મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી લોહાણા
ગં.સ્વ. જવેરબેન સેજપાલ (ઉં.વ. 78) કચ્છ ગામ વિંજાણ, હાલ મુલુંડ-મુંબઈ તા. 4-1-24ના અવસાન પામેલ છે. તે સ્વ. મેઘજી કાનજી સેજપાલના ધર્મપત્ની. તે સ્વ. ટબાબાઈ કાનજી સેજપાલના પુત્રવધૂ. તે સ્વ. ત્રિકમદાસ લખમશી પલન, ગામ નેત્રાના સુપુત્રી. લલિત, સ્વ. ચેતન, નિલેશના માતાશ્રી. દમયંતી, પલ્લવી, દેવીના સાસુજી. દિવ્યા રોનક ગાલા, મીત, સાગર, હર્ષ, કરુનેશના દાદીમા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કપોળ
અમરેલી નિવાસી, હાલ બેંગ્લોરવાસી, તે સ્વ. પ્રકાશ તુલસીદાસ ગાંધીના પત્ની ગં.સ્વ. દીનાબેન તા. 2-1-24, મંગળવારનાં રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે મીતુલ તથા ધીરેના માતુશ્રી. નિકીતા તથા પુનીતાના સાસુ. મિહિર તથા ઈશાના દાદી. સ્વ. શામળદાસ વ. ગોરડિયાના સુપુત્રી. નરેન્દ્ર, કિશોરી, હંસા (હેમલ) તથા અંજનાના બેન. સર્વે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
ગં. સ્વ. વર્ષાબેન (રંજનબેન) તે સ્વ. મહેન્દ્ર દુર્લભદાસ ઠક્કર પડઘાવાલા હાલ અંધેરીના ધર્મપત્ની (ઉં. વ. 77) તે સ્વ. અમીબેન અને સ્વ. હેમચંદ કારીયાની સુપુત્રી. તે અ. સૌ.ગીતા જયેન્દ્ર કુમાર તથા સંજીવ તથા રાજીવના માતુશ્રી. તથા હેતલ ભવ્યેશ ભાનાવતની નાની. તથા લલિતભાઇ, સ્વ. ભીમીબેન, સ્વ. વેલાબેન તથા અ. સૌ. હંસાબેન ચંદ્રકાંત રાયચુરાના ભાભી. તે સ્વ. પુષ્પાબેન તથા સ્વ. ઇન્દુબેનના નાની બેન. તા. 4-1-24ના ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
ઢાંગલાવાળા હાલ કાંદિવલી, પ્રેમકુંવરબેન કાંતિલાલ ભગવાનદાસ મહેતાના પુત્ર અરવિંદ મહેતા (ઉં. વ. 69) પલ્લવીબેનના પતિ. તે ભાવિન, મેઘના દેવાંગ મહેતા અને શ્રુતિ વિરલ પારેખના પિતા. તે હિરલ ભાવિન મહેતાના સસરા. તે ભરતભાઇ, જાગૃતિ નિલેશ મહેતાના ભાઇ. તે કેરીયાનાગેશવાળા ચુનીલાલ ત્રિભોવનદાસ મહેતા હાલ સિકંદરાબાદના જમાઇ. તા. 3-1-24ના બુધવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 7-1-24ના રવિવારના 4થી 6. ઠે. પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી (વેસ્ટ).
હાલાઈ લોહાણા
ગીતાબેન કિરીટભાઈ લાખાણી (ઉં.વ. 59) ગુરુવાર, તા. 4-1-24ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર, 6 જાન્યુઆરી 2024 4થી 5 જગનાથ મહાદેવ મંદિર, યાજ્ઞિક રોડ, રાજકોટ મુકામે રાખેલ છે. કિરીટભાઈ લાખાણીની પત્ની. તે રામ લાખાણીના માતુશ્રી. તે સ્વ. ધીરુભાઈ તેમજ સ્વ. નીલા રૈયાણીના દીકરી. તે નૈનુ ઠક્કર અને કેતન રૈયાણીના બેન. તે સૌનક ઠક્કરના સાળી અને બીના રૈયાણીના નણંદ તે ગાયત્રી ઠક્કર અને ગૌતમ ઠક્કરના માશી.
