મરણ નોંધ

હિન્દુ મરણ

હાલ ઘાટકોપર પ્રદીપ તે સ્વ. ગોરધનદાસ ત્રિભોવનદાસ ટોપરાણીના પુત્ર. તે પૂજા (વિમલ)ના પતિ. તે શોભના (મીતા) મધુસુદન આશર, સ્વ. ઉષા જયસિંહ સંપટ, જિતેન્દ્ર, સરોજ ભાવેશ મહેતા, ચેતન તથા રાજેશના ભાઇ. તે સ્વ. મથરાદાસ ગોપાલદાસ ગાંધીના જમાઇ. ચિ. હસીતના પિતાશ્રી. તે વિવેક, વિનય અને મનના મોટા પપ્પા તા.24-9-23ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા. 27-9-23ના બુધવારે 4થી 6. ઠે. વિરેશ્વર મહાદેવ મંદિર, રાજાવાડી, ઘાટકોપર (ઇસ્ટ).
કોળી પટેલ
ગામ અમલસાડ હાલ ફણસવાડી, રહેવાસી મુંબઇ, સ્વ. કેશવભાઇ લલ્લુભાઇ પટેલના ધર્મપત્ની વાસંતીબેન તા. 20-9-23ના બુધવારે દેવલોક પામ્યા છે. તે કિરણભાઇ, મનોજભાઇ, મયુરીના માતોશ્રી. તે રાધાબેનના ભાભી. તે મનિષભાઇના સાસુ. તેમની પુષ્પપાણી ક્રિયા રવિવાર તા. 1-10-23ના 3થી 5, તેમના નિવાસસ્થાને રાખેલ છે. સરનામું: 38-એચ, બોરીચાલ, 1લે માળે, રૂમ. નં. 39, કાપરેશ્વર માર્ગ, ફણસવાડી, મુંબઇ-400002.
બાલાસિનોર દશાનીમા વણિક
ગામ બાલાસિનોર હાલ અંધેરી સતીષચંદ્ર મણીલાલ મોદીના ધર્મપત્ની અ. સૌ. જયશ્રીબેન (બોજવાળા) (ઉં. વ.73) તે કલ્પેશભાઇ, જસ્મિનાબેન તથા સ્વ. જીગીશભાઇના માતુશ્રી. કૃપાબેન, વિપુલકુમાર તથા એકતાબેનના સાસુ. પિયર પક્ષે સ્વ. સાવિત્રીબેન રતિલાલ દેસાઇ (દેડકી)ની દિકરી. સિયા તથા તનયના દાદીમા રવિવાર, તા. 24-9-23ના શ્રીજીચરણ પામેલ છે. જયશ્રીબેન તથા તેમના પુત્ર સ્વ. જીગીશભાઇની પ્રાર્થનાસભા મંગળવાર, તા. 26-9-23ના સાંજે 5થી 7. ઠે. ચતવાની બાગ, ગોખલે રોડ, નવપાડા, વિલેપાર્લે (ઇસ્ટ), મુંબઇ ખાતે રાખેલ છે (સર્વે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે).
ઘોઘારી લોહાણા
હાલ કુર્લા ઉમેશ સોમૈયા (ઉં.વ. 55) શુક્રવાર તા. 22-9-23ના શ્રીજીચરણ પામેલ છે. તે સરલાબેન નટવરલાલ સોમૈયાના પુત્ર. તથા વિમીબેનના પતિ. કીર્તિબેન પૂજાભાઇ ધામેચા, કિરણ, મનીષ, દર્શનના ભાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી વણિક
સુરેન્દ્રનગર અને હાલ મુંબઇ સ્વ. દલીચંદ સોમચંદ શાહના પુત્ર (ઉં. વ.57) ભાઇ હેમેન્દ્ર રવિવાર, તા. 24-9-23ના સ્વર્ગવાસી થયા છે. તે સ્વ. દિપિકાબેન, શૈલેન્દ્રકુમાર શાહ તથા ભાવનાબેન દિનેશકુમાર શાહના ભાઇ. તથા સ્વ. સૌભાગ્યચંદ અને મહેન્દ્રભાઇના ભત્રીજા તથા ભાઇ મિલીનકુમારના પિતાશ્રી. અ. સૌ. ભક્તિના સસરાજી તથા ચિ. વ્યોમના દાદાજી. સાદડી પ્રથા રાખેલ નથી.
