હિન્દુ મરણ
કચ્છી લોહાણા
સ્વ. મીઠાબાઇ ઠાકરશી પ્રેમજી રૂખાણા કચ્છ ગામ તેરા હાલે ડોમ્બિવલીવાળાના પુત્રવધૂ કુસુમબહેન (ઉં. વ. ૬૮) તા. ૩૦-૧૨-૨૩ના શનિવારના રામશરણ પામેલ છે. તે રમેશભાઇના ધર્મપત્ની. તે સ્વ. કલાવંતીબેન શામજી ટોકરશી ચંદે કચ્છ ગામ દેવીસરવાળાના મોટા પુત્રી. તે બીજલ ભાવિકકુમાર ઠક્કર તથા સ્વ. તુષારના માતુશ્રી. તે નિર્મળાબેન, સ્વ. જયોતિબેન, ગુણવંતીબેન, લતાબેન પ્રવીણભાઇ, પરેશભાઇના ભાભી. તે સંગીતાબેન તથા પૂજાબેનના જેઠાણી. તે અશોકભાઇ, પ્રતિમાબેન, શૈલેષભાઇ, સ્વ. નયનાબેનના મોટાબેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧-૧-૨૪ સોમવારના કચ્છી લોહાણા મહાજનવાડી ભોયતળિયે, આર.આર.ટી. રોડ, મુલુંડ (વેસ્ટ), ૫થી ૭.લૌકિક વ્યવહાર બંધ છે.
નાઘેર દશા શ્રીમાળી વણિક
ગાંગડા નિવાસી, હાલ નવી મુંબઇ વાશી સ્વ. વસંતબેન દેવેન્દ્ર શેઠના પુત્ર જયેશભાઇ શેઠના ધર્મપત્ની પ્રીતીબેન (ઉં. વ. ૬૦) તે સ્વ. ઇન્દુમતીબેન વિનયકાંત શાહના પુત્રી. નિતીનભાઇ, આશાબેન ગીરીશભાઇ, કલ્પનાબેનના ભાભી. વિવેક, રોહનના માતુશ્રી. ઉન્નતીના સાસુ. અલકાબેનના દેરાણી. સ્વ. નીતાબેન, સ્વ. સચીનના બેન. પ્રીશા, પુરવ, સેજલ નીહીરભાઇના કાકી. તા. ૩૦-૧૨-૨૩ના શનિવારના અક્ષરવાસ થયા છે. પ્રાર્થનાસભા તા. ૧-૧-૨૪ના સોમવારના ૪-૩૦થી ૬. ઠે. ગુજરાત ભવન, સેકટર-૧૫, વાશી નવી મુંબઇ.
લોહાણા
જામખંભાળીયા હાલ કલ્યાણ સ્વ. મંજુલાબેન ગીરધરલાલ કાનાણીના પુત્ર અરુણભાઈ (ઉં. વ. ૫૫) શુક્રવાર, ૨૯-૧૨-૨૩ના રામશરણ પામ્યા છે. તે સુનીતાબેનના પતિ. આશાબેન મહેશભાઈ રાયચુરા તથા ભાવિનના મોટાભાઈ. ચાંદનીબેનના જેઠ. વિઆનના મોટાબાપા. જામનગરવાળા બાબુલાલ રૂગનાથ કટારીયાના જમાઈ. સ્વ. દિનેશભાઈ, સુરેશભાઈ, ભરતભાઈ, નીલેશભાઈના બનેવી. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, ૧-૧-૨૪ના સાંજે ૪ થી ૬. ઠે: રાજસ્થાન ભવન, પારનાકા, કલ્યાણ (વે.).