દશા મોઢ માંડલીયા
માટુંગા નિવાસી હાલ ઘાટકોપર અ. ની. ગુલાબબેન હરીલાલ પ્રેમચંદ શાહના પુત્રવધૂ. અ. ની. હર્ષદ હરીલાલ શાહના ધર્મપત્ની કલ્પનાબેન શાહ (ઉં. વ. 65) 5-1-24 શુક્રવારે અક્ષરનિવાસી થયા છે. દેવાંશી અને ડીમ્પીના માતુશ્રી. દક્ષા કિર્તી શાહ અને શિતલ યોગેશ શાહના દેરાણી. કલ્યાણ નિવાસી હરવાળાબેન મહેન્દ્રભાઈ વોરાની પુત્રી. રેખાબેન, કનુભાઈ, દિપક, જયેશની બહેન. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ભાવનગરી મોચી
ગામ વાવડી (તણસા) હાલ બોરીવલી ઈસ્ટ ગણપતભાઈ સવજીભાઈ મકવાણાના ધર્મપત્ની હર્ષાબેન (ઉં. વ. 48) 5-1-24ના શુક્રવારે રામચરણ પામ્યા છે. તે રૂપલ, અક્ષય, રોનકના માતુશ્રી. તે અક્ષયકુમારના સાસુ. સ્વ. લીલાબેન, તારાબેન, મુકતાબેન, રંભાબેનના ભાભી. મધુબેન રમણીકભાઈ મકવાણા, મંજુબેન પોપટભાઈ મકવાણાના દેરાણીની પ્રાર્થનાસભા શનિવાર, 6-1-24ના 4 થી 6. સ્થાન: શ્રી રોકડીયા હનુમાન મંદિર, રાય ડોગરી, કાર્ટર રોડ નં. 5, બાલવાડીની સામે, બોરીવલી (ઈ).
કંડોળીયા બ્રાહ્મણ
માંગરોળવાળા હાલ મુંબઈ સ્વ. ગજાનન દેવશંકર જોષીના ધર્મપત્ની સ્વ. યશવંતીબેન (ઉં. વ. 85) કૈલાશવાસી થયેલ છે. પિયર પક્ષે સ્વ. કાકુલાલ રેવાશંકર વ્યાસના પુત્રી. ઉમેશભાઈ, હિમાંશુભાઈ, ગં. સ્વ. જયશ્રીબેન વીરેન્દ્રભાઈ દવે (અમદાવાદ)ના માતુશ્રી. વર્ષાબેન ઉમેશભાઈ જોશી, સંધ્યાબેન હિમાંશુભાઈ જોષી, સ્વ. વીરેન્દ્રભાઈ જયંતીલાલ દવે (અમદાવાદ)ના સાસુ. પ્રાર્થના અને લૌકિક પ્રથા બંધ છે.
નવગામ વિશા દીશાવાળ વણિક
સરઢવ હાલ મલાડ સ્વ. રસિકલાલ વાડીલાલ શાહના પત્ની ચંદ્રિકાબેન (ઉં. વ. 79) 4-1-24ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. જગદીશભાઈ, કલાબહેન, સ્વ. વલ્લભભાઈના ભાભી. લીના, કામિની અને ઉરેશના માતુશ્રી. સુધીરકુમારના સાસુ. પિયરપક્ષે સ્વ. ગોરધનદાસ ગોપાલદાસ શાહના પુત્રી. બેસણું 6-1-24, શનિવારે તેમના નિવાસસ્થાન જી-18, પુષ્પાપાર્ક સોસાયટી, એસ. કે. પાટીલ હોસ્પિટલની નજીક, દફતરી રોડ, મલાડ (ઈ) 4 થી 6. પિયર પક્ષનું બેસણું પણ સાથે જ રાખવામાં આવ્યું છે.
વિસા સોરઠિયા વણિક
પોરબંદરવાળા હાલ બોરીવલી પ્રવિણચંદ્ર મોહનલાલ શાહ (ઉં. વ. 78) તા. 4.1.2024ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ કંચંનબેનના પતિ. સ્વ. વ્રજલાલ, સ્વ.મથુરભાઈ, સ્વ.તુલસીભાઇ, સ્વ. ખેમચંદભાઈના ભાઈ. સ્વ.શાંતિલાલ લક્ષ્મીચંદ શાહના જમાઈ. ધનેશ, બીજલના પિતા. ગુંજનબેન, નેહલભાઈના સસરા. પ્રાર્થનાસભા શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, એલ .ટી. રોડ, બોરીવલી (વેસ્ટ) તા. 6.1.2024 ના શનિવારે સાંજે 4 થી 6.
