હિન્દુ મરણ
કોળી પટેલ
ગામ અમલસાડ (હાલ મીરારોડ) નિવાસી શાંતાબેન તથા ડાહ્યાભાઈ પટેલના પુત્ર દીપકભાઈ (ઉંમર વર્ષ ૬૨) ગુરુવાર, તા. ૨૫-૧-૨૦૨૪ના દેવલોક પામ્યા છે. તે પુનિતાના પતિ. તે ભાવિષા તથા અનિકેતના પિતા. તે મુકેશ તથા અનિલના ભાઈ. તે વિનયના સસરા. તે વેગામ નિવાસી (હાલ ચિરાબાઝાર) ભીખુભાઇ નીચ્છાભાઈ પટેલના જમાઈનું બેસણું બુધવાર, ૩૧-૧-૨૪ના રોજ ૩ થી ૫ કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે. ફ્લેટ નં ૯૦૬, બિલ્ડિંગ નંબર ૧, વાસુદેવ સ્કાય હાઈ, બેવરલી પાર્ક, કનાકિયા રોડ, નિયર વોટર ટેન્ક, મીરારોડ ઇસ્ટ. બારમાની પૂચ્છપાણીની ક્રિયા સોમવાર, તા. ૫-૨-૨૪ના રોજ ૪ કલાકે નિવાસ સ્થાને રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. ગંગાબાઇ ગોપાલજી વિશ્રામ ગણાત્રા ગામ તેરા હાલે મુલુંડના સૌથી નાના પુત્ર રમેશભાઇ (ઉં. વ.૭૧) તા. ૨૭-૧-૨૪ના શનિવારના રામશરણ પામેલ છે. તે સ્વ. કમળાબેન માવજી સચદે ગામ મસ્કાવાલાના જમાઇ. તે સ્વ. સુરેશભાઇ, સ્વ. વિજયભાઇ, સ્વ. શરદભાઇ, અ. સૌ. દેવમણી જયંતીલાલ કારીયા, કીર્તિભાઇના નાનાભાઇ. તે માલતીબેનના પતિ. જય, દીપીકા વિવેક ચંદનના પિતાશ્રી. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૯-૧-૨૪ના સાંજે ૫થી ૭. ઠે. કચ્છી લોહાણા મહાજનવાડી, આર. આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. જમનાદાસ ભગવાનદાસ કોઠારીના પુત્ર રમેશભાઇ (ઉં. વ. ૮૬) તે સ્વ. નીતાબેનના પતિ. સ્વ. પ્રાણજીવનદાસ દ્વારકાદાસ મહેતાના જમાઇ. તે આરતીબહેન યજ્ઞેશભાઇ સંઘરાજકા તથા સમીરભાઇના પિતાશ્રી. રાખીના સસરા. મિસરીના દાદા. તે પ્રવીણભાઇ, સ્વ. હંસાબેન ડેલીવાળા, સ્વ. મધુબહેન વાસા, રંજનબેન પારેખ, જયોતિબેન મોદી, શૈલાબેન શાહના ભાઇ. તા. ૨૮-૧-૨૪ના રવિવારના શ્રીજીચરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લોહાણા
મૂળગામ પાનસડા, હાલ કલ્યાણ ઠા. મગનલાલ કાનજીભાઇ ચોલેરા (ઉં. વ. ૮૪) રવિવાર તા. ૨૮-૧-૨૪ના અવસાન થયેલ છે. તે લીલાવંતીબેનના પતિ. તે મનોજભાઇ, રેખાબેન, હર્ષાબેન તથા ભાવનાબેનના પિતાશ્રી. તે સ્વ. પંકજકુમાર રૂપારેલીયા, અશોકકુમાર કટારીયા, ભદ્રેશકુમાર ઓસાણી તથા નીતાબેનના સસરા. તે ઠા. સ્વ. ગોપાલજીભાઇ હંસરાજભાઇ તન્ના ચરખાવાળાના જમાઇ. તે સિદ્ધેશ, યસ્વીના દાદા. તે નિધી, કાજલ, ઉર્વશી, ખુશ્બુ તથા અનુષ્કાના નાના. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૯-૧-૨૪ના સાંજે ૪થી ૬. ઠે. જલારામ હોલ, લોહાણા મહાજનવાડી, સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ, કલ્યાણ (પશ્ર્ચિમ).
