હિન્દુ મરણ
બગસરા નિવાસી, હાલ મુંબઇ હિતેન ચંદ્રકાન્ત રઘાણી તે મણીલાલ હેમચંદ રઘાણીના પૌત્ર તથા વચ્છરાજ દામોદર વખારીયાના દોહિત્ર તથા અંજની પીયુષ પટેલ અને દેવેન ચંદ્રકાન્ત રઘાણીના ભાઇ તથા સાવિત્રીબેન ચંદ્રકાન્ત રઘાણીના પુત્ર તથા આકાશ હિતેન રઘાણીના પિતા. તથા લવીના સસરા. શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ છે.
કોળી પટેલ
ગામ વલસાડ, હાલ મુંબઈ-ખેતવાડીના રહેવાસી રંજનબેન નાથુભાઈ પટેલ (ઉં. વ. ૬૭)નું અવસાન તા. ૩-૧-૨૪ બુધવારના રોજ થયેલ છે. તે કેતન, આશિષ અને કૌશલના મમ્મી. તે બાબુભાઈ-લીલાબેન, રમીલાબેન અને સ્વ. ધનુબેનના ભાભી. તે સ્વ. ભૂલીબહેન છગનભાઈ પટેલના પુત્રવધૂ. તે કોમલ, વર્ષા અને નિશના સાસુ. મણીલાલ અને લક્ષ્મીબેનની સુપુત્રી. તેમનું બેસણું શુક્રવાર, તા. ૫-૧-૨૪ના બપોરના ૪ થી ૫ તેમજ પુચ્છપાણી શનિવાર, તા. ૧૩-૧-૨૪ના ૪ થી ૫ નિવાસસ્થાને રાખેલ છે. ઠે: શ્રીપતી કેસ્ટલ, ૮મો માળ, ફલેટ નં. ૮૦૩, યુનિયન હાઈસ્કૂલની સામે, ગ્રાંટરોડ, મુંબઈ-૪.
કોળી પટેલ
ગામ ધમડાછા (હાલ મુંબઇ મલાડ)ના સ્વ. બાબુભાઇ લલ્લુભાઇના પટેલના પત્ની વાસંતીબેન (ઉં. વ. ૭૬) તા. ૩-૧-૨૪ બુધવારે દેવલોક પામ્યા છે. તે યોગેશ, ભાવના, યોગિતા, યોતિષા, સંતોષના માતા. નરેશ, દિનેશ, અશ્ર્વિન, નીતાના સાસુ. આકાશ, દિવ્યાનાં દાદી. કેતન, કુણાલ, મિતેશ, ઉમંગ, રિદ્ધિ, કુશાલીના નાની. સ્વ. સોમાભાઇ, સ્વ. પૂનમભાઇના ભાભી. બેસણું તા. ૫-૧-૨૪ના શુક્રવારે ૨થી ૫. પુષ્પપાણી તા. ૧૪-૧-૨૪ના રવિવારે ૨થી ૫. ઠે. રૂમ નં.૨, શાંતિ દેવી મિશ્રા ચાલ, હનુમાન નગર, કુરાર વિલેજ, મલાડ (પૂ).
દશા સોરઠીયા વણિક
પાલીતાણા નિવાસી, હાલ મલાડ નીરુબેન ચુડાસમા (ઉં. વ. ૭૩) તે સ્વ. જયસુખલાલ રતિલાલ ચુડાસમાના ધર્મપત્ની. હિતેશ, પ્રિતી (પૂજા)ના માતુશ્રી. મનીષ જનાણી તથા નેહલના સાસુ. કુશ તથા દર્શીલના નાની-દાદી. અરવિંદભાઇ, ઇન્દુબેન, ગીતાબેન, બાળાબેન, સ્વ. ઇલાબેન, ગીરાબેન, દિલીપભાઇના ભાઇના ધર્મપત્ની. સ્વ. કમળાબેન જગજીવનદાસ પારેખ (મેંદરડા)ના સુપુત્રી. તા. ૨-૧-૨૪ના મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૫-૧-૨૪ના શુક્રવાર ૫થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. બાપ્સ સ્વામિનારાયણ શંકરધામ, ગોરસવાડી, પેટ્રોલ પંપ પાસે, અક્ષરધામ કોમ્પ્લેકસ, ૩જા માળે, અસ્મીતા બિલ્ડિંગ, નીલગીરી બિલ્ડિંગની બાજુમાં, એસ. વી. રોડ, મલાડ (વેસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. લક્ષ્મીબેન અને સ્વ. મોરારજી ત્રિકમદાસ કોઠારી (ગામ રોહા કોટડા)ના પુત્ર શંકરલાલ કોઠારી (ઉં.વ. ૮૫) તે સ્વ. કેશવજીભાઈ, સ્વ. શિવદાસભાઈ, સ્વ. કેસરબેન, સ્વ. સાકરબેન, સ્વ. કાશીબેન, સ્વ. સંતોકબેન, સ્વ. સરલાબેનના ભાઈ તથા સ્વ. હેમીના, મનીષ અને જીતેન્દ્રના કાકા તા. ૩-૧-૨૪ના કિલ્લા પારડી, વલસાડમાં શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ધરણગાંવ ભાટિયા
