મરણ નોંધ

હિન્દુ મરણ

લોહાણા

મૂળ ગામ કલાણા હાલ ડોંબીવલી સ્વ. રામજીભાઈ ગોકળદાસ રાજાના પત્ની ગં.સ્વ. લીલાવતીબેન (ઉં.વ.૯૦) તે સ્વ. કેશવજી ઓધવજી ઠકરારની દિકરી તા.૨૯-૧-૨૪.ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. ઓધવજીભાઈ, સ્વ. મગનભાઈ, ડાયાભાઈ, ગં.સ્વ. ગંગાબેન, રમાબેન, ગં.સ્વ. સવિતાબેનના ભાભી. મોહનભાઈ, ભરતભાઈ, હસમુખભાઈ, દિનેશભાઈ, ધમિષ્ઠા દિનેશ બચ્છા, રેખા રાજેશ ઠકકર, ભારતી મનીષ ઠકકરના માતુશ્રી. ગીતા, જયોતિ, પ્રવિણા, સોનલના સાસુ. ચેતન, ભાવેશ, મયુર, જાગૃતિ, શ્રધ્ધા, પ્રાજકતા, ગાયત્રી, સાચી, સિધ્ધી તથા સખીના દાદી. પ્રાર્થનાસભા ગુરુવાર તા.૧-૨-૨૪ના ૪ થી ૬ (બંને પક્ષની) ભાનુશાલીવાડી, નાંદીવલી રોડ, ડોંબીવલી પૂર્વ.
કચ્છી ભાટીયા
ગં.સ્વ. ઉષા હંસરાજ આશર (બેરાઈ) (ઉં.વ.૯૪) તે સ્વ. હંસરાજ ગોકુલદાસ આશરાના પત્ની. તે રાજુ, ભરત તથા ભાવનાના માતુશ્રી. અ.સૌ. નયના, રીટાના સાસુ. દર્શન- નેહા, શ્રેયા- અમિત, શ્ર્વેતા- પૂજાના દાદી/ નાની. સ્વ. મથુરાદાસ નારાયણદાસ પલીચાના પુત્રી તા. ૩૦-૧-૨૪ના દિવસે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પરજીયા સોની
મૂળ ગામ દોલતીવાળા હાલ દહિસર, સ્વ. સોની લાભુબેન પ્રેમજીભાઈ વાયા (ઉં.વ.૭૯) રવિવાર, તા.૨૮-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. સોની પ્રેમજીભાઈ રણછોડભાઈ વાયાના ધર્મપત્ની. તે સ્વ. શીતલબેન (ધનીબેન), સ્વ. રાજુભાઈ, ચેતનાબેન, યોગેશભાઈના માતુશ્રી. તે અ.સૌ. સોની સંજનાબેન યોગેશભાઈ વાયાના સાસુ. તે નકુલ, હાર્દિકના દાદી. તે પ્રેમજીભાઈ વિઠ્ઠલભાઈ ધાણક (ધોકડવાવા)ના દીકરી. તેમની પ્રાર્થનાસભા સ્થળ: તા.૧-૨-૨૪ ગુરુવારે ૫. થી ૬. સોની વાડી, શિમપોલી ક્રોસ રોડ, બોરીવલી (વેસ્ટ).
શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ
ઘાટવડ નિવાસી, હાલ મલાડ રમણીકલાલ જટાશંકર ત્રિવેદી ૩૦-૧-૨૪ (ઉં. વ. ૮૨) કૈલાસવાસી થયેલ છે. તે સ્વ. પ્રવિણાબેનના પતિ. સ્વ. અનંતરાય, સ્વ. સવિતાબેન, ગં. સ્વ. નિર્મળાબેનના ભાઈ. ગિરીશ ભાવના વંદના દક્ષા, સ્વ. પારુલના પિતા. કિર્તી, રક્ષા, સંજયના કાકા. જીજ્ઞા, દિવ્યા પૂજાના સસરા. પ્રતિક, યાશીકા, જાહ્નવી, દેવલના દાદાની પ્રાર્થનાસભા ગુરુવાર, ૧-૨-૨૪ના ૪ થી ૬. ઠે. ૧૦, સબીર વીલા, મંછુભાઈ રોડ, મલાડ (ઈ).
