મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઈ લોહાણા
મૂળ ગામ કુતિયાણા હાલ ગોવા અ. સૌ. વનિતાબેન (ઉં. વ. ૭૭) તા. ૬-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. યોગેન્દ્ર તુલસીદાસ (નાનુભાઈ) ચોલેરાના ધર્મપત્ની. સ્વ. જયાબેન નારણદાસ રાયઠઠ્ઠાના દીકરી. સૌ. પ્રીતિબેન, જાગૃતિબેન, હેતલબેન, રોનકબેન તથા તુષારના માતુશ્રી. મુકેશકુમાર, જયેશકુમાર, લવકુમાર, અમીતકુમાર તથા પારૂલના સાસુજી. હર્ષ તથા કાવ્યાના દાદીમા. હીના, શ્રેયશ, દર્શન, રીયા, દિશા તથા પ્રાચી, ઓમના નાની. પ્રાર્થનાસભા ૮-૨-૨૪ના ૪ થી ૫. લાયન્સ ક્લબ હોલ, દેસાઈ નગર, સાંકલીમ (ગોવા) રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
બાજ ખેડાવાળ બ્રાહ્મણ
ગામ સોજીત્રા, મુંબઈના અ. સૌ. કોકિલાબેન ડોળિયા (ઉં. વ. ૮૦) તે ધીરજલાલ યુ. ડોળિયાના પત્ની. મંગળવાર, ૬-૨-૨૪ને દેવલોક પામેલ છે. તે યતિન, અ. સૌ. જ્યોતિ ઢગટના માતુશ્રી. જીગેશ ઢગટ, અ. સૌ. હેમાંગીનીના સાસુ. ચિ. કિયોષીના દાદી. ચિ. કરણ, પુનિતાના નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કંઠી ભાટીયા
ધર્મેશ ચંદ્રકાન્ત ઉદેશી (ઉં. વ. ૬૦) તે સ્વ. મંજુલાબેન તથા સ્વ. ચંદ્રકાન્ત જયરામદાસ ઉદેશીના પુત્ર. અંજુબેનના પતિ. સ્વ. મંગળાબેન તથા સ્વ. જગજીવનદાસ પ્રભુદાસ પાલેજાના જમાઈ. ધ્વનિ ઋષભ સાલિયા અને નૈતિકના પિતા. સ્વ. વંદના ગોંડલિયા, વિનોદીની ભાટીયા તથા નીલમ ઉદેશીના ભાઈ તા. ૬-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુતાર
ગામ કમીકેરાળા હાલ ભાવનગર સ્વ. પરસોતમભાઈ પોલાભાઈ કારેલીયા તથા સ્વ. લાભુબેન કારેલીયાના સુપુત્ર સ્વ. ધીરુભાઈ (ઉં. વ. ૭૪) તા. ૫-૨-૨૪ના સોમવારના રામશરણ પામ્યા છે. તે સ્વ. ભીખુભાઈ, હરગોવિંદભાઈ તથા સ્વ. મધુબેનના ભાઈ. તે નિલેશભાઈ, હિતેશભાઈ, રૂપેશભાઈ તથા મુકેશભાઈ અને રમેશભાઈના કાકા. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૯-૨-૨૪ના ૪ થી ૬. જલારામ હોલ, લોહાણા મહાજન વાડી, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, કલ્યાણ પ.
દિવેચા બ્રહ્મક્ષત્રિય
સ્વ. જેસલભાઈ દિવેચા (ઉં. વ. ૪૪) તે સ્વ. જયાલક્ષ્મી (મટુબેન) કેવળરામ દિવેચાના પૌત્ર. સુમનચંદ્ર કેવળરામ દિવેચા અને સરોજબેન સુમનચંદ્ર દિવેચાના પુત્ર. નીતા, રેશમા, મીના કેતનના ભાઈ. ચૈતાલીના દિયર. યશ્ર્વી-આર્યાના કાકા. સોમવાર, તા. ૫-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૮-૨-૨૪ના ૫ થી ૬. શ્રી ભાટીયા ભાગીરથી તળાવ, શ્રી કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિર, દાદીશેઠ અગિયારી લેન, મરીન લાઈન્સ-ઈસ્ટ.
કચ્છી ભાટીયા
ગં. સ્વ. આશા (ઉં. વ. ૬૭) તે ચંદ્રકુમાર (જીતુભાઈ) રામૈયા દારેસ્લામવાળાના પત્ની. તે સુશીલાબેન મથરાદાસ ચત્રભુજ રામૈયાની પુત્રવધૂ. તે ગં. સ્વ. વિણાબેન (જયાબેન) વિશનજી ગોપાલદાસ સ્વાલીની પુત્રી. તે દિપક પ્રવિણ, મહેશ, કમલેશ, હરેશ, અ. સૌ. ચંદ્રા અનિલ ગાજરીયા, ડૉ. હિતેશ, ડૉ. પારૂલ વિનય પારપાનીની બહેન. આનંદીની નણંદ, રાહુલની ફઈ, અમિશીની ફુઈજી. શનિવાર, તા. ૩-૨-૨૪ના શ્રીજીનાચરણ પામેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.
વેદાંત બ્રાહ્મણ
દોણ-કચ્છ નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. મણીબેન પોપટલાલ ગાંગજી વેદાંતના પુત્રવધૂ શારદાબેન (ઉં.વ. ૭૫), તે સ્વ. ભરતભાઈના ધર્મપત્ની. તે સ્વ. કમાબેન કમલેશભાઈ વેદાંત, ગુણવંતીબેન મહેન્દ્રભાઈ વેદાંત, પ્રવિણભાઈ, ઈશ્ર્વરભાઈ, સ્વ. ધીરૂભાઈ, ગં.સ્વ. મીનાબેન રાજેશભાઈ શાહ, ગં.સ્વ. માલતીબેન કિરીટભાઈ ત્રીકમાણી તથા સ્વ. અશોકભાઈ પરીખ, મેઘના સમીરભાઈ ઠક્કર તથા સ્વ. તેજલ ભાવીનભાઈ ગાંધીના કાકી. તે ઘનશ્યામભાઈ, ભાસ્કરભાઈ, જ્યોતીન્દ્રભાઈ, સુશીલાબેન તથા ઉષાબેનના બહેન મંગળવાર, તા. ૬-૨-૨૪ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા- લૌકિક વ્યવહારની પ્રથા બંધ છે.
બાલાસિનોર દશા નિમા વણીક
સ્વ. શાન્તાબેન કીર્તનલાલ ગાંધી (પાકા)ના સુપુત્ર પંકજભાઈ, તે ભાવનાબહેનના પતિ. તન્વીના પિતાશ્રી. સૌમિલ દિલીપભાઈ ધારીઆના સસરા. તે અનન્યા તથા તનાયાના નાના. તે સ્વ. કલાબેન મોહનલાલ કડકીયાના જમાઈ, તે તા. ૬-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. સર્વે લૌકિક પ્રથા બંધ છે.
ઘોઘારી દશાશ્રીમાળી મુંબઈગરા રાઠોડ
મૂળ વતન મહુવા હાલ મુંબઈ ગં.સ્વ. ચંપાબેન હરકીશનદાસ જમનાદાસ રાઠોડ (ઉં.વ. ૯૫) તે સ્વ. સુરેશભાઈ, સ્વ. જ્યોત્સનાબેન નંદલાલ, સ્વ. પ્રવિણાબેન પ્રવિણચંદ્ર, સ્વ. મહેશભાઈના ભાભી. મુકેશ, સ્વ. પંકજ તથા ઉમેશ, ચારૂ લલિતકુમાર, જયશ્રી પંકજકુમાર, જ્યોતિ કુમારભાઈ, હર્ષા અનિલકુમાર ખોખાણીના માતુશ્રી. સ્મિતા, ચંદ્રિકા તથા રીટાના સાસુ. ભાવનગર નિવાસી સ્વ. મહેન્દ્રભાઈ જયંતિલાલ જાદવજી, સ્વ. અરવિંદભાઈ, ગં.સ્વ. પુષ્પાબેન કુમુદચંદ્ર, રમેશભાઈના મોટાબેન. તુષાર, રાજ, શીતલ, ગ્રિષ્મા, અમી તથા રીમાના દાદી, મંગળવાર, તા. ૬-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. ૪૬૭-મૌલાના આઝાદ રોડ, હુશેનભાઈ મેન્શન, રૂમ નં ૨૪, ગોળદેવળ, મુંબઈ.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
ચિતલ નિવાસી હાલ નાલાસોપારા સ્વ. ભાનુમતીબેન તથા સ્વ. પ્રતાપરાય ઠાકરશીભાઈ નિર્મળના પુત્ર અનિલભાઈ (ઉં.વ. ૫૭) તે ૫/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે હર્ષાબેનના પતિ. સ્વ. યશના પિતા. વર્ષા હરેશ જોગી, મીતા યોગેશ પડિયા, ચંદ્રેશના ભાઈ. તે સાસરાપક્ષે ભાવનગરવાળા ગં. સ્વ. કમળાબેન તથા સ્વ. ઈશ્ર્વરલાલ જેન્તીલાલ જગડના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જર સુતાર
મુળ વતન તરઘરી (મોરબી), હાલ મુંબઈ સ્વ. હરેશભાઈ વડગામા (ઉં.વ. ૫૫) તે મણીભાઈ કરશનભાઈ વડગામા તથા ઈન્દુબેન વડગામાના મોટાપુત્ર. નીતાબેનના પતિ. કિંજલ, મિતીશા, એંજલના પિતા. મનિષાબેન ધર્મેન્દ્રભાઈ વડગામાના જેઠ. સ્વ. મધુભાઈ માવજીભાઈ અખિયાણીયા (મુંબઈ)ના જમાઈ. તે તા. ૩/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તેમનું બેસણુ: તા. ૮/૨/૨૪ ને ગુરુવારે ૫ થી ૬. : શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, એસ.વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
દશા સોરઠીયા વણિક સમાજ
નાગપુર નિવાસી ગં. સ્વ. ચંપાબેન તથા સ્વ. દલસુખરાય પારેખના પુત્રવધૂ સ્વ. ગીતાબેન (ઉં.વ. ૫૪) તેઓ મુકેશભાઈ પારેખના પત્ની. સ્વ. વિજયાબેન તથા સ્વ. ચંદુલાલ હરિલાલ ગાદોયા પુત્રી, મનોજ અને ભરત ગાદોયા, ભારતીબેન જીતેન્દ્રકુમાર જનાણીના બહેન. તેઓ હેમંત અને રિધ્ધિના માતૃશ્રી. તેઓ સ્વ. રમેશભાઈ પોપટલાલ કુલરના ભાણેજ, સોમવાર, તા. ૫/૨/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સાદડી તથા લૌકિક પ્રથા બંધ છે.
ઇડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ બ્રાહ્મણ
ગામ વસાઈ હાલ મુંબઈ સ્વ. ભારતીબેન કેશવલાલ જાની (ઉં.વ. ૬૬) તા. ૫/૨/૨૪ને સોમવારે દેવલોક પામ્યા છે. તે સ્વ. ડાહીબેન કેશવલાલ જાનીના પુત્રી. ઉપેન્દ્રભાઈ, પ્રફુલ્લાબેન, દક્ષાબેન અશ્ર્વિન શુકલ, અંજુબેન હસમુખલાલ ઠાકર, દીનાબેન જયંતીલાલ, નયન ઠાકર, કેતન ઠાકર, કાર્તિક ઠાકર, રાજુલ પિનાકીન શુકલ અને સંગીતાબેનના બેન. સ્વ. લક્ષ્મીબેન જયંતીલાલ, સ્વ. તુલસીબેન ડાયાલાલ, ઉર્મિલાબેન ગુણવંત ઠાકરના ભાણી. ફાલ્ગુની, કાશ્મીરા, સોનલ, નચિકેત અશ્ર્વિન શુક્લ, આશિષ અને જીજ્ઞાના માસી. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી બ્રહ્મક્ષત્રિય
મુળ ગામ નિરોણા હાલ ઘાટકોપર દિલીપ ટાટારિયા (ઉં.વ. ૭૩) તા. ૬-૨-૨૪ને મંગળવારના અવસાન પામ્યા છે. તે સ્વ. કસ્તુરબેન ભીમજી વેરશી ટાટારિયાના પુત્ર. વસંત (બટુક), સ્વ. પ્રવિણા ડુંગરસી છાટબાર, સ્વ. હીના ખીમજી શનિશ્ર્ચરા અને માયા નટવરલાલ આશરાના ભાઇ. તે દિવાળીબેનના જેઠ. તે હેમાંગી જીતેન્દ્ર રાજાવાઢા, વર્ષા વિનિત કકૈયા અને મિતેશના મોટાબાપા. પ્રાર્થનાસભા તા. ૮-૨-૨૪, ગુરૂવારે ૪ થી ૫, પાંજીવાડી, કાંજુર માર્ગ (ઇસ્ટ), રેલ્વે સ્ટેશનની પાસે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા સોરઠીયા વણિક
જામખંભાળિયા નિવાસી હાલ કાંદિવલી હરિલાલ શામજીભાઈ શાહના ધર્મપત્ની ચંદ્રિકાબેન (ઉં.વ. ૭૫) તે ૪/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે નીરજ, મેઘના, નીતુના માતુશ્રી. ભાવિકા, મનીષ તથા નીરવના સાસુ. સ્વ. માણેકલાલ, સ્વ. કાંતિલાલ તથા ભુપતભાઇના ભાભી. સ્વ. ગોરધનભાઈ, સ્વ. પ્રમોદભાઈ, સ્વ. વનીતાબેન, સ્વ. લીલાવંતીબેન, સરલાબેન તથા જયશ્રીબેનના બહેન. પ્રાર્થનાસભા ૮/૨/૨૪ના ૪ થી ૬, પાવનધામ, મહાવીર નગર, પાવનધામ લેન, કાંદિવલી વેસ્ટ.
શ્રીમાળી બ્રાહ્મણ
ગં. સ્વ. પ્રજ્ઞા ભુપેન્દ્ર કવિ (ઉં.વ. ૬૫) તે લીંબડી નિવાસી હાલ બોરીવલી સ્વ. ભુપેન્દ્ર રમણીકલાલ કવિના પત્ની. કુશાંગ તથા હેતલ જોશીના માતુશ્રી. સ્વ. વિનય જોશીના સાસુ. સ્વ. ભારતીબેન ભરતકુમાર ત્રિવેદીના ભાભી. સ્વ. અનુસૂયા વીરેન્દ્ર ઓઝાના પુત્રી. ૬/૨/૨૪ના કૈલાશવાસી થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રીમાળી બ્રાહ્મણ
મૂળ-મહુવા ભંડારીયાના હાલ વસઈ સ્વ. ઉમેશભાઈ ખમાશંકર ત્રિવેદીના પત્ની ગં.સ્વ. જયશ્રીબેન ત્રિવેદી (ઉં.વ. ૬૪) તા. ૬/૨/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે ગૌરાંગ, વિશાલ તથા તૃપ્તિના માતા. પ્રિયા અને નિર્મિત ઓઝાના સાસુ. પિયરપક્ષે સ્વ. સુરેશભાઈ ચંપકલાલ ઓઝાના દીકરી. બેસણું તા. ૮/૨/૨૪ ગુરૂવાર ૯ થી ૧૧. એ-૧૦૧ ગોકુળધામ સોસાયટી, ઇન્દુ હોસ્પિટલની સામે, ૬૦ ફિટ રોડ, વસઈ વેસ્ટ.
દશા સોરઠિયા વણિક
કોચિન નિવાસી ગં.સ્વ. ગુલાબબાઈ તથા સ્વ. છગનલાલ મુળજી જશાપરાના સુપુત્ર શ્રી ધરમશી (ઉં.વ. ૯૯) તે સ્વ. લિલવંતીબેનના પતિ સોમવાર, તા. ૫/૨/૨૪ના કોચિન મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ધીરજલાલ તથા ગં. સ્વ. નિર્મળાબેન ભૂપત્તરાય સાંગાણીના મોટાભાઈ. તે ગં. સ્વ. નૈના કિરણ સાંગાણી, અ.સૌ. વર્ષા જયેન્દ્ર પારેખ, રાજુ, ભરત, સ્વ. જ્યોતિના પિતાશ્રી. તે અ. સૌ. ભારતી, અ.સૌ. જાગૃતીના સસરા. તે અ.સૌ હેતલ અશ્ર્વિન, અ. સૌ. રીતુ મીરલ, સિધ્ધી , કૃપાના દાદા. તે અ.સૌ માનસી, શ્રીનવ, ધવલના નાના. ભરત ધરમશી જસપરા બી /૮, લિન્ક લક્ષ્મન બિલ્ડિંગ, પાલીમુખ, એર્નાકુલમ, કોચિન.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
સ્વ. તિલોતમાબેન અશ્ર્વિન જોષી (ઉં. વ. ૮૯) કોડાય (તા. માંડવી) (હાલ મુંબઈ) તે સ્વ. અશ્ર્વિન જેરામભાઈના પત્ની. તે સ્વ. સાવિત્રીબેન જેરામભાઈના પુત્રવધૂ. તે સ્વ. હીરાબેન છોટાલાલભાઈ (અંજાર)ના પુત્રી. તે નૈષદ, રાજેન્દ્રના માતા. તે નેહાબેન, ધારિણીના સાસુ. તે નિકુંજ, જયના દાદી તા. ૩-૨-૨૪ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રીમાળી યજુર્વેદીય બ્રાહ્મણ
