હિન્દુ મરણ
ઘોઘારી મોઢ વણિક
ધ્રાંગધ્રા હાલ વસઈ મનહરલાલ તારાચંદ પારેખના ધર્મપત્ની મધુમતીબેન (ઉં. વ. ૮૮) ૧૧-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે કમલેશ, પ્રજ્ઞા, જયશ્રી, પ્રવિણાના માતુશ્રી. આશા પારેખ, સંજય મણિયાર, સંજય પારેખ, હિતેશ ગાંધીના સાસુ. હેમાંગી, યજ્ઞેશના દાદી, રિયાના દાદીસાસુ તેમજ સ્વ. પ્રવિણચંદ્ર, સ્વ. મધુસુદન જમનાદાસ મહેતાના બહેન. બંને પક્ષ તરફથી તેમની સાદડી ૧૫-૨-૨૪ના સાંજે ૪ થી ૬. સ્થળ: જૂનું સ્વામિનારાયણ મંદિર, ૬૦, ફૂટ રોડ, સમતા નગર, વસઈ પશ્ર્ચિમ.
હાલાઈ લોહાણા
રાજકોટ હાલ મુંબઈ સ્વ. ગોદાવરીબેન હરિલાલના સુપુત્ર હસમુખ દત્તાણી (ઉં. વ. ૮૦) ૧૨-૨-૨૪ના સોમવારના અક્ષરનિવાસી થયા છે. તે સ્વ. જયશ્રીબેનના પતિ. સ્વ. રમેશભાઈ, કોકિલાબેન, અ. સૌ. આશાબેન, વિરેશભાઈ, જયેશભાઈના મોટાભાઈ. તે શ્રદ્ધા, સ્તુતિ અને વૈભવના પિતા. વેદાંત અને નિહિરાના દાદા. નિત્યા અને ઉર્વિના નાના તથા સ્વ. બાબુલાલ રૂપારેલના જમાઈ (નાશિક). તેમની પ્રાર્થનાસભા તા. ૧૫-૨-૨૪ના ૫ થી ૭. યોગીનગર, સ્વામિનારાયણ મંદિર, બોરીવલી વેસ્ટ.
વિશા નીમા વણિક
અ. સૌ. નીલા (ઉં. વ. ૭૧) સતીષ રજનીકાંત પરીખના ધર્મપત્ની અ. સૌ. રુચા આશિષ કોઠારી તથા પુનિત સતીષ પરીખના માતુશ્રી. આશિષ કોઠારી તેમજ શ્ર્વેતાના સાસુ. આયુશી તથા આદિત્ય તેમ જ અવીરના દાદી. મનોજ રજનીકાંત તથા સ્વ. સુધીર રજનીકાંત, અ.સૌ. તુલસી અનિલ મહેતા, હીરા નયન પરીખ, સુધા જયભરત પરીખના ભાભી. ૧૨-૨-૨૪ના શ્રીજીધામ સીધાવ્યા છે. તેમનું બેસણું રાખેલ નથી. ઠે: ૨૦૧-બી, ટ્વીન એપાર્ટમેન્ટ, માર્વે રોડ, મલાડ પશ્ર્ચિમ.
પટેલ
ટાકરવાડા પાલનપુરી હાલ દહિંસર સરદારભાઈ અવચળભાઈ અટોસ (ઉં. વ. ૭૩) ૯-૨-૨૪ શુક્રવારના કૈલાશવાસી થયેલ છે. તે દોલીબેનના પતિ. મીનાબેન, હરેશભાઈ, મનિષાબેનના પિતાશ્રી. રયાનના દાદાજી. દર્શિલ, ધ્રિશાના નાનાજી. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૫-૨-૨૪ના ૪ થી ૬. ઠે: રઘુકુળ બિલ્ડિંગ, એસ. વી. રોડ, શિવશક્તિ બિલ્ડિંગની સામે, દહિંસર ઈસ્ટ.
લેઉઆ પટેલ
ગામ ચાણસદ, હાલ વિલેપાર્લે ગં. સ્વ. મધુબેન રાવજીભાઈ પટેલ (ઉં. વ. ૯૦) તા. ૧૧-૨-૨૪ રવિવારે અક્ષર નિવાસી થયા છે. તે અનિલભાઈના માતુશ્રી. દીપાબેનના સાસુજી. અક્ષર અને જાનવીના દાદી. નિવાસસ્થાન: બી/૧૦૪ મુક્તેશ્ર્વર, ૧લે માળે, સરોજીની રોડ, વિલેપાર્લે વેસ્ટ. બેસણું અને લૌકિક રિવાજ બંધ છે.
પુષ્કર્ણા બ્રાહ્મણ
અ.સૌ. વર્ષાબેન (સાવિત્રી) (ઉં. વ. ૭૮), તે વિનોદ શામજી કેવડિયાના પત્ની. સ્વ. તારાબેન શામજી કુંવરજી કેવડિયાના પુત્રવધૂ. હિમા, દિપ્તી, કુંજલના માતુશ્રી. માંડવીના સ્વ. ગયાબેન હરિદાસ હંસરાજ વાસુના સુપુત્રી સોમવાર, ૧૨ ફેબ્રુઆરીના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કપોળ
જાફરાબાદ વાળા સ્વ. મંજુલાબેન જમનાદાસ વોરાના સુપુત્ર પ્રફુલભાઈ (ઉં. વ. ૭૦) તે સ્વ. દર્શના (દીનતા)ના પતિ. તે સ્વ. પ્રવિણાબેન, ગં.સ્વ. અરૂણાબેન, અ.સૌ. જસુબેન, સ્વ. રંજનબેન, સ્વ. નરેન્દ્ર, રાજેન્દ્ર, નૈનેશના ભાઈ. તે બારપટોળીવાળા સ્વ. અમીદાસ ધારસી મોદીના ભાણેજ. સ્વસુર પક્ષે ઉર્મિલાબેન અનંતરાય મહેતા (અમરેલી)ના જમાઈ. તે ચી. જીગર, ચી. કુણાલ, ચી. તન્મય, ચી. ઉમંગ તેમ જ જાનવી રાહુલ ભોડીયાના મોટા પપ્પા તે તા. ૧૩.૨.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૫-૨-૨૪ને ગુરુવારના વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, બોરીવલી (વેસ્ટ) ખાતે રાખેલ છે.
ગુર્જર ક્ષત્રિય કડીયા
સાવરકુંડલા નિવાસી હાલ મલાડ ભીખાભાઈ પ્રેમજીભાઈ ગેડીયાના ધર્મપત્ની ગ.સ્વ. સમજુબેન (ઉં. વ. ૯૫) તા. ૧૨.૨.૨૪ના અક્ષરધામ પામ્યા છે. મોટા લીલીયા નિવાસી છગનભાઈ અરજણભાઈ રાઠોડ અને બાલુભાઈ અરજણભાઈ રાઠોડના બહેન. કાન્તાબેન, મંજુલાબેન, અરુણાબેન, હંસાબેન, માલતીબેન, અમિતાબેન, સ્મિતાબેન અને નયનભાઈના માતુશ્રી. સાદડી પ્રથા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ ભાટીયા
વિજયસિંહ કાપડીયા (ઉં.વ. ૮૮) તે સ્વ. ચંપાબેન હિરજી કાપડીયાના સુપુત્ર. તે વિણાબેન (મંજુલા)ના પતિ. સ્વ. ત્રિકમદાસ ઉદેશીના જમાઈ. તે સ્વ. પદમાબેન વ્રજદાસ, સ્વ. પ્રાણજીવન, પ્રવિણ, સ્વ. પ્રદિપ, સ્વ. કિશોર, ઉધવના ભાઈ. તે દિપાબેન, ઉમેષના પિતા. તે જયેન્દ્રકુમાર ને રીટા વહુના સસરા તા. ૧૧.૨.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
કડોદ વિશા લાડ વૈષ્ણવ
શ્રીમતી પંપોષબેન કૌશિકભાઈ શાહ, (ઉં. વ. ૬૭) તે હર્ષદભાઈ રોકડિયાના પુત્રી. ચૈતાલી, માનશી ઘેલાણીના માતા. અંકિત પી. ઘેલાણીના સાસુ. મનિષા પરીખ, કાવ્યેશ રોકડિયાના બહેન. મહેશભાઈ સી. શાહ, સુરેખાબેન, પ્રગ્નાબેન, કિર્તીબેનના ભાભી. ભારતીબેનના જેઠાણી. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૫/૨, શ્રી મુંબઈ પાટીદાર સમાજ, મફતલાલ બાગ, ફ્રેંચ બ્રિજ, ઓપેરા હાઉસ, મુંબઈ-૭, સાંજે ૫થી ૭.
નવગામ ભાટિયા
દુર્લભજી ઉદેશી (ઉં. વ. ૮૯) તે વાલજી જમનાદાસ ઉદેશીના પુત્ર, મોરારજી મેંઘજી આશરના જમાઈ. સ્વ. સુલોચનાબેનના પતિ. કૌશિક તથા મનીષના પિતા. સ્વ. પૂર્ણિમા તથા વર્ષાના સસરા. વિધિના દાદા. ૧૧/૨/૨૪ ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા
બંધ છે.
કપોળ
રાજુલાવાળા હાલ બોરીવલી ગં.સ્વ જ્યોત્સ્નાબેન તથા સ્વ. અનંતરાય કેશુરદાસ દોશીના પુત્રવધૂ તથા ચેતન દોશીના ધર્મપત્ની અ.સૌ. જીનલ (જસ્મીના) (ઉં. વ. ૫૧) તે હર્ષ તથા ઋષિના માતુશ્રી. અલકા તુષાર મહેતા તથા આશાના ભાભી. પિયરપક્ષે ભાદ્રોડ નિવાસી ગં.સ્વ જ્યોતિબેન તથા સ્વ. મહેન્દ્રભાઈ બચુભાઈ મહેતા ખાદીવાળાના દીકરી ૧૧/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૫/૨/૨૪ ના ૫ થી ૭. બાળાશ્રમ હોલ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ રોડ, કાંદિવલી વેસ્ટ.
કપોળ
ભાવનગરવાળા હાલ નાલાસોપારા ગં.સ્વ ચંદ્રભાગાબેન જગજીવનદાસ દુર્લભદાસ મહેતા (ઉં. વ. ૯૫) તે સ્વ. પ્રતાપરાય- સ્વ. ઇન્દુબેન તથા સ્વ. ભરતભાઈ- ગં.સ્વ નયનાબેનના માતુશ્રી. સ્વ. હિંમતભાઈના ભાભી. મોસાળપક્ષે સ્વ. હરજીવનદાસ ઠાકરશી પારેખના ભાણેજ. વિરલ, હર્ષલ, હિના, અમિતા, અંજલિ, પૂર્વીના દાદી, પિયરપક્ષે સ્વ. કમળાબેન ગીરધરલાલ શેઠના દીકરી. ૧૧/૨/૨૪ ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
લુહાર સુથાર
સ્વ.ભુપતભાઇ લવજીભાઈ હરસોરા (ઉં. વ. ૮૫) ગામ સાંખડાસર હાલ મલાડ, તે મંજુલાબેનના પતિ. હર્ષદભાઈ, સ્વ શૈલેષભાઈ, રેખાબેન નરેન્દ્રભાઈ મકવાણા તથા જયશ્રીબેન કાંતિભાઈ લીમ્બાચીયાના પિતાશ્રી, મયુરીબેન,હર્ષાબેન તથા પ્રજ્ઞાના સસરા. શ્રુતિ,રાજ,દેવાંશી, જાન્હવી તથા તેજસના દાદા. ત્રિભોવનભાઇ વશરામભાઇ કનાડીયાના જમાઈ. તેમનીપ્રાર્થનાસભા તા.૧૫/૨/૨૪ ને ગુરુવાર ૫ થી ૭. પ્રાર્થનાસભા સ્થળ:લુહાર સુથાર વેલફેર સેન્ટર, દત્ત પાડા રોડ, બોરીવલી ઈસ્ટ, લૌકિક પ્રથા બંધ છે.
દશા ગામ પંચાલ
ગામ : પલસાણાના હાલ વસઈ, ગં.સ્વ. કૈલાસબેન અરવિંદભાઈ (બાબુભાઈ) પંચાલ (ઉં. વ. ૭૩) તે તા: ૮-૨-૨૪ ને ગુરુવાર શ્રીજીચરણ પામ્યા છે. તે કેતનભાઈ, નિતા (નિશા)બેન, સ્વ. કેતકીબેનના માતુશ્રી. તેઓ કૃતિકાબેન, બિંદેશભાઈ, તેમજ દિનેશભાઈના સાસુજી. તેઓ સ્વ. ગીરધરભાઇ, પ્રવીણભાઈ,તેમજ ભરતભાઇના ભાભી. તેમ જ તે સ્વ. ગિરધરભાઈ કેશવભાઈ પંચાલ ખતલવાડાવાળાની દીકરી. તે ચુનીલાલભાઈ, રમણભાઈ, હિરુભાઈ, ચંદ્રકાંતભાઈ, ગજેન્દ્રભાઈના બેન. તેમની પ્રાર્થનાસભા તા:- ૧૫-૨-૨૪ ને ગુરૂવાર ૩ થી ૬. વરિષ્ઠ નાગરિક ક્લબ, એવરશાઈન ગાર્ડન આરડી, ડ્રીમ મોલ (બ્રોડવે)ની પાસે એવરશાઈન સિટી, વસઈ પૂર્વ.
કચ્છી ભાટિયા
કમલ સંપટ, (ઉં. વ. ૬૨) મૂળ માંડવી – કચ્છ, હાલે પૂના, તે સ્વ. ગીતા ગોકલદાસ સંપટનાં પુત્ર, સ્વ. મધુરી ધનરાજ ભાટિયાના જમાઈ. મનિષાબેનના પતિ. ચિ. હાર્દિકના પિતા. અ. સૌ. મીનલના સસરા, અ. સૌ. દિપ્તી કિરણ પાલેજા, અ. સૌ. બીના પરેશ ભાટિયાના મોટાભાઈ, ૯-૨-૨૪ને શુક્રવારના શ્રીજીચરણ પામ્યાં છે. લૌકિક વ્યવહાર બંધ છે.