મારવાડી અગ્રવાલ
કાંદીવલી નીવાસી શારદાબેન અગ્રવાલ તે બાલકૃષ્ણ અગ્રવાલના ધર્મપત્ની તથા મનીષભાઈ, અમીતાબેનના માતુશ્રી. રૂપેશકુમારના સાસુમા. મુરારીભાઈ, રાધેશ્યામભાઈનાં ભાભી તા . 4.1.24 ગુરુવારનાં અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા નિવાસસ્થાને તા. 6.1.24 નાં શનિવારે 5 થી 6. સુમંગલ સોસાયટી, અશોક ચક્રવર્તી ક્રોસ રોડ નંબર -1, અશોકનગર, કાંદીવલી(ઈસ્ટ)
કપોળ
જલાલપુર માંડવા વાળા (હાલ અહમદનગર) સ્વ કમળાબેન હરજીવન ભાઇચંદ મહેતાના પુત્ર ઉમેદરાય (ઉં. વ. 87) તા. 4/1/24 ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ હંસાબેનના પતિ. ભાવના, પલ્લવી, પ્રતીકના પિતા. સ્વ નાગરદાસ, સ્વ જયંતીલાલ, સ્વ મહેન્દ્રકુમાર, ચંદ્રકાંત, સ્વ રમેશચંદ્ર, સ્વ દમયંતીબેનના ભાઈ. સ્વ નાગરદાસ હરગોવિંદદાસ ભૂવાના જમાઈ. તેમની સર્વ પક્ષની પ્રાર્થનાસભા 7/1/24 રવિવારના 4થી 6, મહેતા બંગલો, કિલ્લાની બાજુમાં, અહમદનગર મુક્કમે રાખેલ છે.
દશા મોઢ માંડલિયા
મહેન્દ્ર કાંતિલાલ પારેખના ધર્મપત્ની અ.સો. લતાબહેન પારેખ (ઉં. વ. 66) તા. 4-1-24 ના શ્રીજીચરણ પામ્યા છે. આનંદના માતુશ્રી. તે મસ્કતવાળા સ્વ. ઇશ્વરીબહેન કિશનદાસ ગાંધીની સુપુત્રી. તે સ્વ. જમનાબહેન સંપટ, સ્વ.ખીમજીભાઈ ગાંધી, ચંદનભાઈ ગાંધી, રમેશભાઈ ગાંધી, ભરતભાઈ ગાંધી, .દિલીપભાઈ ગાંધી, મહેન્દ્ર (બબુ) ગાંધી, મીનાબહેન ભાટિયા તથા ચંદ્રિકાબહેન ભાટિયાના બહેન, તથા મહેશભાઈ પારેખ, નીતિનભાઈ પારેખ અને નીલાબહેન અંબાણીના ભાભી. તેમની પ્રાર્થના સભા તા. 7-1-24, રવિવાર ના 4થી 6, સ્થળ: ઠઠાઈ ભાટિયા વાડી. હોલ નં 5. શંકર ગલ્લી, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
હાલાઈ ભાટીયા
પ્રવીણભાઈ કાપડીયા (કાલુ ખીમજીવાળા) (ઉં. વ. 87) તે ગં.સ્વ. લલીતા લીલાધર કાપડીયાના પુત્ર, તે પ્રિતી (પ્રભા)ના પતિ. તે જીતેન સુપ્રિયા, દક્ષા (જીગના) જયદીપ ગાંધીના પિતા. તે મનજી માવજી ગોકલગાંધીના જમાઈ. તે પ્રિયંકા, આર્યા, આદિત્યના નાના-દાદા તા. 3-1-24ને બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર તા. 6-1-24ના 5થી 6, સીવુડ ગાર્ડન, કોમ્યુનીટી હોલ, સેક્ટર 17, સાનપાડા, નવી મુંબઈ. પ્રાર્થનાસભા, લોકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો