મરણ નોંધ

હિન્દુ મરણ

સિહોર નિવાસી હાલ કાંદીવલી શ્રી જસવંતભાઈ ધીરજલાલ મુંજપરા (ઉં.વ. ૮૩) સ્વ. ધીરજલાલ લલ્લુભાઈ મુંજપરાના સુપુત્ર. તે ધનજીભાઈ નરસિભાઈ રાણપુરા (ટંકારા)ના જમાઈ. તે ધીરજબેનના પતિ. તે મેહુલના પિતા. બિન્દીયાના સસરા. તે ધ્યાનાના દાદાજી તા. ૧૭.૨.૨૪ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૯.૨.૨૪ સોમવારના સાંજના પાંચથી સાત રાખેલ છે. ચેલેન્જર ક્લબ હાઉસ, ચેલેન્જર ટાવર્સ, ઠાકુર વિલેજ, કાંદીવલી ઈસ્ટ.
કપોળ
મહુવાવાળા (હાલ વિલેપાર્લા) સ્વ. પ્રાણકુંવર જયંતીલાલ ભાણજી પારેખના પુત્રી પુષ્પાબહેન (ઉં.વ. ૮૯) તા. ૧૫-૨-૨૪, ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. મંગળાબેન શામળદાસ ગાંધી તથા બચુભાઈ પારેખના બહેન. તે સ્વ. સુધાબેનના નણંદ. ધવલ-યામિની, ભૂષણ રિતૂના ફઈબા તથા આયુષી, ક્રીશ, મલીશ્કાના દાદી ફઈબા. મોસાળ પક્ષે મહુવાવાળા સ્વ. મહેતા જીવણલાલ વનમાળીદાસના ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
ધ્રાફા નિવાસી હાલ મુંબઈ સ્વ. ગુણવંતીબેન ગોકુલદાસ ભિવંડીવાલાના સુપુત્ર. મહેન્દ્રભાઈ (ઉં.વ. ૮૧) સ્વ. પદ્માબેનના પતિ. અજીતભાઈ અને પ્રવીણભાઈના ભત્રીજા. ગં.સ્વ. ભાનુબેન લક્ષ્મીદાસ ભાયાણીના ભાઈ. ગં.સ્વ. તારાબેન પ્રભુદાસભાઈ ચંદારાણાના ભાણેજ. સ્વ. ઈન્દુમતી ભગવાનદાસ સામાણીના જમાઈ. તા. ૧૭-૨-૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે. ૨૧/બી, રાધાકૃષ્ણ ચાલ, સી.પી. ટેન્ક, મુંબઈ-૦૪.
કચ્છી લોહાણા
મૂળગામ કલ્યાણપર હાલે અમેરિકા મધ્યે રામશરણ પામેલ છે. સ્વ. હિરબાઈ ધારશીભાઈ સોમૈયાના પુત્ર. દિલીપભાઈ (ઉં.વ. ૭૨) તે જ્યોતિબેનનાં પતિ. સની અને માનસીનાં પિતા. (સોનિયા અને મેઘલના સસરા.) અ.નિ. તારાબેન તુલસીદાસ અનમના જમાઈ. સ્વ. શંકરભાઈ, સ્વ. દયાળભાઈ, સ્વ. રવિભાઈ, સ્વ. હરિષભાઈ, સ્વ. મધુભાઈ, રાજનભાઈ, સ્વ. લીલાવતીબેન, સ્વ. લત્તાબેન, નલીનીબેન, ભાવનાબેનના ભાઈ. તા. ૧૪-૨-૨૪ના અમેરિકા મધ્યે રામશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
હાલાઈ લોહાણા
કુ. જ્યોતીબેન જેઠાલાલ બથીયા હાલ-કાંદિવલી (ઉં.વ. ૭૨) તે સ્વ. લીલાવતી અને સ્વ. જેઠાલાલ વલ્લભદાસ બથીયાના પુત્રી. તે ભુપેન્દ્ર, પરાગ, પ્રવીણા તથા ઉષાબેન જયેન્દ્ર કક્કડના બહેન. અલ્પા અને પૂજાના નણંદ. દીપકના માસી. નીકિતા ઉર્વી અને કશીશના ફઈ. તા. ૧૭-૨-૨૪, શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
વેરાબર નિવાસી હાલ વિલેપાર્લા જીવતરામ પાઠક (ઉં. વ. ૮૫) તા. ૧૫/૨/૨૪ના દેવલોક પામેલ છે. તે સ્વ. લીલાવતી ત્રિભુવનદાસ પાઠકના પતિ. સ્વ.પારૂલબેન, તૃપ્તિબેન, ઈલાબેન, કલ્પેશભાઈના પિતા. આરતીબેનના સસરા. હર્ષદભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, ભરતભાઈના કાકા. સસુરપક્ષે સ્વ. મોહનલાલ પુંજીરામ પંડ્યાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા સોમવાર, તા: ૧૯/૦૨/૨૪ ને ૪ થી ૬. સંન્યાસ આશ્રમ, વિલેપાર્લા વેસ્ટ.
ઘોઘારી દશાશ્રીમાળી વણીક
તળાજા નિવાસી હાલ મલાડ ગં. સ્વ અરુણાબેન નવિનચંદ્ર લાલચંદ મોદી (ઉં. વ. ૭૩) તે તા. ૧૫.૦૨.૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે કમલેશ, કામિની, પાયલના માતુશ્રી. અલકા, પ્રમેશકુમાર રાઠોડ, જીગનેશકુમાર કાપડીના સાસુ. તે પિયરપક્ષે ભાવનગરવાળા સ્વ. જમનાદાસ મોતીચંદ હપાણીના સુપુત્રી. સ્વ. હસુભાઈ, સ્વ શશીભાઈ, જીતુભાઈના બહેન. તે સ્વ. રાજેશભાઈ, અનુભાઈ, શાંતીભાઈ, જયેશભાઈ, સ્વ. મધુકાંતા હસમુખરાય, સ્વ. રમાબેન રમણીકલાલ, સ્વ વર્ષાબેન પ્રતાપરાય, કુંદનબેન મહેશકુમારના ભાભી. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૮.૦૨.૨૦૨૪ ના ૪ થી ૬. શ્રી વર્ધમાન સ્થાનક વાસી જૈન શ્રાવક સંઘ (મોટો ઉપાશ્રય), પાંચમે માળે, પારેખ લેન કોર્નર, એસ. વી.રોડ, કાંદિવલી (વેસ્ટ).
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ભાવનગર નિવાસી હાલ દહિસર સ્વ. હરકિશનભાઈ ચંપકલાલ પારેખના ધર્મપત્ની, કૈલાશબેન (ઉં. વ. ૯૦) તે ૧૫/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે જ્યોતિ, કિરીટ તથા સ્વ. હિરેનના માતુશ્રી. રેખા તથા પ્રકાશના સાસુ. સ્વ. ભાનુબેન પ્રાણજીવનદાસ, પ્રદીપ, દિનેશ, સુમન, મહેશ, રશ્મિના ભાભી. સ્વ. ચંપાબેન મણિલાલ સરવૈયાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
સાવરકુંડલા નિવાસી હાલ કાંદિવલી, સ્વ. રમેશચંદ્ર ગોવિંદજી સંઘવીના ધર્મપત્ની ગં. સ્વ. હર્ષદાબેન (ઉં. વ. ૭૨) તા. ૧૭.૦૨.૨૦૨૪ના શ્રીજીશરણ પામ્યા છે. હાર્દિક – અ. સૌ. શ્રદ્ધા, ઉર્જીત – અ. સૌ. બીનાના માતુશ્રી. પ્રજ્ઞા ભરતભાઈ, ચેતના ગિરીશભાઈ, સ્વ. આશાબેન, હર્ષાબેન પ્રફુલ્લભાઈના ભાભી. સ્વ. જ્યોતીન્દ્રભાઈ, રજનીભાઈ, ક્રિષ્નાબેન ધનેશન્દ્ર, સ્વ. શશીકાંતભાઈ, સ્વ. પ્રદીપભાઈ, ઉર્વશીબેન દિલીપભાઈ, શરદભાઈ, બીના જીતેન્દ્રના બેન. પિયરપક્ષે સિહોરવાળા સ્વ. વિજયાબેન પોપટલાલ મહેતાના પુત્રી. સર્વપક્ષની પ્રાર્થનાસભા તા. ૧૮/૦૨/૨૦૨૪ રવિવારના ૫ થી ૭. શ્રી લોહાણા મહાજન વાડી, બીજે માળે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી વિશા ઝારોળા વણિક
ગામ ખેડોઈ (કચ્છ)ના હાલ ઘાટકોપર શ્રી પ્રવિણચંદ્ર, (ઉં. વ. ૮૨) તે સ્વ. પુષ્પાબેન નરભેરામવેલજી શાહના સુપુત્ર, સ્વ. દિપીકાબેન (પ્રફુલ)ના પતિ. તુષાર અને અર્ચનાના પિતાશ્રી. વૈશાલી અને આશય આચરેકરના સસરા. સુભદ્રા, પ્રમોદ, કંચન અને સ્વ. અનીલના ભાઈ. મહેસાણાના સ્વ. ચંદનબેન કાલીદાસ નથુભાઈ શાહના જમાઈ શુક્રવાર તા. ૧૬-૨-૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર તા. ૧૮-૦૨- ૨૦૨૪ના ૪.૦૦ થી ૫.૦૦, સ્થળ- સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર-પૂર્વ.
ભરૂચ મોઢ વણિક
હાલ સાંતાક્રુઝ નિવાસી ગં.સ્વ. ઈલાબેન ધોળાભાઈ (ઉં.વ. ૮૬) તે સ્વ. નિરંજનભાઈના પત્ની. તે અ.સૌ. સેજલબેન પંડ્યા તથા તપનભાઈના માતુશ્રી. તે હેમંતભાઈ પંડ્યાના સાસુ તા. ૧૭.૨.૨૪ને શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગીયારસે બ્રાહ્મણ
શિહોર નિવાસી હાલ કાંદિવલી સ્વ. ગીરીશભાઈ વેણીલાલ દવેના પત્ની ગ.સ્વ. પ્રવિણાબેન (ઉં. વ. ૭૮) તા. ૧૪ ૦૨-૨૦૨૪ના કૈલાશવાસ પામેલ છે. કલ્પેશ અને પ્રશાંતના માતુશ્રી. જલ્પા અને હેતલના સાસુ. સ્વ. જશવંતરાય, કિશોરભાઈ, મધુભાઈ, સ્વ. હસુમતીબેન અને ઉર્મિલાબેનના ભાભી. સ્વ. હસમુખભાઈ ઉમિયાશંકર પંડ્યા, નિરંજના મનહરભાઈ ભટ્ટના બેન. પ્રાર્થનાસભા તા. ૧૯-૦૨-૨૦૨૪ ના ૪ થી ૬. હાલાઈ લોહાણા મહાજન વાડી, એસ.વી.રોડ, કાંદિવલી વેસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button