મરણ નોંધ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

બાલાસિનોર દશાનિમા વણિક
ગામ બાલાસિનોર હાલ અંધેરી જયશ્રીબેન તથા સતીષભાઇ મોદીના સુપુત્ર જીગીશભાઇ (બોજવાળા) (ઉં. વ. 45) તે એકતાબેનના પતિ. કલ્પેશભાઇ તથા જસ્મીના વિપુલકુમાર શાહના ભાઇ. કૃપાબેનના દિયર. ઇલાબેન તથા હસમુખભાઇ ગોસલિયાના જમાઇ. જયેશના બનેવી શુક્રવાર તા. 22-9-23ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિસા સોરઠીયા વણિક
ગામ માંગરોળ હાલ અંધેરી જીગ્નેશ શાહ (ઉં. વ. 50) તે સ્વ. નીરુબેન તથા સ્વ. રશ્મિકાંતભાઇના પુત્ર. આરતીબેનના પતિ. નિધિ-ધ્રુવના પિતા. દર્શના વિજેશ શાહના ભાઇ. સ્વ. હસમુખ માધવદાસ શાહના જમાઇ તા. 22-9-23ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. 25-9-23ના 5થી 7, તેમના નિવાસસ્થાને. અંધેરી કૃષ્ણા-કાવેરી સોસાયટી ભરડાવાડી રોડ, અંધેરી (વેસ્ટ).
કચ્છી લોહાણા
કચ્છ મોટી વિરાણીવાળા હાલે મુલુંડ સ્વ. કાનજી જાધવજી ઘેરાઇના પુત્ર ખીમજીભાઇ (ઉં. વ. 79) તે સ્વ. તારાબેનના પતિ. કચ્છ મુરૂવાલા સ્વ. કાનજી લીલાધર બારૂના જમાઇ. ઇલાબેન અક્ષયકુમાર, જગદીશભાઇના પિતા. સ્વ. મુળજીભાઇ, સ્વ. મથુરાદાસ, સ્વ. જમનાદાસ, સ્વ. નવીનભાઇ, સુરેશભાઇ, નરેન્દ્રભાઇ, સ્વ. લક્ષ્મીબેન લીલાધર, લીલાવંતી વિનોદભાઇ, હંસાબેન મોહનલાલના ભાઇ. ગીતાબેનના સસરા બુધવાર તા. 20-9-23ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. 24-9-23ના 5-30થી 7. ઠે. કચ્છી લોહાણા મહાજનવાડી, પવાણી હોલ, આર. આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
વાસાવડવાળા હાલ મુંબઇ (વિલેપાર્લે) નવીનભાઇ પટેલ (ઉં.વ. 86) તા. 23-9-23ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. દેવકુંવરબેન પોપટલાલ પટેલના પુત્ર. સ્વ. અનિલાબેનના પતિ. ચેતન, ભાવિન, જસ્મીનાના પિતાશ્રી. કેતના, હેતલ, સચીનના સસરા. સ્વ. બાબુભાઇ, સ્વ. અરવિંદભાઇ, કિશોરભાઇ, સ્વ. ભાગીરથીબેન રમણીકલાલ ગાંધી, સ્વ.તરલાબેન બાબુભાઇ મહેતાના ભાઇ. હુબલીવાળા શેઠ સ્વ. કાંતિલાલ પાનાચંદ મહેતાના જમાઇ. પ્રાર્થનાસભા તા. 25-9-23ના 5-30થી 7. ઠે. જલારામ હોલ, એન. એસ. રોડ નં.6, વિલેપાર્લા (વેસ્ટ).
કચ્છી ભાટિયા
જયા ચંદ્રસિંહ ઉદેશી (ઉં.વ. 86) તે સ્વ. ડો ચંદ્રસિંહ કરસનદાસ ઉદેશીના ધર્મપત્ની. યુક્તિ, હિતેન, નીતિ, મંજરીના માતુશ્રી. હરેશ આશર, હેમા ઉદેશી, જીજ્ઞેશ સંપત, હિતેન ભાટિયાના સાસુમા. પ્રિયંકા, પ્રણય, મિહિર, જુગલ, પ્રતિક, સોહિલ, શાઇના, નિશિતાના દાદીમા/નાનીમા, તા. 22/9/23ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 24-9-23, રવિવાર સમય: 4:30 થી 6:00. શ્રી પાટણ જૈન મંડળ, 77, પાટણ જૈન મંડળ માર્ગ, મરીન ડ્રાઈવ, શ્રી પાટણ જૈન મંડળ માર્ગ, મરીન લાઈન્સ, મુંબઈ.
હાલાઇ લોહાણા
કરાચીવાળા સાયન નિવાસી હાલ કાંદિવલી સ્વ. દેવીબેન અમરશી કારિયાના પુત્રી કુ. નિર્મળા કારિયા (ઉં.વ. 84) તે 13/9/23ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. નારણભાઇ, સ્વ. છગનભાઇ, સ્વ. ચંપકભાઈ, સ્વ. હેમલતાબેન, સ્વ. સાવિત્રીબેન, સ્વ. લક્ષ્મીબેનના બહેન. ગં. સ્વ. ભાનુબેનના નણંદ. હિમાંશુ, અલ્કેશ, મનીષા, ભક્તિ, પ્રિયાંશ અને અનિકાના ફઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
બગસરા નિવાસી હાલ વિરારના સ્વ. હર્ષદભાઈ મણિલાલ વખારિયાના ધર્મપત્ની ભારતીબેન (ઉં.વ. 61) તે 21/9/23ના શ્રીજીશરણ પામેલ છે. તે પ્રતીક, પૂનમ હાર્દિક દવે તથા નેહા હિતેશ પગારેના માતુશ્રી. તે પિયરપક્ષે ભીવંડીવાળા ગં. સ્વ. પ્રભાબેન તથા સ્વ. ચત્રભુજભાઈ જાધવજી કઢીના દીકરી. વંદના કાંતિલાલ મૂંજ્યાસરાના બહેન. વિનય, નરેન સુમનલાલ વખારિયા તથા જયશ્રી કૌશિક શાહના કાકી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક સમાજ
મૂળગામ રાણાવાવ નિવાસી હાલ વસઈ સ્વ. રમણીકભાઇ તુલસીદાસ તલાટીના ધર્મપત્ની ચંપાબેન (ઉં.વ. 94) તે 22/9/23ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. બિપીનભાઈ તથા પીનલના માતુશ્રી. માલાબેનના સાસુ. સ્વ. હેમકુંવરબેન હરજીવનદાસ શેઠના દીકરી. સ્વ. ધનીબેન નવનીતકુમાર ધાબલીયાના કાકી. પ્રાર્થનાસભા 24/9/23ના રોજ 4 થી 6 કલાકે કે. ટી. વાડી, હોલી પેરેડાઇઝ સ્કૂલની બાજુમાં, વસઈ વેસ્ટ રાખેલ છે.
હાલાઇ લોહાણા
મૂળ ગામ સતપુર નિવાસી હાલ કાંદિવલી પરાગ તે ઇન્દુબેન તથા સ્વ. કાંતિલાલ ભાનુલાલ રાયચુરાના પુત્ર. કવિતાના પતિ. આર્યનના પિતા. ગં. સ્વ. પાર્વતીબેન તથા હિંમતલાલ ગોવિંદજી લાખાણીના જમાઈ. જતીન તથા કામિની ઉદયન અઢિયાના ભાઈ. 22/9/23ના રોજ શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી કચ્છી લોહાણા
માંડવી હાલ મુલુંડ સ્વ. વેલબાઈ શંકરલાલ પ્રાગજી ઠક્કરના સુપુત્ર રમણીકભાઈ ઠક્કર (ઉં.વ. 86), શુક્રવાર, તા. 22/ 9/23ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. સુનિતાબેનના પતિ. ગામ ગઢસીસાવાળા સ્વ. કાનજી ખેરાજ પુંજાણીના જમાઈ. સ્વ. હંસરાજભાઈ, સ્વ. પ્રતાપભાઈ, સ્વ. રમાબેન, ભગવતીબેન ઠક્કર, ગોરધન કાનજીનાં બનેવી. સ્વ. શંભુભાઈ, સ્વ. ચંદુભાઈના મોટાભાઈ. તેઓ અતુલ અને મનીષાના પપ્પા. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. 24/9/23ના 4 થી 5. ઝુમ પર રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
બાલાસિનોર દશાનીમા વણિક
હાલ મુંબઈનવીનચંદ્ર કડકીયા (ધંગેલા) (ઉં.વ. 80), સ્વ. શાંતાબેન કાંતિભાઈ લલ્લુભાઈ કડકીયાના પુત્ર. અણાબેનના પતિ. સ્વ. જીવકોરબેન ચીમનલાલ પરીખ (રાઠોડીયા)ના જમાઈ. મનીષ, ડિમ્પલના પિતા. શેફાલી મેઘલના સસરા. તા. 21-9-23 ગુવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 25-9-23 સોમવારે 5 થી 7. વનિતા વિશ્રામ, 392, એસ વી પી રોડ, પ્રાર્થના સમાજ, રિલાયન્સ હોસ્પિટલની બાજુમાં, ગેટ નંબર 6, મુંબઈ-4. લૌકિક પ્રથા બંધ છે.
