હિન્દુ મરણ
નવાગામ વિસાનાગર વણિક
મૂળ ગામ ચરાડા, હાલ કાંદિવલી નવનીતલાલ તુલસીદાસ શાહ (ઉં.વ. ૮૫) તા. ૧-૨-૨૪, ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. તે સુભદ્રાબેનના પતિ. ચેતન, શરદ, આશિષના િ૫તા. કેતકી, મનીષા, સેજલના સસરા. હર્ષિલ, નિધિ, ધ્વનિલ, ઉમા, રોનક, સલોની, પાર્થ, હેતા, હિમાના દાદા. સ્વ. નટવરલાલ, મહેન્દ્રભાઈ, સુભદ્રાબેન, સીતાબેનના ભાઈ. પ્રાર્થનાસભા તા. ૩-૨-૨૪, શનિવારે સાંજે ૫થી ૭, લોહાણા મહાજન વાડી, બીજા માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લૌહાણા મહાજન
અ.સૌ. કેતકી (ઉં.વ. ૬૩), તે રસિકભાઈ ધરમશી અમલાણીના ધર્મપત્ની તે ચૂરવાળા હાલ કાંદિવલી. તે ધરમશી લક્ષ્મીદાસ અમલાણીના પુત્રવધૂ. તે ક્ધિનરી, હર્ષલ, મિહીરના માતુશ્રી. તે દિનેશકુમાર, આરતી, દિપ્તીના સાસુ. તે પુષ્પાબેન બચુભાઈ ઠક્કરના પુત્રી. તે શોભનાબેન (લાલી) લલિતકુમાર ગણાત્રા, કનકબેન કિશોરકુમાર, ચેતનાબેન પ્રવિણકુમાર, રશ્મીબેન દિપકકુમાર, કુ. અલ્કાબેન ધરમશીભાઈ, સ્વ. દિતીન ધરમશીભાઈના ભાભી ગુરુવાર, તા. ૧-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩-૨-૨૪ના સાંજે ૪થી ૬. એડ્રેસ: ક્લબ હાઉસ, પાર્ક વુડસ, ડીમાર્ટની પાછળ, ઘોડબંદર રોડ, થાણા વેસ્ટ.
ઘોઘારી લોહાણા
થાણાવાળા, હાલ વલસાડ અ.સૌ. નીશાબેન (ઉં.વ.૭૧) બુધવાર, તા. ૩૧-૧-૨૪નાં શ્રીજીચરણ પામ્યા છે. તે ક્રિષ્ણકુમાર (કનુભાઈ) મગનલાલ આયાના ધર્મપત્ની. તે સ્વ. શીલાજીત-બિનલ-અંજલીના માતુશ્રી. તે સ્વ. ભરતભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ તથા ઉષાબેન, સંધ્યાબેનના ભાભી. તે સ્વ. મુક્તાબેન વનમાળીદાસ તન્નાના દીકરી. તે મનીષ ઠક્કર-જીમી લેનવાળાના સાસુ. નમન તથા પ્રજ્વલના નાની. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વહેવાર બંધ રાખેલ છે. ઠે: ૩૦૧-એ, પ્રેમકૃપા એપાર્ટમેન્ટ, આર.એન. ડેસ્ટીની, સુલભ સોસાયટી, તીથલ રોડ, વલસાડ.
દશા લાડ વણિક
વલસાડ નિવાસી હાલ કાંદિવલીના ડો. ભુપેન્દ્ર ઈશ્વરલાલ દલાલ (ઉં. વ. ૮૫) તે ૨/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સુચેતાબેન ના પતિ. નીરવ, અલ્પા તથા પ્રિતી ના પિતા. અંજની, ધીરેન કણીયા, અમર ફડીયા ના સસરા, સલોની આશના ના નાના, ઈશાની તથા આર્યા ના દાદા. બેસણું તથા લૌકિક વ્યવહાર રાખવામાં આવેલ નથી.
શ્રીમાળી બ્રાહ્મણ
મુકુલભાઈ (ઉં. વ. ૭૪) તે બરકાલ શિનોર નિવાસી હાલ કાંદિવલી ૨૯/૧/૨૪ ના રોજ કૈલાશવાસી થયેલ છે. તે હેમા ના પતિ. ઇલાબેન નરહરિભાઈ ત્રિવેદીના પુત્ર. જતીન, માધવી અરવિંદ ઓઝા, પ્રિતી દિપક ત્રિવેદી મયુરી રમેશ કણોદરાના ભાઈ. સરોજબેન ગીરીશભાઈ ઓઝાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૩/૨/૨૪ ના ૪ થી,૬ કલાકે કનકશ્રી હોલ, અશોકનગર રોડ, કાંદિવલી ઈસ્ટ.