હાલ ધરણગાંવ વાસી સ્વ. ગોપાલદાસ ભાટિયા, તે ગં.સ્વ. સુમતિ બાલકૃષ્ણના પુત્ર. તે ગં.સ્વ. મુનજાબેનના પતિ. તે ગં.સ્વ. સુશીલાબેન મથુરાદાસ ભાટિયા (વૈજાપુર)ના જમાઈ. તે મંગલદાસ ભાટિયાના મોટાભાઈ. તે રોહન, તેજલ જીગ્નેશ કજરીયાના પિતા. તે નીલમ જયંતભાઈ સરૈયા, પ્રતિક્ષા (સંગીતા) પિયુષ સંપટ અને સુષ્મા રૂપેશ આશરના ભાઈ તા. ૩૧-૧૨-૨૩, રવિવારના શ્રીજીચરણ પામ્યા છે.
વરિયા પ્રજાપતિ
સ્વ. લલીતાબેન હમીરાણી (ઉં. વ. ૮૬) મૂળગામ બોટાદ હાલ કાંદિવલી તા. ૩૦-૧૨-૨૩ના રામચરણ પામ્યાં છે. તે સ્વ. લાલજી હમીરાણીના પત્ની. ધનજીભાઇ, ઇશ્ર્વરભાઇ, સ્વ. ભરતભાઇ, રમાબેન, દિનેશભાઇ, સ્વ. પ્રકાશ તથા સુરેશભાઇના માતા. પ્રાર્થનાસભા તા. ૯-૧-૨૪ના મંગળવારે ૯થી ૧૧. ઠે. વાંઝાવાડી, ધનામલ સ્કૂલની સામે, મથુરાદાસ રોડ, કાંદિવલી (વે).
કપોળ
સાવરકુંડલાવાળા હાલ વિલેપાર્લે (પૂર્વ) સ્વ. ભાનુમતિ શાંતિલાલ કાણકિયાના સુપુત્ર મહેન્દ્રભાઇ (ઉં. વ. ૭૬) સ્વ. નલીનીબેનના પતિ. ભાવેશ તથા દર્શના અજયભાઇ મહેતાના પિતા. માયાના સસરા. નિતીનભાઇ, રણજીતભાઇ, દીપકભાઇ તથા લક્ષ્મીબેન રાજેશભાઇ વળિયાના ભાઇ. સ્વ. રમણલાલ નાગજીભાઇ પારેખના જમાઇ. જાનકી, હર્ષ, હર્ષિતના દાદા. ગુરુવાર, તા. ૪-૧-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. પ્રાર્થનાસભા રવિવારે, તા. ૭-૧-૨૪ના ૧લે માળે, વિશ્ર્વેશ્ર્વર હોલ, સન્યાસ આશ્રમ, વિલેપાર્લે (પશ્ર્ચિમ)નાં ૪થી ૬. સર્વે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નવગામ ભાટિયા
મોડાવાળા ભાઇ નિરંજન હાલ બોરીવલી (ઉં. વ. ૭૯) તે સ્વ. રાધાબાઇ ગીરધરદાસ છીછીયાના પુત્ર. જયશ્રીબેનના પતિ. જીજ્ઞાસાના પિતા. ભાઇ પ્રવીણ, અ. સૌ. કિર્તીદા નરેન્દ્ર સંપટના ભાઇ. મોરબીવાળા સ્વ. નટવરલાલ ગોકલદાસ વેદના જમાઇ. બુધવાર, તા. ૩-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
અમરેલીવાળા હાલ મુંબઇ વિલેપાર્લેના સ્વ. ચીમનલાલ મગનલાલ ગાંધીના ધર્મપત્ની ગં. સ્વ. રંજનબેન (ઉં. વ. ૮૫) તા. ૩૧-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે પરિમલ, મીતા, ફાલ્ગુનીના માતોશ્રી. પ્રિતી, ભરત, મુકેશના સાસુ. શિહોરવાળા, સ્વ. અનંતરાય મણિલાલ ભુતાના દીકરી. ભૂપેન્દ્ર અને કનક રસીકલાલ મહેતાના બહેન. સર્વે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
ઔ. સ. ઝા. સા. ચા. બ્રાહ્મણ જ્ઞાતિ
શિહોર નિવાસી હાલ મલાડ વિનુભાઈ ગૌરીશંકર શુક્લના ધર્મપત્ની, વીણાબેન શુક્લ (ઉં. વ. ૬૪) તે ગં. સ્વ ભારતીબેન હર્ષદરાય શુક્લ, રમાબેન કિરીટકુમાર શુક્લના દેરાણી, ગં.સ્વ દક્ષાબેન ઈન્દુભાઈ તથા રેખાબેન ઉપેન્દ્રભાઈ શુક્લના જેઠાણી. હિરેન, કૃપા ભાસ્કરભાઈ મહેતા, ભાવના સંજયભાઈ ચોટલીયાના માતુશ્રી. પંકિતાબેન હિરેન શુક્લના સાસુ. દર્શનના દાદી. તે તા.૩/૧/૨૪ના અવસાન પામેલ છે. તેમની સાદડી ૬/૧/૨૪, ના ૪ થી ૬, શરાફ માતૃ મંદિર હોલ, ગોળગાર્ડનની બાજુમાં, પોદારરોડ મલાડ ઈસ્ટ.
