મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઈ લોહાણા
સ્વ. ચંદ્રિકાબેન ચુનીલાલ ઉનડકટના સુપુત્ર જગદીશચંદ્ર (ઉં.વ. 91) હાલ સાંતાક્રુઝ તે કુસુમબેનના પતિ. સંજય જયશ્રી તથા નીલમ અમીત ચંદનના પિતાશ્રી. ખુશબુના નાના. સ્વ. ઝવેરચંદ રવજી ગણાત્રાના જમાઈ. તે સ્વ. હસુમતી ગીરધરદાસ દાવડા તથા તારાબેન રણછોડદાસ તન્નાના ભાઈ તા. 7-1-24ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. હીરબાઈ કલ્યાણજી રાયચનાના પુત્રવધૂ સ્વ. દામજીભાઈના ધર્મપત્ની ગં.સ્વ. ચંદ્રબાળાબેન હાલ મુલુંડ (ઉં.વ. 80) કચ્છ ગામ મોટા ભાડિયા તા. 6-1-24ના રામશરણ પામેલ છે. તે દીપક, ચંદ્રેશ અને અમીષાના માતુશ્રી. તે મીના, ઉર્વી અને જીતેનકુમાર અનમના સાસુમા. સ્વ. મણીબેન, શાંતાબેનના ભાભી. સ્વ. રાધાબેન કાનજી પુરુષોત્તમ પુજારા (દૂધવાળા) કચ્છ ગામ ભુજવાળાની પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-1-24, મંગળવારના 5થી 7 કાલિદાસ મેરેજ હોલ, પી.કે. રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે. બેરાઓ એજ દિવસ આવી જવું.
હાલાઈ લોહાણા
ગં.સ્વ. ઉષાબેન (ઉં. વ. 83) તે સ્વ.લલિતભાઈ ઘેલાભાઈ મોકરિયાના ધર્મપત્ની. કશ્યપ અને જીજ્ઞા પ્રિતેશકુમાર પટેલના માતુશ્રી. તે સ્વ. શાંતાબેન પ્રાગજીભાઈ વિઠ્ઠલાણી (વાંદરાવાળાના દીકરી). અ. સૌ. રીનાના સાસુ. પ્રાચીના દાદી. જુહીના નાની તા. 7-1-24ના રવિવારે વલસાડ મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠિયા વણિક
સરધાર નિવાસી હાલ અંધેરી જયંતીલાલ ભુપતરાય મહેતા (ઉં. વ. 85) તા. 7/1/24ના શ્રીજી ચરણ પામેલ છે. તેઓ સ્વ. હસુમતીબેનના પતિ. હિરેન તથા અ.સૌ. કલ્પના દેવેશ તલાટીના પિતાશ્રી. અ.સૌ. પુજા હિરેન મહેતાના સસરા. સ્વ. છબિલદાસ, સ્વ. વિનોદરાય તથા સ્વ. વિજયાલક્ષ્મી જીતેન્દ્ર શેઠના ભાઈ. જગદીશકુમાર મગનલાલ મહેતા તથા દોલતભાઈ રતિલાલ તલાટીના વેવાઈ. લૌકિક પ્રથા બંધ છે.
દશા લાડવણિક
જનકભાઈ રમણલાલ શાહ મૂળ સુરત (ઉં.વ. 74) નિવાસી હાલ મુંબઈ મીરારોડ શુક્રવાર, તા. 5-1-24ના શ્રીજી ચરણ પામેલ છે. તે પન્નાબેનના પતિ. સ્વ. પ્રતિમા મહાત્રેના ભાઈ. ચિ. પૂર્વી, શેતલ, રૂપેનના પિતા. અમીત ભિમાણી, વિક્રમ શર્મા, ક્રિષ્નાના સસરા. અર્જુનના દાદા. અમાન, ઈશાનના નાના. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button