મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
અમરેલી નિવાસી હાલ ભાયંદર સ્વ. ભાનુમતી ભુપતરાય દેસાઈના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. વ. ૮૧) તે ૯/૨/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. જીતેન્દ્રભાઈ, સ્વ. મધુબેન ધરમદાસ મહેતા, સ્વ. હંસાબેન મધુસુદન પંડ્યા, ભારતીબેન યશવંત મહેતા, લતા મીનાના ભાઈ, સ્વ. રંજનના દિયર, લક્ષ્મીદાસ રામજી બુસાના ભાણેજ. જસ્મીન, મિલન, મનનના મામા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
કરાચીવાળા હાલ બોરીવલી નિવાસી સૌ. તારાબેન નવીનચંદ્ર ગંગારામ મીરાણી ના પુત્ર ભાવિન (ઉં. વ. ૪૬) તે સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. જયંતીભાઈ, પ્રવીણભાઈના ભત્રીજા. સ્વ. જશુબેન શિવલાલ કોટકના દોહિત્ર. તેજલબેન પીનલકુમાર કાછેલાના ભાઈ. સરોજબેન અશોકકુમાર ઠક્કર, કિરીટ કોટક, અશ્ર્વિન કોટકના ભાણેજ. ૧૧/૨/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
દંઢાવ્ય ઔદીચ્ય છોતેર બ્રહ્મ સમાજ
પ્રદીપ હરિલાલ રાવલ (ઉં. વ. ૫૯) વતન આખજ, હાલ વસઈ મુંબઈ તા.૪/૨/૨૪ નાં રોજ શિવચરણ પામ્યા છે. તે પ્રભાબેન હરિલાલ રાવલ ના સુપુત્ર. મીનાબેનના પતિ. સન્ની અને કુણાલના પિતા. સમીર, દર્શના સિદ્ધાર્થ ઠાકરના મોટાભાઈ, ગંગાસ્વરૂપ મંજુબેન નટવરલાલ રાવલના પર્વતપુરાના જમાઈ. પ્રાર્થનાસભા બંને પક્ષની તા.૧૪ /૨/૨૪ ૫ થી ૭ વિશ્ર્વકર્મા હોલ, વીરસાવરકર નગર, વસઈ વેસ્ટ.
કચ્છી ભાટીયા
ચંદ્રસેન, તે સ્વ. લીલુબાઈ રામદાસ મર્ચંટના પુત્ર (ઉં. વ. ૯૪) મુંબઈ તે સ્વ. ચારુબેનના પતિ. સ્વ. મધુભાઈ, પ્રતાપભાઈ, સ્વ. રમેશભાઈ, દિલીપભાઈ, હરેશભાઈ, રશ્મિભાઈ, ગિરીશભાઈ, રવિભાઈ, સ્વ. હેમલતાબેન, નિર્મળાબેન અને અંજનાબેનના ભાઈ. સૌ. હેમા હેમંત, સ્વ. ઈલા અને નીરવ-અલ્પાના પિતાશ્રી. ધમા પાનવાળાના જમાઈ. સૌ. પુનિતા આલોકના નાના. સોમવાર, ૧૨-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.
સુરતી દશા નાગર વણિક
ગીતા પ્રકાશ કસોટીયા તે પ્રકાશ કિશોરલાલ કસોટીયાના પત્ની. સ્વ. હરિદાસ પારેખ અને સ્વ. મંજુલાબેન પારેખની પુત્રી. અવની કૌશલ મોદીની માતા. કૌશલ મોદીના સાસુ. હર્ષ મોદીના નાની. અજિતા કમલ કાપડિયા (કેનેડા)ની બેન. તેનું અવસાન શુક્રવાર, ૨-૨-૨૪ના મુંબઈ ખાતે થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવેલ છે.
દશા સોરઠિયા વણિક
સ્વ. કંચનબેન શાંતિલાલ વસ્તાભાઈ માયાણીના સુપુત્ર હિમ્મત (ઉં. વ. ૭૦) ગામ ધારી તા. ૧૧-૨-૨૪ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે દિનેશ, વિનોદ, ઉષાબેન શાહ (વ્યારા)ના ભાઈ. તે સ્વ. મણિલાલ જીવરાજ કોઠારીના દોહિત્ર. શ્રીમતી દેવ્યાનીબેન દિનેશ માયાણી, શ્રીમતી સીમા વિનોદ માયાણીના જેઠ. શ્રીમતી અર્ચનાબેન અલ્પેશ ગગલાણી, દેવાંશી માયાણી, અક્ષિતા જીમીત મહેતા, સમીરના કાકા. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી ભાટિયા
સ્વ. કમલ ગોકલદાસ સંપટ (ઉં. વ. ૬૨), મૂળ માંડવી, હાલ પૂના, તે સ્વ. ગીતા ગોકલદાસ સંપટના સુપુત્ર. તે સ્વ. મધુરી ધનરાજ ભાટિયાના જમાઈ. તે મનિષાબેનના પતિ. તે ચિ. હાર્દિકના પિતા. અ.સૌ. મીનલના સસરા. ચિ. ક્રિષાના દાદા. તે અ.સૌ. દિપ્તી કિરણ પાલેજા, અ.સૌ. બીના પરેશ ભાટિયાના મોટાભાઈ. તા.૯-૨-૨૪ને શુક્રવારનાં રોજ શ્રીજીચરણ પામ્યાં છે. લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button