મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
ગામ હળીયાદવાળા, હાલ દિલ્હી સ્વ. હસુમતીબેન તથા સ્વ. હર્ષદરાય મહેતાના પુત્ર રાકેશ (ઉં.વ. ૫૬) તે સ્વ. ઉમાના પતિ. મનન (કાના)ના પિતા. તે દિલીપભાઈ, સ્વ. હરેશભાઈ, સ્વ. પારૂલબેન મલયકુમાર સંઘવીના નાનાભાઈ. તે મોસાળપક્ષે સિહોરવાળા સ્વ. બાળકૃષ્ણભાઈ દોશીના ભાણેજ, તે મહાવીરપ્રસાદ વર્માના જમાઈ તા. ૦૭-૦૨-૨૪ને બુધવારના શ્રીજીચરણ પામેલ છે. સર્વલૌકિક પ્રથા બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. વૈષ્ણવ વણીક
મેંદરડા નિવાસી, નંદલાલભાઈ ધોડાદ્રા, (હાલ મુકામ-વિરાર) (ઉં.વ. ૮૮) તા. ૦૮-૦૨-૨૦૨૪ ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. રંભાબેન તથા મણીલાલભાઈ મુળચંદ ધોડાદ્રાના પુત્ર. તેમજ દમયંતીબેનના પતિ. અને જયશ્રીબેન હિતેશકુમાર પારેખ, દક્ષાબેન વિજયકુમાર જસાણી, સોનલબેન નિલેશકુમાર કોઠારી, દિપ્તીબેન કલ્પેશકુમાર દામાણી, દર્શનાબેન અમીતકુમાર શાહ, પ્રિતીબેન પરાગકુમાર પારેખના પિતાશ્રી. ફુલચંદભાઈ મુલજીભાઈ કામદારના જમાઈ. સ્વ. હરસુખભાઈ, હરીભાઈ, જયાબેન, મંગળાબેન, કલાબેન અને મધુબેનના ભાઈ. લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી. સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ
મૂળ ગામ ડુંગર (હાલ વસઈ મુંબઈ) સ્વ. નિર્મળાબેન પંડયા (ઉં.વ.૮૭) તા ૦૯-૦૨-૨૦૨૪, શુકવારના રોજ કૈલાશવાસી થયેલ છે. તે શ્રી ગિરજાશંકર હરીલાલ પંડયાના ધર્મપત્નિ. ગં. સ્વ.મીનાબેન ધૃવકુમાર વ્યાસ, હર્ષાબેન રાજેષકુમાર જોષી, નલીનભાઈ, સ્વ. દિપકભાઈ, ચેતનભાઈ ના માતૃશ્રી. માલતીબેન, ગં.સ્વ. રેણુકાબેન, રાધાબેનના સાસુ. રાહુલ, કેવલ, ચિરાગ, દર્શિલ, નકુલ, ધવલનાં દાદી. પિયર પક્ષ રાઘવજીભાઈ નરસીભાઈ વડીયા જાફરાબાદના દીકરી. સયુંકત પ્રાર્થનાસભા તા. ૧૧-૦૨-૨૦૨૪ રવિવારના ૪થી ૬, સ્થળ: શ્રી શ્ર્વેતાંબર સ્થાનકવાસી જૈન સંઘ, ગુજરાતી સ્કૂલની પાછળ, માણેકપુર, વસઈ રોડ (વેસ્ટ). ઉત્તરક્રિયા ધાર્મિક સ્થળે રાખેલ છે.
બાલાસિનોર મોંઢ બ્રામ્હણ
મૂળ બાલાસિનોર નિવાસી, હાલ બોરીવલી, સ્વ. ધનલક્ષ્મીબેન રમણલાલ ત્રિવેદીના પુત્ર ભરતભાઈ (ઉં.વ. ૮૬) તે સ્વ. દક્ષાબેનના પતિ. ઉત્પલના પિતા. કૃપા ના સસરા. ધૈર્યના દાદા. ૯-૨-૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧૧-૨-૨૪ના ૪.૩૦થી ૬.૦૦ કલાકે યશપ્રભા, કસ્તુરપાર્ક, શીમ્પોલી રોડ, બોરીવલી (વેસ્ટ).
કંઠી ભાટિયા
જામનગરવાળા હાલ ઘાટકોપર જમનાદાસ વેદ (ઉં.વ.૯૩) તે સ્વ. મોતીબહેન લક્ષ્મીદાસ વેદના પુત્ર. તે સ્વ. પુષ્પાબેનના પતિ. તે દેવકાબહેન દ્વારકાદાસ ગાંધીના જમાઈ. તે રણજીત અને હિતેષના પિતા. તે સ્વ. રામદાસ, સ્વ. ગિરધરદાસ, સ્વ. મંગલદાસ, ગોપાલદાસ, સ્વ. જયવંતીબહેન હંસરાજ ભાટિયા, સ્વ. શાંતિબહેન મગનલાલ પારેખના ભાઈ. તે વાસંતીના સસરા તા. ૯-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
શ્રી વસંતભાઈ પુરુષોત્તમ ઠક્કર (ચોથાણી) (ઉં.વ. ૮૧) કચ્છ ગામ સાંયરા (જખ) હાલે મુલુંડ, તે વર્ષાબેનના પતિ. તે સ્વ. પુરુષોત્તમ કાનજી ચોથાણીના પુત્ર. તે સ્વ. મૈયાબેન કેશવજી સચદેના મોટા જમાઈ. તે સ્વ. ઝવેરબેન દેવજીભાઈ મજેઠિયા, સ્વ. શાંતિલાલભાઈ, રતનશીભાઈ, અરવિંદભાઈ, એકદશીબેન તથા રમાબેનના ભાઈ. તે નીપમ યોગેશ પોપટ, સુનીલ તથા બિના હિતેશ નાલોનાના પિતાશ્રી. તે સપનાબેનના સસરા તા. ૯-૨-૨૪ના શ્રીરામશરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૧-૨-૨૪ના રવિવારે પથી ૭, શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, પવાણી હોલ ૧લે માળે, મુલુંડ (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.)
જાડેજા રાજપૂત
ગામ-નાની ખાખર (કચ્છ) હાલ મુંબઇના ડૉ. દિક્ષાબેન મહેન્દ્રસિંહ જાડેજા (ઉ. વ. ૬૫) તા. ૮-૨-૨૪ના બ્રહ્મલીન પામેલ છે. તે ડૉ. મહેન્દ્રસિંહ મેરામણજી જાડેજાના પત્ની. નેવિલ અને નિસમાના માતા. પ્રાર્થનાસભા તા. ૧૨-૨-૨૪ના સોમવાર, સાંજે ૪થી ૫.૩૦. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ સંચાલિત, કરસન લધુભાઇ નિસર હોલ, ૧લે માળે, ૧૨ જ્ઞાન મંદિર રોડ, એસ. કે. બોલે રોડ, દાદર (વેસ્ટ).
વિસા સોરઠીયા વણિક
કાંદિવલી નિવાસી (મૂળ વતન વડોદરા) બાલકૃષ્ણ રામચંદ શાહ (બિપીન મહેતા) (ઉં. વ. ૮૨) તા. ૯-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે ગં. સ્વ. જયોત્સનાબેનના પતિ. તે વિરલ, પુનિતા અને તેજલના પિતાશ્રી. તે શિવાની, રાજેશ અને જેનીલના સસરાજી. તે સ્વ. જસવંતીબેન અને સ્વ. ગુલાબચંદ મગનલાલ શાહના જમાઇ. તે સ્વ. મુકુંદભાઇ રામચંદ શાહ, સ્વ. દમયંતીબેન માવજીભાઇ શાહ, સ્વ. કલાબેન મૂલચંદ શાહના ભાઇ. લૌકિક પ્રથા બંધ છે.
પુષ્કરણા બ્રાહ્મણ
જામ ખંભાલીઆ નિવાસી મથુરાદાસ કરસનદાસ જોષી (ઉં. વ. ૯૦) તે ભાસ્કર જોશી, રાજેશ જોશી, વિજય જોષી તથા સંધ્યાબેનના પિતાશ્રી તા. ૬-૨-૨૪ના કૈલાસવાસી પામ્યા છે. સાદડી તા. ૧૧-૨-૨૪ના રવિવારે સાંજે ૪.૩૦થી ૫-૩૦. ઠે. ભાટીયા ભાગીરથી દાદીશેઠ અગીયારી લેન, મુંબઇ-૪૦૦૦૦૨.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button