પરજીયા સોની
મૂળ ગામ ઉનાવાળા હાલ કાંદિવલી સ્વ. હિંમતભાઈ શામજીભાઈ ધાણક (ઉં. વ. ૭૫) શુક્રવાર, ૨૯-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે મંજુલાબેનના પતિ. સ્વ. પ્રભુદાસ લાખાભાઈ જીણાદ્રા રાજુલાના જમાઈ. નીલેશ, રાજેશ, દીપેશના પિતાશ્રી. સૈરીન, આરુશી, હર્ષ, દીપ, ધ્રુવ, વંશીકાના દાદા. સ્વ. જમનાદાસ, સ્વ. જગજીવનભાઈ, સ્વ. પ્રવીણભાઈ, ધનીબેન, પદમાબેન, શારદાબેન, તારાબેનના ભાઈ. પ્રાર્થનાસભા ૧-૧-૨૪, સોમવારના સાંજે ૪ થી ૬. ઠે: સોનીવાડી, શિંપોલી ક્રોસ રોડ, બોરીવલી (વે.).
ગુર્જર ક્ષત્રિય કડિયા
ગોરેગાંવ નિવાસી સ્વ દિવાળીબેન તથા સ્વ. રણછોડભાઈ લક્ષમણભાઇ વાળાના પુત્ર છગનભાઇ (ઉં.વ.૬૮) તે ૨૮/૧૨/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે જયાબેનના પતિ. સુરજ, તુષાર, જીજ્ઞાના પિતા, મનીષા, પાયલ તથા કાર્તિકકુમારના સસરા. સ્વ શાંતાબેન તથા સ્વ. કરસનભાઈ મેઘજીભાઈ ટાંકના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૧/૧/૨૪ ના રોજ ૫ થી ૭ ગુર્જર ક્ષત્રિય કડિયા વાડી, મામલતદાર વાડી ક્રોસ રોડ ૩મલાડ વેસ્ટ રાખેલ છે.
ઝાલાવાડી સઇ સુથાર જ્ઞાતિ
પરેશ સુરેશભાઈ પરમાર (ઉં.વ.૪૭) તે ૨૮/૧૨/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે મૂળગામ ભલગામડા હાલ બોરીવલી સરોજબેન સુરેશકુમાર પરમારના પુત્ર, નર્મદાબેન મગનલાલ મકવાણાના ભત્રીજા, દિપીકાબેન મહેશકુમાર વૈદે, સંગીતાબેન સુરેશકુમાર સોલંકીના ભાઈ, મોસાળપક્ષે સ્વ. સુખલાલ હંસરાજ ગોહિલ, દિનેશભાઇ હંસરાજ ગોહિલના ભાણેજ. પ્રાર્થનાસભા ૧/૧/૨૪ ના રોજ ૩ થી ૫ કલાકે નિવાસ સ્થાન: રૂમનં : ૧૭૫, ચાલી નં : ૧૮, ટ્રાન્ઝીટ કેમ્પ, માગાથાણે બસ ડેપો નજીક, સાંઈબાબા મંદિર સામે, બોરીવલી ઈસ્ટ રાખેલ છે.
હાલાઇ લોહાણા
ગં. સ્વ કાન્તા બેન નંદલાલ કતિરા (ઉં. વ. ૯૫) હાલ બોરીવલી તે સ્વ. નંદલાલ મથુરાદાસ. કતિરાના પત્ની, તે સ્વ.કાશિબેન ત્રિભોવનદાસ કડછા નાં પુત્રી સ્વ. શાંતાબેન નાનાલાલ વણજારાના બેન તે પ્રબોધભાઈ, સુભાષભાઈ, દિલીપભાઈના માતુંશ્રી, તે હેમંતબેન, પ્રવિણાબેન, રિટાબેનના સાસુશ્રી જનક, સંજય, મિહિર, નમ્રતા, નિશાંત, મયંક ના દાદી તે ૨૯/૧૨/૨૩ ના શ્રીજી ચરણ પામ્યા છે.તેમની પ્રાર્થના સભા અને લોંકિક પ્રથા બંધ રાખેલ છે.
ભાટિયા
સ્વ. ચંદ્રભાન રાધાક્રિષ્ન ભાટિયા (ઉં.વ.૮૩) તે ૩૦/૧૨/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. સીમાબેનના પતિ, રુચિ, રીના, ચિત્રાના પિતા, સ્વ. મુકેશ નાગરાણી, સાગર ઠક્કરના સસરા, અભિમન્યુ, ધ્રુવ, યશ, કિયાનના નાના. પ્રાર્થનાસભા ૧/૧/૨૪ ના રોજ ૪ થી ૬ કલાકે પાવનધામ મહાવીર નગર કાંદિવલી વેસ્ટ રાખેલ છે.
