મરણ નોંધ

હિન્દુ મરણ

સ્વ. શ્રી ખરાશંકર શીવજી જોષી (બોઘી) (ઉં. વ. ૭૦) કચ્છ ગામ નાની વિરાણી હાલે મરોલ તે ગં. સ્વ. મૈયાબેન તથા સ્વ. શીવજી રામજી બોઘીના પુત્ર. તે સ્વ. ગં. સ્વ. ધનલક્ષ્મીબેન નરભેરામ વ્યાસના જમાઈ. તે અ. સૌ. મીનાબેનના પતિ. તનુજા, ભાવના, મુકેશના પિતા. અભિષેક, ધર્મેશના સસરા ૮-૧-૨૪ના રામશરણ પામેલ છે. ઠે. સારસ્વતી વાડી, જેવેરે રોડ, મુલુંડમાં ૧૦-૧-૨૪ના ૫ થી ૭. (લૌકિક વ્યવબાર બંધ છે.)
નાઘેર દશા શ્રીમાળી વણીક
ગામ ગોગડા હાલે ડોંબીવલીના ગં. સ્વ. તરૂણાબેન મનોહરદાસ શેઠ (ઉં. વ. ૮૦) તે સ્વ. મનોહરદાસ જગજીવનદાસ શેઠના ધર્મપત્ની. તે પ્રકાશ, વિપુલ, હિતેન તથા જસ્મીના ઉમાકાંત શાહના માતુશ્રી. તે મીરા, લતા અને દિપાલીના સાસુ. તે રોહન, નીષીત, અંકીત, વિરલ, અક્ષય તથા હર્ષલના દાદી. તે છગનલાલ રતનશી શાહના પુત્રી ૭-૧-૨૪, રવિવારના અક્ષરનિવાસી થયા છે. (લૌકીક વ્યવહાર બંધ છે.)
વિશા ગારોળા વણિક
મુળ વતન ઘિણોજ હાલ કલ્યાણના વિરેન્દ્રકુમાર ચુનીલાલ શાહ (ઉં. વ. ૯૨) તે ૮-૧-૨૪, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે રંજનબેનના પતિ. (સાદડી તેમજ લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.)
બ્રહ્મક્ષત્રિય
શિરીષ ભાલચંદ્ર ઠાકોર (ઉં. વ. ૮૪)નું અવસાન સોમવાર, ૮-૧-૨૪ના થયેલ છે. તે સ્વ. નયનાબેનના પતિ. અનુજા શાહ, પ્રણાલી પારેખનાં પિતા. વનરાજ શાહ, બિજલ પારેખનાં સસરા. સ્વ. જયશ્રી સતીષ ઠાકોરનાં ભાઈ. આદિત્ય, જાઈના દાદાજી. પ્રાર્થનાસભા બુધવાર, ૧૦-૧-૨૪ના ૫.૩૦ થી ૭.૩૦. સ્થળ: મહારાષ્ટ્ર રાજ્ય કબડ્ડી ઓસોસિએશન, શિવાજી પાર્ક, વીર સાવરકર માર્ગ, વનીતા સમાજની સામે, દાદર, મુંબઈ-૨૮.
દશા સોરઠિયા વણીક
વાઘણિયા હાલ વિલેપાર્લા સ્વ. મુક્તાબેન શાંતિલાલ જનાણીના પુત્ર હસમુખરાય (ઉં. વ. ૭૬) તે સ્વ. હંસાબેનના પતિ. પ્રીતિ, દિપેશના પિતાશ્રી. હિતેન ભુપતાણી, સીમાના સસરા. કિશોરભાઈ, રજનીભાઈ, પ્રવીણભાઈ, સ્વ. અતુલભાઈ, નરેન્દ્રભાઈ, ભરતભાઈ તથા રંજનબેન સુરેશચંદ્ર વસાણીના ભાઈ. સ્વ. વિજયાબેન રતીલાલ ગાંધીના જમાઈ ૭-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૧૧-૧-૨૪, ગુરુવારે સાંજે ૫ થી ૭. ઠે: ઈસ્કોન મંદિર, વૃંદાવન હોલ, પહેલે માળે, જૂહુ, વિલેપાર્લા (વેસ્ટ).