લુણાવાડા વિસનગરા બ્રાહ્મણ
શ્રીકાંત ચંદ્રશંકર જોશી (ઉં. વ. ૮૫) તે ૨/૧/૨૪ના હાટકેશ શરણ પામેલ છે. તે સ્વ. ચંદ્રશંકર જગન્નાથ જોશી તથા સ્વ. જયાબેનના પુત્ર. સ્વ. શાંતિબેનના પતિ. સ્વ. પ્રજ્ઞાબેન, સ્વ. અરુણાબેન, ઉષાબેન, કિશોરીબેન તથા સ્વ. નીલકંઠ ચંદ્રશંકર જોશીના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ મેવાણ હાલ કાંદિવલી સ્વ. ગોકલદાસ ગોરધનદાસ દાવડાના પુત્રવધૂ તથા અરવિંદભાઈના ધર્મપત્ની અ. સૌ. તરુણાબેન (ઉં. વ. ૭૭) તે સ્વ. સુશીલાબેન ગોકલદાસ થોભાણીના દીકરી. સ્વ.મધુબેન અતુલકુમાર માવાણીના બહેન. સ્વ. સુશીલાબેન (દિવાળીબેન) ગોકલદાસ અમલાણી, સ્વ.રતનબેન મોહનલાલ તન્ના, સ્વ.મંજુલાબેન વલ્લભદાસ રાડિયા, સ્વ.ચંદ્રિકાબેન પ્રભુદાસ કોટેચા, ભારતીબેન જયંતીલાલ અમલાણીના ભાભી ૨/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
૨૫ ગામ ભાટિયા..
સાતુદળવાવડી નિવાસી હાલ બોરીવલી નરોત્તમદાસ ગીરધરલાલ આશર (ઉં. વ. ૯૩) તે સ્વ. લીલાવતીના પતિ. કરસનદાસ દેવકરણ દુતિયાના જમાઈ. સ્વ. વેણીબેન ગોપાલદાસ આશર, લીલીબેન કરસનદાસ સરૈયા તથા પ્રવીણભાઈના મોટાભાઈ. ભાવિન -હિના, ભાવેશભાઈના પિતા. દીશીતાના દાદા ૩/૧/૨૪ ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૫/૧/૨૪ ના ૪ થી ૬. સર્વોદય હોલ, વર્ધમાના સ્થા જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ બોરીવલી વેસ્ટ.
લુહાર સુથાર
જસપરાવાળા હાલ પૂના સ્વ જગજીવનભાઈ કાનજીભાઈ રાઠોડના ધર્મપત્ની પ્રભાવતીબહેન (ઉં. વ. ૮૭) તે ૧/૧/૨૪ ના સોમવારે રામશરણ પામેલ છે. તે પ્રકાશભાઈ, ભરતભાઈ, રેખા રાજેશ પરમારના માતુશ્રી. સ્વ ભીખાભાઈ,સ્વ રામજીભાઈ, સ્વ બાબુભાઈના ભાઈના ધર્મપત્ની. સ્વ કાળીદાસ સિધ્ધપુરા, સ્વ વ્રજલાલભાઈ, સ્વ નાનજીભાઈ સ્વ વનમાળીભાઈના બહેન. સુજાતા, સ્મિતાના સાસુ તેમની પ્રાર્થનાસભા તા. ૬/૧/૨૪ શનિવારના ૫ થી ૭, શ્રી લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ દત્તપાડા રોડ બોરીવલી ઇસ્ટ.
