મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ ગડત હાલ મલાડના કિશનભાઇ લલ્લુભાઇ પટેલ (ઉં. વ. ૭૩) શુક્રવાર, તા. ૫-૧-૨૪ના અવસાન પામ્યા છે. તે કલ્પનાબહેનના પતિ. અમિત, બીના અલ્પેશ પટેલ, નૂતન હેમલ પટેલના પિતા. સ્વ. ચીમનભાઇ, સ્વ. નિર્મલાબેન, ઇન્દિરાબેનના ભાઇ. સ્વ. શાંતિબેનના દીયર. ધ્યાના, પિયાંથી, જયવર્ધનના નાના. બન્ને પક્ષનું બેસણું તા. ૮-૧-૨૪ના સોમવારે ૩થી ૪. પુષ્પપાણી તા. ૧૭-૧-૨૪ના બુધવારે ૩થી ૪. ઠે. રૂમ. નં.૬, જય અંબે નિવાસ, રાજનપાડા, પી. જી. રોડ, ટોયાટો શો રૂમની સામે, મલાડ (પ.), લૌ. વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગામ ચિત્રોડના હાલ મુલુંડ ચેકનાકા દિલીપ જગજીવન કોટક (ઠક્કર)ના પુત્ર મોનિક (ઉં. વ. ૩૨) તા. ૫-૧-૨૪ના શુક્રવારના શ્રીજીના ધામમાં ગયેલ છે. તે પોપટલાલ પ્રધાનજી રૂપારેલના દોહિત્ર. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૭-૧-૨૪ના રવિવારના ૪થી ૫. ઠે. કચ્છી લોહાણા મહાજનવાડી ગ્રાઉન્ડ ફલોર, આરઆરટી રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ માતર વાણીયા હાલ નાલાસોપારા મુંબઇ નિવાસી કીર્તિકુમાર દેવાણી (ઉં. વ. ૬૫) સ્વ. કમલાબેન ચુનીલાલ દેવાણીના પુત્ર. આશાના પત્ની. ખુશ્બુ અને નીખીલના પિતાશ્રી. પ્રદીપ બેનરજીના સસરા. બીપીનભાઇના નાનાભાઇ. ગોપાલદાસ આણંદજી મજીઠીયાના જમાઇ. તા. ૬-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા આનંદ પાર્ક, આચોલે રોડ, નાલા સોપારા (ઇસ્ટ), ટાઇમ-૬થી ૭.
કપોળ
મહુવાવાળા હાલ ભાયંદર વિનોદરાય હરીલાલ નાથાલાલ દોશી (ઉં. વ. ૭૭) ૫-૧-૧૨૪, શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે અરુણાબેનના પતિ. ઈશ્ર્વરદાસ, તારાબેન પ્રવિણચંદ્ર શેઠ, નિર્મળાબેન કાંતીલાલ પારેખના ભાઈ. નિકુંજ, મયંક, ધર્મેશના પિતાશ્રી. ચિરલ, અલકા, ચાંદનીના સસરા. પાંચતલાવડાવાળા નગીનદાસ વૃજલાલ કાણકીયાના જમાઈ. પ્રાર્થનાસભા ૮-૧-૨૪, સોમવારના ૪ થી ૬. ઠે: ભાયંદર કપોળવાડી, ગીતાનગર, ભાયંદર (વે.). લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી ભાટિયા
સ્વ. નેણશી ખીમજી મટાણીના ધર્મપત્ની ગં. સ્વ. નિર્મળા નેણશી મટાણી (ઉં. વ. ૯૫) ૫-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ચરણદાસ પદમશી વેદના પુત્રી. દીપક, સુધીર, ઉષા, વર્ષાના માતા. સ્વ. આશા, અલકા, પંકજના સાસુ. જેસલ, પૃથ્વી, જય, જુઈના દાદીમા. યશ, નિરવના નાની. પ્રાર્થનાસભા ૭-૧-૨૪, રવિવારના ૪ થી ૫-૩૦. ઠે: રામજી અંદરજી વાડી, ચંદાવરકર લેન, માટુંગા (ઈ.). લૌ. વ્ય. બંધ રાખેલ છે.
હરસોણા વણિક
રમણલાલ મૂળચંદ શાહ (ઉં. વ. ૮૮) ઘઢી નિવાસી, હાલ કાંદિવલી તા. ૫-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે નલીનભાઈ, રોહિતભાઈ, પૂર્ણિમાના પિતા. દિના, અલ્પા, રાજેશકુમારના સસરા. ધવલ, જુગલ, અતિશ, જાનવીના દાદા. સૌ.ઉર્વી અને સૌ. તિર્થાના દાદાસસરા. સ્વ.નરસિંહદાસ, સ્વ.જસવંતભાઈ, સ્વ.જેઠાલાલ, જગદીશભાઈ અને હંસાબેનના ભાઈ. પ્રાર્થનાસભા, લોકાચાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતિ
મૂળ નિવાસી સાયલા હાલ નાલાસોપારા રાજેશ સોલંકી (ઉં. વ. ૬૨) તા. ૦૫-૦૧-૨૦૨૪ શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. રંજનબેન મનહરલાલ સોલંકીના પુત્ર. સ્વ. અશોકભાઈ, સ્વ. દિલીપભાઈ તથા કમલેશભાઈના ભાઈ. ધર્મેશ, દેવેન, કીંજલ, અખિલ, વિધીના કાકા. તેમની પ્રાર્થનાસભા તા. ૭-૧-૨૦૨૪ ના રવિવાર ૩ થી ૫, સ્થળ: બી એ પી એસ શ્રી સ્વામિનારાયણ મંદિર, સેન્ટ્રલ પાર્ક રોડ, ઓસ્વાલ નગરી પોલીસ સ્ટેશનની પાસે, નાલાસોપારા ઈસ્ટ.
