હિન્દુ મરણ
હાલ વિલેપાર્લે રાજુલાવાળા હરજીવનદાસ મ. સંઘવી અને ગં. સ્વ. મંજુલાબેનના સુપુત્ર જયંતભાઇ (ઉં. વ. ૮૨) તા. ૧-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે દક્ષાબહેનના પતિ અને કૌશલના પિતા. સ્વ. નીતીન તથા દેવાનંદ, સંજીવ, હંસા. ભાવના, હર્ષા, જયશ્રીના મોટાભાઇ, લીખાળાવાળા ધીરજલાલ શામજી ગાંધીના જમાઇ. સરોજ, મીનાક્ષી, રશ્મી, દીનેશ અને રેખાના બનેવી. સર્વે લૌકિક પ્રથા બંધ છે.
કોળી પટેલ
ગામ તલોધ હાલ સાંતાક્રુઝ (મુંબઇ) નિવાસી અરવિંદભાઇ વલ્લભભાઇ પટેલ (ઉં. વ. ૬૩) મંગળવાર, તા. ૨-૧-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે ભાવનાબેનના પતિ. હિરેન, ડિમ્પલ તથા નિમિષાના પપ્પા. દિવ્યેશભાઇ તથા અમિત શાહના સસરા. હાર્દિક તથા અંશના નાનાનું બેસણું ગુરુવાર, તા. ૪-૧-૨૪ના ૨થી ૫. તેમનું બારમું (પુચ્છપાણી) શનિવાર, તા. ૧૩-૧-૨૪ના ૩થી ૫. ઠે. રૂમ. નં.૪, પંડિત ચાલ, પ્રભાત કોલોની, યોગા ઇન્સ્ટિટયૂટની પાસે, સાંતાક્રુઝ (પૂર્વ).
લુહાર સુથાર
ગામ મહુવા હાલ વિલપાર્લે સ્વ. હીરાબેનના પતિ સ્વ. રણછોડભાઇ હરખજીભાઇ સોલંકી
(ઉં. વ. ૯૨) તે સ્વ. પ્રવીણભાઇ, સ્વ. અનીલભાઇ, હરીશભાઇ, મુકેશભાઇ, ગજેન્દ્રભાઇ, દયાબેન વ્રજલાલ, દમયંતીબેન સંજયકુમારના પિતાશ્રી. શોભાબેન, ભાવનાબેન, જયોતિબેન અને રેખાબેનના સસરા. તે ચિંતનભાઇ, નીરવભાઇ, મધુરભાઇ, નીવભાઇ, કવીતાબેન મુકેશકુમાર, માનસીબેન, નિરાલીબેન પ્રીતેશકુમાર, હિમાનીબેન વિવેકકુમાર, સ્વ. જાનવીબેન, હેતવીબેન, જેસીકાબેન, યેશાબેનના દાદા. ફોરમબેનના દાદાજી સસરા. રેયાંશ, રીયાના પરદાદા તા. ૨૮-૧૨-૨૩ને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૪-૧-૨૪ના ગુરુવારે ૫થી ૭. ઠે. ખડાયતા ભુવન, ૩૨, હનુમાન રોડ, વિલેપાર્લે (પૂર્વ). લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ ભાટીયા
ગં. સ્વ. શીબા ભાટીયા (હાલ વિલેપાર્લે) (ઉં. વ. ૮૯) તે સ્વ. શાંતિલાલ ભાટીયાના પત્ની. તે સુષ્મા, રશ્મિ અને સંગીતાના માતા. તે મુકેશ અને રાજેન્દ્રના સાસુ. તે નુપુર અને રુચિના નાની. તે સ્વ. બેરીસ્ટર વિશ્ર્વનાથદાસ ભાટીયાના પુત્રી તા. ૧-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
કાંતિલાલ ભીખાભાઇ ચચ્ચા/ઊર્મિલાબેન ચચ્ચાનાં સુપુત્ર જતીનભાઇ ચચ્ચા (ઉં. વ. ૪૪) ગામ અમરેલી હાલ ઘાટકોપર નિવાસી નિકિતાબેનનાં પતિ. વિયોના અને ધરમવિરના પિતા. રીટાબેન અશોક મણિયાર, પલ્લવી મનીષ રૂધાણીના ભાઇ. કિશોરભાઇ જનાર્દન અંજાના જમાઇ. હિતેશ પ્રાગજીભાઇ છાટબારના ભાણેજ તા. ૩૧-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા તા. ૪-૧-૨૪ના ૪થી ૫.૩૦. ઠે. શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્ર, સરિતા પાર્ક ગારોડિયા નગર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ).
મોંઢ બ્રાહ્મણ
ધ્રાંગધ્રા નિવાસી હાલ બોરીવલી અરુણકુમાર વ્રજલાલ જાની (ઉં. વ. ૭૩) તે આરતીબેનના પતિ. કૃતિ ભવ્ય ઉપાધ્યાયના પિતા. હર્ષદરાય, નવીનભાઈ, કિશોરભાઈ, તથા અ. સૌ. કિરણબેન શરદકુમાર પંડ્યાના ભાઈ. સ્વ. શાંતિલાલ નંદલાલ ભટ્ટના જમાઈ, શૈવીના નાના. ૩૧/૧૨/૨૩ના દેવલોક પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી મોઢ વણિક
ઉપલેટા નિવાસી હાલ બોરીવલી ગં. સ્વ.માલીનીબેન કોઠારી (ઉં. વ. ૮૪) તે સ્વ. મનહરલાલ ચુનીલાલ કોઠારીના ધર્મપત્ની, રક્ષાબેન, મનોજભાઇ તથા દિપકભાઇના માતુશ્રી. રેખાબેન, દિપાલીબેન તથા પરેશકુમાર નાથાલાલ મહેતાના સાસુ. તે પિયર પક્ષે સ્વ. હરખચંદ ભગવાનજી શાહના દીકરી. સ્વ. દિલીપભાઇ, સ્વ. શશીકાંતભાઇ, સ્વ. શ્રીકાંતભાઇ, મુકેશભાઇ, સરોજબેન, ચેતનાબેનના મોટાબેન તે તા. ૧-૧-૨૪ ના સોમવારે શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૪-૧-૨૪ ગુરૂવારના ૫. થી ૭. સ્થળ – લોહાણા બાલાશ્રમ બેંકવેટ હોલ, મથુરાદાસ એક્સટેન્શન રોડ, નીયર અતુલ ટાવર, કાંદિવલી (વેસ્ટ).
ગામડીયા દરજી
શ્રીમતી સવિતાબેન માસ્તર (ઉં. વ. ૭૬) તા.૨૫-૧૨-૨૩ના સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. રમેશભાઈ દુર્લભભાઈ માસ્તરના પત્ની. નિતિન અને ચેતનના માતા. યોગિતા અને જ્યોતિના સાસુ. આર્યા, યશ અને સાનિકાના દાદી. પ્રાર્થનાસભા: ૫-૧-૨૪ શુક્રવાર ૪ થી ૬. સ્થળ જૈન સભાગ્રહ, ન્યુ શાંતિ સાગર એપાર્ટમેન્ટ, પહેલા માળે, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, બોરીવલી (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.)
કપોળ
ગામ દેલવાડા જ્યોત્સ્નાબેન શાહ (ઉં. વ. ૭૫) તે ૧/૧/૨૪ ના અવસાન પામેલ છે. તે જયકુમાર હરકિશનદાસના ધર્મપત્ની. સ્વ. ચંદુબેન તથા સ્વ. મધુભાઈ વૃંદાવનદાસ સંઘવીના બહેન. ડિમ્પલ ઝૂલેશ દેઢિયા તથા સ્વ. હિમાંશુના માતુશ્રી. નીલાબેન નિરંજનભાઈ, આરતીબેન અશોકભાઈ, કોકિલાબેન અનીલકુમાર, મીનાબેન લલિતકુમાર, વીણાબેન ગુણવંતરાયના ભાભી. માનસના નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
દશા સોરઠિયા વણિક
કાલાવડ, હાલ બોરીવલી અ.સૌ. હસુમતી (ઉં. વ. ૭૨) તે પ્રવીણચંદ્ર ઓત્તમચંદ શેઠના ધર્મપત્ની, તે સ્વ. રુક્ષ્મણી બેન/મંગળાબેન મગનલાલ ગગલાનીના પુત્રી. તે સમીર અને ફાલ્ગુનીનાં માતુશ્રી. એ શીતલ તથા સંજય રમણીકલાલ સંઘાણીના સાસુ. વિપુલ તથા કિરણ રમણીકલાલ શેઠ તથા સ્વ. પ્રતિભા કાંતિલાલ શેઠના ભાભી, સોમવાર તા. ૧ જાન્યુઆરી શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા.૪ જાન્યુઆરી ૨૪ના ૫ થી ૭. સ્થળ: સોનીવાડી, સિમ્પોલી રોડ, બોરીવલી (વેસ્ટ).
બાલાસિનોર દશાનીમા વણિક
સ્વ.કમળાબેન અને શાંતિલાલ ચંદુલાલ પરીખ (કુવાવાળા) ના સુપુત્ર વસંતભાઈ પરીખ (ઉં. વ. ૮૭) તે કોકિલાબેનના પતિ. પ્રતીક્ષ, રૂપેશ,દીપેન તથા નૃપાના પિતાશ્રી. તેમજ નીતા, ભૈરવી, પ્રિયા, તથા અનીશ કુમારના સસરા, તે સ્વ. ચંદનબેન અને ઓચ્છવ લાલ કડકીયા (લટકારી)ના જમાઈ. તા. ૧-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૩-૧-૨૪ ના ૫ થી ૭. પાટીદાર સમાજ હોલ, ૬, ફ્રેન્ચ બ્રીજ, મફતલાલ બાગ, શાંતિ સદનની સામે મુંબઇ ૪૦૦ ૦૦૭. લૌકિક પ્રથા બંધ રાખવામાં આવી છે.
હાલાઇ લોહાણા
ગં. સ્વ. નયના પંચમતીયા (દમયંતી) (ઉં. વ. ૮૨) કરાચીવાળા મુંબઇ હાલ ઔરંગાબાદ તે સ્વ. ગીરધરલાલ પંચમતીયાના ધર્મપત્ની. તે સ્વ. વિઠ્ઠલદાસ જયવંત પંચમતીયાના પુત્રવધૂ. તે સ્વ. કરસનદાસ જીવનદાસ કઢીના દીકરી. તે કુ. દીપ્તી ગીરધરલાલ પંચમતીયાના માતુશ્રી તા. ૧-૧-૨૪ના સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
મોઢ વણિક
મૂળ હળવદ હાલ મુલુંડ ગં. સ્વ. દક્ષાબેન અડાલજા (ઉં. વ. ૭૯) તા. ૩૦-૧૨-૨૩ના શનિવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. યોગેશભાઇ નંદલાલ અડાલજાના ધર્મપત્ની. તે સ્વ. સૂરજબેન નંદલાલ પુરુષોતમદાસ અડાલજાના પુત્રવધૂ. તે સ્વ. વિજયાબેન મહિપતરાય જાદવજી શાહની પુત્રી. તે સંજયભાઇ અને સંગીતાબેનના માતા. તે કામિનીબેન અને જીતેનભાઇના સાસુ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
હિરપુરા નિવાસી હાલ કલ્યાણ નમ્રતાબેન જોશી (ઉં. વ. ૪૮) તે હેમાંગ વસંતભાઇ જોષીના પત્ની. નિમય અને ભાર્ગવના માતુશ્રી. તે જગદીશચંદ્ર ચિનુપ્રસાદ જોષી (કુકરવાડા)નાં દિકરી. તે જીજ્ઞેશભાઇ અને સંજયભાઇના બહેન મંગળવાર, તા. ૨૬-૧૨-૨૩ના એકલિંગજી શરણપામ્યા છે. બન્ને પક્ષની સાદડી ગુરુવાર, તા. ૪-૧-૨૪ના સવારે ૧૦થી ૧૨. ઠે. ત્રિવિક્રમ હોલ, પાર નાકા, તિલકચોક, એપેક્ષ હોસ્પિટલની બાજુમાં, કલ્યાણ (વેસ્ટ).
હાલાઇ લોહાણા
સાંતાક્રુઝ નિવાસી રાકેશભાઇ ઠકરાર, તે મુકતાબેન અને ગીરધરભાઇના પુત્ર. તે પ્રીતીબેનના પતિ. તે પાયલ અને જીતના પિતાશ્રી. તે ધીરેનભાઇ, નલિનભાઇ, રશ્મિનભાઇ, તરુણાબેનના ભાઇ. તે સ્વ. ધીરુભાઇ રૂપારેલીયાના જમાઇ. તા. ૩૧-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૪-૧-૨૪ ગુરુવારે સાંજે ૫થી ૭. ઠે. જલારામ હોલ, પાર્લા (વેસ્ટ).
હાલાઈ લોહાણા
ઠા. જગુભાઈ (જગજીવન) (ઉં. વ. ૮૨) તે સ્વ. ગુણવંતીબેન તથા સ્વ. ગોપાલદાસ પોપટલાલ લાલના પુત્ર. મીનાના પતિ. કેતન તથા મનીષના પિતાશ્રી. પારિતોષના દાદા. સ્વ. પ્રાણવલ્લભ હરગોવિંદદાસ કાપડીયાના જમાઈ. જયંતીભાઈ લાલ, સ્વ. ઈન્દીરાબેન ઠક્કર, સ્વ. રંજનબેન બુદ્ધદેવ, દક્ષાબેન ખખ્ખર, પન્નાબેન ગરીબા, શીલાબેન ચંદારાણા, નીલાબેન ઠક્કર, ભારતીબેન ઠક્કર, રેખાબેન બદીયાણીના ભાઈ ૧-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કચ્છી લોહાણા
કુંદરોડીના નિર્મલાબેન નરેન્દ્રભાઈ પરસોત્તમ ચોથાણી (ઉં. વ. ૮૫) ૧-૧-૨૪, સોમવારે રામશરણ પામ્યા છે. તે સ્વ. દયાળજી રવજી ગંધાના પુત્રી. ગં. સ્વ. દેવીબેન દ્વારકાદાસ ગણાત્રા, રેખાબેન, સ્વ. મહેન્દ્રભાઈ, ધનલક્ષ્મીબેન અશ્ર્વિનભાઈ સોનેતા, ગીતાબેન જવલેશભાઈ અનમ, મનોજના માતા. કાકુભાઈ પરસોત્તમ ચોથાણીના ભાભી. મીનાબેનના સાસુ. સ્વ. લક્ષ્મીબેન સચદે, સ્વ. શંભુલાલ, સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. શંકરલાલ, સ્વ. ચંદ્રબાળા ઠક્કર, ગં. સ્વ. મણીબેન ચોથાણીના બેન. બંને પક્ષની પ્રાર્થનાસભા ૩-૧-૨૪, બુધવારના ૫-૩૦ થી ૭. ઠે: કચ્છી લોહાણા મહાજન વાડી, આર. આર. ટી. રોડ, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.
લુહાર સુથાર
ગામ અમરેલીવાળા, હાલ વાપી સ્વ. અંજવાળીબેન કાનજીભાઈ વિઠ્ઠલભાઈ પીઠવાના પુત્ર મધુકરભાઈ (ઉં. વ. ૭૪) ૩૦-૧૨-૨૩, શનિવારના શ્રીરામચરણ પામેલ છે. તે મંજુલાબેનના પતિ. દિપકભાઈ, સ્વ. ભાવનાબેન, હિતેષભાઈ, પ્રદીપભાઈના પિતા. સ્વ. મગનલાલ, મહેશભાઈ, હંસાબેન મનસુખલાલ ગોહિલ તથા જયશ્રીબેન ભરતભાઈ પિત્રોડાના ભાઈ. સ્વ. રતીભાઈ, સ્વ. જયંતીભાઈ, સ્વ. નટવરભાઈ, સ્વ. મનુભાઈ, સ્વ. શાંતાબેન રૂગનાથભાઈ હરસોરાના ભત્રીજા. સ્વ. પ્રભાબેન લક્ષ્મીચંદજી ગોહિલના જમાઈ (જેતપુરવાળા) પ્રાર્થનાસભા ૪-૧-૨૪, ગુરુવારના ૩ થી ૫. ઠે: શ્રી હાલારી વિશા ઓસવાળ સમાજ, સર્વે નં. ૪૪૧, છરવાડા ગામ, છરવાડા રોડ, પ્રમુખ હિલ્સના આગળ, વાપી.