હિન્દુ મરણ
ફોર્ટ-મુંબઈના સ્વ. પાર્વતીબેન અને સ્વ. ડાહ્યાભાઈ નાથુભાઈ પટેલના પુત્ર એડ. પ્રવિણભાઈ પટેલ શનિવાર, તા. ૧૦-૨-૨૪ના સ્વર્ગવાસ થયા છે. શૈલાબેનના પતિ. સમ્રાટ, ડૉ. અમિતના પિતાજી. ઈશીતાના સસરાજી. અનિલ, ડૉ. નિરંજન, જ્યોત્સના, પ્રમોદિની, નયન જ્યોતિના ભાઈ. વર્ષાના જેઠ, અંકિતા, વ્રજેશના મામા. પ્રાર્થનાસભા શનિવાર, ૧૭-૨-૨૪ના ૪ થી ૬. સ્થળ: ૨૦, ડાઉન ટાઉન હોલ, બીજે માળે, કોલંબા બિલ્ડીંગ, ઈરોઝ સિનેમાની બાજુમાં, ૪૨, એમ. કે. માર્ગ, ચર્ચગેટ, મુંબઈ-૧.
છગનલાલ. વી. આશર, (ઉં. વ. ૮૩) જે શ્રીમતી હંસાબેનના પતિ. મનોજ, ભરતી, દક્ષાના પિતાજી. પલ્લવીના સસરા. પ્રગતિ અને સંજનાના દાદા તા:૧૪-૨-૨૪ના શ્રીજીશરણ પામેલ છે. આત્મશ્રેયાર્થે પ્રાર્થના તા.૧૬-૨-૨૪ને શુક્રવારના ૪:૩૦ કલાકે શ્રી સમુદ્રી સદન, (બેંક હાઉસ), કોચીમાં રાખેલ છે.
કપોળ
સિહોરના, હાલ કાંદિવલી સ્વ. હસમુખબહેન મુકુંદરાય મોહનલાલ મહેતાના પુત્ર દિલીપભાઈ (ઉં. વ. ૮૧) તા.૧૩-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. વીણાના પતિ. અદિતિ- બીરેન, સુકેતુ – બિનીતા, જિજ્ઞેશ- જલપાના પિતા. સ્વ. સુશીલાબહેન પ્રિતમલાલ પારેખના જમાઈ. સ્વ. શરદભાઈ, ગં. સ્વ. જયશ્રીબહેન, સ્વ. શોભનાબહેન ભૂપતરાય, સ્વ. સરોજ જયકિસન, મૃદુલા દીપકકુમારના ભાઈ. સ્વ. માધવજી રતિલાલ કચરિયાના ભાણેજ. પ્રાર્થનાસભા તા.૧૭-૨-૨૪, શનિવારે ૫ થી ૭. મહાવીર બેન્કવેટ (બાલાજી બેન્કવેટ), પિઝા હટની સામે, મહાવીરનગર, કાંદિવલી વેસ્ટ. લૌકિક પ્રથા
બંધ છે.
કચ્છી ભાટિયા
ગં. સ્વ. મીરા વેદ (ઉં. વ. ૬૩) હાલ વિલેપારલા શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. લક્ષેન્દ્ર દયાળજી વેદના ધર્મપત્ની. તે સ્વ.વિજયસિંહ ચત્રભુજ સંપટના સુપુત્રી તે વિશાલ અને વિલાસના માતુશ્રી. તે અ. સૌ. સેજલના સાસુ. તે ઝીવા અને ઝિયાનના દાદી તા.૧૪-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લોહાણા
નિલેશભાઈ કેશવભાઈ સેજપાલ(વંડાવાળા) હાલ મુંબઈ પુત્ર વંશ નિલેશભાઈ (ઉં. વ. ૧૯) અવસાન ૧૫/૨/૨૪ ને ગુરુવારના થયેલ છે. પ્રાર્થનાસભાં (બેસણું) ૧૬/૨/૨૪ ને શુક્રવાર ના ૪ થી ૬. શ્રી હાલાઇ લોહાણા મહાજન વાડી, પહેલે માળે, એસ.વી.રોડ, કાંદિવલી (વેસ્ટ). મોસાળપક્ષની સાદડી સાથે રાખેલ છે.
