હિન્દુ મરણ
હિન્દુ મરણ
ઘોઘારી દશા શ્રીમાળી મુંબઈગરા
ભાવનગર, હાલ મુંબઈ અશ્ર્વિન મહેતા (ઉં. વ. ૮૧) તા.૨૦.૯.૨૩એ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ.હરિલાલ દામોદરદાસ મહેતાના પુત્ર. નલિનીબહેનના પતિ. ધર્મિલના પિતા. સ્વ.ધીરેનભાઇ તથા જયંત, હંસાબહેન, ઊર્મિલાબહેન, વર્ષાબહેનના ભાઇ. હર્ષદભાઇ છોટાલાલ ગાંધીના બનેવી. જિજ્ઞેશ ગાંધીના ફુવા. પ્રાર્થનાસભા, લૌકિક પ્રથા બંધ છે.
દેસાઈ સઇ સુતાર જ્ઞાતિ
દકાના, હાલ બોરીવલી ઓધવજીભાઈ નાનજીભાઈ રાઠોડ (ઉં. વ. ૮૪) તે ૧૮/૯/૨૩ના રામચરણ પામેલ છે. તે રંભાબેનના પતિ. ભદ્રાવળ નિવાસી સ્વ. સવજીભાઈ દયાળજીભાઈ ગોહિલના જમાઈ. અનિલ, કમલેશ, નયના, રશ્મિ, પ્રવીણા તથા જાગૃતિના પિતા. ધીરુભાઈ, વિઠ્ઠલભાઈ, માધુભાઈ સ્વ. હીરાબેન, શારદાબેન, સ્વ. લાભુબેનના મોટાભાઈ. રમણીકલાલ, શૈલેષકુમાર, શાંતિલાલ તથા રવિકુમારના સસરા. સાદડી ૨૨/૯/૨૩ ના ૫ થી ૭. દેસાઈ સઇ સુથાર જ્ઞાતિ વાડી, અશોક ચક્રવર્તી રોડ, સ્વયંભુ ગણપતિ મંદિર પાસે, કાંદિવલી ઈસ્ટ.
પરજીયા સોની
ઘૂઘરાળાવાળા હાલ બોરીવલી ગં. સ્વ. સોની કાંતાબેન બાલાભાઈ થડેશ્ર્વર (ઉં. વ. ૮૪) તે ૨૦/૯/૨૩ના અક્ષરનિવાસી થયેલ છે. તે સ્વ. હસમુખભાઈ, વિજયભાઈ, સ્વ. જયેશભાઇ, કિરણબેનના માતુશ્રી. નયના, કાશ્મીરા, સોનલ, દિનેશ પરમાણંદભાઈ ઘઘડા રાજકોટના સાસુ. હાર્દિક, જીગર, પ્રણય, શુભમ, કાયરાના દાદી. પ્રીતિના દાદીસાસુ. ભાવનગરવાળા નાનજીભાઈ કરશનભાઇ ધાણકના દીકરી. પ્રાર્થનાસભા ૨૨/૯/૨૩ ના ૫ થી ૬. સોનીવાડી, શીમ્પોલી, બોરીવલી વેસ્ટ.
ઔદિચ્ય ગોરવાડ બ્રાહ્મણ
સ્વ. ગીરીબાલાબેન (જયશ્રીબેન) પ્રવિણચંદ્ર મંછારામજી ઓઝા (ઉં. વ. ૭૧) ગામ રોહિડા હાલ અંધેરી તે અભિષેક તથા દીપ્તિના માતુશ્રી. કોમલના સાસુ. તાશીના દાદી. સ્વ. અમૃતલાલજી, સ્વ. બાલુભાઈ, કાકુભાઇના ભાઈના પત્ની. સ્વ. શાંતાબેન તથા સ્વ. દલપતરામજી દવેના પુત્રી. શૈલેષ તથા નીતિનના બહેન. ૧૮/૯/૨૩ ના કૈલાશવાસી થયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૨/૯/૨૩ ના ૬ થી ૮. વિશ્ર્વકર્મા બાગ, ૩૬/૩૭ બજાજ રોડ વિલેપાર્લા વેસ્ટ.
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ
બાટવા દેવડી, હાલ દહિસર સ્વ. નરોત્તમ કાનજી મહેતાના ધર્મપત્ની રમાબેન (ઉં. વ. ૮૩) તે ૨૦/૯/૨૩ ના કૈલાશવાસી થયેલ છે. તે સ્વ. શૈલેષ, સ્વ. વસુધા, હર્ષા, ભાવના તથા રાજેશના માતુશ્રી. મોહિત, શીલ, જુહીના દાદી. સ્વ. ભૈરવી તથા સુધાના સાસુ. ગાયત્રી તથા ઉમંગ વ્યાસના દાદીસાસુ. પ્રાર્થનાસભા ૨૨/૯/૨૩ ના ૪ થી ૬. માતૃછાયા હાઈસ્કૂલ સી એસ રોડ નં. ૨, આનંદ નગર, દહિસર ઈસ્ટ.
ઘોઘારી લોહાણા
ભાવનગર હાલ કાંદિવલી ગં.સ્વ.ઉષાબેન સોઢા (ઉં. વ. ૮૯) તે ૧૯/૦૯/૨૦૨૩ મંગળવાર શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.અરુણભાઈ નંદલાલ સોઢાના ધર્મપત્ની. તે સ્વ.હિના યોગેશકુમાર પુરોહિત, સૌ.સ્વાતિ શૈલેશકુમાર ખીમાણીના માતૃશ્રી. તે સ્વ.વિનોદીનીબેન ધીરજલાલ ગઢીયા, સ્વ.મીનાક્ષીબેન પ્રફુલચંદ્ર સોઢા, ગં.સ્વ.ગીતાબેન વિપિનચંદ્ર સોઢાના ભાભી. તે સ્વ.હરીબેન હીરાલાલ ગણાત્રા ના સુપુત્રી. તે સ્વ.દિલીપભાઈ, સ્વ.રજનીભાઇના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
રાજુલાવાળા હાલ લોનાવાલા શ્રી. અનંતરાય દુર્લભદાસ દોશીના ધર્મપત્ની અ.સૌ. કલાબેન અનંતરાય દોશી (ઉં. વ. ૮૯) તા. ૧૬-૦૯-૨૦૨૩ના પુના મુકામે શ્રીજી ચરણ પામેલ છે, તેઓ સ્વ. ત્રિવેણીબેન દુર્લભદાસ દોશીના પુત્રવધૂ. નંદાબેન તથા રાહુલભાઈના માતુશ્રી. ધનંજય બખલે તથા વત્સલાના સાસુમા, વલ્લ૨ી, પ્રિયલ, ભૈરવી તથા સારાહના દાદીમા. પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ છે.
ઘોઘારી લોહાણા
મોટા લીલીયા હાલ વિલેપાર્લા ગં. સ્વ ચંપાબેન જયંતીલાલ રામજીભાઈ અઢિયા (ઉં. વ. ૮૯) તે સ્વ. હર્ષદભાઈ, દિલીપભાઈ, ભરતભાઈ, ચેતનભાઈ, ઈલેશભાઈ, બિન્દુબેનના માતુશ્રી. હર્ષા, ગીતા, તૃપ્તિ, દિવ્યા, મનીષા, હસમુખભાઈ શાહના સાસુ, વસંતભાઈ તથા કિશોરભાઈના ભાભી. સ્વ. ગાંડાલાલ ગોકળદાસ સરૈયાના દીકરી. અભિષેક, પ્રિયા ગોપાલ રૂપારેલ, ભૂમિકા માનવ ચૂરી, નિશિતા આરવ મુછાડા, કરિશ્મા પૂર્વીન શાહ, રોહન, પાયલ, રાજ તથા નમ્રતાના દાદી. ૧૯/૯/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વૈષ્ણવ વણિક દશા પોરવાડ
