મરણ નોંધ

હિન્દુ મરણ

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
તળાજા નિવાસી હાલ વસઈ રોડ ઈલાબેન શાહ (ઉં.વ. ૭૭) તે સ્વ. રમણીકલાલ વેલચંદ શાહના ધર્મપત્ની. વસંતલાલ છોટાલાલ દાણીની દીકરી. અનિતા, અતુલ, જાગૃતિ, વર્ષાના માતા. હિનાબેન જગદીશકુમાર, વિપુલકુમારના સાસુ. ફોરમ, સાગરના દાદી. સ્વ. અમૃતલાલ, સ્વ. કાંતિલાલ, મનસુખલાલના ભાભી તા. ૭-૨-૨૪, બુધવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. પુરબાઈ કાકુભાઈ ભીંડે (ગા. કીડાણા, કચ્છ)ની દિકરી ગં. સ્વ. ઝવેરબેન (ઉં.વ. ૯૩) તે સ્વ. કાનજીભાઈ લાલજીભાઈ રૂપારેલ (ગા. અજાપર) હાલ સાયનના ધર્મપત્ની. સ્વ. નિર્મળાબેન, સ્વ. કિશોરભાઈ, ગં. સ્વ. દેવીબેન, દિપકભાઈ, હરીશભાઈ, ભરતભાઈ, કીર્તિભાઈ, રાજુભાઈના માતોશ્રી તા. ૭-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે અને પ્રાર્થનાસભા રાખેલ નથી.
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
ગામ વિજાપુર હાલ મુંબઈ સ્વ. આશાબેન (ઉં.વ. ૬૯) તે નરેન્દ્ર શંકરલાલ જોષીના પત્ની શ્રીજીચરણ પામેલ છે. તે હેતલ હીરેનકુમાર મહેતાના માતુશ્રી. ગુણવંતરાય અશ્ર્વિનના ભાભી. ચંદ્રીકાબેનના દેરાણી. રેખાબેનના જેઠાણી. સુલોચના, અંજુબેન, ફાલ્ગુન ઠાકરના બહેન. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૯-૨-૨૪ના ૪ થી ૬ ભાટીયા ભાગીરથી, નાની મુંબાદેવી, મું.-૨, દાદીશેઠ અગિયારી લેન મધ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ખીંમત
સ્વ. દલપતલાલ ચીમનલાલ શાહ અને મંજુલાબેનના પુત્ર રાકેશ શાહ (ઉં.વ. ૫૮) ખીંમત નિવાસી હાલ મુંબઈ મંગળવાર, તા. ૬-૨-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે રીટાબેનના પતિ. પાર્થ – ક્રીશાના પિતાશ્રી. જીગ્નેશભાઈ, રેખાબેન દિપકભાઈ મહેતા, મીતાબેન હિતેન્દ્રભાઈ શાહ, દિપ્તીબેન અતુલભાઈ શાહના ભાઈ. સાસરા પક્ષે સ્વ. મફતભાઈ ભીખાભાઈ ગાંધી – શારદાબેન મફતભાઈ ગાંધીના જમાઈ. દીલીપભાઈ, ચંદ્રેશભાઈ, પરેશભાઈના બનેવી. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૮-૨-૨૪ના સવારે ૧૦.૩૦ થી ૧૨. સ્થળ: શ્રી મુંબઈ પાટીદાર સમાજ હોલ, ફ્રેન્ચ બ્રિજ, ધરમપેલેસની બાજુમાં.
કપોળ
જાફરાબાદવાળા હાલ કાંદિવલી જસવંતીબેન જયકીશનદાસ ઓધવજી સંઘવીના પુત્ર જતીન (ઉં.વ. ૬૩) તે મીનાક્ષી બંકીમ સંઘવી, કીર્તીદા રાજુ સંઘવી, માલીની હર્ષદ પારેખના ભાઈ. ધરમદાસભાઈ, વસંતભાઈ, મધુભાઈ, કળાબેન, નિર્મળાબેન, ધનલક્ષ્મીબેનના ભત્રીજા. રાજુલાવાળા (હાલ આકોલા) કિસનદાસ વિઠ્ઠલદાસ મહેતાના ભાણેજ તા. ૭-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ
રાખેલ છે.