કચ્છી વાયડા વણિક જ્ઞાતિ
થાણે નિવાસી ગં. સ્વ. ગીતાબેન સુભાષભાઇ શાહ (ઉં. વ. ૭૨) તે સ્વ. સુભાષભાઇ જેઠાલાલ શાહના પત્ની. સ્વ. નાનાલાલ શામજી શાહ અને નિર્મળાબેન શાહના પુત્રી. નિલેશ, પૂર્વી અને ભક્તિના મમ્મી. હેતલ, વિપુલભાઇ, પુરવભાઇના સાસુ. સ્વ. હસમુખભાઇ, નવનીતભાઇ, મહેન્દ્રભાઇ અને વિજયભાઇના બહેન. પિનાક અને દિયાના દાદી. હીમાદ્રી, હર્ષ, જીયા અને પ્રથમના નાની. જયોતિબેન, સ્વ. પુષ્પાબહેનના ભાભી. તા. ૨૭-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૯-૧-૨૪ના સાંજે ૪-૩૦થી ૬. ઠે. ૬ઠ્ઠો માળ, વિકાસ સેન્ટર, આર્ય નિવાસ ટ્રસ્ટ, એન. એસ. રોડ, મુલુંડ સ્ટેશન પાસે, મુલુંડ (પશ્ર્ચિમ).ચક્ષુદાન તથા ત્વચા દાન કરેલ છે.
ઘોઘારી લોહાણા
દહાણુ નિવાસી સ્વ. રમાબેન મનુભાઇ અઢિયાના સુપુત્ર હસમુખભાઇ અઢિયા (ઉં.વ. ૭૯) તે સ્વ. સરોજબેનના પતિ. વિનય, હેમંત તથા હિરેનનાં પિતાશ્રી. તે બીના, શોભના તથા લીઝાનાં સસરા. જેનિશ, એલિશા, પ્રિયમ, ટીશા, નિશીદ તથા પરીનનાં દાદા. તે સ્વ. અરવિંદભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઇ, રાજેન્દ્રભાઇ, અશોકભાઇ તથા સ્વ. ઉમેશભાઇના ભાઇ. તે સ્વ. હીરાબેન પોપટલાલ વજાણીનાં જમાઇ. તા.૨૬-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. વેલબાઇ અને સ્વ. વિઠ્ઠલદાસ ઓધવજી જોબનપુત્રા (ગામ તુણા-કચ્છ) ના સુપુત્ર રણજીત (ઉં. વ. ૬૫) હાલ મુંબઇ સિક્કાનગર તા. ૨૬-૧-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. નીલમબેન તથા અ. સૌ. કુસુમનાભાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ જામ ખંભાળીયા, હાલ થાણાના નિવાસી તે સ્વ.કસ્તુરબેન કલ્યાણજી મોટાણીના પુત્ર. વિજયસિંહ કલ્યાણજી મોટાણી (ઉં. વ. ૮૪), તે સ્વ. લલીતાબેનના પતિ. તે દેવેન્દ્ર, હર્ષદા હરેશકુમાર રત્નાગ્રહી, હેમા રુદ્રેશકુમાર ભગતના પિતા. તે એકતાના સસરા. તે સ્વ.શાંતીકુમાર, ભગવાનદાસ, નિર્મળાબેન સુંદરદાસ નથવાણી, પુષ્પાબેન મોહનલાલ બાળદિયા, ગુલાબબેન રામદાસ ઠક્કરના ભાઈ. તે રૂઘનાથ ત્રિકમદાસ દાવડાના જમાઈ. તે હાર્દિકના દાદા. તે નમ્રતા, તિવાનના નાના. તે ત્રિભોવનદાસભાઈ, વલ્લભભાઈ, ચંદ્રકાંતભાઈ, જયંતિભાઇના બનેવી તે તા.૨૫.૦૧.૨૦૨૪ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ ભાટીયા
ગં. સ્વ. મૃદુલા અરૂણકુમાર નેગાંધી (ખટ્ટાલાલજી) (ઉં. વ. ૭૦) તે સ્વ. માણેકબેન જીવણદાસ નેગાંધીના પુત્રવધૂ. હેમાંગ અને કોમલ પ્રતીજ કપાનીના માતા. સ્વ.ચારૂબેન ચત્રભુજ સૂરૈયાના સુપુત્રી. સ્વ. નીતીન ચત્રભુજ સૂરૈયાના બેન, યોહાનના નાની તા. ૨૮-૧-૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લોકિક વ્યવહાર બંધ છે.