વાંઝા દરજી
મૂળ ગામ બગસરા, હાલ મલાડ સ્વ. ચંદુભાઈ મોહનભાઈ ગોહિલ, ભાનુમતીબેનના પતિ, અમરેલી વાળા પ્રેમજીભાઈ વશરામભાઇ ખોરાસિયાના જમાઈ તથા મનુભાઈ, ઉત્તમભાઈ, પુષ્પાબેન, નટુભાઈના ભાઈ તથા કલ્પેશભાઈ અને અશ્ર્વિનભાઈના પિતાશ્રી તા. ૨૯/૧૨/૨૦૨૩ (ઉં.વ.૭૫)ના ગોપાલચરણ પામેલ છે. ૩૦૩/ બિલ્ડિંગ નંબર ૫,બી, કીર્તિ નિવાસ બિલ્ડિંગ, ધનજીવાડી, મલાડ ઈસ્ટ.
ગીરનારા પરજીયા સોની
સ્વ. કમળાબેન જયંતિલાલ કેશવલાલ ભીંડીના પુત્ર ભાવેશભાઈ જયંતિલાલ ભીંડી, (ઉં.વ. ૪૮) બેડવાળા હાલ કાંદિવલી મુંબઇ તે જશ અને વંશના પિતા, ભાવનાબેન ( સ્વ. કૃપાબેન)ના પતિ,સ્વ. ભારતીબેન ગીજુભાઈ ભીંડી, ગં. સ્વ મંજુલાબેન જગદીશકુમાર ભીંડી, અ. સૌ. ઈંદુમતી ગિરીશભાઈ ભીંડી, અ. સૌ.સરલાબેન હસમુખભાઇ ભીંડી, સ્વ જયોતિબેન, સ્વ સવિતાબેન અને ભાનુબેનના ભત્રીજા, જયેશભાઈ, સ્વ. વિકાસભાઈ, સંજયભાઈ, ધર્મેશભાઈ, વિદ્યુત, અભય, ઉદય, ભાસ્કર, ગૌરવ, વિજુબેન, સ્વ. પુર્ણિમાબેન, હર્ષાબેન,પ્રિતી, રોશની, માધવી, ક્રિષ્નાના ભાઈ, હર્ષદ, શ્રેય, હિત, ઉદ્દેશ્ય, સ્નેહાંશ, હેતાંશ, ભાવના, કરૂણા, અમીષાના કાકા નિમેશ, પરમ, રિંકુ, નિઘી, કલ્યાણી, હિમાની, હિયા અને હિવાના મામાતા.તા. ૩૦/૧૨/૨૦૨૩ ના રોજ શ્રીજીચરણપામેલ છે. સદગતની પ્રાર્થના તા. ૦૧/૦૧/૨૦૨૪ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે, સ્થળ-લોહાણા મહાજન વાડી, ૧લે માળે, શંકર મંદિર પાસે, એસ.વી.રોડ, કાંદિવલી -વેસ્ટ, મુંબઈ-૪૦૦૦૬૭
પંચાલ સુથાર
ગામ વાપીના હાલ રહેવાનું મલાડ પૂર્વ ,મુંબઈ , સ્વ શ્રી પ્રવીણચંદ્ર પ્રાણજીવન પંચાલ , (ઉં.વ.૭૨) તા . ૨૯ /૧૨ /૨૦૨૩ને શુક્રવારના દિને શ્રી ચરણ પામ્યાં છે, તેઓ સ્વ. પ્રવિણાબેનના પતિ, અક્ષયના પિતા શ્રી, શ્રી મનહરભાઈ, શ્રી ચંપકભાઈ, સ્વ ઊર્મિલાબેન અને સ્વ જસુબેન(સુશિલાબેન)ના ભાઈ, શ્રી સુરેશભાઇ અને સ્વ. હરિલાલ ભાઈના સાળા, અ. સો જ્યોતિબેન અને અ. સો ઈલાબેનના દિયર, અ. સૌ. ભાવિનીના સસરા, તેમની પ્રાર્થના સભા ૦૧ -૦૧-૨૦૨૪ ને સોમવારના દિને સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે સ્થળ : શ્રી વર્ધમાન સ્થાનકવાશી જૈન સંઘ, બોરીવલી, લોકમાન્ય તિલક રોડ, જ્ઞાન નગર, બોરીવલી
