હિન્દુ મરણ
સ્વ. ભાનુબેન રમણભાઈ મિસ્ત્રી (ઉં. વ. ૮૨) ગામ ખડકી-ડુંગરી (ઉદવાડા), હાલ નાલાસોપારા તા. ૦૩/૦૨/૨૦૨૪ શનિવાર શ્રીચરણ પામ્યા છે. તેઓ વિરેન્દ્ર અને ગીતાબેનના મમ્મી. પ્રીતિના સાસુ. જીગરના દાદી વરુણ અને નિશાના આજી તા. ૦૭/૦૨/૨૪ બુધવારના પિયર અને સાસરાપક્ષની સાદડી ૪ – ૭. શુભમ એપાર્ટમેન્ટ, ૭૦૧- બી વિંગ, યશવંત વિવા ટાઉનશિપ, ડીમાર્ટ નજીક, વસઈ – નાલાસોપારા લિંક રોડ, નાલાસોપારા (પૂર્વ).
દશાશ્રીમાળી વણિક વૈષ્ણવ
જૂનાગઢ નિવાસી હાલ સાતારા નાથાલાલ સવચંદ શેઠ (ઉં. વ. ૯૨) ૨-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ મુકતાબેન શેઠના પતિ. ડૉ. ચારુ, પલ્લવી, સતીષ તથા ગીતાના પિતાશ્રી. ડૉ. મિલિંદભાઈ શાહ, સ્વ. રમેશભાઈ દોશી. સૌ. પારુલ તથા ભાવેશ ગોસલિયાના સસરા. દીયાના દાદા. સ્વ. અમરચંદ ધનજી મહેતાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કોળી પટેલ
ગામ ખરસાડ (કોદગરા ફળીયા) હાલ વિલેપારલા (પૂર્વ). સ્વ. બાલુભાઈ (ફકીરભાઇ) વસનજી પટેલ (ઉં. વ. ૯૦), તે મંજુલાબેનના પતિ. તે કોકિલાબેન, કિશોરભાઇ, શૈલેશભાઈ, દિલીપભાઇના પિતા. બાલકૃષ્ણભાઈ (જમાઇ), મિનાક્ષીબેન, તૃપ્તિબેન, યોગીનીબેનના સસરા. તે દિપ્તી તથા જયેશના નાના. તે જીનલ, સેજલ, દિશા, સ્વિના, ભૂમિકા, કુશલ તથા ગૌરીના દાદા. તે સ્વ. લલિતાબેન, વિજયાબેન, ચંપાબેન, જમનાદાસ, મધુબેન, સ્વ. અરૂણભાઇ તથા પ્રવિણભાઇના કાકા. એમનુ બંને પક્ષનું બેસણું. બુધવાર, તા. ૭/૨/૨૪ના બપોરે ૨ થી ૫ નિવાસસ્થાને રાખેલ છે. બારમાની પુચ્છપાણી શનિવાર, તા. ૧૭/૨/૨૪ના રોજ બપોરે ૩ થી ૫. નિવાસસ્થાન: ૧૦૮/પાયાવાડી, નંદાપાટકર રોડ, રાણે હોસ્પિટલની સામે, વિલેપાર્લે પૂર્વ. લૌકિક રિવાજ બંધ છે.