ડેરોલ હાલ બોરીવલી, સુરેશચંદ્ર દેસાઈ (ઉં. વ. ૭૭) તે સ્વ. ચંપાબેન ગોવિંદલાલ પુજાલાલ દેસાઈના સુપુત્ર તથા સુરેખાબેનના પતિ તથા પ્રતિભાબેન ગીરીશચંદ્ર તલાટી તથા સ્વ પ્રવીણભાઈના ભાઈ તથા શીતલ તથા રોનકના પિતાશ્રી ભાવિનભાઈ ગોકુલદાસ દેસાઈ તથા હિરલના સસરા. તે તા. ૨૦-૯-૨૦૨૩ ના શ્રીજી ચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર તા.૨૨-૯-૨૦૨૩ ૫.૩૦ થી ૭.૦૦. જૈનમ બેન્કવેટ, શ્રી ઐય્યપ્પા ટેમ્પલ કોમ્પલેક્ષ, પહેલા માળે ઓફ એસ. વી.રોડ, રામનગર, કલ્યાણ જ્વેલર્સ ની લેન, બોરીવલી વેસ્ટ,લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
સ્વ. કમળાબેન ઉમિયાશંકર ટેવાણી કચ્છ ગામ લાયજા હાલે મુલુંડના પુત્ર બાબુલાલ (ઉ. વ. ૮૨) તે લિલાવતીબેનના પતિ. તે મિના બિમલ જેઠા, નયના કિરણ શર્મા, ગીતા રમેશ ખીરા, પિયુષ (લાલો)ના પિતાશ્રી. તે સ્વ. બચુબેન ચંદુલાલ રત્નેશ્ર્વર (ભવાનીપર)ના મોટા જમાઇ. પૂજાના સસરા. મિત મોનિષના દાદાજી. સ્વ. નાનાલાલ, અશોકના મોટાભાઇ. મંગળવારના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૨-૯-૨૩ના ગ્રાઉન્ડ ફલોર, સારસ્વત વાડી, મુલુંડ (વે) સાંજે ૫થી ૭.
લુહાર સુથાર જ્ઞાતિ
માંગરોળ, હાલ મુંબઇ સ્વ. ઇલાબેન ઉમરાણીયા (ઉં. વ. ૬૮) તે લાભુબેન કલ્યાણજીભાઇ ઉમરાણીયાના પુત્રવધૂ. તે ધીરુભાઇ કલ્યાણજીભાઇ ઉમરાણીયાના પત્ની. તે લીનાબેન તથા સૈફાલીબેન તથા કનકભાઇના માતુશ્રી. ઉપલેટા નિવાસી દિવાળીબેન જેઠાભાઇ ચુનીભાઇ સિદ્ધપુરાના પુત્રી. તા. ૧૯-૯-૨૩ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
દશા પોરવાડ વૈષ્ણવ વણિક
કાલોલ, હાલ ઘાટકોપર ગં.સ્વ. પ્રેમીલાબેન હેમંતકુમાર શાહ (ઉં. વ. ૮૫) તા. ૧૯-૯-૨૩ના મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે નટવરલાલ દેસાઇના સુપુત્રી. તે દિવ્યાંગ, ગૌરાંગ, પ્રિયાંગ, પ્રીતિના માતુશ્રી. તે કેતકી હેમાંગીની, ગીતા, દિપક પારેખના સાસુ. તે ધ્વનિ કૃષ્ણકાંત જોશી, રાજવી, ચૈતાંગ, હર્ષાંગ, દેવર્ષના દાદી. તે દેવાંશી આકાશ શેઠ અને ધનાશ્રીના નાની. તે કાવ્યાના પરનાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
લધારામ નરસી ચંદેના ધર્મપત્ની તારાબેન (ઉં. વ. ૬૬) કચ્છ ગામ રામપર (અબડાસા) મુલુંડ ચેકનાકા તા. ૧૯-૯-૨૩ના મંગળવારે રામશરણ થયેલ છે. તે સ્વ. બાબુલાલ મુલજી કતિરા ગામ ઘડુલીવાળાની સુપુત્રી. તે સ્વ. જયેશ લધારામ અને પ્રવિણા હેમંત આડાસાલીના માતુશ્રી. તે સ્વ. કમળાબેન, અં. સૌ. હેમલતા, સ્વ. રાજેશભાઇ, સ્વ. બીપીનભાઇના મોટા બહેન. તે અનસુયા નારાયણજી અનમના ભાભી. તે નિમિષાના દાદી. મંથનનાં નાની. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
નવગામ વિશા દીશાવાળ
બાલીસાણા હાલ મલાડ અ. સૌ. અન્નપૂર્ણાબેન શાહ (ઉં.વ.૭૩) તા. ૨૦-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે જીતેન્દ્ર અમૃતલાલ શાહના પત્ની. કૈલેશભાઇ ને તેજલબેનના માતુશ્રી. જગદીશભાઇ, સરયુબેનના ભાભી. સરોજબેનના જેઠાણી. રીટાબેન પ્રજ્ઞેશભાઇના સાસુ. પલોમીના દાદી. મીતના નાની. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
મહુવા હાલ મીરારોડ ગં. સ્વ. કૈલાસબેન પ્રાણજીવનદાસ મહેતા (ઉ. વ. ૮૫) તે રાજેશ, હરેશ, ચારૂલતાના મમ્મી. તથા સોનલ, અલ્પાના સાસુ. ભક્તિ, જીગર, શીલ્પી, રોનક, નીધી, મીતીના દાદીમા. તથા સ્વ.સુશીલાબેન, સ્વ. અનસુયાબેન, સ્વ. કાંતીલાલ, ગં. સ્વ. દક્ષાબેનના મોટાબહેન. તા.૧૯-૯-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે.લૌકિક પ્રથા બંધ છે.
મેઘવાળ
મૂળ જૂનાગઢ, હાલ મુલુંડના જેઠાભાઇ અમરાભાઇ પરમારના પત્ની સ્વ. શાંતાબેન (ઉં.વ.૬૮) તા. ૧૫-૯-૨૩ના રામચરણ પામ્યા છે. તે સ્વ. રતનબેન અને અમરાભાઇના પુત્રવધૂ. નરેશ, જયા, હરેશ, હંસાના માતા. મીરા, જયેશ, પૂનમ, શૈલેષના સાસુ. સ્વ. રામજીભાઇના ભાભી. ગં. સ્વ. ખીમીબેનના જેઠાણી. સ્વ. હીરૂબેન હમીરભાઇ દાફડાના દીકરી. બારમાની વિધી તા. ૨૩-૯-૨૩ના શનિવારે ૪થી ૭. ઠે. સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ).
ઔદિચ્ય ગોરવાલ બ્રાહ્મણ
ગામ ઝાડોલી, અંધેરી સ્વ. ભાલચંદ્ર લક્ષ્મીશંકરજી દવે (ઉં.વ. ૭૯), શ્રીમતી રમાબેનના પતિ. મિનાક્ષી, બંકિમ અને પિયુષના પિતા. પીંડવારા નિવાસી સ્વ. ચત્રભૂજજી વોરાના જમાઈ. નંદકીશોર, તેજલ અને પૂર્વીના સસરા. જીતના નાના. પ્રીશા, જય અને મનનના દાદા તા. ૧૮/૯/૨૩ના દેવલોક પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૩/૯/૨૩ શનિવારના ૫ થી ૭, પહેલો માળો, વિશ્ર્વેશ્ર્વર ભવન, સન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, વિલેપાર્લે વેસ્ટ, લૌકીક પ્રથા બંધ છે.
લુહાર સુથાર જ્ઞાતિ
ગામ ગોંડલવાળા, હાલ મલાડ રણછોડભાઈ અમરશીભાઈ ડોડીયાના પુત્ર પ્રવીણભાઈના ધર્મપત્ની અ. સૌ. મીનાબેન (ઉં.વ. ૫૯) તા. ૧૯-૯-૨૩ના શ્રીરામચરણ પામ્યા છે. તેઓ જય, પ્રિતેશના માતુશ્રી તથા ગં.સ્વ. અરુણાબેન, સ્વ. પ્રફુલાબેન, ભાવનાબેન, ધર્મિષ્ઠાબેન, નીતાબેનના ભાભી તથા સોહનીબેન, સ્નેહાબેનના સાસુ તથા મહેન્દ્રભાઈ, દીપકભાઈ મૂળજીભાઈ જીલકાના બેન. યુવાન, વિવાનના દાદી.
