મરણ નોંધ

હિન્દુ મરણ

ઔદિચ્ય બ્રાહ્મણ
મુંબઇ નિવાસી સ્વ. મધુસૂદનભાઈ વ્યાસના ધર્મપત્ની ઊર્મિલાબેન, તે હિતેશભાઈ અને મીતાબેનના માતા. ભાર્ગવીબેન અને વિજયભાઈના સાસુ. ûષિતા, આશકાના દાદી. કુણાલ અને પૌલમીના નાની. તા. ૧૦/૨/૨૪ના સ્વર્ગસ્થ થયા છે. લૌકિક પ્રથા બંધ છે. બેસણું રાખેલ નથી.
વાગડ લોહાણા
ગામ ભચાઉના વર્ષાબેન કનૈયાલાલ મીરાણી- (ઉં. વર્ષ-૬૫) બુધવાર, તારીખ: ૭ ફેબ્રુઆરી ૨૪નાં રોજ પરમધામ પામેલ છે. તે કનૈયાભાઈ રામજીભાઈ મીરાણીના ધર્મપત્ની, તે સ્વ. કાશીબેન રામજીભાઈ ભારમલભાઈ મીરાણી (ગામ: ચોબારી) ના પુત્રવધુ, તે સુનિલ- અલકા- જાગૃતીનાં માતૃશ્રી, તે સ્મિતા, વિજયકુમાર, બીપીનકુમારના સાસુમાં, તે ઈશ્વરલાલ, ચંદુલાલ, મનોજભાઈ, ઘનશ્યામભાઈ, સ્વ.મોહનભાઈ, તારાબેન, ચંદ્રિકાબેન, મંજુલાબેનના ભાભી. તે પોપટલાલ રાજદે (ગામ: ચોબારી)ના દિકરી. પ્રાર્થનાસભા (બંને પક્ષની) આજે તારીખ: ૧૨-૨-૨૪, સોમવારના સાંજના ૪ થી ૬ માં: અક્ષરપુરુષોત્તમ સ્વમિનારાયણ મંદિર, સરીતા પાર્ક, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર- (ઈસ્ટ).
લુહાર સુથાર
જયંતીભાઈ નારણદાસ પ્રેમજી ડોડીયા (ઉં.વ.૭૮) મૂળ ગામ સેંજળ,સાવરકુંડલા હાલ બોરીવલી શુક્રવાર.તા. ૯/૨/૨૪ ના દેવલોક પામ્યા છે. તે સ્વ.નયનાબેનના પતિ,તે સ્વ.મગનભાઈ તથા કોકિલાબેનના ભાઈ, તે જયશ્રી ધર્મેન્દ્ર ટીંબડીયા,ગીતા મહેશ પંડ્યા, સોનલ,તેજલ બ્રિજેશ કવા,પરીક્ષિત, રૂપલ, મીનાક્ષીના પિતાશ્રી, તે રીંકુ ના સસરા,તે સાવરકુંડલાવાળા સ્વ.જીવરાજભાઈ હીરજીભાઈ ચવ્હાણના જમાઈ. પ્રાર્થનાસભા બંને પક્ષ તરફથી સોમવાર તા. ૧૨/૨/૨૪ ના રોજ ના ૫ થી ૭ કલાકે લુહાર સુતાર વેલ્ફર સેન્ટર,કાર્ટર રોડ નં.૩, બોરીવલી.
કચ્છી વિશા ઓશવાળ
કુંદરોડીના માતુશ્રી કસ્તુરબેન જાદવજી છેડા (ઉ.વ. ૯૩) તા. ૧૦-૨-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. જાદવજી વજપારના ધર્મપત્ની. પાંચીબાઇ વજપાર ઘેલાભાઇના પુત્રવધુ. વિરચંદ, રમણીકલાલ, ગિરીશના માતુશ્રી. ગુંદાલા મઠાબાઈ ભચુ (હંસરાજ) કાનજીના સુપુત્રી. ડુંગરશી, ચાંપશી, ગુંદાલા સાકરબેન લીલાધર અરજણ, જવેરબેન કેશવજી ખેતશી, મણીબેન હીરજી ડુંગરશી, કુંદરોડી લક્ષ્મીબેન રણશી વજપારના બેન. પ્રા. યોગી સભાગૃહ, દાદર. ટા. ૩ થી ૪.૩૦. નિ. ગિરીશ છેડા: ૯૦૧, મેફેર મિસ્ટીક, વિક્રાંત સર્કલ, ઘાટકોપર (ઈસ્ટ), મું-૭૭.