વિસનગરા નાગર બ્રાહ્મણ
નારદીપુર નિવાસી જ્યોત્સનાબેન જીતેન્દ્રકુમાર રાવલ (ઉં. વ. ૮૨)ના મનીષ તથા કૃષ્ણકાંત (પુત્ર) જાગૃતિ, વંદના (પુત્રી), રીટા, રીના (પુત્રવધૂ) હસમુખકુમારના સાસુ. જશ, મેહુલના દાદીમા. જીગર તથા પાર્થના નાનીમા ૧-૨-૨૪ના હાટકેશ શરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ૧૦-૨-૨૪ના કસુંબઈ માતાની વાડી, નારદીપુર ગામે સવારે ૮ થી ૧૧ના
રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ ઢોરીવાળા હાલે ઘાટકોપર હસમુખલાલ ખીમજીના ધર્મપત્ની ઉમા (ઉં. વ. ૬૨) તે કલ્પેશના માતુશ્રી ૧-૨-૨૪ ને ગુરુવારે ઘાટકોપર મધ્યે અક્ષરધામ થયા છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કપોળ
સિહોર નિવાસી હાલ મુંબઈ ગં. સ્વ. ઈચ્છાલક્ષ્મી તેઓ સ્વ. પ્રાણલાલ છોટાલાલ ભુતાના ધર્મપત્ની. તે સ્વ. મુકેશભાઈ, શૈલેશભાઈ, ધીરેનભાઈ તથા વર્ષાબેન પ્રફુલભાઈ દોશીના માતુશ્રી. તે સ્વ. મંગળદાસભાઈ, શાંતિલાલભાઈ, સ્વ. વસંતબેન રતિલાલ મહેતાના ભાભી. તે યોગિની, બીનાના સાસુ. તે મહુવાવાળા સ્વ. લવજીભાઈ રણછોડદાસ મહેતાના પુત્રી. ૪-૨-૨૪, રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૮-૨-૨૪ ને ગુરુવારના ૫ થી ૭. ઠે. જલારામ હોલ, એન. એસ. રોડ નં. ૬, જુહુ મધ્યે રાખેલ છે. સાદડી અને ઉઠમણાં પ્રથા બંધ છે.
કડવા પાટીદાર પટેલ
મુળ ગામ શૈલાવી હાલ ઘાટકોપર અરવિંદભાઈ પટેલ (ઉં. વ. ૬૭) ૧-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સવિતાબેન પુરષોતમભાઈ પટેલના પુત્ર. ગીતાબેનના પતિ. કુંજલના પિતા. પૂર્વીના સસરા. સ્વ. અનિલભાઈના મોટાભાઈ, ખેમચંદભાઈ ઈશ્ર્વરભાઈ પટેલના જમાઈ. બેસણું ૮-૨-૨૪ના ગુરુવારે ૪ થી ૬. બીએપીએસ સ્વમીનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ). પિયર પક્ષનું બેસણું ઉપરોક્ત સમય અને સ્થળ પ્રમાણે રાખેલ છે.
વિસા સોરઠીયા વણિક જ્ઞાતિ
પોરબંદરવાળા હાલ મુંબઇ ગિરગાંવ સ્વ. પુષ્પાવંતી ઇશ્ર્વરલાલ કાપડિયાના પુત્ર બિપીન (ઉં. વ. ૬૬) તે સ્વ. માલતીબેન ઇશ્ર્વરદાસ શાહ, વિનોદ, મિનાક્ષીબેન પ્રકાશચંદ્ર શાહ, કિશોર, સ્વ. સતીશ, પંકજના ભાઇ તા. ૪-૨-૨૪ના રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ વૈષ્ણવ
ચિતલવાળા હાલ બોરીવલી વૃજલાલ ભગવાનદાસ પારેખ (ગોકળભાઈ) ના ધર્મપત્ની અ.સૌ. મંજુલાબેન (ઉં. વ. ૮૬) તે ૪/૨/૨૪ ના શ્રીજીશરણ પામેલ છે. તે યોગેશ, પરેશ, વિપુલના માતુશ્રી. જાગૃતિ, પ્રિતી, હેમાલીના સાસુ. સ્વ દોલતભાઈ, સ્વ. ભુપતભાઇ, બળવંતભાઈ, ચંદ્રકાન્તભાઈ, રમેશભાઈ, પદમાબેન વિનોદરાય સંઘવી, પ્રવિણાબેન પ્રફુલકુમાર વોરાના ભાભી. મોટા આંકડિયાવાળા સ્વ. મણિલાલ વનમાળીદાસ ભુવાના દીકરી. સર્વપક્ષની પ્રાર્થનાસભા ૮/૨/૨૪ ના ૫ થી ૭. વર્ધમાન સ્થા જૈન સંઘ, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