કચ્છી ભાટીયા (મડાઈ)
ગં.સ્વ. રોહીણી ઉદ્દેશી (ઉં.વ. ૮૨), તે સ્વ. રમેશ હરિદાસ દામોદર ઉદ્દેશીના પત્ની. તે સ્વ. પરસોત્તમ કરશનદાસ સંપટ (દેવાબાણજી દિલ્હીવાળા)ના પુત્રી. તે આશા, કમલેશના માતુશ્રી. તે મિલન ભાટીયા તથા ઉષ્માના સાસુ. તે દેવાંશ, રીયા, કુનાલ, અંકિતા, વૈશાલી તથા હર્ષિલના નાની-દાદી, બુધવાર, તા. ૨૦-૯-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૨-૯-૨૩ના ૫ થી ૬.૩૦, ઈન્ડિયન મરચન્ટ ચેમ્બર, ૪થે માળે, ચર્ચગેટ. લૌકિક વ્યવહાર બંધ છે.
નવગામ ભાટીયા
બનીસા, હાલ મુંબઈ માધુરી ગાંધી (ઉં.વ. ૮૪), તે સ્વ. મોહનલાલ વલ્લભદાસ ગાંધીના પત્ની. તે સ્વ. ગોપાલદાસ નાગજી ઉદેશીની દિકરી. તે વિજય, પ્રમોદ, વિનોદ, મીના સુરેશ વેદ, આશા જયેશ ભાટીયા, છાયા જયેશ આશરના માતુશ્રી. તે અ.સૌ. સ્મીટા, રાજેશ્રી, મોનાલીના સાસુ. તે ખુશ્બુ અમીત, આદિત્ય, આર્યન, કરણ, શાર્વિ, હાર્દિક, પ્રિયલ, અંકીત, અપૂર્વ, ચિન્મયના દાદી-નાની, તે બુધવાર, તા. ૨૦-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
રાજુલા નિવાસી લલીતભાઈ તુલસીદાસ સંઘવી, હાલ મુંબઈ (ઉં.વ. ૮૩), તે સ્વ. હસુમતીબેનના પતિ. રોહિતભાઈ, આરતીબેન, આશિતભાઈના પિતા. સંજયભાઈ, તૃપ્તિબેન, નીપાબેનના સસરા. વરુણ, પ્રણવ, દર્શિત, વિધિ, પ્રતિક, ધ્રુવના દાદા બુધવાર, ૨૦-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૪-૯-૨૩ ને રવિવારે ૫થી ૭. સેવા સદન, ગામદેવી પોલીસ સ્ટેશનની બાજુમાં, ગામદેવી, મુંબઈ-૭. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટીયા
ગં. સ્વ. ઉષા ખટાઉ ઢગાઇના પુત્ર નીતીન ખટાઉ ઢગાઇ (ઉં. વ. ૫૩) તે સ્વ. માધવદાસ દેવજી ઢગાઇના પૌત્ર. અ. સૌ. હીના ધર્મેન્દ્ર ભીમાણી તથા ધર્મેશ ખટાઉ ઢગાઇના ભાઇ. અ. સૌ. જયોતી ધર્મેશ ઢગાઇના જેઠ. ગં. સ્વ. પુષ્પા માધવજી નેણશી સંપટના દોહીત્રા. અ. સૌ. સોનલ મોહીત સાવલાના મામા. દિયા ધર્મેશ ઢગાઇના કાકા. તા. ૨૧-૯-૨૩ના મુંબઇ મીરા રોડ મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
ખંભાતી વિશા લાડ વણિક
થાણા નિવાસી અતુલભાઇ થાણાવાલા (ઉં. વ. ૬૫) તે સ્વ. વનમાળીદાસ ગંગાદાસ થાણાવાલા તેમ જ સ્વ. શકુંતલાબેન થાણાવાલાના સુપુત્ર. કિરણ, વિજય, સૌ પ્રજ્ઞા પ્રજ્ઞેશ કાપડિયાના ભાઇ. સૌ. કૌમુદી, સૌ પૂર્ણિમાના દિયર તા. ૨૦-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.