કનોજીયા બ્રાહ્મણ
ગોરેગાવ નિવાસી સુબોધભાઈ મોહનલાલ કનોજીયા (ઉં. વ.૭૩) તે ૪/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે પલ્લવીબેનના પતિ. પાર્થ તથા કુંજલ (કવિતા) અતુલભાઈ ઓઝાના પિતા. નમનના નાના. જયેશભાઇ, સંજયભાઈ તથા સ્વ. દીપકભાઈ (કનુભાઈ)ના મોટાભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઇડર ચૌદશી તપોધન બ્રાહ્મણ
સાબલી હાલ ઘાટકોપર નિવાસી શ્રી મહાશંકર ચુનીલાલ રાવલ તે પ્રવિણાબેનના પતિ. કપિલભાઇ તથા રૂપાલીબેનના પિતા. રાગિણીબેન તથા ઉદયકુમારના સસરા તથા સ્વ. ગીરધરલાલ ગોવિંદરાય રાવલના જમાઇ. શિવાનીના દાદા. તથા ખુશ્બુના નાના. તા. ૫-૧-૨૦૨૪ના રોજ દેવલોક પામ્યા છે. તેમની પ્રાર્થના સભા તા. ૮-૧-૨૦૨૪ના સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે ઘાટકોપર બ્રાહ્મણ સમાજ હોલ, ઘાટકોપર (ઇસ્ટ), મુંબઇ-૪૦૦ ૦૭૭ રાખેલ છે.
કચ્છી ભાટિયા
અ. સૌ. રેખા (મંદા) રમેશ વેદ (ઉં. વ. ૭૩) તે સ્વ. રાધાબાઈ તથા સ્વ. વિઠ્ઠલદાસ વેદના પુત્રવધૂ. તે સ્વ. કાંતાબેન અને સ્વ. કરસનદાસ ભાટિયા (ગોંદિયાવાળા)ની પુત્રી. મનીષ અને અલ્પાના માતુશ્રી. કલ્પા અને રૂપેશ ટોપરાણીના સાસુ. શંભુભાઈ, જયસિંહભાઈ, અશોકભાઈ, કમળાબેન ભગવાનદાસ આશર અને મધુબેન નરોત્તમ ભાટિયાના બેન, હર્ષ અને મિહિરના દાદી. તે મંગળવાર તા. ૨ જાન્યુઆરી ૨૦૨૪ ના દુબઈ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
કપોળ
ડુંગરવાળા હાલ પોપટવાડી સ્વ. બાબુભાઈ કરશનદાસ મેહતાના ધર્મપત્ની નીરૂબેન મેહતા (ઉં. વ. ૮૨), તે નર્મદાબેન મગનલાલ ગોરડીયાના સુપુત્રી. તે લોપા નિર્મોહી શાહ, મોના ધીરેન સંઘવી, પ્રિતી બીમલ પંચમતીયા, કૃપા મયુર મોટાનીના માતુશ્રી. અભીરથ- લતીકા, નમન, હેત, વિધી, હર્ષી, રેયાન્સના નાની તે ગુરૂવાર તા. ૦૪-૦૧-૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લોકિક પ્રથા બંધ રાખેલ છે.
ઘોઘારી
યુ.એસ.એ., નેશવીલ નિવાસી અ.સૌ. રીટા મહેતા (ઉં. વ. ૬૪), તે અમલ ગોવિંદલાલના ધર્મપત્ની. તે સ્વ. સુનીતાબેન, સ્વ. કાનનબેન, સ્વ. જ્યોતિબેન તથા સ્વ.કપુબેનના ભાભી. તે સ્વ. ભુપતરાય જમનાદાસ મહેતા તથા સ્વ. હર્ષદાબેનના પુત્રી. તે નિલેશ તથા શ્રી સંજય તથા અ.સૌ. હિના કિરીટ શાહ તથા શ્રી રાજેશના બહેન, ૦૧ જાન્યુઆરી ૨૦૨૪, સોમવારના માલદિવ્સ ટાપુ ખાતે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૦૭ જાન્યુઆરી ૨૦૨૪ના ૪ થી ૬, ત્રીધા હોલ, ત્રીજે માળે, સ્વામીનારાયણ મંદિરની ઉપર, લવંડર બાગની બાજુમાં, ૯૦ ફૂટ રોડ, ઘાટકોપર ઈસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker