મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
નાગેશ્રીવાળા હાલ દહિસર શ્રી કનૈયાલાલ દુર્લભદાસ મહેતા ના ધર્મપત્ની અ. સૌ. રસીલાબેન (ઉં. વ. 80). તે ભરત ,ધર્મેન્દ્ર , સ્મિતા ,હેમા ના માતુશ્રી. તે હિના ,લીના, શ્રી જનક ગાંધી, શ્રી ચેતન મહેતાના સાસુ. તે સ્વ. ઇન્દ્રજીત ભાઈ, સ્વ.રમેશ ભાઈ , સ્વ. કિશોર ભાઈ, રસિકભાઈ, સ્વ તારાબેન, સ્વ. મંજુલાબેન, સ્વ નિર્મલાબેન, ગં. સ્વ. ક્રિષ્નાબેન, ગં.સ્વ.જસવંતીબેનના ભાઈના ધર્મપત્ની. તે પિયર પક્ષે જામકા વાળા હરગોવિંદદાસ છગનલાલ સંઘવીના સુપુત્રી. તે ગ્રીષ્માં, નિધિ, ઉર્વી, વત્સલ, જયના દાદી. તે કરણ, સોનમ, ઋતુ, શુભના નાની. તે 24-09-23ના રવિવારના શ્રીજીચરણ પામેલ છે . સર્વ પક્ષની પ્રાર્થનાસભા તા. 25-09-23 સોમવાર બપોરે 4 થી 6 વાગે, વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ હોલ, એલ. ટી. રોડ, ડાયમંડ સિનેમા સામે, રાધા કૃષ્ણ હોટેલની બાજુમાં બોરીવલી (વેસ્ટ), સર્વ લોકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા મરણ
સ્વ. ગોદાવરીબેન કેશવજી ચાગપાર રવાણીના પુત્રવધૂ, નરેન્દ્રભાઇના પત્ની નીતાબેન (ઉં.વ.71) ગામ ખાવડા હાલે મુલુંડ સ્વ. મુલબાઈ લાલજી રૂખાણાંની પુત્રી ગામ તેરા હિંમતભાઈ, લલિતભાઈ, કિર્તીભાઇ, કમલેશભાઈ, નયનાબેન મૂળરાજભાઈના ભાભી, યોગિતા ભાવેશ કુમાર ધારાણી, અપૂર્વભાઈના માતુશ્રી, તૃપ્તિબેનના સાસુજી, ખુશી, જીયાના દાદીમા, ભાગ્યશ્રી રોનક કુમાર, હર્ષલના નાનીમા તા.23-9-23 ના રામશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર, તા.25-9-23 ના સાંજે 5 થી 7, ગોપુરમ હોલ, ડો. આર.પી. રોડ, મુલુંડ વેસ્ટ, લૌકિક વ્યવહાર રાખેલ નથી.
હાલાઇ લોહાણા..
મૂળગામ ઘેલાણા હાલ કાંદિવલી ગં. સ્વ પ્રભાવતી પ્રાગજી સોઢા (ઉં.વ.102) તે 23/9/23 ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. પ્રાગજી પરષોત્તમ સોઢા (ઠક્કર) ના ધર્મપત્ની. સ્વ. હેમકુંવર ગોકલદાસ શીંગાળા, સ્વ. વનમાળીદાસ, સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. કાંતિલાલભાઈ, રમણીકલાલ, સૂર્યકાન્તના માતુશ્રી. સ્વ જયાબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. તારામતી, ભારતીબેન, ઉષાબેનના સાસુ. પિયરપક્ષે પરમાણંદભાઈ રામજીકાળાભાઈ રાજાના બહેન , ચાંદની મિતેષ સોઢાના દાદીસાસુ. પ્રાર્થનાસભા 25/9/23 ના રોજ 4.30 થી 6.30 કલાકે, લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ મુકામે રાખેલ છે.
લુહાર સુથાર
ગામ બગદાણાવાળા (હાલ દહિંસર), સ્વ. દેવજીભાઇ ખોડાભાઈ રાઠોડના પુત્ર મધુસુદનભાઈ (ઉં.વ. 84 ) તા.29-9-23 ને ગુવારે દેવગત પામ્યા છે. ચંદ્રિકાબેનના પતિ. રવિ, કપિલ, કીર્તિબેન અશ્વિનકુમાર વિઠલાણી તથા પૂનમબેન આશિષકુમાર શાહના પિતાશ્રી. તે સ્વ. સવજીભાઈ, સ્વ. આણંદજીભાઈ, મનોહરભાઈ, સ્વ. નટુભાઈ, સ્વ. કમળાબેન રતિલાલ ડોડીયા, નિર્મળાબેન પ્રતાપરાય ગોહિલના ભાઈ. તે સ્વ. પરષોત્તમભાઈ દાવડાના જમાઈ. તેમની પ્રાર્થના સભા તા 25/09/23 ને સોમવાર સાંજે 5થી 7. ઠે. લુહાર સુથારવાડી, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી (પૂર્વ) ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે
વાંઝા દરજી
ચોરવાડ નિવાસી હાલ કાંદિવલી મોહનભાઇ રામજીભાઈ ઘેરવડા (ઉં.વ.83) તે વનીતાબેનના પતિ. ફાલ્ગુની, ઉદય, રીનાના પિતાશ્રી. યોગેશ રાઠોડ, ચેતના તથા પાર્થ ભટ્ટ ના સસરા. સ્વ. અણાબેન (અમીબેન) ચાવડા, માધવજીભાઈ, સ્વ. પ્રવીણભાઈ, કિશોરભાઈ, જશવંતીબેન દિલીપભાઈ ચાવડા, ઉષાબેન અમૃતલાલ વિસાવાડિયાના ભાઈ, નિધિ અરુણ યાદવ, ઈશાના દાદા, નેવિલ, નેહા તથા આનિકાના નાના. 22/9/23 ના રોજ શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા 25/9/23 ના રોજ 5 થી 7 કલાકે વિશ્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લા વેસ્ટ રાખેલ છે.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
ગં. સ્વ. માણેકબાઇ કરમસિંહ જોશી, ગામ કચ્છ પાનન્દ્રોવાળા હાલ મુલુંડના પુત્રવધૂ લીલાવંતીબેન (ઉં. વ. 84) તે સ્વ. ગૌરીશંકર કરમશી જોશીના ધર્મપત્ની. તે સ્વ. નિતીન, હિતેશના માતુશ્રી. તે સ્વ. અ. સૌ. શાંતાબેન વિનોદકુમાર જોશીના જેઠાણી. તે સ્વ. માધવજી જાદવજી જોશી કચ્છ ગામ ભુજવાળાના પુત્રી. તે કાંતિલાલ, મનોજભાઇના બેન તા. 22-9-23ના રામશરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-9-23 સોમવારે 4થી 6. સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફલોર, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુથાર
ગામ દધીયાવાળા સ્વ. ચંપાબેન નટવરલાલ મકવાણાની સુપુત્રી સ્વ. મીનાક્ષીબેન નટવરલાલ મકવાણા (ઉં. વ. 61) રામચરણ પામેલ છે. ગીતાબેનના નણંદ. કીર્તિભાઇ મકવાણા, સ્વ. અરવિંદભાઇ મકવાણા, ચંદનબેન ભુપતભાઇ સોલંકી, પ્રભાબેન મનસુખભાઇ પરમાર, સંગીતાબેન રાજેન્દ્ર, રાખીબેન ભાનુદાસ, યોગેશભાઇ જયંતીભાઇના નાના બેન. પ્રિયંકાબેન અમિતભાઇ મકવાણા, વિરલભાઇ, હાર્દિકભાઇ, તેજલબેન પીયુષ ચિત્રોડાના ફૂઇ. પ્રાર્થનાસભા તા. 25-9-23ના સાંજે 4થી 6. ઠે. 3જો કુંભારવાડા, પ્રજાપતિ મંદિર, ગોલદેવળ, મુંબઇ-400004.
કચ્છી લોહાણા
સ્વ. લીલાવતીબેન રામજીભાઈ પુરુષોત્તમ જીવાણી (ધામે) ગામ દુધઈ હાલે મુલુન્ડના પુત્રવધૂ. તે વિનોદભાઈના ધર્મપત્ની દીનાબેન (ઉં. વ. 67) તા. 21-9-23ના રામશરણ થયેલ છે. તે ધવલના માતૃશ્રી. તે સ્વ. ગોમતીબેન ગોકલદાસ ધીરાવાણી ગામ કોઠરાના સુપુત્રી. તે નિર્મલાબેન, ભાનુબેન, રમેશભાઈ, વિજયભાઈ, સરોજબેન, ભદ્રાબેન, કિરીટભાઈ, સ્વ. શરદભાઈ, કિરણબેન, વંદનાબેન, સ્વ. નિમેષભાઈના બેન. તે સ્વ. દિપકભાઈ, સ્વ. મનોજભાઈ, પ્રવિણભાઈના ભાભી. પ્રાર્થનાસભા સોમવાર, તા. 25-9-23ના રોજ સાંજે 5 થી 7. જીવરાજ ભાણજી હોલ, અશોક નગર, મુલુન્ડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે. કોઈપણ વ્યક્તિ ઘરે આવવાની તસ્દી નહીં લેવી.
સ્વ. સાકરબેન ચત્રભુજ જેઠાભાઈ ઠક્કર (માણેક)ના સુપુત્ર કચ્છ ગામ વરસામેડી, હાલ મુલુન્ડ સ્વ. ધનબાઈ નારાણજી ભલ્લા ભુવડવાળાના જમાઈ. તે ભાગીરથીબેન માણેકના પતિ. સ્વ. નારાણદાસ ચત્રભુજ ઠક્કર (માણેક) (ઉં. વ. 91) તા. 22-9-23ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. કાન્તાબેન, સ્વ. ગોદાવરીબેન, સ્વ. મૂળજીભાઈના ભાઈ. તે મહેશભાઈ, પ્રીતિબેન, ગીતાબેનના પિતાશ્રી. તે હીનાબેન, સ્વ. કીર્તિભાઈ, જતીનભાઈના સસરા. તે જય, પ્રિયંકા, કુશલના દાદા. તે રુચી, કુનાલ, પલકના દાદાજી સસરા. પ્રાર્થનાસભા તા. 25-9-23ના સોમવારના 5 થી 7. પેલેસ બેન્ક્વેટ હોલ, એન. એસ. રોડ, મુલુન્ડ (વેસ્ટ). લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ તેરા, હાલે થાણા કિસન નગર, લેહરી નારાયણજી પલણ (ઠક્કર) (ઉં. વ. 69) ગં. સ્વ. રૂક્ષ્મણી નારાયણજી વેલજી પલણના નાના પુત્ર. તે ક્રિષ્ણાબેનના પતિ. તે સ્વ. સાવિત્રી હરિરામ ગેસોતા, સ્વ.ભરતભાઈ, ધનજીભાઈના ભાઈ તથા નિર્મળા ભરત પલણ અને નર્મદા ધનજી પલણના દેવર. કચ્છ ગામ નીરોના હાલે ભુજવાળા સ્વ. આણંદજી નાથા નાકુવા તથા જયાબેનના જમાઈ. તે સ્વ. ભારતી રાજેશ પરમાર, હીના સુનીલ કટારમલ અને પ્રકાશ આણંદજી ભાનુશાલીના બનેવી શનિવાર, તા. 23-9-23ના રોજ રામશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે અને પ્રાર્થનાસભા રાખેલ નથી.
લોહાણા
મૂળ ગામ મહુવા હાલ કલ્યાણ હર્ષદરાય (બટુકભાઈ) છોટાલાલ ગિરધરલાલ કારીયા (ઉં. વ. 87) શનિવાર, તા. 23-9-23ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ભાનુબેનના પતિ. તે સ્વ. હીરાલાલ, સ્વ. કૃષ્ણલાલ, સ્વ. સુરેશભાઈ, સ્વ. કમળાબેન, સ્વ. દેવકુંવરબેન, સ્વ. મંગળાબેન તથા શારદાબેનના ભાઈ. તે જયંતભાઈ, કિશોરભાઈ, સુષ્માબેન રાજાણીના પિતા. તે પૂજાબેન, વૃષાલીબેન, નરેન્દ્રભાઈ રાજાણીના સસરા. તે યશ, રિદ્ધિ, દેવાંશુ, વેદ, ધ્રુવ, કૃણાલના દાદા-નાના. તે નર્મદાબેન રણછોડદાસ સોમૈયા-ઈન્દોરના જમાઈ. પ્રાર્થનાસભા સોમવાર, તા. 25-9-23ના સાંજે 4 થી 6. સોલીસીટર બેન્ક્વેટ હોલ, બેન્ક ઓફ બરોડાની ઉપર, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, કલ્યાણ-પશ્ચિમ.
કપોળ
ગ્વાલીયરવાળા હાલ મુંબઇ સિદ્ધાર્થ મોદી (ઉં. વ. 67) તે સ્વ. જયાબેન જયંતીભાઇ શામળદાસ મોદીના સુપુત્ર. તે નીતાના પતિ. તે પ્રિયંકાના પિતા. મીરાજ શાહના શ્વસુર તથા વીવાનના નાના. તે દોલતરાય માધવદાસ ભુતાના જમાઇ. તા. 24-9-23ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 26-9-23ના મંગળવારે આઇ. એમ. એ. હોલ, પી. વી. આર. સિનેમાની બાજુમાં ગુરુનાનક રોડ, સાઇનાથ નગર, જુહુ, મુંબઇ-400049 ખાતે સાંજે 5થી 7, લૌકિક પ્રથા બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…