મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
નાગેશ્રીવાળા હાલ નાલાસોપારા સ્વ. હિંમતભાઇ ગંગાદાસ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. જસવંતીબેન (ઉં. વ. ૮૬) તે મહેન્દ્ર, દિલીપ, ભરત, હિના જયંતકુમાર મહેતા તથા કલ્પના સંદીપકુમાર મહેતાના માતુશ્રી. રશ્મિ, કિશોરી તથા દીપ્તિના સાસુ. ટીંબીવાળા ગોકળદાસ વિરજી સંઘવીના દીકરી. દિશા પંક્તિ દોશી, માનસી, ખુશ્બુ, નિધિ, રિદ્ધિ, વિનીત, યશ તથા પ્રતીકના દાદી તા. ૩-૨-૨૪ના શનિવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૫-૨-૨૪ના સોમવાર, સાંજે ૫થી ૭. ઠે. લોહાણા મહાજન વાડી, પહેલે માળે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
પાવરાઈ ભાટીયા
જનક નારાણદાસ પાલેજા, (ઉં. વ.૭૮) તે સ્વ. નારાણદાસ તથા સ્વ. ભક્તિબેન પાલેજાના પુત્ર. તે સુધાબેનના પતિ. તે સ્વ. હંસરાજ તથા સ્વ. જમકુંવરબેન ભાટીયા આકોલાવાળાના જમાઈ, મિહિર તથા અ.સૌ. જસ્મીનના પિતા. જવાહરભાઈ, સ્વ. જીતેન્દ્ર, સ્વ. દેવેન્દ્ર, સ્વ. જયંતભાઈ, ગં.સ્વ. વીજુબેન. અ.સૌ.મીરાબેન, સ્વ. રૂપાબેનના ભાઈ. અ.સૌ. મોનિકા (પ્રદિપભાઈ આશરના પુત્રી) શ્રી મનીષ અનિલભાઈ પુરેચાના સસરા. તા. ૨-૨-૨૪ને શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા રવિવાર તા. ૪-૨-૨૪, ૬-એ, વૈષ્ણવ હોલ, પારેખનગર, શતાબ્ધિ હોસ્પીટલની સામે, સાંજે ૫ થી ૬.૩૦ વાગ્યે રાખેલ છે. લૌેકિક વ્યવહાર બંધ છે.
મોઢ વણિક
વાંકાનેર નિવાસી હાલ મલાડ સ્વ. સુશીલાબેન મનહરલાલ પારેખના પુત્ર બકુલભાઈ પારેખ (ઉં. વ. ૬૭) તે ૨/૨/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. નીતાબેનના પતિ. ગોપાલના પિતા. જીતેન્દ્રભાઈના મોટાભાઈ. સ્વ. શારદાબેન નવનીતભાઈ મહેતાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૫/૨/૨૪ ના રોજ ૪ થી ૫ કલાકે ૨૦૯, શ્રીનાથ સોસાયટી, લક્ષ્મીનારાયણ મંદિરની સામે, કાઠિયાવાડી ચોક, મલાડ ઈસ્ટ.
વિશા સોરઠીયા વણિક
સ્વ. દુર્લભદાસ ઠાકરશી શાહ (કણઝાવાળા)ની સુપુત્રી અ. સૌ. સરોજબેન (ઉં. વ. ૭૬) તા. ૧-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે જશુભાઇ રામજી દામોદર (માધવપુર પાચોરાવાલા) હાલ મલાડ નિવાસીના ધર્મપત્ની. ચિ. હિતેન, નિયતીના માતુશ્રી. નીષા અને ચિ. પરાગના સાસુ. ચિ. વિવાનના દાદી. ચિ. પ્રિષા અને ચિ. પ્રિયલના નાની. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ કુકસવાડા હાલ સાયન નિવાસી ગં. સ્વ. લતા (દયા)બેન (ઉં. વ. ૭૯) તે સ્વ. રતિલાલ ગોકળદાસ તન્નાના પત્ની. સ્વ. ગોવિંદજી વલ્લભજી સિરોદરિયા (જૂના કુર્લા)ના દીકરી. જાગૃતિ મહેશકુમાર રાયચડા, કેતકી જયેશકુમાર મોરઝરિયા, તેજસ શીતલ અજીતકુમાર સાટમના માતા. આરતીના સાસુ. દૃષ્ટિ, ક્રિશના દાદી તા. ૨-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
લલિતા સોલંકે અને દેવરાવ નારાયણ સોલંકે ગામ-ખામગાવ હાલે પનવેલના પુત્ર ડો. સાગર સોલંકે (ઉં. વ. ૩૫) તે ડો. નિરાલી ચંદન (સોલંકે)ના પતિ. ડો. સચિનના મોટાભાઇ અને ડો. સીમાના નાનાભાઇ. ભારતી ચંદન અને કીર્તિ ચત્રભુજ ચંદન ગામ રવાપર વાળાના જમાઇ. મોનીષ (મોન્ટુ) અને નીરવના બનેવી. તા. ૩૦-૧-૨૪ના મંગળવારે શ્રીજી ધામ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૪-૨-૨૪ના રવિવારે સાંજે ૫થી ૭. ઠે. કચ્છી લોહાણા મહાજનવાડી, પવાણી હોલ, ૧લે માળે, આર. આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ) લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button