અનાવિલ બ્રાહ્મણ
ગામ ડુંગરી હાલ બોરીવલીના રહેવાસી શ્રી મનુભાઈ ખંડુભાઈ દેસાઈ (ઉ.વ.૯૨) તા. ૩૦-૧૨-૨૦૨૩ શનિવારના રોજ દેવલોક પામ્યા છે. તેઓ સ્વ.શ્રી ખંડુભાઈ નીચ્છાભાઈ અને સ્વ.આણંદીબેન ખંડુભાઈના પુત્ર, સ્વ. રામભાઈ નારણજી દેસાઈ અને સ્વ.કાશીબેન રામભાઈ દેસાઈના જમાઈ, સ્વ. અંજુબેન, નયનાબેન, જતીનભાઈ, ચેતનભાઈના પિતાશ્રી, અનિલકુમાર, નવીનરાય, દીપીકાબેન, હીનાબેનના સસરા, સ્વ. મગનભાઈ, સ્વ.મોહનભાઈ, સ્વ.ગુલાબભાઈ, સ્વ. મણીબેન, નટુભાઈના ભાઈ, સિદ્ધી, ચિંતનના નાના, મિંજલ, વિરજના દાદા, શોકસભા સોમવાર તા. ૧-૧-૨૦૨૪ના વર્ધમાન સ્થાનિક જૈન સંઘ, ડાયમંડ ટોકિઝની સામે, લોકમાન્ય તિલક રોડ, બોરીવલી-વેસ્ટ, સમય ૪ થી ૬ વાગે રાખવામાં આવેલ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
સાવરકુંડલાવાલા, હાલ ગોરેગાંવ મુંબઇ મનીષાબેન મનસુખલાલ મણીયાર (ઉં. વ. ૬૭) તે સ્વ. મનસુખલાલ રતીલાલ મણીયારનાં ધર્મપત્ની. તે શીતલ રીપલ ઠક્કર, કિંજલ ભાવીન ખત્રી, કાજલ અવિનાશ સાદડેકરનાં માતુશ્રી. તે સ્વ. અનંતરાય, સ્વ. ભોગીલાલ, સ્વ. કૃષ્ણકાંત રતિલાલ મણીયારનાં ભાઇના પત્ની. તે કંચનબેન કેશવલાલ બગરીયાનાં ભાભી. તે સ્વ. દ્વારકાદાસ લક્ષ્મીદાસ જગડનાં પુત્રી. તા. ૩૦-૧૨-૨૩ના શનિવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧-૧-૨૪ના ૪થી ૬. ઠે. સરદાર પટેલ ભવન, જવાહર નગર હોલ, સીટી સેન્ટરની સામે, એસ. વી. રોડ, ગોરેગાંવ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
ખંભાત દશા મોઢ અડાલજા વણિક
ખંભાત નિવાસી, હાલ કાંદિવલી મુંબઇ સ્વ. જયંતિલાલ માણેકલાલ વકીલના પુત્ર સ્વ. મહેન્દ્રભાઇ વકીલના ધર્મપત્ની તરૂલતા વકીલ (ઉં. વ. ૭૮) તા. ૩૧-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ઇશ્ર્વરદાસ પ. શાહની પુત્રી. તે પ્રજ્ઞાબેનના દેરાણી. ભારતીબેનના જેઠાણી. જીતેન્દ્રભાઇ, દિપકભાઇના ભાભી. તથા નેહલ, પૌરવી, પ્રણવ, રાહુલના કાકી. લૌકિક ક્રિયા તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.