હિન્દુ મરણ
પાવરાઇ ભાટિયા
સ્વ. ચારૂલતાબેન ભાટિયા (ઉં. વ. ૮૩) તા. ૨૯-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જમનાદાસ હરિદાસ ભાટિયાના પત્ની. ગં.સ્વ. પ્રભાવતીબેન હરિદાસ ભાટિયાના પુત્રવધુ. ચિરાયુ, નિખિલ અને સંદીપના માતા. કમલ, રાજશ્રી, અંકિતાના સાસુ. સ્વ. નવીનચંદ્ર જમનાદાસ નેગાંધી (આકોલા)ના પુત્રી. સ્વ. અનિલભાઇ, હરેશભાઇ, રમીલાબેન, સુધાબેનના મોટાબેન. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૩૧-૧૨-૨૩ના ૪થી ૫-૩૦. ઠે. ભાટિયા ભાગીરથી, દાદીશેઠ અગિયારી લેન, કાલબાદેવી ખાતે રાખેલ છે, લૌકિક વ્યવહાર બંધ છે.
કોળી પટેલ
ગામ એરુ મોટા ફળિયા હાલ મલાડ નિવાસી હેમંત પટેલ (ઉં. વ. ૪૯) મંગળવાર તા. ૨૬-૧૨-૨૩ના દેવલોક પામ્યા છે. તે બાલુભાઇ રવજીભાઇ અને કોકીલાબેન બાલુભાઇ પટેલના પુત્ર. સોનલબેનના ભાઇ. વૈષ્ણવી, પલકના મામા. રાજેશભાઇના સાળાનું બેસણું તા. ૧-૧-૨૪ના સોમવારે ૩થી ૫. તેમ જ પૂચ્છપાણી શનિવાર, તા. ૬-૧-૨૪ના ૩થી ૫ નિવાસ સ્થાને રાખેલ છે. લૌકિક રિવાજ બંધ છે. ઠે. જી-૬, ટૂરંતુ મિસ્ત્રી ચાલ, એસ. વી. રોડ, દારૂવાલા કમ્પાઉન્ડ, સાઇબાબા મંદિર પાસે, મલાડ (વેસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. કમળાબેન હરીરામ અનમ, ગામ કલ્યાણપુરવાળાના સુપુત્ર વિજયભાઇ (ઉં. વ. ૮૦) તા. ૨૮-૧૨-૨૩ ગુરુવારના અક્ષરવાસી થયા છે. તે ગં. સ્વ. ચંદ્રબાળાના પતિ. સુનીલ, જયેશના પિતાશ્રી. તે જયોત્સના, જયોતિકાના સસરા. અદિતી, શુભ, તીતીક્ષા, તનયના દાદા. પ્રાર્થનાસભા ઠે. સ્વામીનારાયણ મંદિર, (બીએપીએસ), ૯૦ ફીટ રોડ ઘાટકોપર (ઇસ્ટ), તા.૩૦-૧૨-૨૩ના ૪-૩૦થી ૬, લૌકિક વ્યવહાર બંધ છે.
નઘેરા વાણિયા
માંગરોળ નિવાસી હાલ ઘાટકોપર પ્રવિણાબેન પ્રભુદાસ પટેલ (ઉં. વ. ૯૨) તા. ૨૮-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. પિયુષભાઇ, વર્ષાબેનના માતુશ્રી. તે છાયાબેન, સ્વ. કિશોરભાઇ પારેખના સાસુ. તે પાર્થિવ, નિયતિના દાદી. વિશ્રુતિના દાદી-સાસુ. તે જયંતીભાઇ, કૌશીક રામજી ઠકકરના બેન. સાદડી અને લૌકિક વ્યવહાર બંધ છે.
કાયસ્થ
પ્રભાકર મોહનલાલ મહેતા જામનગર હાલ મુંબઇ તા. ૨૭-૧૨-૨૩ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે કુંજલતા મહેતાના પતિ. મંજુલાબેન મેરવાન વાચ્છા અને સુરેશભાઇ મોહનલાલ મહેતાના ભાઇ. કેતન પ્રભાકર મહેતા અને મીતા વિહાંગ કોટડીયાના પિતાશ્રી. વૈશાલી કેતન મહેતા અને વિહાંગ કોટડીયાના સસરા. રિશી, ક્રિતિકાના દાદા. પલોમી, શ્ર્લોકના નાના. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
જામખંભાળીયા નિવાસી હાલ કલ્યાણ જયોત્સનાબેન (લાભુબેન) (ઉં. વ. ૬૩) તે તા. ૨૭-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ઘનશ્યામદાસ કનૈયાલાલ તન્નાના પત્ની. તે કાર્તિકેયના માતુશ્રી. તે રાજુભાઇ, ઉર્મિલાબેન રસિકલાલ અમલાણી, જયશ્રીબેન સૂર્યકાંત રાયચડ્ડા તથા દર્શનાબેન રાજેશ રાજદેવના ભાભી. તે સ્વ. કલ્યાણજી હંસરાજ વિઠલાણી (ખપોલી)નાં દીકરી. તે દિલીપભાઇ અને મહેશભાઇ કલ્યાણજી વિઠલાણી, ગં. સ્વ. જયશ્રીબેન રમેશ સાગલાણી, રાજશ્રી રાજેશ મશરૂ, મમતા પિયુષ કારીયા તથા બિંદુ અતુલ ઠક્કરના બહેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર તા. ૩૦-૧૨-૨૩ના ૪થી ૬. ઠે. જલારામ હોલ, લોહાણા મહાજનવાડી, સરદાર વલ્લભભાઇ પટેલ રોડ, કલ્યાણ (વેસ્ટ).
