હિન્દુ મરણ
રાજુલા નિવાસી ગિરધરલાલ ત્રિકમદાસ પારેખના પુત્ર અનંતરાય પારેખ (ઉં.વ. ૯૩) તા. ૩૦-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જસવંતીબેનના પતિ. મહેશ, વર્ષા, રીટા, દીપકનાં પિતાશ્રી. નલિની મહેશ પારેખ, અશોકભાઈ કરવત, કમલેશ વોરાના સસરા. બંસી મહેતા, રચના, અભી, જુહી પારેખના દાદા. મીરા મેહતા, દેવ કરવત, ગૌરાંગ વોરા તથા શ્ર્વેતાના નાના. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કપોળ
મોણપરવાળા ગં. સ્વ. પુષ્પાબેન તથા સ્વ. રમણીકલાલ જયંતીલાલ મહેતાના પુત્ર નયન (ઉં. વ. ૬૬) તે સ્વ. પંકજ હેમંત, ભારતી અશોક ભુતાના મોટાભાઈ. મમતા અને સાધનાના જેઠ. સ્વ. જયંતીલાલ રતીલાલ ગાંધી (અમરેલી)ના ભાણેજ ૨-૧-૨૪, મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ અંજાર હાલ નાસિક સ્વ. સામાબાઈ દયાળજી સોનેટાના પુત્રવધૂ. ગં. સ્વ. પુષ્પાબેન વેલજીભાઈ સોનેટા (ઉં. વ. ૯૩) સોમવાર, ૧-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે કિશોરભાઈ, સ્વ. રાજેશભાઈ, આશા ચેતનકુમાર ઠક્કરના માતુશ્રી. દીનાબેન, સ્મિતાબેનના સાસુ. તે કચ્છ ગામ ગઢશીશાવાળા સ્વ. કેશરબેન વિરજીભાઈ ચોથાણીના પુત્રી. તુલસીદાસ તથા હરીશભાઈના બેન. પૂજા વિવેક મહેતા, અંકિત તથા રિધ્ધિના દાદી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે: ફ્લેટ નં. ૫, બિલ્ડિંગ નં. એ/૨, આદિત્ય કુંજ સોસાયટી, ડીડોરી નાકા, પંચવટી, નાસિક-૪૨૨૦૦૩.
સુરતી દશા પોરવાડ
પ્રવિણચંદ્ર શાહ (ઉં. વ. ૮૬) તે સ્વ. પદ્માવતી તથા વસંતલાલ શાહના પુત્ર. રેખાબેનના પતિ. શિલ્પા, અપૂર્વ, હિતેનના પિતાશ્રી. સ્વ. નવીનચંદ્ર, પ્રદીપ, અજીત, સ્વ. કુંજબાળા, ફુલબાળા, સ્વ. ધ્રુવલતાના ભાઈ. ઉમેશભાઈ, રાખી, નીતાના સસરા ૨-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૪-૧-૨૪, ગુરુવારના કેવલબાગ, કાંદિવલી ઈસ્ટ-વેસ્ટ ફ્લાય ઓવરની નીચે, કાંદિવલી (વે).
લુહાર સુતાર
ભાવનગરવાળા હાલ ગોરેગાંવ સ્વ. રમાબેન કાંતિલાલ સિદ્ધપુરાના પુત્ર મહેશભાઈ (ઉં. વ. ૬૩) તે સ્વ.ઈલાબેનના પતિ. સ્વ. મિતેશભાઈ, મેઘનાબેન સચિનકુમાર ઓઝાના પિતાશ્રી. મહેન્દ્રભાઈ, પ્રકાશભાઈ, સ્વ. રેખાબેન નવીનચંદ્ર રાઠોડ, ગીતાબેન નરેશકુમાર ચુડાસમાના ભાઈ. ભાવેશભાઈ, ચિરાગભાઈ, પરાગભાઈ, મોનાબેન, સોનમબેન, જયશ્રીબેનના કાકા. ગુંદરણવાળા સ્વ. શિવલાલ નરશીભાઈ મકવાણાના જમાઈ મંગળવાર, ૨-૧-૨૪ના રામચરણ પામ્યા છે. સાદડી ગુરુવાર, ૪-૧-૨૪ના ૫ થી ૭. ઠે: લુહાર સુતાર વેલફેર સેન્ટર, કાર્ટર રોડ, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી (ઈ.).
કચ્છી લોહાણા
ભરત શકરાણી (ઉં. વ. ૬૭) ૧-૧-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. શંકરભાઈ દયાળજી શકરાણી તથા સ્વ. નર્મદાબેન શંકરલાલ શકરાણીના મોટા પુત્ર. સ્વ. સુનીલ, બીના અનીલકુમાર, અનીલના મોટાભાઈ. જાગૃતિના જેઠ. હર્ષ, ઉર્વશીના કાકા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે: ભદ્રાનગર, એ વિંગ ૧૦૨/૧૦૩, પહેલે માળે, નવનીત નગરની બાજુમાં, દેસાલી પાડા, ડોંબિવલી (પૂર્વ).
નાઘેર દશા શ્રીમાળી વણિક
ગાંગડા નિવાસી સ્વ. છબીલદાસ બેચરદાસ કામદારના ધર્મપત્ની જશવંતીબેન છબીલદાસ કામદાર (ઉં.વ. ૮૯) તે સ્વ. વિજયભાઈ, મીતાબેન મહેન્દ્રકુમાર, અતુલભાઈ, અશ્ર્વિનભાઈના માતુશ્રી. તે ગં.સ્વ. ચંદ્રીકાબેન, અ.સૌ. નીલાબેન, અ.સૌ. મમતાબેનના સાસુ. તે નેહાબેન દીપકકુમાર, નીરવ, ભૂમિ, વૈશાલીબેન, બીજલબેન, તેજલ અનીશના દાદી. તે સ્વ. અમૃતલાલ માધવજી રાણાના બેન. કીર્તિભાઈ, ગીરીશભાઈ અને જયેશભાઈ રાણાના ફઈબાના તા. ૧-૧-૨૪, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૪-૧-૨૪, ગુરુવારના ૪.૩૦થી ૬.૦૦ સ્થળ: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પ્લોટ નં. ૬૦-એ, હવેલીની બાજુમાં સેક્ટર-૨૯, વાશી, નવીમુંબઈ.
કચ્છી લોહાણા
સ્વ. કલાવંતીબેન વાલજી સચદે કચ્છ ગામ ઢોરી હાલે ભીંવડીવાળાના પૌત્ર ગં.સ્વ. (નયના) ભગવતીબેન વિનોદ સચદેના પુત્ર ભાવેશ સચદે (ઉં.વ. ૪૫) તા. ૨-૧-૨૪ના રામશરણ પામેલ છે. તે તૃપ્તિબેનના પતિ. અ.સૌ. મોનિકા બલરામભાઈ અનમ, અ.સૌ. કાજલ સતિશકુમાર અનમના ભાઈ (સાલ). કપીશ, કશીશના પિતા. સ્વ. કાંતાબેન ભીમજી માધવાણી (નેરલ)ના દોહિત્રા. તે ઉષાબેન રમેશભાઈ પ્રજાપતિના જમાઈ ગામ સુરત હાલે પરેલ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૪-૧-૨૪ના ૪થી ૬ મહાજનવાડી, રામદેવ હોટલની બાજુમાં, કલ્યાણ (વેસ્ટ).
મચ્છુ કઠિયા સઈ સુતાર
રાજકોટ નિવાસી, હાલ કલ્યાણ સ્વ. દિનેશભાઈ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ. ૬૮) તા. ૨-૧-૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે હર્ષાબેનના પતિ. તે અશોકભાઈના મોટા ભાઈ. તે કલ્પેશ, મયૂરના પિતાશ્રી. તે ભાવિશાબેનના સસરા. કમળાબેન, મીનાબેનના ભાઈ. તે દ્વારકાદાસ પ્રભુદાસ વાઘેલાના જમાઈ. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૪-૧-૨૪ના ૪.૦૦થી ૬.૦૦ ગીતા હોલ, શિવાજી ચોક, કલ્યાણ (પશ્ર્ચિમ).