વાગડ લોહાણા
ગં. સ્વ. હીરાબેન (ઉં. વ. 93) મૂળ ગામ આમલિયારા હાલે ઘાટકોપર તે સ્વ. ભચુભાઇ હમીરભાઈ કારીયાના પત્ની. તે સ્વ. નર્મદાબેન પ્રભુલાલ, સ્વ. સરસ્વતીબેન નરભેરામ, સ્વ. તારાબેન ઓધવજી, અરુણા શાંતિલાલ, જયશ્રી મનસુખ, પ્રવિણા મહેશ, ઈન્દિરા ધીરજ, કલ્પના રમેશ, નીતા સુરેશ અને ભરતના માતુશ્રી. તે સ્વ. હેમરાજભાઈ વલમજી ભાઈના પુત્રી. તે પ્રેમિલાબેન, મંજુલાબેન મૂળજીભાઈનાબહેન. તે સ્વ. દયાળજીભાઈ, સ્વ. લધાભાઈ, સ્વ. સાકરબેન, સ્વ. ઝવેરબેન, સ્વ. શાંતાબેનના ભાભી તા. 21-9-23ના અક્ષરધામમાં ગયા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. 24-9-23ના 4 થી 6. સ્થળ: ઇથોપિયા હોલ, એન. કે. ટી. સભાગૃહ, સહકાર સિનેમા પાસે, તિલકનગર, ચેમ્બુર. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઇડર ચૌદશી તપોધન બ્રાહ્મણ
ગીરીશ જેઠાલાલ રાવલ (ઉં. વ. 59) ગામ નવાભવનાથ હાલ મુંબઈ તે તુલસીબેન તથા સ્વ. જેઠાલાલ દુલભરામ રાવલના પુત્ર. તે રશ્મીબેનના પતિ. તે સ્મૃતિ તથા નીલના પિતા. તે મમતાબેન શૈલેષકુમાર રાવલના ભાઈ. તે સ્વ. દયાશંકર જેઠાલાલ રાવલના જમાઈ. તે ધવલ તથા પાયલના સસરા તા. 20-9-23, બુધવારે દેવલોક પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-9-23 ને રવિવારે 4 થી 6. ઠે. સ્વામી નારાયણ મંદિર, 90 ફૂટ રોડ, ગરોડિયા નગર, લવંડર બાગની બાજુમાં, ઘાટકોપર (ઈસ્ટ).
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
ડુંગર નિવાસી હાલ વસઈ સ્વ. પ્રદીપ રમણિકલાલ મહેતા (ઉં. વ. 62) તે રમણિકલાલ અમીચંદ મહેતાના પુત્ર તથા માયાબેનના પતિ. તે નીલેશભાઈ, જાગૃતીબેન ગીરીશભાઈ પારેખ, સ્વ. નયનાબેનના ભાઈ. તે બીજલ હાર્દિક મોદી, શ્રૃતિ અંકીત શાહ, ધરાના પિતા. તે મહુવા નિવાસી હાલ વસી કિશોરભાઈ નાનાલાલ દોશીના જમાઈ 23-9-23ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 25-9-23 ને સોમવારે 4 થી 6. સ્થળ: કે.ટી. વાડી હોલ, હોલી પેરેડાઈઝ સ્કૂલની બાજુમાં, વસઈ-વેસ્ટ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…