મરણ નોંધ

હિન્દુ મરણ

દશા દિશાવળ વણિક
અનીલ પારેખ (ઉં.વ. 81) તે સ્વ. વિનોદ ર. પારેખ તથા સ્વ. ઉર્મિલા વિ. પારેખના જયેષ્ઠ પુત્ર. રક્ષા અનીલ પારેખના પતિ. નિશિતા અ. પારેખના પિતા. સ્વ. મુકુલ તથા સ્વ. અતુલના મોટાભાઈ. અજીત મારફતીયા તથા સ્વ. સુધાબેન બરફીવાળાના બનેવી તા. 29-12-23ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. નિવાસસ્થાન: ગોપીકુંજ, 7માં માળે, ખાર-દાંડા રોડ, ખાર (પશ્ચિમ).
પાટણ દશા દિશાવળ
પાટણ નિવાસી હાલ મુંબઈના મહેન્દ્રભાઈ રમણલાલ પરીખ (ઘડિયાળી) (ઉં.વ. 81) તે કૌશિકાબેનના પતિ. બીજલબેનના પિતાશ્રી. ભાવેનભાઈના સસરા. પ્રણવભાઈના નાના. સ્વ. જયેન્દ્રભાઈ, સ્વ. જ્યોત્સનાબેન, સ્વ. કોકિલાબેન, સ્વ. માલતીબેન તથા શકુંતલા (સીમા)બેનના ભાઈ તથા રૂપલબેન સંજીવભાઈ પારેખના કાકા તા. 31-12-23ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ નેત્રા હાલે વડાલા જગદીશભાઈ પ્રતાપ ચંદન (ઉં.વ. 64) તે ઈન્દિરાબેન પ્રતાપભાઈ ચંદનના પુત્ર. તે જાદવજી ખેતશી ચંદનના પૌત્ર. તે તુલસીદાસ ગાંગજી જોબનપુત્રાના દોહિત્રા. તે ઉર્મિલા, ગીતા, રૂપા અને કિરણના ભાઈ તા. 31-12-23ને રવિવારના રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. જશોદાબેન મંગલજી કોડરાણીના સુપુત્ર જમનાદાસ (ઉં. વ. 77) ગામ અંજાર હાલ કોપરખેરણે તે સ્વ. અ. સૌ. પુષ્પાબેનના પતિ. તે કેશવલાલ ટોકરશી માણેક (આણંદવાળા)ના જમાઇ. તે છાયાબેન રાજેશકુમાર ધીરાવાણી મનીષાબેન મહેશભાઇ ઘેરાઇ તથા જીજ્ઞાબેન રાકેશભાઇ તન્ના તથા દિપકભાઇના પિતાશ્રી. તે નેહાબેનના સસરા. તે સ્વ. દેવકાબેન દયાળજી રવાસીયા, કાન્તાબેન ચત્રભુજ કોટક, કંચનબેન વીશનજી ઠક્કર, મધુબેન પ્રતાપભાઇ પલણ, ગં. સ્વ. ચંદાબેન અરુણભાઇ ભીંડે, સરોજબેન ઘનશ્યામભાઇ દૈયાના ભાઇ. તા. 31-12-23 રવિવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 2-1-24ના મંગળવારના કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફલોર, આર. આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ) 5થી 7. લૌક્કિ વ્યવહાર બંધ છે.
કપોળ
રાજુલા નિવાસી ગિરધરલાલ ત્રિકમદાસ પારેખના પુત્ર અનંતરાય પારેખ (ઉં.વ. 93) તા. 30-12-23ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જસવંતીબેનના પતિ. મહેશ, વર્ષા, રીટા, દીપકના પિતાશ્રી. નલીની મહેશ પારેખ, અશોકભાઈ કરવત અને કમલેશ વોરાના સસરા. બંસી મહેતા, રચના, અભી અને જુહીના દાદા. મીરા મહેતા, દેવ કરવત, ગોરાંગ વોરા, શ્વેતા તેજાનીના નાના. દેવીદાસ રામજી ગોરડિયાના ભાણેજ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
ગામ ઉમરગામ હાલ થાણા દિલીપભાઈ સોનપાલ (ઉં. વ. 77) તે 30/12/23ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. મનોરમાબેન (મનાબેન) હરીતકુમાર સોનપાલના પુત્ર. દક્ષાબેનના પતિ. કૌશિક, સ્વ. કશ્યપ, સ્વ કાશ્મીરા હરખચંદ સંગોઈના ભાઈ. વીરેન તથા અર્ચનાના પિતા. સ્વ. હરીબેન હરિભાઈના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
જાફરાબાદ વાળા સ્વ. ભગવાનદાસ પોપટલાલ મહેતા અને સ્વ. કાંતાબેન ભગવાનદાસ મહેતા ના પુત્ર ભીખુભાઈ (ઉં. વ. 57) તા. 29-12-2023ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મમતાના પતિ. કિરીટભાઈ, અ.સૌ. જ્યોતિબેન અરવિન્દભાઈ શેઠના નાના ભાઈ. અ.સૌ. મોહિની કિરીટભાઈ મહેતાના દિયર તથા અ.સૌ. સેજલ ગૌરાંગ મહેતા, અ.સૌ. ભાવિશા સમીર મહેતાના કાકાજી. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કપોળ
ઉના દેલવાડા નિવાસી હાલ બોરીવલી વેસ્ટ, સ્વ. દમયંતીબેન તથા સ્વ. મોહનલાલ હરિદાસ વોરાના પુત્ર રોહિતભાઈ વોરા (ઉં. વ. 73) તા. 30.12.23ના શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે આરતી (ઉર્વશી)ના પતિ. સ્વ. નલિનભાઈ, સ્વ. જીતુભાઈ તથા વર્ષાબેન ચંદ્રકાંત કણકિયાના ભાઈ. સ્વ. વિજયાબેન તથા સ્વ. રમણલાલ જમનાદાસ ઝવેરીના જમાઈ. નેહા પારસ બોરા તથા રિકી વિનય પિલ્લાઈના પિતા, આરુશ તથા આર્યવીરના નાના. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
શોભાબહેન (ઉં. વ. 66) તે સ્વ લલીતાબેન તથા સ્વ ગોવિદજી શામજી મજીઠિયાના પુત્રી. શ્વેતાના માતુશ્રી તા. 31.12.2023ના દિલ્હી મુકામે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા મોઢ માંડલિયા વણિક
પુના નિવાસી ગં. સ્વ. ઇન્દિરાબેન (ઉં. વ. 80) તે સ્વ. રજનીકાંત મનસુખલાલ પારેખના પત્ની. જયદીપ તથા હેમલના માતુશ્રી. નેહલ અને શીતલના સાસુ. કિંજલ, દિશા, શુભ અને ઋત્વિકના દાદી. તે ભીખુભાઈ તથા સ્વ.વિનોદચંદ્રશાંતિલાલ શાહ, સૌ.ભારતીબેન જીતેન્દ્ર મૂછાળા, સૌ.પ્રજ્ઞાબેન સુરેશભાઈ શાહના બેન તા.31-12-2023 રવિવારના પુના મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button