કચ્છી લોહાણા
સ્વ. શનિબાઈ પુરષોત્તમ રૂપારેલ ગામ-લખપત, હાલ મુલુંડ ચેકનાકાવાળાના પુત્ર ધરમસિંહ (ઉં.વ. ૮૭) તા. ૨-૧-૨૪, મંગળવારના રામશરણ પામેલ છે. તે લતાબેન (દૌલતબેન)ના પતિ. સ્વ. જશોદાબેન કેશવલાલ પુજારા પનવેલવાળાના જમાઈ. રાજીવ, દિપા તથા સીમાના પિતાશ્રી. સંગીતાબેન મનીષકુમાર પંડિતપુત્રા, ચંદ્રેશકુમાર મંડલવિજાણના સસરા. સ્વ. લવજીભાઈ, સ્વ. દેવેન્દ્રભાઈ, સ્વ. મંગળાબેન, સ્વ. અનુસુયાબેન, સ્વ. ગંગાબેન, સ્વ. લક્ષ્મીબેનના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૪-૧-૨૪, ગુરુવારના ૫.૩૦થી ૭.૦૦ શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફલોર, આર.આર.ટી. રોડ, મુલુંડ (પ). (લૌકિક વ્યવહાર બંધ છે./બૈરાઓએ તેજ દિવસે આવી જવું.)
નાઘેર દશાશ્રીમાળી વણીક
સામતેર નિવાસી, હાલ વાશી ગં. સ્વ. અશ્રુબેન શાહ તે સ્વ. હરકીસનદાસ જેચંદભાઇ શાહના ધર્મપત્ની (ઉં.વ. ૮૪) તે શ્રી પરેશભાઇ, પરાગભાઈ તથા વંદનાબેનના માતુશ્રી. મીનાબેન, લીનાબેન, નિલેશકુમારના સાસુ તથા સ્વ. મનોરદાસ, શાંતીલાલ, છોટાલાલ, કિશોરભાઇ તથા સ્વ. જડાવબેન ભાયચંદભાઇ, સ્વ. તરવેણીબેન નરોત્તમદાસ, અ.સૌ. તારાબેન ભુપેન્દ્રભાઇ, ગં. સ્વ. ભાનુમતીબેન મનસુખલાલના ભાભી. લાલદાસ વલ્લભદાસ શાહ (ગાંગડા)ની દીકરી, તા. ૧/૧/૨૪ સોમવાર શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ગામ અમરેલીવાળા હાલ કાંદિવલી મુકુંદભાઈ ડોડીયા (ઉં.વ. ૬૧) તે ૨/૧/૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. ભાગીરથબેન ભાઈલાલભાઈ ડોડીયાના પુત્ર. સ્મિતાબેનના પતિ. રીનાબેન આલોકકુમાર, કોમલબેન ધ્રુવકુમાર, હર્ષભાઈના પિતા. રૂચિતાબેન હર્ષભાઈના સસરા. રસિકભાઈ, વિપુલભાઈ, વિરેન્દ્રભાઈ, ઇલાબેન સૂર્યકાન્તભાઈ, ભારતીબેન નટવરભાઈના ભાઈ. મંજુલાબેન બાબુભાઇ મકવાણાના જમાઈ. પ્રાર્થનાસભા ૪/૧/૨૪ના ૫ થી ૭, લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઇસ્ટ.
દશા મોંઢ માંડલિયા વણિક
જુહુવાળા હાલ અંધેરી ભાવિન (ઉં.વ. ૪૨) તે ઉષાબેન દિલીપભાઈ શાહના પુત્ર. મૌસમીના પતિ. ધારા નીરવ ઠાકરના ભાઈ. મહેશભાઈ, રાજુભાઈ, હંસાબેન, નિરૂપાનાબેનના ભત્રીજા. કલ્પના સનત મહેતાના જમાઈ. ૩૧/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૪/૧/૨૪ના ૫ થી ૭, વિશ્ર્વેશ્ર્વર ભવન, પહેલે માળે, સંન્યાસ આશ્રમ વિલેપાર્લા વેસ્ટ.
લુહાર સુથાર
ગામ મહુવાવાળા હાલ બોરીવલી લવજીભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ (ઉં.વ. ૭૪) તે ૩૧/૧૨/૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ. કુંવરજીભાઇ, જયંતીભાઈ, સ્વ. અમુબેન, સ્વ. રાધાબેન તથા લીલીબેનના ભાઈ. અનસૂયાબેનના પતિ. ગીતા, દક્ષા, ભાવના, સેજલ, નીલમ તથા શૈલેષના પિતા. નટવરભાઈ મકવાણા, દિલીપભાઈ પરમાર, મનસુખભાઇ મકવાણા, રીતેશભાઈ શાહના સસરા. ઉનાવાળા સ્વ. લાલજીભાઈ સાંગાભાઈ પરમારના જમાઈ. પ્રાર્થનાસભા ૫/૧/૨૪ના ૫ થી ૭, લુહાર સુથાર વાડી, દત્તપાડા રોડ, કાર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
શ્રી સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
(ભાવનગર નિવાસી) હાલ મુંબઇ સ્વ. સુરેશચંદ્ર કેશવલાલ છાટબારના ધર્મપત્ની ગં.સ્વ. વિજયાબેન (ઉં.વ. ૮૫) તે પ્રવિણભાઈ, ભરતભાઈ, વિરેન્દ્રભાઈના માતુશ્રી. તે સ્વ. બાબુલાલ કેશવલાલ છાટબાર તથા સ્વ. પ્રતાપભાઈ કેશવલાલ છાટબારના ભાઈના પત્ની. તે અ.સૌ. વર્ષા, અ.સૌ. ચંદ્રિકા, અ.સૌ. વર્ષાના સાસુ. તે સ્વ. ગિરધરલાલ ગાંડાલાલ જોગીના પુત્રી. તે તા. ૧-૧-૨૪ના સોમવારનાં શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ૪-૧-૨૪, ગુરુવારના ૪:૦૦ થી ૬:૦૦, પ્રાર્થના સભા સ્થળ:- હાલાઈ લોહાણા મહાજન વાડી, પહેલા માળે, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
ઝાલાવાડ જૈન શ્ર્વેતામ્બર દસાશ્રીમાળી મૂર્તિપૂજક
હળવદ નિવાસી હાલ બોરીવલી સ્વ. સૌભાગ્યચંદ બાલચંદ કોઠારીના ધર્મપત્ની, શ્રીમતી ઇન્દુબેન (ઉં.વ. ૭૯) તે સમીરભાઈ, ભારતીબેન, સોનલબેનના માતુશ્રી. સંજયભાઈ, શ્રેયાંશભાઈ તથા જીજ્ઞાબેનના સાસુજી. તે કોંઢ નિવાસી ચુનીલાલ મણીલાલ કપાસીના દિકરી. તે કિરીટભાઈ, નિતિનભાઈના ભાભી. સોમવાર, તા. ૧/૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
કપોળ
રાજુલા નિવાસી હાલ શિવડી (માટુંગા) સ્વ. નાગરદાસ ભવાનીદાસ વોરાના પુત્ર, બાલકિશન (ઉં.વ. ૯૨), તા. ૨-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે હેમંત અને ત્રણના પિતા. મીઠાના સસરા. સ્વ. હસમુખ, સ્વ. જયંતના મોટાભાઈ. ભાનુબેન હર્ષદરાય શેઠ, મધુબેન શશીકાંત વોરા, રમણલાલ હર્ષદરાય ગોરડીયા, અરૂણા હરીશ વોરા, રશ્મિ દિનેશ પારેખના મોટાભાઈ. સ્વ. વ્રજલાલ સંઘવીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કપોળ
ધંધુકાવાળા હાલ કાંદિવલી અશોકભાઈ વિમળાબેન અમૃતલાલ મહેતાના ધર્મપત્ની અ. સૌ. સરોજબેન (ઉં.વ. ૭૩) તે ધર્મેશ અને હિરલના માતુશ્રી. તે શીતલ તથા પ્રશાંતકુમારના સાસુ. તે સ્વ. ભુપતભાઇ, મુકેશભાઈ, જ્યોત્સનાબેન બળવંતરાય મહેતા, અરુણાબેન અનંતરાય ચિતલિયા, મૃદુલાબેન જયંતકુમાર મથુરીયા, હંસાબેન યોગેન્દ્રભાઈ પારેખ, હર્ષદાબેનના ભાભી. તે સ્વ. ભાનુબેન નંદલાલભાઈ ચિતલીયાના દીકરી તા. ૨-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સર્વપક્ષની પ્રાર્થનાસભા તા. ૫-૧-૨૪ના શુક્રવારના ૫ થી ૭, ઠે. હાલાઇ લોહાણા મહાજનવાડી, ૨જે મળે શંકરમંદિરની પાસે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી ભાટિયા
ડો. સ્નેહકાંત સ્વાલી (ઉં.વ. ૮૬), મુન્દ્રા હાલ ચેમ્બુર, તે સ્વ. જમકુરબાઈ (હીરાબાઈ) ગોપાલદાસ સ્વાલીના પુત્ર. બાબુભાઈ સંપટના જમાઈ. તે શીલાબેન (ઉષાબેન)ના પતિ. ડો. હિતેશ તથા ડો. પારુલ પારપાણીના પિતાશ્રી. અ. સૌ. ડો. રશ્મિ અને બંસીના સસરા. તે સ્વ. જમનાદાસ, સ્વ. વિશનજીભાઈ, સ્વ. રતનબેન, ગં.સ્વ. લક્ષ્મીબેન, સ્વ. મંજુલાબેનના ભાઈ, તા. ૧-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના સભા ગુરુવાર, તા. ૪-૧-૨૪ના ૫.૦૦ થી ૬.૩૦. લાયન્સ કોમ્યુનિટી હૉલ, પ્લોટ નં. ઈ ૯૩, ગારોડિયા નગર, ઘાટકોપર ઈસ્ટ.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
તળાજા નિવાસી, હાલ અમેરિકા સ્વ. લલીતાબેન જયંતીલાલ શાહનાં પુત્ર બિપિનભાઈ (ઉં.વ. ૭૭) તે ચંદ્રિકાબેનના પતિ. તે રાહુલ તેમજ ગોપી સુનીલભાઈ ગોડાનાં પિતાશ્રી. તે સ્વ. ચંદ્રકાતભાઈ, સ્વ. ગુણવંતભાઈ, સ્વ. જયસુખભાઈ, સ્વ. અશોકભાઈનાં ભાઈ. તેમ જ ડૉ. મણીભાઈ બી. શાહનાં જમાઈ. મિલન, કીરીનનાં નાનાજી. તા. ૨-૧-૨૪, મંગળવારના મુંબઈ મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાનુશાલી
ભા. મધુસુદનભાઈ લક્ષ્મીદાસ વલ્લભજીભાઈ ભદ્રા (ઉં.વ. ૭૨) કચ્છ ગામ: બીટીયારી, હાલે માટુંગા, મુંબઈ બુધવાર, તા. ૩-૧-૨૪ના ઓધવશરણ પામેલ છે. તે સ્વ. લક્ષ્મીબેન, સ્વ. લક્ષ્મીદાસના પુત્ર. શાંતાબેનના પતિ. તુલસીદાસભાઈ, પ્રહલાદભાઈનાં ભાઈ. જયાનંદભાઈ, ભાવનાબેન, મનીષભાઈ તુલસીદાસ કટારમલ, તોરલબેન પંકજભાઈ પઠાઈભાઈ, હેતલબેન સંજયભાઈ દામજીભાઈ ગજરાના પિતા. સાસરાપક્ષ: સ્વ. દામજીભાઈ ધીરાઉભાઈ ગોરી પરિવાર રવા.