કપોળ
રાજુલા નિવાસી સ્વ. ચંદ્રકાંત ભવાનીદાસ દોશીના ધર્મપત્ની જયશ્રીબેન (ઉમર:૭૫) તે સાવરકુંડલાવાળા વૃજલાલ ભગવાનજી ભુવાના પુત્રી, પ્રીતિબેન જયેશકુમાર મહેતા તથા દિપાલી કેતનકુમાર બુસા, કૌશિક જયેશના માતુશ્રી, ઈલા તથા ઉષાના સાસુ, ધ્રુમિ, જીતી, તિથિ, શ્રેય, દર્પણ, નંદિની, નિધિ, સાર્થકના બા. તા. ૨૬/૧/૨૪ના રોજ રાજુલા મુકામે શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૯/૧/૨૪ના રોજ ૪ થી ૬ કલાકે રાજુલા મુકામે રાખેલ છે
લુહાર સુથાર
કાંતિભાઈ ત્રિકમજીભાઈ પરમાર (ઉં.વ.૫૮) તે ગામ રાજુલા હાલ મુંબઈ તા.૨૬/૧/૨૪ ના રોજ શ્રી રામ શરણ પામેલ છે. તે સ્વ ગંગાબેન ત્રિકમજીભાઈ પરમાર ના પુત્ર, બચુભાઈ જીવનભાઈ ઉમરાડિયાં ગામ ખડસલીના જમાઈ, રેખાબેનના પતિ, ભોળાભાઈ, કિશોરભાઈ, ગં. સ્વ સવિતાબેન તથા સ્વ. નિર્મળાબેનના ભાઈ, હેતલના પિતા. તેમની સાદડી તા. ૨૯/૧/૨૪ ના રોજ સમય ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ રાખેલ છે.
ઇડર સત્તાવીશ લીમ્બાચીયા સમાજ
ગામ ભાણપુરા નિવાસી હાલ મુંબઈ ગં. સ્વ અરખીબેન ચુનીભાઇ લીમ્બાચીયા (ઉં.વ.૮૧) તે સ્વ. ચુનીભાઇ શંકરભાઈના ધર્મપત્ની, ચંદ્રિકાબેન, સ્વ. દીનાબેન, દિનેશભાઇ, પરેશભાઈના માતુશ્રી, હંસાબેન તથા પ્રીતિબેનના સાસુ, ઉર્વશી, ભાવિક, ફોરમ, હેત્વીના દાદી, ફાલ્ગુની, જીગરના નાની, તા. ૨૭/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨૯/૧/૨૪ ના રોજ ૨ થી ૪ હેરીનામ,એશિયાન બેકરીની બાજુમાં, કાંદિવલી વેસ્ટ.
વાલમ બ્રાહ્મણ
મોટા દડવાના બળવંતરાય રવજીભાઈ પાણેરી (ઉં.વ ૯૩) તે સ્વ. યશોમતીબેનના પતી અને પ્રજ્ઞાબેન સુધીરભાઈ જોષી (રાજકોટ), સ્મિતાબેન પરેશભાઈ જોષી (સુરજકરાડી), વંદનાબેન પ્રકાશભાઈ રાવલ(અમેરીકા) તેમ જ પૂર્વીબેન મિહિરભાઈ વ્યાસ (અમદાવાદ)ના પિતાશ્રી. તે નાથુભાઈ ભિખાભાઈ ઉપાધ્યાયના બનેવી. સ્વ. મગનલાલ રવજીભાઈ પાણેરી, સ્વ.ઉમિયાશંકર રવજીભાઈ પાણેરી અને સ્વ. જયંતિલાલ રવજીભાઈના નાનાભાઇ. તે વિનોદભાઈ મગનલાલ પાણેરી,હર્ષદભાઈ ઉમિયાશંકર પાણેરી અને દિલીપભાઈ જયંતીલાલના કાકા શનિવાર તા. ૨૭/૦૧/૨૪ના અમદાવાદ ખાતે અવસાન થયેલ છે. બેસણું તા:- ૦૧/૦૨/૨૪ ગુરૂવાર બપોરે ૪:૩૦ થી ૬ વાગ્યે શ્રી ધારેશ્ર્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ , રાજકોટ.
વિશા વાયડા વણિક
પ્રફુલભાઈ જયંતિલાલ દલાલ તે સ્વ. પ્રતિમા (દિના) દલાલના પતિ, તેમ જ સ્વ. સુમન, સ્વ. પ્રસન્ન, સ્વ. દિલીપ, સ્વ. નિરંજન, સ્વ. સુધા તથા દિપકના ભાઈ, અમિતા હેમંત દેસાઇ તથા શ્રદ્ધા પરાગ પરીખના પિતા, નમ્રતા સાગર ખંત તથા પૂર્વી પરીખના નાના અને અયાન તથા ઝીયાનના પરનાના શનિવાર તારીખ ૨૭ જાન્યુઆરી ૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર તા ૨૯ જાન્યુઆરી ૨૦૨૪ સાંજે ૫ થી ૭ વાગે એસસીએન, સ્પોર્ટ્સ ક્લબ, આઇસીઆઇ બેંકની સામે, ઠાકુર કોમ્પલેક્ષ, કાંદીવલી ઈસ્ટ, લૌકિક વ્યવહાર
બંધ છે.