લુહાર સુતાર જ્ઞાતિ
ગામ ચાંદગઢ હાલ દહિસર મહેન્દ્રભાઈ નાનજીભાઈ ડોડીયા (ઉં. વ. ૮૧) તા. ૭/૧/૨૪ રવિવારે સવારે શ્રીજીચરણ પામેલ છે. રંજનબેનના પતિ. સ્વ. માણેકબેન નાનજીભાઈ ડોડીયાના સુપુત્ર, સ્વ. લાભુબેન મકનભાઈ પરમાર (મોટા દડવા) ના જમાઈ, કિરણ, છાયા, જતીનના પિતાશ્રી, પ્રફુલકુમાર ચૌહાણ, સારીકા, અનીતાના સસરા, નિયતી, મહેક, મનસ્વીના દાદા, રીયા,ખુશી, મીતના નાના, તેમની પ્રાર્થનાસભા: ગુરુવાર તા. ૧૧/૧/૨૪ ના સાંજે ૫ થી ૭ કલાકે, સ્થળ : લુહાર સુતાર વેલફેર સેંટર, બીજા માળે, અંબાજી મંદિર નજીક , કાર્ટર રોડ નં. ૩, બોરીવલી (પૂર્વ) , મુંબઈ.
ઘોઘારી દશાશ્રીમાળી વૈષ્ણવ વણિક
અ.સૌ. જીગીશા ગોપાલ (મકરંદ) મોદી, (ઉં. વ. ૬૭) , (કાંદિવલી નિવાસી), રવિવાર તા. ૭/૧/૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે ગોપાલ કનુભાઈ મોદીના ધર્મપત્ની,કેવટના માતા, સ્વ. કનુભાઈ ગંભીરદાસ મોદીના પુત્રવધૂ. શ્રી. ચંદ્રકાંત રામલાલ ટુટવાલા ના સુપુત્રી અને મનિષભાઈ ના બહેન. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
રાજુલાવાળા હાલ કાંદિવલી સ્વ. કમળાબેન ચંદુભાઈ મહેતાના પુત્રવધુ, ગં. સ્વ. નિર્મળાબેન ધીરજલાલ મેહતા (ઉ. વર્ષ. ૮૭), સોમવાર તા. ૮/૧/૨૪ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સમીર ભારતી મહેતા, પારુલ ભાવેશભાઈ દોશી તથા લોપા મુકેશભાઈ વોરાના માતુશ્રી, સાહિલ- હિનલ, નિષિત- ફોરમ, કચીતા- જીતાર્ક, દેવાંશુના દાદી તથા તારાબેન ગુણવંતરાય પારેખ, ગિરજાબેન કાંતિલાલ કાગળવાળા, કાંતાબેન નવનીતરાય મહેતાના ભાભી, પિયરપક્ષે ડેડાઠાવાળા ત્રંબકલાલ ભગવાનદાસ મહેતાના દીકરી. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૧/૧/૨૪ ના રોજ લોહાણા બાળાશ્રમ બેન્કવેટ હોલ, મથુરાદાસ એક્સટેન્શન રોડ, અતુલટાવર ની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ- ૪૦૦૦૬૭ મધ્યે સાંજે ૫ થી ૭ વાગે રાખેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
ગં.સ્વ. ઉષાબેન (ઉં. ૮૩) તે સ્વ.લલિતભાઈ ઘેલાભાઈ મોકરિયાના ધર્મપત્ની તથા કશ્યપ અને જીજ્ઞા પ્રિતેશકુમાર પટેલના માતુશ્રી તે સ્વ. શાંતાબેન પ્રાગજીભાઈ વિઠ્ઠલાણી (વાંદરાવાળાના) દીકરી તથા અ.સૌ રીનાના સાસુ અને પ્રાચીના દાદી અને જુહીના નાની તારીખ ૭/૧/૨૪ના રવિવારે વલસાડ મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મોઢ પોરેચા
