મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી લોહાણા
સ્વ. પુષ્પાબેન શંકરલાલ સ્વાર ગામ કોઠારાવાલા હાલ મુંબઇ નિવાસીના પુત્ર કિર્તી (કિરીટ) (ઉં. વ.62) શનિવાર, તા. 3-2-24ના રામચરણ પામેલ છે. તેમ જ પ્રીતીબેનના પતિ. તથા આશિષ, આસનાના પિતાશ્રી. તે જીજ્ઞાશાના સસરા. તે અ. સૌ. મંગલાબેન ગોરધનદાસ ઠક્કરના જમાઇ. સ્વ. કુસુમબેન પ્રફુલકુમાર ગુંગરીયા અ. સૌ. ગીતાબેન વસંતકુમાર નાશાના મોટાભાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી, તેમ જ લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. વિઠ્ઠલદાસ હરિરામ ભગદે કચ્છ ગામ કોઠારાવાલા હાલે ભુજના ધર્મપત્ની હરખાબેન (ઉં. વ. 90) તે સ્વ. રણછોડદાસ પરસોતમ આઇઆ મોટી વિરાણીવાલાની પુત્રી. તે ચંદ્રિકાબેન વિનોદભાઇ, ગં. સ્વ. લીલાવતીબેન નારાણજી, સ્વ. દેવીબેન, હેમાબેન મધુસુદન, જયોત્સનાબેન શંકરભાઇ, રમેશ વિઠલદાસ, હિતેશ વિઠલદાસના માતા. તે નલિનીબેન તથા તૃપ્તિબેનના સાસુ. તે સ્વ. વેલજી હરિરામ ભગદેના નાનાભાઇના પત્ની. તે ગં. સ્વ. પ્રભાબેન શિવજી ઠક્કરના ભાભી. તે સંકેત, યશ, ખુશી, ખ્યાતિ, માનસીના દાદી. તા. 2-2-24ના શુક્રવારના ભુજ મધ્યે શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 6-2-24ના મંગળવારના શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફલોર, મુલુંડ (વે), સાંજે 5.30થી 7. લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઇ લોહાણા
બિપીન જમનાદાસ કાનાણી (બેટ દ્વારકા) (ઉં. વ. 71) હાલ કાંદિવલી તા. 4-2-24ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. જમનાદાસ રાઘવજી કાનાણી અને સ્વ. જયાબેન જમનાદાસ કાનાણીના પુત્ર. તે કુસુમબેન કાનાણીના પતિ. ચિરાગભાઇ તથા અ. સૌ. કૃપાબેન અંકિતભાઇ સાયાણીના પિતાશ્રી. અ. સૌ. મિતલબેન ચિરાગભાઇ કાનાણીના સસરા. તે દામોદરભાઇ, વ્રજલાલભાઇ, કાંતીભાઇ, ગોપાલભાઇ, ચંદ્રકાંતભાઇ, કિરીટભાઇ, દક્ષાબેન સુભાષભાઇ થોભાણી, વનિતાબેન જીનવદાસ દાવડા, સરલાબેન રમેશભાઇ સામાણીનાં ભાઇ. તે સ્વ. લાલજી શામજી રાયઠ્ઠાના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. 6-2-24ના 10થી 12. ઠે. હાલાઇ લોહાણા મહાજન વાડી,1લે માળે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
સુરતી વિશા લાડ વણિક