હાલાઇ લોહાણા
મૂળ ગામ જામસલાયા હાલ મુંબઇ ગં. સ્વ. પ્રવિણાબેન મજીઠીયા (ઉં. વ. 73) તા. 24-9-23ના સાંગલી મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. મુક્તાબેન દુર્લભજી રાજદેવના પુત્રી. સ્વ. અશોકકુમાર ગોપાલદાસ મજીઠીયાના પત્ની. ભાવેશ, રિતેશ તેમ જ હેતલના માતા. સ્વ. નરેન્દ્રભાઇ (કાકુભાઇ) તે સુશીલાબેન ગોપાલદાસ દતાણીના ભાભી. સ્વ. લલિતભાઇ, સ્વ. રણજીતભાઇ (હકુભાઇ), દિલીપભાઇ, સ્વ. કોકીલાબેનના બેન. આશા, હીના, હિરલકુમાર અમીનના સાસુ. પ્રાર્થનાસભા સ્વામિનારાયણ મંદિર, 90 ફિટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ)માં તા. 26-9-23ના 4થી 6.
કચ્છી લોહાણા
કચ્છ ગામ ગૂઈર હાલે નાસિક રોડ, સ્વ. મોંગીબેન ખેરાજ તન્નાના પુત્ર દિનેશ ખેરાજ તન્નાના ધર્મપત્ની. ભારતીબેન (ઉં.વ. 69) તા. 25-9-23ના રામશરણ પામેલ છે. તે સ્વ. ગોદાવરીબેન હરિદાસ ગણાત્રા (જાલનાવાલા)ના પુત્રી. જ્યોતિબેન ભરતભાઈ અજત, દર્શના અશોક આઈયા તથા સુનીલના માતુશ્રી. પ્રેમિલાબેન સુનિલ તન્નાના સાસુમા. રેખાબેન રાજેશભાઈ ખોભડિયા, અરુણાબેન તુલસીદાસ રૂપારેલ, ટેકચંદભાઈ અને સ્વ. મહેન્દ્રભાઈ તન્નાના ભાભી. એમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-9-23, મંગળવારના 4થી 5. સાઈરતન રેસિડેન્સી, મોટવાણી રોડ, નાસિક રોડ. (લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.)
ઘોઘારી લોહાણા
હાલ કુર્લા ગં. સ્વ. સરલાબેન નટવરલાલ સોમૈયા (ઉં. વ. 84) શનિવાર તા. 23-9-23ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. હીરાલાલ પોપટલાલ કારીયાની જયેષ્ઠ પુત્રી. સ્વ. વિનુબેન, પ્રેમાબેન, ભરતભાઇ, અશ્વીનભાઇના મોટાબહેન. કીર્તિ પ્રેમ ધામેચા, કિરણ, મનીષ, સ્વ. ઉમેશ, દર્શનના માતુશ્રી. ગીતા, માનસી, વિની, નિરાલીના સાસુ. એકતા, મનસ્વી, રીષીના દાદી. નિકી, રાહુલના નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી વૈષ્ણવ
