હિન્દુ મરણ
મરોલી (સિમલક) હાલ માલાડના સ્વ. રાજેન્દ્ર મગનલાલ સિમલકર (ઉં.વ. ૬૩) તા. ૨-૨-૨૪ના મોક્ષધામી બન્યા છે. તે સ્વ. મગનલાલ રવજીભાઈ સિમલકર તથા ગં.સ્વ. ભાનુમતિ મગનલાલ સિમલકરના સુપુત્ર. ગં.સ્વ. અનિતા સિમલકરના પતિ. પ્રતિક-નમ્રતાના પિતા. યોગેશ-પ્રિયાના સસરા. સ્વ. મણીલાલ રણછોડદાસ પટેલ તથા ગં.સ્વ. સુમિત્રાબેન મણીલાલ પટેલના જમાઈ. ગીતાબેન, મીનાબેન, ભારતીબેન, અરવિંદભાઈના ભાઈની પ્રાર્થનાસભા તા.૫-૨-૨૪ના રોજ રાખેલ છે. સરનામું: પોદ્દાર રોડ, સરાફ માતૃ મંદિર, ૧લા માળે, માલાડ (પૂર્વ) અને બારમાની વિધિ તા.૧૩-૨-૨૪, મંગળવારે નિવાસસ્થાને રાખેલ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. પુષ્પાબેન વિરજી કેસરીયા (ઉં. વ. ૭૮) ગામ નરેડા (વાયોર) હાલ મુલુંડ તે સ્વ. વિરજી પેરાજ કેસરીયાના ધર્મપત્ની. તે પંકજભાઇ, સ્વ. ધર્મેશભાઇ, હિતેશભાઇના માતુશ્રી. રશ્મીબેન, ગં. સ્વ. ગીતાબેન તથા માલવીબેનના સાસુમા. ગં. સ્વ. સરલાબેન વિનોદભાઇ સોમૈયા, પૂર્ણિમાબેન મહેશભાઇ રૂપારેલ તથા જીગ્નાબેન દીપકભાઇ દાવડાના માતુશ્રી. સ્વ. શંકરલાલ તથા સ્વ. ગોવિંદજી પેરાજ કેસરિયાના ભાભી. તે તા. ૩-૨-૨૪ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ નારાયણ સરોવર હાલે મુલુંડ નિવાસી સ્વ. રતનબેન અર્જુનભાઇ કતીરાનાં સુપુત્ર ડો. જયેશ કતીરા (ઉં. વ. ૫૮) તા. ૨૯-૧-૨૪ના સોમવારના રામશરણ પામેલ છે. તે સોનલબેનના પતિ. તથા આકાક્ષાનાં પિતા. ઇન્દ્રજીત, સ્વ. અશોક, કિર્તીના નાના ભાઇ. અ. સૌ. મયૂરીબેન કિર્તિભાઇના દિયર. અ. સૌ. ત્રિવેણીબેન પ્રતાપસિંહભાઇનાં મોટા જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૫-૨-૨૪ના સોમવારના સાંજે ૫થી ૭. ઠે. કચ્છી લોહાણા મહાજન વાડી, ૧લે માળે, પવાણી હોલ, આર. આર. ટી. રોડ, મુલુંડ (વે), લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. પાર્વતીબેન શંકરલાલ શકરાકમી ગામ ગુદીયારીના મોટા પુત્ર સતીશ (ઉં. વ. ૬૪) તે પ્રિતીના પતિ. ભાવિકા પ્રશાંત અને હિરલ, પ્રતીકના પપ્પા. દિપક, સ્વ. હેમંત, સુધીર, ચેતન, સ્વ. ગીતા રમેશકુમારના ભાઇ. શેનતારાબેન બુદ્ધિલાલના ભત્રીજા. ઠાકરશી મથુરાદાસ આઇયાના નાના જમાઇ. તા. ૩-૨-૨૪ના રામશરણ પામ્યા છે. પ્રાર્થના બાલાજી એ.સી. હોલ, (ગોપુરમ હોલ), જ્ઞાન સરિતાની બાજુમાં, ૪થી ૬, લૌકિક વ્યવહાર બંધ છે. તા. તા. ૫-૨-૨૪, પ્રાર્થના.
પાટણવાડા પંચાલ
પાટણ નિવાસી હાલ મુંબઈ સ્વ. સુરેશભાઈ નરભેરામ પંચાલ ના ધર્મપત્ની મધુબેન તા.૧-૨-૨૪ ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે, તે નિલેશ, મનીષ, મિતુલના માતા, આશા, ક્રિષ્ના, ચંદ્રકાંતના સાસુ. દેવર્ષિ (સની), યશ, વિધીના દાદી, દીશાના નાની, આરૂચીના દાદી સાસુ પ્રાર્થનાસભા તા. ૬/૨/૨૪ સોમવારે સાંજે ૪ થી ૬. સરનામું: ટાઇટેનિયમ ટાવર્સ, સહકાર નગર, અપના બજાર ની બાજુ માં, જે પી રોડ, અંધેરી વેસ્ટ.
