧ થી ૧ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, મેયર હોલ, સેમિનાર હોલ, પહેલો માળ, સી.ડી. બરફીવાલા રોડ, જુહુ લેન (અંધેરી) પ.
દશા સોરઠીયા વણિક
જસાપર નિવાસી હાલ કાંદિવલી સ્વ. કડવીબેન તથા સ્વ. અમરશી ધાબલીયાના સુપુત્ર જયંતીલાલ (ઉં. વ. ૮૪) તે તા. ૨૪-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે રમાબેનના પતિ. દિપક, જીજ્ઞેશ, રૂપલના પિતા. તે જીજ્ઞા, આરતી, જીતેશકુમારના સસરા. તે સ્વ. કેશવલાલ, સ્વ. પ્રાણજીવનદાસ, સ્વ. કાંતિલાલ, સ્વ. લીલીબેન, સ્વ. તારાબેન, ગં. સ્વ. ચંપાબેન તથા સ્વ. પુષ્પાબેનના ભાઇ. તે સ્વ. છગનલાલ મહેતાના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૬-૨-૨૪ના ૪થી ૬. ઠે. હાલાઇ લોહાણા બાલાશ્રમ, મથુરાદાસ એક્સટેંશન રોડ, મંગુભાઇ દત્તાણી માર્ગ, અતુલ ટાવરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી ભાટીયા
મુંદ્રા નિવાસી હાલ મુંબઇ નિવાસી સ્વ. રમેશ હરીદાસ બબલાના પત્ની ગં. સ્વ. હેમલતાબેન (બેબીબેન) (ઉં. વ. ૮૧) સ્વ. મણીબેન લાલજી આશરના પુત્રી. જયેશ તથા આનંદી હેમલ સંપટના માતુશ્રી. સોનલના સાસુ. હેતલના દાદી. દેવાંશ, આર્યનના નાની. સ્વ. ચંદાવલી, જમના, મુલરાજ (બાબુકારા) વિજયસિંહ, શોભા સુંદરદાસ દુનીઆ, ભાનુ પ્રતાપસિંહ ટોપરાણીનાં બેન તા. ૨૩-૨-૨૪ના અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
બ્રાહ્મણ ઔદિચ્ય સહસ્ત્ર સાબરકથા
સ્વ. ભરત રામશંકર ભટ્ટ (ઉં. વ. ૭૪) તે શ્રીકૃષ્ણ અને માતંગીના પિતા. તા. ૨૩-૨-૨૪ના શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. બેઠક રવિવાર, તા. ૨૫-૨-૨૪ના નાલા સોપારા નિવાસસ્થાને રાખેલ છે.
કચ્છી ભાટીયા
કુ. ડો. આશા ત્રીકમદાસ લીલાણી (ઉં. વ. ૬૪) તે તરલાબેનની પુત્રી. તે જયોતિ સંપટ, મુલરાજ લીલાણી તથા જયશ્રી સંપટના બેન. તે ગોવિંદજી ભાણજી સંપટની દોહિત્રી. તે દર્શી મુલાણી તથા રશ્મી નેગાંધીની ફોઇ. તે કાર્તિક, બિંદીશ, કૃતિકા, અમી તથા રૂચિના માસી તા. ૨૩-૨-૨૪ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છ વાગડ લોહાણા
ઠા. હરિલાલ દયાળજી રામાણી (ખજૂરવાળા) (ઉં. વ. ૮૪) મૂળ ગામ મનફરા હાલે આદિપુર (ડોમ્બિવલી), સોમવાર, તા. ૧૯-૨-૨૪ના અક્ષરધામમાં ગયા છે. તે અ. નિ. દયાળજી મનજીના દીકરા. ગ. સ્વ. જયાબેનના પતિ. અ. નિ. વેલજીભાઇ કાનજીભાઇ પૂજારા (ભચાઉ)ના જમાઇ. જગદીશભાઇ, ભરતભાઇ, સુરેશભાઇ, ગં. સ્વ. સરલાબેન દીપકભાઇ પલણ, ગીતાબેન રાજેશભાઇ પરબીયાના પિતાશ્રી. અ. નિ. સાકરચંદ, અ. નિ. કાંતિલાલ, અ. નિ. જેન્તીલાલ, અ. નિ. તુર્ષાબેન ખેતશીભાઇ સોમેશ્ર્વર, અ. નિ. કાશીબેન મંગળજી રાચ્છના ભાઇ. પ્રાર્થનાસભા તા. ૨૫-૨-૨૪ના સાંજે ૪થી ૬. ઠે. સ્વામિ નારાયણ મંદિર, રાજાજી રોડ, ડોમ્બિવલી (ઇસ્ટ).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું… Benefits of Ramfal Kandmul Ram Navami: Ram Lalla Shringar Pics Beat the Heat: Simple Tips to Stay Cool During a Heatwave