મરણ નોંધ

હિન્દુ મરણ

ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ
તડ નિવાસી, હાલ-કાંદિવલી, સ્વ. બાલુભાઈ દેવજી ભટ્ટનાં ધર્મપત્ની વસુમતીબેન (ઉં.વ. ૮૩) તે મણીશંકર દીવેશ્ર્વર પંડયાનાં પુત્રી. મુકેશભાઈ, છાયાબેન (શારદા) નીતાબેન, પારુલબેનનાં મમ્મી. મમતાબેન, જીતુભાઈ જોષી, કિરિટભાઈ મહેતાનાં સાસુ. ગોપાલભાઈ, સ્વ.મધુભાઈ, અનુભાઈ, જીતુભાઈ દિલીપભાઈનાં મોટાબેન. તેમની પ્રાર્થનાસભા તા. ૧૧-૨-૨૪, રવિવારે સાંજે ૪થી ૬નિવાસસ્થાને રાખેલ છે. સ્થળ: મુકેશ બાલુભાઈ ભટ્ટ, ૨૦-બી, શાંતિ સદન, શંકર ગલી, કાંદિવલી (વેસ્ટ).
હાલાઈ લોહાણા
હાલ-બોરીવલી સ્વ. દિલીપકુમાર મોહનલાલ કક્કડનાં પત્ની ઈન્દુબેન કક્કડ, ગુરુવાર, તા. ૮-૨-૨૪નાં શ્રીજીચરણ પામેલ છે. તે પીયુષભાઈ અને સુનીલભાઈનાં માતુશ્રી. તે જ્યોતિ પીયુષભાઈ કક્કડનાં સાસુ. તે સ્વ. ચંદુભાઈ, સ્વ. ભૈયલાલભાઈ, વિનોદચંદ્ર રતિલાલ ઠક્કર તેમજ જસીબેન કમલેશ ઠક્કર, ગીતા હસમુખલાલ ઠક્કર, હંસાબેન કનૈયાલાલ ઠક્કરના બહેન. તે સ્વ. લીનાબેન કિશોરકુમાર કક્કડનાં ભાભી. તે જીગરનાં દાદી. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૦-૨-૨૪નાં સાંજે ૪થી ૬, પ્રાર્થના સ્થળ: હાલાઈ લોહાણા મહાજન વાડી, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ-૬૭.
કચ્છી લોહાણા
સ્વ. મણીબેન ખીમજી ચોથાણી કચ્છ ગામ વડાલા હાલે મુલુંડવાળાના પુત્ર માધવજી (ઉં. વ. ૭૬) તા. ૮-૨-૨૪ ગુરુવારના શ્રીરામશરણ પામેલ છે. તે જયશ્રીબેનના પતિ. તે સ્વ. રુક્ષમણીબેન લધુભાઇ ડોસાભાઇ રૂપારેલ કચ્છ ગામ સંઘડવાળાના જમાઇ. તે હરેશ તથા દિવેશના પિતાશ્રી. તે ભવાનજીભાઇ, રમેશભાઇ, સ્વ. તુલસીદાસભાઇ, સ્વ. વિરચંદભાઇ, રસિકભાઇ, ભરતભાઇ તથા સ્વ. જયાબેન દિનેશભાઇ રાયચનાના ભાઇ. તેમના બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૫થી ૭, તા. ૧૦-૨-૨૪ શનિવારના ગોપુરમ હોલ, ડો. આર. પી. રોડ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
નવગામ વિશા નાગર વણિક
મૂળ ગામ માણસા હાલ કાંદિવલી મુંબઇ સૌ. હસુમતીબેન શાહ (ઉં. વ. ૭૯) તા. ૭-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે બાલમુકુન્દ જમનાદાસના પત્ની. ઉદય, પ્રકાશ, મીતાબેનના માતુશ્રી. તૃપ્તી, સ્વ. આરતી, કિરીટકુમારના સાસુ. સ્વ. વાડીલાલ પ્રેમચંદ શાહના પુત્રી. (સાંગલી) તથા જયંતીભાઇ, સુરેશભાઇ, ભરતભાઇ, મનોજભાઇ, સ્વ. લતાબેન, શકુન્તલાબેન, આશાબેન, નયનાબેનના ભાભી. અદિતી, નીધી, મુસ્કાનના દાદી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૦-૨-૨૪ના હાલાઇ લોહાણા બાળાશ્રમ, અતુલ ટાવરની બાજુમાં, મથુરાદાસ રોડ, કાંદિવલી (વે), ૫થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.
વીસા લાડ વણિક
સ્વ. સોમિલભાઈ શિરીષભાઈ ખાંડવાળા ગામ સુરત હાલ મુંબઈ ગુરુવાર, ૮-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. શિરીષભાઈ અને સ્વ. સુમનબેન ખાંડવાલાના પુત્ર. શિલ્પાબેન અને સૌરભભાઈના ભાઈ. સ્વ. દિપનભાઈના સાળા. ગોપીબેનના જેઠ. તન્વીના કાકા. નિરાલી, દિપ અને પ્રાર્થના મામા. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
સાવરકુંડલાવાળા હાલ કાંદિવલી પ્રવીણભાઇ હરજીવનદાસ મોદી (ઉં. વ. ૮૫) તા. ૯-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે રસીલાબેનના પતિ. તે હિરેન, માલતી અજયકુમાર પારેખ, હેમા નિલેશકુમાર ગોરડિયા, શિલ્પા ચેતનકુમાર મહેતા, વંદના રવિકુમાર મહેતા, વૈશાલી પ્રતીકકુમાર મહેતાના પિતાશ્રી. તે રુચિના સસરા. તે સ્વ. લિલીબેન, સ્વ. રમણીકભાઇ, સ્વ. મનસુખભાઇ, સ્વ.હિંમતભાઇના ભાઇ તે ડેડાણવાળા નાગરદાસ હરજીવનદાસ ગોરડિયાના જમાઇ. તે હીયાના દાદા. પ્રાર્થનાસભા તા. ૧૧-૨-૨૪ના રવિવારે સાંજે ૫થી ૭. ઠે. પી. ડી. ખખ્ખર બેન્કવેટ હોલ, એસ્પી એ. સી. હોલ, લક્ષ્મીનારાયણ કમ્પાઉન્ડ, માર્વે રોડ, નૂતન સ્કૂલ પાસે, મલાડ (વેસ્ટ).
ઘોઘારી દશાદિશાવળ વણિક જ્ઞાતિ
મૂળ સનખડાના અને હાલ સાંતાક્રુઝ સ્વ. છોટાલાલ ઘીયાના પુત્ર. સ્વ. નવીનભાઇ ઘીયાનાં ધર્મપત્ની રસિલાબેન (ઉં. વ. ૮૬) તા. ૯-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. ચિ. હિમાંશુ ઘીયાના માતુશ્રી. ચિ. નિહારિકાના સાસુ. માલવના દાદી. પિયરપક્ષે સ્વ. નટવરલાલ થાણાવાળા (ઝવેરી)ના દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે.
નાઘેર દશા મોઢ માંડલિયા
ઉના નિવાસી ભાયંદર ગીરીશભાઈ અમીચંદ શાહ (ઉં. વ. ૬૪) તે સુનીતાબેનના પતિ. એકતા તથા રાહુલના પિતા. વનિતા કૃષ્ણકાંત શાહ, ઇન્દીરાબેન જયસુખલાલ દામાણીના ભાઈ. સુરત નિવાસી વસંતલાલ બાબુભાઇ સોનીના જમાઈ. ૮/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે
કપોળ
રાજુલાવાળા પનવેલ હાલ કાંદિવલી હરેશ હરજીવનદાસ ગાંધી (ઉં. વ. ૭૫) તે ૭/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. અરૂણાબેનના પતિ. વીરેન, ભાવના દેવાંગ મહેતા તથા પ્રિતી નિલેશ મહેતાના પિતા. પાયલના સસરા. બિપીન, કિરીટ, સતીશ, સ્વ. હેમલતાબેન મનસુખલાલ મહેતા, સ્વ. કુસુમબેન દિલીપભાઈ સંઘવી, મધુબેન કાંતિલાલ સોનીના ભાઈ. સાસરાપક્ષે ચલાણાવાળા સ્વ. ચીમનદાસ ભગવાનદાસ ભુવાના જમાઈ. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૧/૨/૨૪ ના રોજ ૪ થી ૬ કલાકે પાવનધામ મહાવીર નગર, બીસીસીઆઈ ગ્રાઉન્ડની ગલીમાં, મહાવીર નગર કાંદિવલી વેસ્ટ.
કપોળ
સાવરકુંડલા નિવાસી, કાંદિવલી સોમિકા કરણ શેઠના પુત્ર કાયરવ (ઉં. વ. ૨.૫) તે ૮/૨/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે મિવાનના નાનાભાઈ. જ્યોતિ સતીશ શેઠના પૌત્ર. રમાબેન હસમુખરાય શેઠના પ્રપૌત્ર. ભાવના અનિલ બાબુલાલ ગાંધીના દોહિત્ર. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા મોંઢ
મૂળ વતન ખાનદેશ, હાલ અંધેરીના પ્રવીણભાઈ બાબુલાલ શાહ તથા દર્શનાબેનના પુત્રવધૂ કાજલ શાહ (ઉં. વ. ૪૩) તે ૬/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે નેહલ શાહના ધર્મપત્ની. ધાર્મિકના માતુશ્રી. ફોરમ અનુપકુમારના ભાભી. નિનાબેન નરેન્દ્રભાઈના ભત્રીજાવહુ. પિયરપક્ષે વીણાબેન નિરંજન નંદલાલ ગાંધીના સુપુત્રી. તેમનું બેસણું ૧૦/૨/૨૪ ના ૪ થી ૬ કલાકે નિવાસસ્થાને સોરેન્ટો સોસાયટી, (ક્લબ હાઉસ), વિરા દેસાઈ રોડ, ક્ધટ્રી કલબની સામે, અંધેરી વેસ્ટ.
હાલાઇ લોહાણા
મૂળગામ આલીદળ નિવાસી, નાલાસોપારા સ્વ. પાનીબેન નરસીદાસ ઠકરારના પુત્ર વસંતલાલ (ઉં. વ. ૮૨) તે તા. ૭/૨/૨૪ ના શ્રીજીશરણ પામેલ છે. તે તરૂલતાબેનના પતિ. દીપ્તિ, મનીષા તથા અજયના પિતા. સુધીર તથા દિપક બાબુલાલ ઉનડકટના સસરા. સ્વ. હેમકુંવરબેન, સ્વ. ગોરધનભાઈ, ગં.સ્વ મંજુબેન તથા સુરેશભાઈના ભાઈ. સાસરાપક્ષે પોરબંદરવાળા સ્વ. જયાબેન હરિદાસ રાયઠઠ્ઠાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તથા સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…