સુરેશ ચીમનલાલ દલાલ (ઉં.વ. 82) તા. 4-2-24ના રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. પ્રજ્ઞાના પતિ. સૌરભ, ચીરાગના પિતા. ઉપાસના, ઉર્વશીના સસરા. સ્વ. ચીમનલાલ પ્રાણજીવનદાસ દુલ્લભરામ દલાલના પુત્ર. સ્વ. રતનલાલ ભગવાનદાસ બરફીવાળાના જમાઈ. સ્વ. નટવરલાલ, સ્વ. ચંદ્રવદન, કિશોર, દિલીપ, શોભના દિનેશચંદ જરીવાળા, સ્વ. ઊષા રજનીકાંત ખાંડવાળા, સ્વ. અંજના રોહિત બંગાળીના ભાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. રામાબાઇ અને સ્વ. ઠા. જમનાદાસ નારાયણજી દાવડાના પુત્ર પુરુષોતમભાઇ (કચ્છ ગામ નલિયા) (ઉં. વ. 83) હાલે દેહરાદુન તા.3-2-24ના શનિવારના રામશરણ પામેલ છે. તે નર્મદાબેનના પતિ. સ્વ. ઠા. શામજીભાઇ ઇશ્વર ચંદન (કચ્છ ગામ મુરૂ આમરા)વાળાના જમાઇ. તે સંજય, ઉષા જયેશભાઇ, પ્રતીમા જયેશભાઇ, પૂર્ણિમા યોગેશભાઇ, કિરણ વિવેકભાઇ કપૂર અને જયંતી (બબલુ)ના પિતાશ્રી. જયેશભાઇ કતીરા, જયેશભાઇ ગણાત્રા, યોગેશભાઇ, વિવેકભાઇ કપૂર, ગીતાજંલિ, મીતાના સસરાજી. સ્વ.શંભુભાઇ, સ્વ. લહેરીભાઇ, સ્વ. ખીમજીભાઇ અને વિઠ્ઠલભાઇ, સ્વ. જયાબેન જવાહરલાલ મંડળ, ભારતીબેન રસીકલાલના ભાઇ. સ્વ. કાનજીભાઇ, સ્વ. આનંદજીભાઇ અને રમેશભાઇના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
વાયડા વણિક વૈષ્ણવ
અ.સૌ. ઉષા મારફતીયા તે કમલ મારફતીયાના ધર્મપત્ની (ઉં.વ.75) તે ભૈરવ, ઊર્વિના માતુશ્રી. પૂનમ અને તરલના સાસુ. સ્વ. લીલીબેન ચંપકભાઈ શાહના દીકરી. માનવના દાદી. ઈશિના નાની તા. 4-2-24 ને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-2-24 ને મંગળવારે 5થી 7. વનિતા વિશ્રામ સ્કૂલ હોલ, ભોંયતળિયે, 392, એસ.વી.પી. રોડ, સર એચ.એન. રિલાયંસ હોસ્પિટલની બાજુમાં, મુંબઈ-4. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ઔદિચ્ય સહસ્ત્ર ગોરવાલ બ્રામ્હણ
પાડીવ નિવાસી હાલ કાંદિવલી સતિષભાઈ ઓઝા (ઉં. વ. 55) તે ગં.સ્વ સીતાબેન તથા સ્વ. ગોપાલજી વર્દીશંકર ઓઝાના પુત્ર. શીતલબેનના પતિ. રોહન તથા તન્વીના પિતા. સરોજબેન, અરુણાબેન કાંતિલાલ ત્રિવેદી, અરવિંદ તથા ગીરીશના ભાઈ. ગં. સ્વ લક્ષ્મીબેન તથા સ્વ. દેવુભાઇ ભેરુશંકર વોરા ઝાડોડીના જમાઈ. તે 4/2/24 ના દેવલોક પામેલ છે. તેમની બંને પક્ષની સાદડી 7/2/24 ના 5 થી 7. લોહાણા મહાજનવાડી, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઇડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