કપોળ
સાવરકુંડલા નિવાસી હાલ બોરીવલી ધીરજલાલ ગીરધરલાલ મહેતા (ચાવાળા) (ઉં.વ. ૮૯) તે સ્વ. કળાવતીબેનના પતિ. હરીશ-નીના, અતુલ-તૃપ્તિ, સ્વ. આશા, પ્રિતી વિજયભાઈ, સ્વ. ઇન્દિરા કિરણના પિતા. ગુણવંતભાઈ-પ્રફુલાબેન, સ્વ. જશુભાઈ-ગં.સ્વ. હંસાબેન, સ્વ. પુષ્પાબેન ઈશ્ર્વરભાઈ, મંજુલાબેન વામનરાય, હંસાબેન શરદભાઈના ભાઈ. શિહોર નિવાસી સ્વ. મંછાબેન જગજીવનદાસ મુનીના જમાઈ. ધરિત-વૈશાલી, કેયુર, હિરલ ઉર્વલ, કાવ્યના દાદા, તે ૫/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સર્વ પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૧/૨/૨૪ ૫ થી ૭. અવીરાહી બેન્કવેટ હોલ, ચોથે માળે, લતા રેસ્ટોરેન્ટની સામે, સરોવર હોટલની બાજુમાં, કાંદિવલી વેસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
મૂળ વતન સાવરકુંડલા હાલ જુહુ સ્કીમ નિવાસી વત્સલાબેન મહેતા તે સ્વ. પ્રવીણભાઈ ચંપકલાલ મેહતાના ધર્મપત્ની. સ્વ. શાંતાબેન નારાયણભાઈ વડોદરિયાના પુત્રી. માલા દીપક વાલીયા, અલ્પા જનક પારેખ, હિમાલી હિરેન મેહતાના માતુશ્રી. અજીતભાઈ અને સ્વ. મૃદુલાબેનના બહેન. સરયૂ બાબુલાલ મેહતા, મીનાક્ષી જગદીશ શાહ, મંજુ હસમુખ મેહતાના ભાભી. તે રોહન નિરાલી, નિર્ભય અને વંશિકાના નાની, ૭-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સાદડી પ્રથા તથા લો. વ્ય. બંધ છે.
કચ્છી ભાટિયા
ઉદય ઉદેશી (ઉં.વ. ૫૫), બુધવાર, ૭-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સ્વ. તારામતી અને સ્વ. સુખલાલ દ્વારકાદાસ ઉદ્દેશીના સુપુત્ર. ઉર્વશી ઉદ્દેશીના પતિ. ધ્રીતી અને પ્રીશાના પિતા. ગં.સ્વ. પુષ્પાબેન પ્રાણજીવન ભૂંડિયાના જમાઈ. પ્રજ્ઞા અને પન્નાનાં ભાઈ. પ્રાર્થનાસભા: શુક્રવાર, તા. ૯-૨-૨૪ના ૪ થી ૬, સ્થળ: પાવનધામ, એમ. સી. એ ગ્રાઉન્ડની નજીક, સત્યાનગર, કાંદીવલી (વેસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. ગં. રેખાબેન તન્ના (ઉં. વ. ૪૬) ગામ રવાપર ૭-૨-૨૪ના રામશરણ પામેલ છે. તેઓ સ્વ. આશિષ મંગલદાસ તન્નાના પત્ની. કપીલભાઈ તથા સ્વ. કુનાલના મમ્મી. સ્વ. બાબુભાઈ પુષ્પાબેન ડબલ રોટીવાળાની પુત્રી. અજયભાઈ, આરતી, કાજલ, પીંકીના બેન. ગં. વાસંતીબેન તન્નાના વહુ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૯-૦૨-૨૪ના મુકતેશ્ર્વર મહાદેવ મંદિરમાં ૪ થી ૬ રાખેલ છે.
મેઘવાળ
ગામથ- બરવાળા, ગુજરાત, હાલ વસઈ વડીલ સ્વ. નથુભાઈ બિજલભાઈ મુંધવા (ઉં. વ. ૭૯) રવિવાર, ૪-૨-૨૪ના અવસાન પામ્યા છે. તે ગં. સ્વ. શ્યામબાઈના પતિ. મુકેશ, રતન, જયાના પિતાશ્રી. સ્વ. રેખાબાઈ સ્વ. સંજય, કનુભાઈ, નિલેશ અને અરવિંદના સસરા. કૃણાલ, પ્રિતી, કુશલ, ધ્રુવિન, પાર્થ, નિહારિકા, સ્વસ્તિકા, પ્રકૃતિ અને શિવાંશના નાનાશ્રી. તમન્ના, પ્રાચી, દેવાંશ અને સક્ષમના દાદા. દિવાળીબેન, રામુબેન અને દેવશીભાઈના મોટાભાઈ. તેમનું બારમું શુક્રવાર, ૯-૨-૨૪ના સવારે ૧૦. ઠે. ૦૦૩, શાંતિ નિકેતન, વિશાલ નગર, વોટર ટેંકની બાજુમાં,
વસઈ (વે).
દશા સોરઠિયા વણિક
બાબરા નિવાસી હાલ મુંબઈ સ્વ. હસમુખભાઈ મનુભાઈ મલકાણ (શાહ)ના ધર્મપત્ની જ્યોત્સનાબેન (ઉં. વ. ૭૮) તે સ્વ. પુરુષોત્તમદાસ ભોવાનભાઈ કાટકોરીયાના દીકરી. તે કિરણ કેતન સંઘવી, જીજ્ઞા બાદલ કાપડિયા, ગૌરવના માતુશ્રી. શીતલના સાસુ. નિષ્ઠા, રિધમના દાદી. પાર્થિ, નિયતી રિયાના નાની ૭-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button