કપોળ
શિહોરવાળા, હાલ કાંદિવલી સ્વ. શાંતાબેન બાલકૃષ્ણ ચત્રભુજ દોશીના પુત્ર નટવરલાલ (ઉં. વ. ૯૦) તે ગં. સ્વ. કુંદનબેનના પતિ. જયેશ તથા નીતાના પિતા. રક્ષા તથા પ્રકાશભાઈના સસરા. સ્વ. નીતિનભાઈ, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, નલીનભાઇ, હર્ષદભાઈ તથા ગં. સ્વ. હંસાબેન વોરા, સ્વ. જ્યોત્સ્નાબેન શાહના ભાઈ. શિહોરવાળા સ્વ. હેમલતા વ્રજલાલના જમાઈ ૧૪/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
મોઢ બ્રાહ્મણ
બોરીવલી નિવાસી સ્વ. ભક્તિપ્રસાદ મણિલાલ ત્રિવેદીના પુત્ર જયેશ ભક્તિપ્રસાદ ત્રિવેદી. જાગૃતિબેનના પતિ ૧૪/૨/૨૪ના દેવલોક પામેલ છે. તેમનું બેસણું ૧૬/૨/૨૪ શુક્રવારના ૩ થી ૬. આધાર હોલ, રોડ નં. ૪/૧૦ હિંદુજા હોલની પાછળ, દૌલત નગર, બોરીવલી (ઈસ્ટ).
કપોળ જ્ઞાતિ
મહુવા નિવાસી હાલ સેલવાસા સ્વ. દોલતરાય મોનદાસ સંઘવીના ધર્મપત્ની ગં. સ્વ. નલિનીબેન (ઉં. વ. ૮૨) તે હિતેશ, દેવેન્દ્ર, ગં.સ્વ. કામિની કમલેશકુમાર ગોરડિયા, કિશોરી દિલીપકુમાર મહેતાના માતુશ્રી. રશ્મિ તથા કલ્પનાના સાસુ. કાંતિભાઈ મોનદાસ સંઘવીના ભાભી. રાજુલાવાળા વૃજલાલ જીવરાજ મહેતાના દીકરી. જીતેન્દ્રભાઈ, સ્વ. વિમળાબેન વૃજલાલ સંઘવી, સ્વ. વસંતબેન વૃજલાલ ગોરડિયાના બહેન ૧૪/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૭/૨/૨૪ શનિવારના ૪ થી ૬. સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી (વેસ્ટ).
મોડાસા એકડા દશા ખડાયતા
શિણોલ નિવાસી હાલ મીરારોડ મનુભાઈ રમણલાલ શાહ (ઉં. વ. ૭૨) તે ૧૪/૨/૨૪ના અવસાન થયેલ છે. તે પૂર્ણિમાબેનના પતિ. સ્વ. કમળાબેન રમણલાલ મંગળદાસ શાહના પુત્ર. સુકેતુ તથા સંકેતના પિતા. સ્વ. કુંજબીહારિભાઈ, બિપીનભાઈ, જયેશ, સ્વ રાજેશના ભાઈ. સ્વ. માહસુખલાલ પાનાચંદ શાહના જમાઈ. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૬/૨/૨૪ ના ૪ થી ૬. સ્વામિનારાયણ હોલ, સેક્ટર ૧૦, શાંતિનગર, મીરા રોડ (ઈસ્ટ).
દશગામ પંચાલ
ગામ દાદરા હાલે મલાડ, સ્વ. પુષ્પલતાબેન જયંતભાઈ (જીતુભાઈ) પંચાલ (ઉં. વ. ૭૪) રવિવાર, તા. ૧૧-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યાં છે. તેઓ સંદીપ, અમિતના માતુશ્રી. અશ્ર્વિની, અમિષાના સાસુજી. સ્વ. ગોવિંદજી, સ્વ. કાંતિભાઇ, સ્વ. વિજયભાઈ, સ્વ. ચંપકભાઈના ભાભી. ચેતનભાઈ દાદરાવાળા અને કિશોરભાઈ ખતલવાડવાળાના વેવાણ. સ્વ.અંબાબેન જીવણ મકનજી દમણવાળાની દીકરી. તેમની પ્રાર્થનાસભા શનિવાર તા.૧૭-૨-૨૪ ના ૪ થી ૬. પાવનધામ, મહાવીર નગર, સચિન તેંડુલકર જીમખાનાની સામે, કાંદિવલી (પશ્ર્ચિમ).
મારુ દરજી
મૂળ વતની ઘોઘા નિવાસી, હાલ અંધેરી, જીતેન્દ્ર સોલંકી (ઉં.વ. ૮૭) તે સ્વ. બાલુબેન ભાઈલાલભાઈ સોલંકીના પુત્ર. શ્રીમતી ઈલાબેન જીતેન્દ્ર સોલંકીના પતિ તથા વિરલ, અનીશ અને વિભાના પિતા તથા ભારતી, નીતા અને મિતિનકુમારના સસરા તથા કેયુર, જેવિન, હાર્દિ, નિસર્ગ અને નેન્સીના દાદા તા. ૧૪-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૭-૨-૨૪ના ૫થી ૭. સંન્યાસ આશ્રમ, પહેલો માળ, વિશ્ર્વેશ્ર્વર ભવન, વિલેપાર્લે (વેસ્ટ).