પોરબંદર નિવાસી હાલ તાડદેવ (મુંબઈ) ગં.સ્વ. સુરભિ મધુસુદન પારેખ, (ઉં. વ. ૭૪) તા. ૭-૧-૨૪ના રોજ વૈકુંઠવાસી થયેલ છે. તેઓ સ્વ. રમાવતી લક્ષ્મીદાસ પારેખના પુત્રવધૂ. મનિષા નિતિન ચૌહાણ તથા તેજસના માતુશ્રી. સ્વ. જ્યોત્સના બકુલભાઈ વોરા, સ્વ. ભારતી રજત મજમુદાર, સ્વ. હેમેન્દ્ર, માનસીંગ, દિપકના ભાભી. સ્વ.રીટા, અ. સૌ. નિતિ, સ્વ. હેમાના જેઠાણી. સ્વ. રમાલક્ષ્મી મુલજી પારેખના પુત્રી. અ. સૌ. અરૂણા કુંજ વોરા, સ્વ. નૈનેશ તથા સ્વ. કમલેશના બહેન. રૂચીના નાની, લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ.હરિરામ રામજી ધેરાઈ દેવિસરવાળાના ધર્મપત્ની, ગં.સ્વ. બચુબેન, (ઉં. વ. ૯૮) સોમવાર તા.૮-૧-૨૪ના મુલુન્ડ મદ્યે રામશરણ પામેલ છે. સ્વ. રામજી ભોજરાજ સેજપાલ, ગામ નલિયાવાળાની સુપુત્રી, તે નરેન્દ્ર, મહેશ, મધુબેન લવજી ચંદે, પ્રભાબેન મુળજીભાઈ સચદે, જયશ્રી રમેશ બારૂ, મીનુબેન વ્રજલાલ સોમેશ્ર્વર, ઈલા કિશોર ચંદેના માતોશ્રી. ઉષાબેન મહેશ ધેરાઈના સાસુશ્રી. સ્વ. ગોકળદાસ રામજી સેજપાલ, સ્વ.શંકરલાલ રામજી સેજપાલ, સ્વ. ગોકળદાસ હરિરામ નરમ, સ્વ. મથરાદાસ હરિરામ નરમ, ગં.સ્વ. લક્ષ્મીબેન લક્ષંઈદાસ આઈય, પ્રભાવતી વિઠ્ઠલદાસ દનાની, ગં.સ્વ. ગોદાવરી માધવજી ચંદનના બહેન, અંકિત, રાજુભાઈ, તુષાર, સ્વ. નિલેશ, ધર્મેશના નાની. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૦-૧-૨૪, બુધવાર સાંજે સમય ૫.૩૦ થી ૭, સ્થળ – શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, આર.આર.ટી. રોડ, મુલુન્ડ(વેસ્ટ) મુંબઈ-૮૦ મદ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
મચ્છુકઠીયા દરજી
મુલુંડ નિવાસી દિનેશ વાઘેલા (ઉં. વ. ૬૫) તે સ્વ. પોપટલાલ અને સ્વ.પાર્વતીબેનના પુત્ર. તે સ્વ. ચંદ્રકાંતભાઇ અને ગં. સ્વ. હંસાબેન મકવાણાના જમાઇ. તે જયશ્રીબેનના પતિ. તે હરીશભાઇ, સ્વ. કિશોરભાઇ, સ્વ. સુરેશભાઇ, સ્વ. મનસુખભાઇ, સૌ. નીતા યોગેશ સરૈયાના ભાઇ. તે કુશલ, માનસીના પિતા. સોમવાર, તા. ૮-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૧-૧-૨૪ના સવારે ૧૦-૩૦થી ૧૨-૩૦. ઠે. સારસ્વતવાડી, (પહેલો માળ), ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button