હાલાઇ લોહાણા
મુંબઈ નિવાસી મૃદુલા પ્રતાપ કાપડિયા (ઉં. વ. ૮૯) તે પ્રતાપ જીવણદાસ કાપડિયાના પત્ની. કિરણ, વિનોદ, જયશ્રી તથા સ્વ. નીતા ના માતુશ્રી. બિંદુ, બીના તથા હર્ષદ પ્રભુદાસ માધવાણીના સાસુ. અંકિતા ગૌરવ ઠકુર, અદિતિ તરૂણ સિંઘાણીયા, અનુજા ઈશાન શાહ, યશેષના દાદી. બિનિતા સૌરભ ગુપ્તાના નાની. ૩૧/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
અનાવિલ
પલ્લવી શશાંક દેસાઈ (ઉં. વ. ૬૭) તા. ૧ ફેબ્રુઆરી ૨૪ના અવસાન પામે છે. શશાંક ઠાકોરભાઈ દેસાઈ ના પત્ની. મિતુલ દેસાઈના માતૃશ્રી. હાલ મુંબઈ અંધેરી પશ્ર્ચિમ.
હાલાઈ લોહાણા
મૂળ ગામ બાલંભા હાલ કલ્યાણ સ્વ. જયશ્રીબેન જાધવજી ગંધા (ઠક્કર)ના પુત્ર વિપુલભાઈ (ઉં.વ. ૭૦) તે અલ્કાબેનના પતિ. તે સાગર અને યશના પિતાશ્રી. તે સ્નેહાબેન અમરકુમાર સચદે, મુકેશભાઈ તથા કમલેશભાઈના ભાઈ. તે બાવળાવાળા નંદલાલ ડાહ્યાલાલ મસરાણીના જમાઈ તા. ૧-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રીમાળી બ્રાહ્મણ
ભંડારીયા વાળા હાલ મુંબઈ (મુલુંડ) સ્વ. નીર્મળબેન બાલકૃષ્ણ ત્રિવેદીનાં પુત્ર મહેન્દ્ર (મનુભાઈ) (ઉં.વ. ૮૦) તા. ૩૧-૧-૨૪ના દેવલોક પામ્યા છે. તે દેવયાનીબેનના પતિ. સ્વ. શાન્તાબેન નટવરલાલ ઓઝાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
બાલાસિનોર દશાનીમા વણિક
સ્વ. તારાબેન નટવરલાલ દેસાઈ (દેડકી)ના પુત્ર હસમુખલાલના ધર્મપત્ની અ.સૌ. અંજુબેન (ઉં.વ. ૭૯) તે નિમિષભાઈ, આશિષભાઈના માતુશ્રી. પિયરપક્ષે ધરીવાળા સ્વ. તારાબેન કીર્તનલાલ મહેતાની દીકરી ગુરુવાર, તા. ૧-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૩-૨-૨૪ના સાંજે ૫થી ૭, એડ્રેસ: હસમુખભાઈ દેસાઈ-૨૮/સી-૩, પન્હાલગઢ સોસાયટી, મ્હાડા, નીલકંઠ નગર, ગણેશનગરની સામે, કાંદિવલી (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મોટા ચોવીસા બ્રાહ્મણ
માંગરોળના વતની હાલ માટુંગા, દક્ષા ભૂષણ વ્યાસ (ઉં.વ. ૬૫) શુક્રવાર, તા. ૨-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે ભૂષણભાઈ રમેશભાઈ વ્યાસના પત્ની. કિંજલ, સ્નેહાના મમ્મી. પ્રતિક, રાહુલના સાસુ. મોહનભાઈ, અનિલભાઈ, સંગીતાબેન, સુનીતાબેનના ભાભી. સ્વ. શાંતાબેન રમેશચંદ્ર પંડ્યાના દીકરી. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૩-૨-૨૪ના સાંજના ૫થી ૭. સ્થળ: અમુલખ અમીચંદ ભીમજી સ્કુલ, સમતાબાઈ હોલ, ૭૬ એ, રફી અહમદ કિડવાઈ રોડ, માટુંગા, મુંબઈ-૧૯. લૌકિક વ્યવહાર
બંધ છે.