માળીયા હાટીના હાલ બોરીવલી સ્વ. રસિકલાલ ન્યાલચંદ શાહ (જુઠાણી)ના ધર્મપત્ની ગં. સ્વ. ઇન્દુબેન (રમાબેન) તે રાજેનભાઇ, સ્વ. જયેશભાઇ, સતીષભાઇ, ચેતનભાઇ, સ્વ. હીનાબેન વિરેનભાઇ ગગલાણીના માતુશ્રી. તથા માંગરોળ નિવાસી સ્વ. ભગવાનદાસ તારાચંદ શાહ (આંતરોલીયા)ના દીકરી. સ્વ. નગીનદાસભાઇ, સ્વ. વિનોદરાય, જીતેન્દ્રભાઇ, સ્વ. નીલમબેન જયંતીલાલ પારેખના બહેન. ચિ. નિકુંજ, રીચા, હેનીલ, વિરાલી, નંદીનીના દાદીમા. તથા સ્વ. અશ્વિનભાઇ તથા અરવિંદભાઇ (અશોકભાઇ) સ્વ. નિર્મળાબેન (નીલા), રમેશચંદ્ર કોઠી, સ્વ. વાસંતીબેન શશીકાંત દલાલના ભાભી. તે તા. 24-9-23ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી મોઢ વણિક
માંડવી હાલ નવી મુંબઈ (વાશી) સ્વ. મહેન્દ્રભાઈ મણિયાર તથા કિરણબેન મણિયારના સુપુત્ર વિરલ મણિયાર (બ્રિજેશ) તા. 24/09/2023ના રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. જ્યોતિબેનના પતિ. ઉર્વી જીગર પારેખના ભાઈ. વંશ અને હયાના પિતા. ગીતાબેન અને સ્વ. મનસુખલાલ કાચાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
સ્વ. કાંતાબેન તથા સ્વ. કાનજી માધવજી મજીઠીયાના સુપુત્ર. નટવરલાલના ધર્મપત્ની અ. સૌ. સરલાબેન (ઉં. વ. 70) હાલ કાંદિવલી, તે દિપીકા દિવ્યેશકુમાર દક્ષીણી, કેતન તથા કિરીટના માતુશ્રી. નરેન્દ્ર તથા અરૂણાબેન હરેશકુમાર કાનાબારના ભાભી. સ્વ.પ્રભાબેન તથા સ્વ. જમનાદાસ રવજી રૂઘાણીના દીકરી. સ્વ. નિતીનભાઈ, ભરતભાઈ તથા મીનાબેન કિશોર દેવાણીના બહેન. દિવ્યેશકુમાર તથા કાજલના સાસુ. જયશ્રીબેનના જેઠાણી. રવિવાર તા. 24-9-2023ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
દમણીયા દરજી
મુંબઈ નિવાસી ઈશ્વરભાઈ ત્રિભોવદાસ દમણીયા (ઉં. વ. 85) તે 23/9/23ના શ્રીજીશરણ પામેલ છે. તે પન્ના, વર્ષા, જાગૃતિ તથા રિકેશના પિતા, સ્વ. શ્રીધર, કલ્પેશ, રાકેશ, સોનાલિના સસરા. સુરેખા, મુકેશ, અશ્વિન, ધવલ, મીનલના કાકા. લલિતભાઈના ભાઈ, લક્ષ્મીદાસ ઉદવડિયાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા 26/9/23 ના 5 થી 7. માધવબાગ સી પી ટેંક મુંબઈ.
હાલાઇ લોહાણા
ગં સ્વ. નિનાબેન (ઉં. વ. 58), તે સ્વ. રવિન્દ્ર પ્રાગજીભાઈ વિઠલાણીના ધર્મપત્ની, તે સ્વ શાંતાબેન તથા સ્વ પ્રાગજીભાઈ મુલજી વિઠલાણીના પુત્રવધૂ. તે દિશા નીશુલકુમાર પીઠડીયાના માતૃશ્રી. તે સ્વ જસુમતીબેન તથા સ્વ કેશવજી રતનશી પજવાનીના દીકરી. તે સ્વ. લક્ષ્મીદાસ, રોહિતભાઈ, સ્વ મુકેશભાઇના નાનાભાઇના પત્ની. તા. 22/09/2023 ના શુક્રવાર ના રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?