ગામ કુકડીયા હાલ બોરીવલી શ્રી ચંદ્રકાન્ત નારાયણદાસ ત્રિવેદી (ઉં. વ. 82) તા. 2/2/24 શુક્રવારે દેવલોક પામ્યા છે. તે સ્વ. પુષ્પાબેનના પતિ. જોગેન, ચેતન, વિશાલ અને હર્ષદા જયેશ જાનીના પિતા. વૃશાલીના સસરા. જિયાંશી, પ્રતીક અને કવિશાના દાદા. સાસરા પક્ષ: ચંદ્રકાન્ત મૂળશંકર જાની જિંજવાના બનેવી. પ્રાર્થનાસભા તા. 06/02/24 ને મંગળવારે, 4.30 થી 6.30. પાવનધામ, એમ.સી.એ. ગ્રાઉન્ડની બાજુમાં, કાંદીવલી (પશ્વિમ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદિચ્ય ટોળક બ્રાહ્મણ
મુંબઈ નિવાસી હર્ષાબેન પંડ્યા (ઉં. વ. 73) તે લલિતભાઈના પત્ની. નિશા, દીપા, રશેષના માતુશ્રી. જીતેન્દ્રભાઈ, રાહુલભાઈ, પ્રિયંકાના સાસુ. ક્રીદયના દાદી. રિતિષા, ધ્રુવીકા, વિવાનના નાની. 2/2/24 ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા 7/2/24 ના 5 થી 7. વિશ્વેશ્વર ભવન, સન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, સન્યાસ આશ્રમ માર્ગ, વિલેપાર્લા (વેસ્ટ).
શ્રી નવગામ વિશાદિશાવાળ
મૂળ ગામ લાંઘણજ, હાલ કાંદિવલી ભાઇ રાકેશ મોદી (ઉં. વ. 51) તે સ્વ.વિનોદચંદ્ર મણીલાલ મોદી અને કુંજલતાબેનના મોટા દીકરા અને ચિરાગના મોટાભાઈ. શીતલના જેઠ, કવનના કાકા. બેનકામિની, કિરણના ભાઈ. જયેશકુમાર અને હરેશકુમારના સાળા. તા.30-1-24 , મંગળવાર ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 7-2-24, બુધવારના 5થી 7 સ્થળ. મહાવીર બેન્ક્વેટ હોલ, મહાવીર નગર, કાંદિવલી (વેસ્ટ).
કપોળ
સિહોરવાલા સ્વ. લીલાવતી ગમનલાલ પ્રતાપરાય મહેતાના પુત્ર દીપક મહેતાના ધર્મપત્ની અ.સૌ. ભાનુબેન મહેતા (ઉં.વ. 75) તા. 4-2-24 ને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તેઓ ભૈરવી કિશન શાહ તથા કુણાલ મહેતાના માતુશ્રી. તે ધારાના સાસુ. તે અલકાબેન, ગુણિયલ, સરોજ તથા હર્ષદાના ભાભી. તે સ્વ. જયાબેન જમનાદાસ કાણકિયાના પુત્રી. તે જ્યોતિબેન, રણજીતભાઈ તથા સ્વ. કેતનભાઈના બહેન. સર્વે લૌકિક વ્યવહાર
બંધ છે.
બાલાસિનોર દશાનીમા વણિક
સ્વ. નવનીતલાલ ગરબડદાસ દેસાઈના ધર્મપત્ની ગં.સ્વ. ઉર્મિલાબેન (ઉં.વ. 90) તે પિયર પક્ષે સ્વ. શારદાબેન સોમાલાલ ધારિયાની દીકરી. ઉમેશભાઈ, દિપેશભાઈ, કામીનીબેનના માતુશ્રી. હેતલબેન તથા કિરણકુમારના સાસુ. હર્ષના દાદી. રોનકના નાની. રવિવાર, તા. 4-2-24ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા મંગળવાર, તા. 6-2-24ના 5થી 7 નિવાસસ્થાને રાખેલ છે. એડે્રસ: દિપેશભાઈ નવનીતલાલ દેસાઈ, 205, ભૂમિ એપાર્ટમેન્ટ, ગ્રેટર બેંકની ઉપર, મહાવીરનગર, દહાણુકરવાડી, કાંદિવલી (વેસ્ટ), (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

સંબંધિત લેખો
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button