હાલાઇ લોહાણા
કરાચીવાળા હાલ બેંગલોર ગં. સ્વ. જયાબેન ઇશ્ર્વરલાલ ખખ્ખર (ઉં. વ. ૮૭) તા. ૯-૨-૨૪ના શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જશોદાબેન ગોકળદાસ ગંદાના સુપુત્રી. સ્વ. ઇશ્ર્વરલાલ (બચુભાઇ) ખખ્ખરના ધર્મપત્ની. સ્વ. અનિલભાઇ, સ્વ. વસંતભાઇ અને સ્વ. વિજયભાઇના ભાભી. ગં. સ્વ. ભાનુમતિબેન, ગં. સ્વ. માલતીબેન અને ગં. સ્વ. ગીતાબેનના જેઠાણી. ગં. સ્વ. પ્રતિમાબેન (દીપિકા) સોમૈયા, રવીન્દ્રભાઇ, મયુરભાઇ અને જલિયાણભાઇના માતુશ્રી. સ્વ. દિનેશકુમાર સોમૈયા, રીટાબેન, હેમાલીનીબેન અને જયોતિબેનના સાસુમા. બેસણું તા. ૧૨-૨-૨૪ના સોમવારના સાંજે ૫થી ૭, ઠે. જલારામ ભવન, બેંગલોર મધ્યે
રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. દ્વારકાદાસ જાદવજી ચંદન (ગામ નેત્રા) સ્વ. રૂક્ષ્મણીબેનના સુપુત્ર મુકુંદભાઇ (રવીન્દ્ર) (ઉં. વ.૭૦) હાલે થાણે તા. ૧૦-૨-૨૪ના રામશરણ પામેલ છે. તે કાનજી સુરજી રૂપારેલ (ગામ વરસામેડી) ના જમાઇ. વિધ્યાબેનના પતિ. સ્વ. શશીકલા, કુસુમ કુલીન કોઠારી, ભરતના ભાઇ. ભારતીના જેઠ. મીતેશ, કુંજલના કાકા. રાહુલ, સેજલના મામા. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાજગોર બ્રાહ્મણ
ગામ ગુંદાલા હાલે ડોંબિવલી રવિશંકર વીરજી ગોર (કેશવાણી) (ઉં. વ. ૮૮) તે દેવકાબેન વીરજી ગોરના પુત્ર તે સ્વ. પ્રભાલક્ષ્મીબેનના પતિ. તે મોરારજી કાનજી જેશરેગોરના જમાઇ. તે ગં. લક્ષ્મીબેન. ગં. ઝવેરબેન, ગં. શાંતાબેન, સ્વ. વિમળાબેન, દમયંતીબેન સુરેશભાઇ ગોરના ભાઇ. સ્વ. રાધાબેન, સ્વ.મોંઘીબેન, પાર્વતીબેન કાંતિલાલ રાવળ, મોહનભાઇ તથા માયા શંકરના બનેવી. તે ગાયત્રી વિજય, રીના બિપીન, વીણા શૈલેષ મોતાના પિતા. તા. ૭-૨-૨૪ના બુધવારે દેવલોક પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ દ્વારકા, હાલ પૂના અશ્ર્વિનભાઇ શશીકાંત ભાઇ દાસાણી (ઉં. વ. ૬૯) તે સ્વ. દક્ષાબેનના પતિ. તે જહાનવી મૌનિલભાઇ બારાઇના પિતાશ્રી. તે અ.ની. પુષ્પાબેન હરજીવનદાસ ભોજાણીના જમાઇ. તે કલ્પનાબેન જીતેન્દ્રભાઇ કુટમુટીયાના ભાઇ. તા. ૯-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. ઉઠમણું સોમવાર, તા. ૧૨-૨-૨૪ના સાંજે ૪થી ૬. ઠે. ૩૧૩/૩૧૪ પ્રતીક એપાર્ટમેન્ટ, રાસ્તા પેઠ, પૂના-૪૧૧૦૧૧.
હાલાઇ લોહાણા
સ્વ. લક્ષ્મીબેન પ્રેમજી બદીયાણીનાં સુપુત્ર પરેશકુમાર (ઉં. વ.૬૧) સલાયાવાળા હાલ મુંબઇ નેહલ (નીરુ)નાં પતિ. મંથનના પપ્પા. પૂજાના સસરા. મિતાંશના દાદા. સ્વ. મનહરભાઇના નાનાભાઇ તથા મધુબેન, સરલાબેન (મીનાબેન)ના નાનાભાઇ. આનંદના કાકા. સ્વ. વ્રજલાલ લાલજી રૂપારેલના જમાઇ. શનિવાર, તા. ૧૦-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
કરાચીવાળા ગં. સ્વ. ભારતીબેન તે સ્વ. સુરેશ રાચ્છના ધર્મપત્ની (ઉં. વ. ૬૬) તે સ્વ. મેનાબેન મોતીલાલ રાચ્છના પુત્રવધૂ. તે સ્વ. કાંતાબેન જગજીવનદાસ દક્ષિણીના દીકરી. તે શીતલ, નીલાના માતા. પારસ માવાણી, સ્વ. હેતલ મહેતાના સાસુ. વિજય-શૈલાના ભાભી. સૌ. જયશ્રીના જેઠાણી. સાક્ષી, હર્ષ, કરણના માનાની. તા. ૧૧-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
હાલારી ભાનુશાલી લહેરૂ
હાલ મુંબઇ મૂળ જૂનાગઢ વારા સ્વ. ઉમેશકુમાર ચીમનલાલ લહેરુના પુત્ર નિરવ ઉમેશકુમાર (ઉં. વ. ૩૬) તે કિશોરભાઇ, સ્વ. જનકભાઇનો ભત્રીજો તથા ભાવિશા (રિંકુ)નો નાનો ભાઇ. જસના મોટાભાઇ તા. ૧૧-૨-૨૪ના અવસાન થયેલ છે. તે જામનગર નિવાસી સ્વ. નરોતમભાઇ આણંદલાલ જોઇશર અને અરુણાબેનના પુત્રી રીટાના મોટા પુત્ર. ઉઠમણું તા. ૧૨-૨-૨૪ના સોમવારે સાંજે ૪થી ૫. સ્ત્રીઓ તેમ જ પુરુષો માટે નિવાસસ્થાને : ૫૦૨/એ વિંગ, જય પૂનમ ગેલેકસી, ગોલ્ડન નેસ્ટ ફેસ/૩, કવિન મેરી સ્કૂલ પાસે, મીરા રોડ ખાતે રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button