હાલાઇ લોહાણા
મૂળ ગામ જામખંભાળિયા સ્વ તારાબેન તથા સ્વ કાનજીભાઈ લાલજીભાઈ દાવડાના દીકરી તથા વેરાવળ નિવાસી હાલ વલસાડ સ્વ. સરલાબેન ઘનશ્યામભાઈ શાહના પુત્રવધૂ. નીતાબેન શાહ (ઉં. વ. ૬૬) તે ૩/૨/૨૪ ના વલસાડ મુકામે શ્રીજીશરણ પામેલ છે. તે પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ શાહના ધર્મપત્ની. વિજયભાઈ, સ્મિતાબેન તુષારભાઈ પરીખ, દિપ્તીબેન દેવાંગભાઈ મહેતાના ભાભી. અશ્ર્વિનભાઇ, દિલીપભાઈ, કમલેશભાઈ, યોગેશભાઈ તથા ગં.સ્વ. ભારતીબેન નવનીતભાઈ રાણાના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ગામ તળાજા નિવાસી હાલ મીરારોડ સ્વ કંચનબેન તથા સ્વ. પ્રાગજીભાઈ તુલસીભાઇ ચૌહાણના પુત્ર કિશોરભાઈ ચૌહાણ (ઉં. વ. ૪૯) તે ૪/૨/૨૪ ના રામશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. પ્રિત તથા પાર્થના પિતા. ચંદ્રેશ તથા જ્યોતિ ધર્મેન્દ્રભાઈ સિધ્ધપુરાના નાનાભાઈ. ગામ રાળગોનવાળા ગં.સ્વ લાભુબેન તથા સ્વ. છગનભાઇ પ્રાગજીભાઈ સોલંકીના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૮/૨/૨૪ ના ૫ થી ૭, લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
દમણિયા દરજી
વિરાર નિવાસી અ.સૌ. પાયલબેન દમણિયા, (ઉં. વ. ૪૦) તા. ૨૮-૦૧-૨૦૨૪ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે નિલેશ પ્રવિણચંદ્ર દમણિયાના પત્ની. વિધી અને ઉન્નતિના માતૃશ્રી. પ્રવીણચંદ્ર પુરુષોત્તમદાસ દમણિયાની મોટીવહુ. મનિષા અને શેહુલના ભાભી. કિરણ સુરેશચંદ્ર દમણિયાની પુત્રી. હિતેનની બહેન, તેમની પ્રાર્થનાસભા તા. ૦૮-૦૨-૨૦૨૪ (ગુરુવાર) ના ૪ થી ૬. સાઈ પ્લાઝા – બી-૩૦૧, ગણપતિ મંદિરની સામે, ચંદનસાર રોડ, વિરાર ઇસ્ટ.
ઇડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ બ્રાહ્મણ
બ્રહ્મપુરી, હાલ મુંબઈ, જસવંતલાલ ઠાકર, (ઉં. વ. ૮૯) ૪-૨-૨૪ને રવિવારે ડોમ્બિવલી મુકામે દેવલોક પામ્યા છે. તેઓ ઇન્દુબેનના પતિ. સ્વ. નારાયણદાસ કાશીરામ ઠાકર, સ્વ. મહાલક્ષ્મીબેન અને સ્વ.મધુકાંતા નારાયણદાસ ઠાકરના પુત્ર. સ્વ. પ્રવિણચંદ્ર ઠાકર, મનોજ ઠાકર, આશાબેન, અરુણાબેન, લત્તાબેન, સ્વ.જ્યોતિબેનના ભાઈ. ધર્મેન્દ્ર ઠાકર, પ્રીતિબેન શરદકુમાર યાજ્ઞિકનાં પિતા. અ. સૌ દીપિકાના સસરા. ચિત્રોડા નિવાસી સ્વ. મહાશંકર હરજીવન વ્યાસના જમાઈ. પ્રાર્થનાસભા લૌકિક વ્યવહાર બંધ છે.
ગોમતીવાડ બ્રાહ્મણ
ગામ ખેડબ્રહ્મા હાલ મુંબઇના નિવાસી સ્વ. ભક્તિપ્રસાદ મોહનલાલ ત્રિવેદી (ઉં. વ. ૮૭) તે તારાબેનના પતિ. હસિત, પરેશ, રીટા, મીનાના પિતા તા. ૩૦-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૮-૨-૨૪ના ગુરુવારે ઠે. લાડની વાડી, ૨૬-એ, વિઠ્ઠલભાઇ પટેલ રોડ, મુંબઇ-૪. સવારે ૯થી ૧૧.
નવગામ ભાટિયા
મહેન્દ્ર પ્રભુદાસ આશર મૂળ અમરેલી નિવાસી (હાલ વિરાર) (ઉં. વ. ૭૪) તા. ૫-૨-૨૪ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે સુમિત્રાબેનના પતિ. અ. સૌ. પ્રેરણા, ચિરાગ તથા વિપુલના પિતા. તે ડો. દીપક ગાંધી, અ. સૌ. નિરાલી, અ. સૌ. રિધમના સસરા. તે સ્વ. ગુલાબબેન તથા રમણીકભાઇના ભાઇ. તે સ્વ. ચંપાબેન કાંતિલાલ છિછીયાના જમાઇ. તે વિધી, હીત, જીત, રાવી, નિશીત તથા અર્જુનના દાદા/નાના. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૮-૨-૨૪ના ૪થી ૬. ઠે. ધિમહી બેંકવેટ હોલ, વિવા કોલેજ રોડ, સ્વામીનારાયણ મંદિરની પાસે, સરસ્વતી બાગની સામે, વિરાર (વેસ્ટ), ચક્ષુદાન તથા ત્વચા દાન કરેલ છે.
કચ્છી લોહાણા
કાકુભાઇ મેરામણ (ગંધા) ઠક્કર ગામ મોહવધરના સુપુત્ર મહેન્દ્રભાઇના ધર્મપત્ની જયોતિબેન (ઉં. વ. ૬૬) તા. ૫-૨-૨૪ના રામચરણ પામેલ છે. સોનીયાબેનના સાસુ. તે વિનોદ, જીજ્ઞા મનીષ ગણાત્રાના માતુશ્રી. સ્મિતના દાદીમા. ત્રિશાના નાનીમા. જે મગનલાલ ભીમજી માણેકની સુપુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
શિહોર સંપ્રદાય મહુવા
વિનોદરાય વેણીશંકર બધેકાના પુત્ર હેતલ વિનોદરાય બધેકા (ઉં. વ. ૫૩) તા. ૫-૨-૨૪ સોમવારે કૈલાસવાસી પામ્યા છે. તે પૂર્ણિમાબેન, ભારતીબેન, છાયાબેન, કેતનભાઇના ભાઇ. જશના પિતાશ્રી. લૌકિક પ્રથા બંધ છે.
મેઘવાળ
ગામ ત્રાપજ હાલ મુંબઇ ડોકયાર્ડ રોડના સ્વ. સુરેશભાઇ અણજારા (ઉં. વ. ૪૭) તે શનિવાર તા. ૩-૨-૨૪ના અવસાન પામ્યા છે. તે ગં. સ્વ.છાયાબેન અણજારાના પતિ. તે સ્વ. રત્નાભાઇ ગોવિંદભાઇ, સ્વ. કાન્તાબેન અણજારાના પુત્ર.તે સ્વ. જયંતીભાઇ, સુનીલભાઇના ભાઇ. તે કુ. નિખીલ, કુ.અદિતીના પિતાજી. તે કાજલબેન અણજારાના જેઠ. તે સ્વ. ખોડીદાસ માવજી કણબી અને સ્વ. નાનુબેન કણબીના જમાઇ. તેમનું બારમું બુધવાર, તા. ૭-૨-૨૪ના સાંજે ૫-૦૦ વાગે. નિવાસસ્થાન: સંદેશ બિલ્ડિંગ, બી. પી. ટી. કોલોની, બીજો માળ, રૂમ નં. ૧૯, પી. ડિમેલો રોડ, પાઇન હોટેલ પાસે, ડોકયાર્ડ સ્ટેશનની સામે, (ઇસ્ટ).
હાલાઇ ભાટીયા
કાંદિવલીના કુંજબાળા વેદ (ઉં. વ. ૮૦) તે સ્વ. અજીત મોરારજી વેદના ધર્મપત્ની. સ્વ. કસ્તુરબા મોરારજી ધારશી વેદના પુત્રવધૂ. સ્વ. ગુણવંતી ગોકળદાસ કાપડિયાના સુપુત્રી. ભાવેશ, સ્નેહાના માતુશ્રી. ફાલ્ગુની, કલ્પેશના સાસુ. શૌર્ય, દક્ષ, સાક્ષીના દાદી-નાની. મંગળવાર, તા. ૬-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.