કપોળ
ઉમરાળાવાળા ભાવનગર, હાલ સાવરકુંડલા સ્વ.રંભાગૌરી નગીનદાસ વેણીલાલ વળિયાના પુત્ર રજનીકાંતભાઈ (ઉં. વ. ૮૦) ગુરૂવાર તા.૨૮/૧૨/૨૦૨૩ના શ્રીજીચરણ પામેલ છે.તે સ્વ. સુધાબેનના પતિ. નીતા જીતેન્દ્ર શેઠ, બિન્દુ રાજન પારેખ, ઈલા કૌશિક દોશી,કાજલ મહેશ મોદીના પિતા. તે ગં.સ્વ.પુષ્પાબેન ભૂપતરાયના દિયર, ભાવનગરવાળા સવાઈલાલ મહેતાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ જામખંભાળિયા, હાલ પ્રાર્થના સમાજ, હરીશભાઇ ગોરધનદાસ સુતરીયા (ઉં. વ. ૮૧) તે સ્વ પુષ્પાબહેનના પતિ. તે દિનેશ-અ.સૌ મિતા તથા બિંદલ માણેકના પિતાશ્રી. તે સ્વ. મથુરાદાસ, સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. સરયુબહેન લીલાધર માખેચા, અરિંવદભાઈ તથા સુરેશભાઈના ભાઈ. તે સાસરાપક્ષે સ્વ. ત્રિભોવનદાસ વસનજી રાચ્છના જમાઈ. તે શૈલી, ધવલ, પરીન ધ્રુમિલ કારીયા, મિતેન માણેક, કિયારા તથા નીવાહના દાદાજી. મંગળવાર તા ૦૨ ૦૧ ૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર તા ૦૬.૦૧.૨૦૨૪ ના ૫ થી ૭, ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર્સ હોલ, ચોથે માળે, ચર્ચગેટ સ્ટેશનની બાજુમાં મુંબઈ. ત્વચા દાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા (પોરબંદર)
ગામ કંડોળા (હાલ વડોદરા) પ્રકાશભાઈ માંડવિયા (ઉં. વ. ૬૯) ૨૯ ડિસેમ્બર ૨૦૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કાંતાબેન પ્રભુદાસ માંડવિયાના પુત્ર. આશાબહેનના પતિ. સિદ્ધાર્થના પિતા. માનસીના સસરા. હિયાન અને આરના દાદા. સ્વ. કિરણભાઈ, સ્વ. રજનીભાઈ અને ઉર્મિલાબહેનના ભાઈ. લૌકિક પ્રથા બંધ રાખવામાં આવી છે.
બ્રહ્મક્ષત્રીય
માંગરોળ નિવાસી સ્વ.કાતિલાલ રમણીકલાલ સેતાના ધર્મપત્ની ગં. સ્વ. તારાબેન સેતા, (ઉં. વ. ૮૬) તારીખ ૩ -૦૧-૨૦૨૪ ના દેવલોક પામ્યા છે. સ્વ. ઇશ્ર્વરલાલના ભાભી. કેતનભાઈ કાંતિલાલ સેતા, હસુબેન ભરતભાઈ જાજલ, રેખાબેન મનસુખભાઇ સોપારીયા, સાધના નવનીતભાઈ જોઞી, અનીતા ધર્મેન્દ્ ભાઇ પડીયાના માતુશ્રી. જાસ્મિન ઇશ્ર્વરલાલ સેતાના ભાભૂ ની સાદડી તા. ૦૫-૦૧-૨૦૨૪ : ૪-૫ ૪-સી, પંચરત્ન કો.ઓ.સો., દામોદર પાર્ક, એલ.બી.એસ. રોડ, ઘાટકોપર વેસ્ટ.
દશા સોરઠીયા વણિક
બગસરા હાલ નિવાસી બોરીવલી – હિતેન રઘાણી (ઉં. વ. ૫૬) તે મણિલાલ હેમચંદ રઘાણીના પૌત્ર. તે વચ્છરાજ દામોદર વખારિયાના દોહિત્ર. તે અંજની પિયુષ પટેલ, અને દેવેન ચંદ્રકાન્ત રઘાણીના ભાઈ. તે સાવિત્રીબેન ચંદ્રકાન્ત રઘાણીના પુત્ર. તે આકાશ હિતેન રઘાણીના પિતા. તે લવીનાના સસરા, તા. ૪ જાન્યુઆરી – ૨૦૨૪ ના શ્રીજી ચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ છે.