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
જૂનાગઢ નિવાસી, હાલ માટુંગા સ્વ. જયંતીલાલ ભાઈલાલ મોદીના ધર્મપત્ની ગં. સ્વ. પદમાવતીબેન (ઉં. વ. ૮૭) તેઓ ૩૦-૧-૨૪, મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તેઓ સંજય, ચંદ્રેશ, દેવેશ, રાજુલ, સ્વ. જાગૃતિ અને ભાવનાના માતુશ્રી. રૂપલ, પ્રીતી, દીપ્તી, હિરેન્દ્રકુમાર શાહ તથા જયંતકુમાર ભગતના સાસુ. જશ, હર્ષ તથા કશ્વીના દાદી. દિશાના દાદીસાસુ. બીનીતા, અનુપ, નીકુંજ તથા તેજલના નાની. પિયર પક્ષે સ્વ. હીરાકુંવર દ્વારકાદાસ શાહ (અડોદરા) પોરબંદર નિવાસીના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સઈ સુથાર
ગામ પળિયાદ નિવાસી હાલ દાદર અનિલ સોલંકી (કુડેચા) (ઉં.વ. ૫૭) તા. ૩૦-૧-૨૪ને મંગળવાર શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. લાલજીભાઈ ભગવાનભાઈ સોલંકી અને સ્વ. દેવકુંવરબેન સોલંકીના પુત્ર. વિનોદભાઈ લાલજીભાઈ, ગીતાબેન ઉમેશકુમાર ગાળિયાના ભાઈ. સંગીતા વિનોદના જેઠ. પ્રાર્થના સભા ગુરૂવાર, તા. ૧/૨/૨૪ના ૪:૦૦ થી ૬: ૦૦. ગિરધારીલાલ મુન્શીલાલ જૈન સભાગૃહ, ન્યુ શાંતિ સાગર, પહેલે માળે, ચામુંડા સર્કલ પાસે, એસવીપી રોડ, બોરીવલી વેસ્ટ.
મેઘવાળ
ગામ ખાખરીયા હાલ મઝગાવના સ્વ. કેસરબેન અને સ્વ. મુળજીભાઈ શામજીભાઈ રાઠોડના પુત્રવધૂ હિરાલાલ રાઠોડના ધર્મપત્ની સ્વ. કોકિલાબેન રાઠોડ (ઉં.વ. ૭૫) તા. ૨૭/૧/૨૪ શનિવારના રામચરણ પામ્યા છે. તે સ્વ. કાળીબેન અને સ્વ. જીવાભાઈ લાખાભાઈ મકવાણા (ધરવાળા)ના દિકરી. પ્રવિણાબેન, મીનાબેન, હેમલતાબેન, નિર્મલાબેન, સૌરભના માતૃશ્રી. લલીતભાઈ લુણાવરા, જીતેન્દ્રભાઈ, સ્વ. દિનેશભાઈ બોરીચા, અશોકભાઈ ડાભી અને દિવ્યાબેનના સાસુ. તેમની બારમાની વિધિ તા. ૨-૨-૨૪ શુક્રવારના ૫.૦૦ વાગ્યે નાગસેન સદન, ગ્રાઉન્ડ ફ્લોર, સેલ્સ ટેક્ષ ઓફિસની પાછળ, મઝગાવ, મુંબઈ.
