મરણ નોંધ

હિન્દુ મરણ

મફતલાલ ત્રિભોવનદાસ પંચાલ (ઉં. વ. ૯૯) ગામ વસઇ ફીંચાલ (હાલ-દહીંસર) તે તા. ૬-૧-૨૪ના શુક્રવારના દેવલોક પામ્યા છે. તેમનું બેસણું તા. ૮-૧-૨૪ના બપોરે ૩થી ૬. ઠે. બી.એ.પી.એસ સ્વામીનારાયણ સંસ્કાર ધામ, બી-૩૦૨, ડાઇમોડા ઇન્ડસ્ટ્રિઝ ઇસ્ટેટ બિલ્ડિંગ, દહીંસર પેટ્રોલ પંપની બાજુમાં, એસ. વી. રોડ, દહીંસર (ઇસ્ટ).
જામકંડોરાણા હાલ વિલેપાર્લે સ્વ. સુધાબેન તથા સ્વ. ઉમેદલાલ મોહનલાલ કામદારના સુપુત્ર સંજયભાઇ (ઉં. વ. ૫૯) તે ચેતનાબેનના પતિ. તા. ૪-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નીલાબેન પ્રકાશભાઇ શેઠ, નયનેશ, વીરેન, સ્મિતાના ભાઇ. તે રીટાબહેન તથા પારૂબેનના દિયર. પુષ્પાબેન હસમુખરાય શેઠ ભાવનગરવાળાના જમાઇની પ્રાર્થનાસભા ૧૦-૩૦. તા.૯-૧-૨૪ના મંગળવારના સન્યાસ આશ્રમ હોલ, વિલેપાર્લે (વેસ્ટ), મુંબઇ-૫૬.
હાલાઇ બ્રહ્મક્ષત્રિય
જામનગર હાલ મુંબઇ સ્વ. લાલજી તેજપાલ વલેરાના સુપુત્રી ગં. સ્વ. હીરાબેન હિંમતલાલ લીયા (ઉં. વ. ૮૪) તા. ૬-૧-૨૪ના શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હિંમતલાલ પોપટલાલ લીયાના ધર્મપત્ની. ક્રિષ્ણા, રાજેન્દ્ર, ભારતી, રવિન્દ્ર અને ધર્મેન્દ્રના માતુશ્રી. તે ઉલ્લાસ, નરેશ, હિરાલાલ કાકુ, માધવી લીયાના સાસુ. તે ધનવંતરાય, જયરાજ, કિસન લાલજી વલેરાના બેન. શિવાની અને તનયના દાદી. તથા નીરજ, રિદ્ધિ, હર્ષ, સ્નેહા, વીરલ, રૂપલના નાની. પ્રાર્થનાસભા તા. ૮-૧-૨૪ના સોમવારે ૫થી ૭. ઠે. લોહાણા મહાજન વાડી, ૧લે માળે, એસ. વી. રોડ, શંકર ભગવાનના મંદિર પાસે, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી ભાટિયા
ગં.સ્વ. જયવંતી ચત્રભુજ વેદ (કોલ્હાપુર) (ઉં. વ. ૧૦૦) નથુભાઇ ટોપરાણીની દીકરી (મોરબી). નલીની, માલતી, દમયંતી, સ્વ. રણજીત તથા વનરાજના છાયા અને સવિતાના માતુશ્રી. મુકુંદ, ધીરજ, મીરા, ફાલ્ગુની, હેમાંગી, દિપ્તી, દિવ્યા, જસ્મીના અને શ્ર્વેતાના દાદી તા. ૫-૧-૨૪ના શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૮-૧-૨૪ના ૪-૩૦થી ૬. ઠે. સુમિત ગ્રીનદલે એનએક્સ, અગ્રવાલ લાઇફ સ્ટાઇલની પાછળ, ડી-૧૦૧, ગ્લોબલ સીટી, વિરાર (વેસ્ટ).
બ્રાહ્મણ મારુ સોની
સુરત (ઓલપાડ) નિવાસી હાલ વિલેપાર્લે સ્વ. ભક્તીદાસ ત્રીકમદાસ પારેખના સુપુત્ર સુરેશભાઇ (ઉં.વ. ૮૫) તે પ્રવિણાબેન (મીનાક્ષીબેન)ના પતિ. તે નિખિલ, સ્વ. વિવેક તથા સ્વ. આશિતના પિતાશ્રી. તે નીતાબેનના સસરાજી. તે ધ્વનિ, હેતવીના દાદાજી. તે સ્વ. બળવંતભાઇ, સ્વ. ભગવાનભાઇ તથા સ્વ. પદ્માબેનના ભાઇ. તે કૌમિદીનીબેન હેમેન્દ્રભાઇ મહેતાના કાકા. તથા સ્વ. ધનસુખદાસ ત્રીકમદાસ પારેખના જમાઇ તા. ૬-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેમની શ્રદ્ધાંજલિ સભા તા. ૮-૧-૨૪ના સોમવારના ૪થી ૬. ઠે. ચતવાણી હોલ, નવપાડા, ગોખલે રોડ, વિલેપાર્લે (ઇસ્ટ).
ઔદિચ્ય બ્રાહ્મણ
સ્વ. લક્ષ્મીબેન નરભેરામ જોષી ગામ કાઠડા હાલે મુલુંડના પુત્ર દિપકના ધર્મપત્ની અ. સૌ. પ્રીતી દિપક જોશી (ઉં.વ.૬૨), તે સ્વ. પ્રેમિલાબેન ખીમજીભાઇ રાયમંગીયા ગામ ટપ્પરના સુપુત્રી. તે અવનીના માતુશ્રી. વિજયભાઇના સાસુ. નિહારના નાની. યોગેશ, રાજેશ, રૂપેશ, તથા નીશાના બહેન. તા. ૬-૧-૨૪ના શનિવારે મુલુંડ મધ્યે રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૯-૧-૨૪ના મંગળવારે ૫થી ૭. ઠે. મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર, પંજાબી હોલ, ડો. આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઇ-૮૦. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી સોરઠીયા પ્રજાપતિ કુંભાર જ્ઞાતિ
વસઈ નિવાસી જયરામભાઈ સામંતભાઈ પરમાર, (ઉં. વ.૭૮) ૫-૧-૨૪, શુક્રવારના શ્રી રામચરણ પામ્યા છે. તેઓ રંજનબેનના પતિ, સ્વ. રાકેશભાઈ, જીતેશભાઈ, નીતાબેનના પિતા, કામિનીબેન, નીતિનભાઈ ટાંકના સસરા, સ્વ. કુવરબેન સામંતભાઈ પરમારના પુત્ર, જાનુબેન મેઘજીભાઈ માવદિયાના જમાઇ. સદગત્ની પ્રાર્થનાસભા ૮-૧-૨૪ને સોમવારના ૩થી ૫ છે. સરનામું: વિશ્વકર્મા હોલ, વીર સાવરકર નગર, આનંદ નગર, વસઈ પશ્ર્ચિમ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…