શિહોર સંપ્રદાય ઔદિચ્યા બ્રાહ્મણ
સુરેશચંદ્ર ભાસ્કરરાય દવે (ઉં.વ.૭૧) ગામ ભાવનગર હાલ બોરીવલી કુંતાબેન ભાસ્કરરાય કલ્યાણરાય દવેના પુત્ર, પન્નાબેનના પતિ. હર્ષિત તથા દેવાંગીના પિતા. નિકિતા તથા મિહિર દેસાઈના સસરા. શરદચંદ્ર, ચંદ્રિકા યોગેન્દ્ર ભટ્ટ, નીલા યોગેન્દ્ર ભટ્ટના ભાઈ. મનહરબાળા ગજાનંદ પ્રાણશંકાર ભટ્ટ ભાવનગરના જમાઈ તા. ૨/૨/૨૪ ના રોજ કૈલાશવાસી થયેલ છે. સાદડી પ્રથા બંધ છે.
મોચી ક્ષત્રિય સમાજ
મૂળ ગામ થવી (હાલ મીરારોડ) નિવાસી સ્વ. ધીરજલાલ ત્રિભુવનદાસ વાઘેલા (ઉં.વ. ૮૦) તા. ૨-૨-૨૦૨૪ ને ગુરુવારના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. તે ભાનુબહેન વાઘેલાના પતિ. હર્ષદ, પૂજા, વૈશાલીના પિતા. ગિરીશ, અજય, પારુલના સસરા. સદગતની પ્રાર્થનાસભા તા. ૫-૨-૨૦૨૪ ને સોમવારે હેલ્થવેલ કેમિસ્ટની ઉપરના મિની હોલ, શાંતિનગર સેક્ટર ૭, બીએપીએસ સ્વામીનારાયણ મંદિરની સામે, મીરા રોડ ખાતે બપોર બાદ ૪થી ૬.
હાલાઇ લોહાણા
ચોટીલા વાળા હાલ મુંબઈ બોરીવલી સ્વ કાંતિલાલ રતિલાલ કોટકના સુપુત્ર ભાઇલાલ ભાઈ, (ઉં.વ. ૭૯), ઈન્દુભાઈ, સ્વ. હર્ષદભાઈ, ભુપતભાઇ, કંચનબેન રસિકભાઈ ગોડવાળા, નીમબેન ગુણવંતરાય ગોરખ, કનકબેન ગીરીશકુમાર ઠઠા, મીનાબેન ચંદ્રકાન્ત રૂપારેલિયા , હંસાબેન વિનોદભાઈ દેવાણીના ભાઈ , વિરેશ કોટક અને ધર્મેન કોટકના પિતાશ્રી. નેહા, રાહીલ, અદિતિ તથા ખુશના દાદાજી. જેતપુરવાળા વસંતલાલ મોહનલાલ મશરૂના જમાઈ, તારીખ ૪ /૨/૨૪ ના શ્રીજીચરણ પામેલ છે, પ્રાર્થનાસભા તારીખ ૫/૦૨/૨૪ ના લોહાણા મહાજન વાડી , એસ.વી.રોડ, બીજા મળે, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ).
બાલાસિનોર દશા નીમા વણીક
સ્વ. લીલાબેન શાંતિલાલ પરીખના પુત્રી (જૂનાગઢવાળા), સુધા (સ્ટેલા) પ્રદીપકુમાર દોશી (ઉં.વ.૬૭) તા. ૩-૨-૨૪ શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. તારાબેન કાંતિલાલ દોશીની પુત્રવધુ, તે રીના, નિકિતા અને ભૈરવીના માતાશ્રી અને રૂપેશકુમાર ચેતનકુમાર ચિરાગકુમારના સાસુ, તે શ્રેયા, પ્રથમ અને નૈતિક, ધ્વનિના નાની, તે કાશ્મીરા, રાજેન્દ્ર, જગદીશ, પંકજ અને કમલેશના બહેનની પ્રાર્થનાસભા તા. ૫-૨-૨૪ સોમવાર ના રોજ, સમય ૫ થી ૭, સ્થળ- વનિતા વિશ્રામ હોલ, ૩૯૨, એસ.વી. રોડ, પ્રાર્થના સમાજ, મુંબઈ-૪ના રાખેલ છે. લોકિક પ્રથા બંધ છે.