લેઉવા પટેલ
શિહોર નિવાસી હાલ કાંદિવલીના સ્વ. પ્રદીપભાઈ રસિકલાલ પટેલના ધર્મપત્ની ગં.સ્વ. દેવીબેન પટેલ (ઉં.વ. ૭૫) તે ૨૯/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. ચક્ષુ દર્શિત પટેલ, રેશ્મા દેવાંગ ધ્રુવ, કેતન તથા ચિરાગના માતુશ્રી. માનસીના સાસુ. હેતના દાદી. પિયરપક્ષે અમદાવાદવાળા સ્વ. સરસ્વતીબેન જશવંતલાલ પટેલના દીકરી. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ૧/૨/૨૪ના ૪ થી ૬. ઠઠ્ઠાઈ ભાટિયા સેવા હોલ નં. ૪, શંકરગલ્લી કોર્નર, નમહ હોસ્પિટલની સામે, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મોતાળા બ્રાહ્મણ
બોરીવલી નિવાસી સ્વ. પ્રફુલ્લા કિરીટ વ્યાસ (ઉં.વ. ૮૫) તે ૨૯/૧/૨૪ના શ્રીશરણ પામેલ છે. તે નિપુર્ણ, સ્વ. મયુર, દેવદત્તના માતુશ્રી. જસ્વીકા, નમિતા તથા મનીષાના સાસુ. રુચિકા હાર્દિક, ધ્રુવ અંજુ, સોનાલિના દાદી. સ્વ. જયસુખરાય મહીપતરાયના દીકરી. સ્વ. પૂર્ણિમાબેન, સ્વ. તરૂણીબેન, સ્વ. દિનકરભાઇ ભટ્ટના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
અમરેલીવાળા હાલ ગોરેગાવ સ્વ. મોતીલાલ નરોત્તમદાસ મહેતાના પુત્ર હિંમતલાલ મહેતા (ઉં.વ. ૯૦) તે સ્વ. લલિતાબેનના પતિ. સ્વ. પંકજ, મનોજ, હર્નિશ તથા નીતા ભરત ગોરડિયાના પિતા. સ્વ. નંદલાલ, સ્વ. નવનીતભાઈ, ભુપતભાઇ, સ્વ. શારદાબેન શાંતિલાલ મોદી તથા મંજુલાબેન સુરેશભાઈ મહેતાના ભાઈ. રાજુલાવાળા સ્વ. તાપીદાસ રણછોડદાસ સંઘવીના જમાઈ ૨૯/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૩/૨/૨૪ના ૪ થી ૬. પ્રજ્ઞા બોધીની હાઈસ્કૂલ, જી. આર શુક્લા ઓડીટોરિયમ, ૧૨ જય પ્રકાશ નગર પોસ્ટ ઓફિસની બાજુમાં, ગોરેગાવ ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મોડાસા એકડા વિશા ખડાયતા
ગામ મેઘરજ નિવાસી હાલ કાંદિવલી હસમુખલાલ દ્વારકાદાસ શાહ (ઉં.વ. ૮૨) તે ૩૦/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે કોકિલાના પતિ. અલ્પા, અર્ચના, રિંકુ, બીના તથા મેહુલના પિતા. ચેતન, જયેશ, અનંત, નિમેષ, હિરલના સસરા. સ્વ. ચીમનલાલ, સ્વ. પ્રવિણચંદ્ર, કિરીટભાઈ, સ્વ. પ્રેમિલાબેન, સ્વ. મંજુલાબેન તથા નયનાબેનના ભાઈ. કાવ્યા તથા ક્રિશાના દાદા. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧/૨/૨૪ના ૫ થી ૭. લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકર મન્દિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
ઘોઘારી દશા દિશાવાળ વણિક
કોળિયાક નિવાસી હાલ બોરીવલી દુષ્યંતભાઈ શાહ (ઉં.વ. ૫૮), તે સ્વ. મધુબેન અને રમણીકલાલના સુપુત્ર. હંસાબેનના પતિ. શ્ર્વેતા અને યશના પિતાશ્રી. સ્વ. કેશુભાઈ માનસિંહ સોલંકીના જમાઈ. પ્રકાશ, મહેશ, સમીર, વિવેક અને વિશાલના ભાઈ તા. ૨૯ જાન્યુઆરી, ૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. સાદડીની પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ મેંદરડા હાલ મલાડ નિવાસી ભરતભાઈ જમનાદાસ અઢિયા (ઉં.વ. ૬૯), તા. ૨૯-૧-૨૪ સોમવારના શ્રીચરણ પામ્યા છે. તે ભાનુબેનના પતિ. સ્વ. જમનાદાસ, ગં.સ્વ. નર્મદાબેનના પુત્ર. સ્વ. અનસુયાબેન કરસનદાસ ભીમજીયાણીના જમાઈ. દીપા ઠક્કર, દિવ્યા રામાક્રિષ્ણન, દર્શન ઉર્વી, શિખા જીગર, ડિમ્પલના પિતાશ્રી. ભુપેન્દ્રભાઈ, અજયભાઈ, હિના હરેશકુમાર, હર્ષાબેન પ્રમોદકુમારના મોટાભાઈ. પ્રાર્થના સભા તા. ૧-૨-૨૪ને ગુરૂવારના રોજ કાંદિવલી -વેસ્ટ, હાલાઈ લોહાણા મહાજન વાડી, પહેલે માળે, ૫ થી ૭.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…