મૂળ વતન મોરબીના હાલ વિલેપાર્લા સુધાબેન દવે (ઉં. વ. ૭૧) તે સ્વ. ભાઈલાલભાઈ તથા દમયંતીબેનની પુત્રી સોમવાર, તા. ૫-૨-૨૪ના કૈલાસવાસ થયેલ છે. તે સ્વ. હુલ્લાસરાય, સ્વ. જદુભાઈ, સ્વ. ગોટુભાઈ, સ્વ. મુકુંદભાઈ, સ્વ. કુસુમબેન, સ્વ. કમલબેન, સ્વ. સુમતીબેન તથા નવનીતબેન, મીનાબેન અને નૈતિકબેનના નાના બેન. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગામ સાયણ હાલે ઘાટકોપર નિવાસી સ્વ. યોગેશ રૂપારેલ (ઉં. વ. ૫૫), તે નર્મદાબેન પ્રધાનજી રૂપારેલના પુત્ર. તે સ્વ. ગોદાવરીબેન ધનજી ઠક્કર, સ્વ. શાંતાબેન લક્ષ્મીદાસ ઐયા, ગં. સ્વ. મંજુલાબેન વિજયસિંહ સૌમેયા, સૌ. હેમલતાબેન રણજીત ઠક્કર, સૌ. નલિનીબેન દરિયાલાલ તન્ના, ગં. સ્વ. આશાબેન મુલજી દનાણી, સૌ. મીનાબેન વિજય ઠક્કરના નાનાભાઈ મંગળવાર, ૬-૨-૨૪ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ છે). ઠે. મીનાબેન રૂપારેલ, આસલ્ફા વિલેજ, નિકમ ચાલ, રૂમ નં. ૧૦, ઘાટકોપર (વે).
કપોળ
સુરતવાળા હાલ કાંદિવલી સ્વ. રમાબેન વૈકુંઠલાલ સ્ટોરવાલાના પુત્ર રમેશચંદ્ર (ઉં. વ. ૮૩) તે સ્વ. હંસાબેનના પતિ. પરાગ, રાજીવ, ભાવિશના પિતા. સ્વ. સુમિત્રાબેન રતિલાલ મેહતા, સ્વ. જયેશભાઈના ભાઈ. રેહા, સીમા, લીનાના સસરા. સ્મિતાબેનના જેઠ, લાઠીવાળા સ્વ. અનંતરાય મગનલાલ સંઘવીના જમાઈ ૫-૨-૨૪, સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૮-૨-૨૪, ગુરુવારના ૫ થી ૭. ઠે. કેસર આશિષ બિલ્ડીંગ, ૧લે માળે, યોગા હોલ, વસંત કોમ્પ્લેક્ષની બાજુમાં, મહાવીરનગર, કાંદિવલી (વે).
ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતિ
મોઢુકા નિવાસી હાલ કાંદિવલી, ત્રિભુવનદાસ બેચરદાસ મકાણી (ઉં. વ. ૯૦) ૫-૨-૨૪ ને સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. અનસુયાબેનના પતિ. કોયડાના સ્વ. મુળજીભાઈ જાદવજીભાઈ પાટડિયાના જમાઈ. તુષારભાઈ, હર્ષદભાઈ મકાણી અને ચેતના નરેન્દ્ર પરમારના પિતાશ્રી. ભાવનાબેન, મમતાબેન અને નરેન્દ્રભાઈ પરમારના સસરા. મયુર, તોરલ, ધરતી ભાવેશકુમાર પરમારના દાદા. બંને પક્ષની પ્રાર્થનાસભા ૮-૨-૨૪, ગુરુવારના ૪ થી ૬ રાખેલ છે. સ્થળ: સ્નામિનારાયણ સંસ્કાર ધામ, ડી-૧૦૧, અંબિકા દર્શન, સી. પી. રોડ, કાંદિવલી (ઈ.).
વિસા સોરઠિયા વણિક
માંગરોળવાળા હાલ વાલકેશ્ર્વર સ્વ. કુસુમબેન નાનાલાલ શાહના પુત્ર રોહિતભાઈ (ઉં. વ. ૬૮) રવિવાર, ૪-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. સીમાબેનના પતિ. ઉત્સવ- લહેરના પિતાશ્રી. વિધિબેન, સુમીતભાઈના સસરા. સ્વ. દિનેશભાઈ, મહેશભાઈ, જ્યોત્સનાબેન, ભાનુબેનના ભાઈ. સ્વ. સવિતાબેન દેવીદાસ ખીમાણીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?