હિન્દુ મરણ
શ્રી વિશા સોરઠિયા વણિક
બાલાગામ નિવાસી હાલ વસઈ જયચંદ હીરાચંદ શાહ (બાલાભાઈ) (ઉમર:૮૩) તે ૧૬/૨/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે ઉષાબેન (વસુબેન)ના પતિ. પોરબંદરવાળા ગોકળદાસ કપૂરચંદ શાહના જમાઈ. રાહુલ, મીતા મનીષ તથા હેતલ અણવરના પિતા. સ્વ. કનૈયાલાલ, અમૃતલાલ, સ્વ. નવીનભાઈ, બિપીનભાઈ, કિરીટભાઈ, સ્વ. જયંતભાઈ, સ્વ. મધુબેન, સ્વ. હસુમતીબેનના ભાઈ, દિનેશભાઇ, અજીતભાઈ, બિન્દુબેન, જયશ્રીબેનના બનેવી. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
મુળ ગામ હડિયાણા હાલ ભીવંડી ગં.સ્વ. ભાનુમતી તથા સ્વ.રમેશચંદ્ર કરસનદાસ માણેક ના જ્યેષ્ઠ સુપુત્ર હિતેન્દ્ર (ઉં.વ.૬૧) તે તા.૧૬-૨-૨૪, શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે રેખાબેનના પતિ. રોનક, મીત અને હિરલના પિતા. ભારતીબેન ભરતકુમાર સુચક, દિવ્યા ભરતકુમાર લાલ, અતુલભાઈ, દિલીપભાઇ, રાજુભાઈના મોટાભાઈ. તે સાસરાપક્ષે અ.સૌ. હંસાબેન તથા ગોરધનદાસ વિઠ્ઠલદાસ રાયચુરા ભીવંડીવાળાના જમાઈ. તેમની બંનેપક્ષની પ્રાર્થનાસભા તા.૧૯-૨-૨૪ સોમવારના સમય ૪થી ૬ રાખેલ છે. એડ્રેસ: રાધા ગોવિંદ હોલ, નીલકંઠ મહાદેવ મંદિર, તીનબતી, ભીવંડી રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
ભાવનગર નિવાસી, હાલ મુંબઈ, સ્વ. ચંદ્રભાગા મનમોહનદાસ સંઘવીના સુપુત્ર. હર્ષદભાઈ (ઉં.વ.૮૨) તા.૧૭-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે.તે ગં.સ્વ વીણાબેનના પતિ. તે સ્વ. હરિભાઈ, સ્વ. બિપીનભાઈ, નાનાભાઈ, ગં.સ્વ.આરતી દીપકભાઈ સંઘવી, અ.સૌ.જ્યોતિબેન-જીતેન્દ્રભાઈ પારેખ, ગં.સ્વ.છાયાબેન સુરેખભાઈ બંદીવડેકર તથા અ.સૌ.કુંજલ પ્રકાશ સંઘવી, ચિ.અમિત, ચિ. કરન અને ચિ.મનનના કાકા. મોસાળ પક્ષે સ્વ.મુરલીધર પ્રભુદાસ મુનિ.સસરા પક્ષે દોલતરાય માધવજી પારેખ.(કલકત્તાવાળા) સર્વ પક્ષની પ્રાર્થનાસભા તા.૨૦-૨-૨૪, મંગળવારના રોજ સાંજે ૫થી ૭ રાજપુરિયા બાગ, ૩૯૭, એન. પી. ઠક્કર રોડ., નવપડા, વિલેપાર્લે ઈસ્ટ.
ભાવનગરી મોચી
ગામ મહુવા હાલ દહીંસર સ્વ. રમેશભાઈ લાલજીભાઈ સોડાંગર (ઉં.વ. ૬૭) ગુરુવાર, તા. ૧૫-૨-૨૪ના રામચરણ પામ્યા છે. તે રમાબેનના પતિ. પ્રવિણભાઈ, સ્વ. રસિકભાઈ, મનહરભાઈના ભાઈ. પારૂલબેન, ઉમેશભાઈ, જીતેન્દ્રના પિતાશ્રી. દર્શના, હેતલ, સતીષકુમારના સસરા. નાનજીભાઈ, લાલજીભાઈ, અરવિંદભાઈના બનેવી. પ્રાર્થનાસભા તા. ૧૯-૨-૨૪, સોમવારના ૫ થી ૭ લુહાર સુતાર વાડી, દત્તપાડા રોડ, કાર્ટર રોડ નં. ૩, બોરીવલી ઈસ્ટ.
સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
મૂળ ગોરડકા હાલ ઘાટકોપર ગં. સ્વ. ત્રિવેણી હરિશંકર પંડયા (ઉં.વ. ૧૦૧) તે યોગેશ, ઉમેશ, મહેશ, વસુ, જયશ્રી, કુમુદ, છાયાના માતુશ્રી. પ્રદ્યુમન્ન વ્યાસ, મનસુખલાલ વ્યાસ, વિનોદ વ્યાસ, વિનોદ દેસાઈના સાસુ. સ્વ. લાભશંકર કાનજી ત્રિવેદી અને સ્વ. શિવશંકર કાનજી ત્રિવેદીના બહેન તા. ૧૭-૨-૨૪ના કૈલાસવાસી થયા છે. લૌકિક રિવાજ બંધ રાખેલ છે.
બાજ ખેડાવાળ બ્રાહ્મણ
સોજીત્રા નિવાસી હાલ કુર્લા ગં.સ્વ. હસુમતી વિષ્ણુપ્રસાદ દવે (ઉં.વ. ૮૫) તે સ્વ. વિષ્ણુપ્રસાદ ચુનીલાલ દવેના ધર્મપત્ની. દિક્ષીત, કિરણ, દિલિપના માતોશ્રી. હર્ષા, લતા, રશ્મિના સાસુ તા. ૧૮.૨.૨૪ના રોજ દેવલોક પામ્યા છે. તેમનું બેસણું ૧૯.૨.૨૪ સમય ૪.૦૦થી ૫.૩૦ સાંજે એ/૩૧ છાડવા નગર, એચ.પી.કે. માર્ગ, કુર્લા (વેસ્ટ), ડી. બિલ્ડિંગની પાછળ રાખેલ છે.
પાટણવાળા પંચાલ
કંબોઈ નિવાસી હાલ મલાડ રમણલાલ વિઠ્ઠલદાસ પંચાલના ર્ધમપત્ની ગં.સ્વ. જોસનાબેન (ઉં.વ. ૭૨) શુક્રવાર, ૧૬.૨.૨૪ના દેવલોકશરણ પામેલ છે. તે ચેતન, રાજેશ અને અમીતના માતુશ્રી. તે પારૂલ, દીપ્તી અને ધીરલના સાસુ. તે રાખી, રીયા, ગાથા, વ્રજ અને યશના દાદી. તે સ્વ. કમળાબેન પોપટલાલની પુત્રી. તે હર્ષદભાઈ, ધર્મેશભાઈની બહેન. પ્રાર્થનાસભા તા. ૧૯.૨.૨૪ સોમવારે ૪થી ૬ (બન્ને પક્ષ) નડિયાદવાલા હોલ, પોદાર રોડ, રેલવે સ્ટેશનની બાજુમાં, મલાડ (ઈસ્ટ). લૌકિક પ્રથા બંધ છે.