ઝાલાવાડી સઈ સુતાર
ધંધુકા નિવાસી હાલ લાલબાગ (મુંબઈ) ગં.સ્વ. જયાબેન બાબુલાલ ચૌહાણ (ઉં.વ. ૮૦) તા. ૮-૨-૨૪, ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. દીનાબેન ભરતકુમાર પરમાર, સ્વ. કવિતાબેન રાજેશભાઈ, મયૂરીબેન મનીષના માતુશ્રી. સ્વયમ, મિતિ, સ્વ. શ્રેયાના દાદી. સ્વ. ગીરધરલાલ, ચંદ્રકાંતભાઈ, રમણીકલાલ, સ્વ. કંચનબેનના ભાભી. દેરડી નિવાસી કાશીબા છગનલાલ પરમારના દીકરી. ઝરણાં, જયના, અર્પિતના નાની. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૬-૨-૨૪, શુક્રવારના ૪થી ૬. પ્રાર્થનાસભા સ્થળ: કલ્પતરુ હોલ, કલ્પતરુ હેબિટેટ કો. ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, ડૉ. એસ.એસ. રાવ રોડ, ગાંધી હોસ્પિટલની નજીક, લાલબાગ, પરેલ (ઈ).
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ભાવનગર નિવાસ, હાલ મીરારોડ, સ્વ. નટવરલાલ દોશી (ઉં.વ. ૮૭) જે સ્વ. ચંપાબેન પરષોત્તમદાસ દોશીના દીકરા. તે સ્વ. મનસુખલાલ ખીમચંદભાઈ મહેતાના જમાઈ. સ્વ. ચીમનલાલ દોશી, સ્વ. જશુબેન રસિકલાલ વોરા, ઈન્દુબેન નવનીતરાય બગડીયા, ભારતીબેન હર્ષદરાય પારેખના મોટાભાઈ. સંજયભાઈ, નીપાબેન, ધારાબેનના પિતા. ઈલાબેન, મનીષકુમાર પારેખ, પ્રજ્ઞેશકુમાર મોદીના સસરા તા. ૧૦-૨-૨૪ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા સ્વામિનારાયણ મંદિર (બીએપીએસ) સેક્ટર નં. ૧૦ મીરા રોડ, તા. ૧૭-૨-૨૪ને શનિવારના ૪થી ૬ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છ વાગડ લોહાણા
પ્રિતીબેન વિપુલભાઈ ઉદેચા, જાટવાડા હાલે થાણે, (ઉં. વ. ૪૦) તા. ૧૪-૨-૨૪ બુધવારના ધામમાં ગયેલ છે. તે વિપુલભાઈ શાંતિલાલ ઉદેચાના ધર્મપત્ની. પુષ્પાબેન અને શાંતિલાલ વાલજીભાઈ ઉદેચાના પુત્રવધૂ. દિશાંત અને ટીશાના માતુશ્રી. પ્રાણલાલ જેરામભાઈ દક્ષિણીના પુત્રી. રોહીત, નીતાબેન સતિષભાઈ અને સંગીતાબેન હાર્દિકના ભાભી, બંને પક્ષની પ્રાર્થના શુક્રવાર, તા. ૧૬-૨-૨૪ના ૪ થી ૫.૩૦, શેઠ એન. કે. ટી. કોલેજ સભાગૃહ, ખારકરઆળી, કલેક્ટર ઓફિસ નજીક, થાણે વેસ્ટ ખાતે રાખેલ છે.
શ્રી ખંભાત દશા શ્રીમાળી વણિક
મુંબઇ નિવાસી સ્વ. લીલાવતીબેન શાંતીલાલ શાહનાં પુત્ર રજનીકાંત (ઉં. વ. ૮૦) તે સ્વ. તારાબેન મણીલાલ શાહનાં જમાઈ તે રેણુકાબેનનાં પતિ, તથા અમીષા અને પીન્કીનાં પિતાશ્રી. પ્રશાંતભાઈનાં સસરા. સ્વ. મહેન્દ્રભાઇ તથા નવિનભાઈ તથા સ્વ. કેલાશબેનનાં ભાઈ. તે તા ૧૫-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.