વૈષ્ણવ બ્રાહ્મણ
ગામ વડોદરા હાલ મુંબઇ સ્વ. મનુભાઇ નારાયણપ્રસાદ આચાર્ય અને સ્વ. અરૂણાબેન આચાર્ય (મધુબેન)ના પુત્ર. સ્વ. રાજીવ આચાર્ય (ઉં. વ.૬૪) તા. ૨૮-૧૨-૨૩ના શ્રીરામશરણ પામેલ છે. તે સંજય મનુભાઇ આચાર્યના મોટાભાઇ. તે તન્વી સંજય આચાર્યના જેઠ. તે નિકીતા, મનન, ડેલીસના મોટા કાકા. પ્રાર્થનાસભા તા. ૩૦-૧૨-૨૩ના શનિવારે ૫થી ૬. ઝુમ ઓનલાઇન પર રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દેરાવાસી દશા ઓસવાલ
શ્રીમતી લિલમબેન દેવજી નેણશી પાલાણી (કોઠારા-સાત બંગલા) (ઉં. વ. ૮૪) નું મુંબઈ મુકામે તા.૨૭/૧૨/૨૩ એ દેહ પરિવર્તન થયેલ છે એમની પ્રાર્થનાસભા શનિવાર તા.૩૦/૧૨/૨૩ સમય: ૩.૩૦ થી ૫. મહેશ્ર્વરી ભવન, શ્રીજી રેસ્ટોરેન્ટ ની સામે, ઓશીવરા પોલીસ સ્ટેશનની બાજુમાં, અંધેરી લિંક રોડ, અંધેરી વેસ્ટ. પુત્ર પુત્રવધૂ- વિશાખાબેન બીરેન પાલાણી, સ્વાતિ જોય પાલાણી, નયનાબેન નીતિન ધરમશીના માતુશ્રી, સ્વ.પુરબાઈ જેઠાભાઈ લોડાયાના (નલીયા) સુપુત્રી, લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવેલ છે.
હાલાઇ લોહાણા
જોડિયા નિવાસી હાલ અંધેરી સ્વ. લલીતાબેન ગીરધરલાલ બેચરદાસ ઠક્કર (કારિયા) ના પુત્ર કિશોરભાઈ (ઉં. વ. ૭૦) તે ૨૭/૧૨/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. કુમુદબેન દિલીપકુમાર સેજપાલ, જયંતીલાલ અને જયશ્રીબેનના ભાઈ, સ્વ. લતાબેન જયંતીલાલના દિયર, નિશા,જૈનિલ, તૃપ્તિ દિનેશકુમાર િંકજલકરના કાકા, સુજલ, દિયાન, કાવ્યા તથા આરવના દાદા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
મોણપુર નિવાસી હાલ ભાયંદર શ્રી લલિતભાઈ (ઉં. વ. ૭૩) તે ગં.સ્વ. ચંપાબેન મગનલાલ રાઘવજી તન્નાના સુપુત્ર સ્વ. રમાબેનના પતિ તા.૨૮.૧૨.૨૦૨૩ ના શ્રીજી ચરણ પામ્યા છે. તે યોગેશ, જમનાબેન (જીનલ )રાજેશકુમાર દામા, ડિમ્પલબેન હિતેશકુમાર પોબારીના પિતાશ્રી તે સ્વ. જયંતીલાલ, વસંતરાય (કનુભાઈ )ના ભાઈ, સ્વ ભાઇલાલ રાઠોડના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૩૦.૧૨.૨૦૨૩ શનિવારે ૧૦ થી ૧૨, શ્રી હાલાઇ લોહાણા
મહાજન વાડી ૧ માળે,એસ.વી. રોડ કાંદિવલી (વેસ્ટ) .
પરજીયા સોની
ટાણાવરલવાળા હાલ કાંદિવલી સોની ડાહ્યાભાઈ હમીરભાઇ જીણાદ્રા (ઉં. વ. ૮૧) તે ૨૮/૧૨/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે નાનુભાઈ, પ્રાણભાઈના મોટાભાઈ, તરુણ, કૌશિક તથા હિનાના પિતા. માધુરી તથા શીતલના સસરા, જુઠાભાઈ જીવાભાઈ કાગદડાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૩૦/૧૨/૨૩ શનિવાર ૧૦.૩૦ થી ૧૨.૦૦. સોની વાડી, શીમ્પોલી, બોરીવલી વેસ્ટ.
ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ
સ્વ. મનીષ પંડ્યા (ઉં. વ.૪૬) તે મીનાક્ષીબેન મહેશભાઈ પંડ્યાના સુપુત્ર, છાયાબેનના પતિ. કુ. માન્યાના પિતા, અવની, દર્શના, હિરેન અને કલ્પેશના ભાઈ, – રમાબેન જેન્તીભાઇ પંડ્યાના ભત્રીજા. મીનાબેન હર્ષદભાઈ પંડ્યાના જમાઈ, તા.૨૮/૧૨/૨૦૨૩ ગુરુવારના કૈલાશવાસી થયા છે. તેમની પ્રાર્થનાસભા તા.૩૦/૧૨/૨૦૨૩ શનિવારના ૪ થી ૬. શ્રી મુંબઈ પાટીદાર સમાજ ૬ – ફ્રેન્ચ બ્રિજ. ઓપેરા હાઉસ, શાંતી સદન બિલ્િંડગની સામે. મુંબઈ ૪૦૦૦૦૭..
હાલાઈ લોહાણા
મુંબઈ નિવાસી, ગં.સ્વ. ઉષાબેન, (ઉં. વ. ૬૮ તે સ્વ. ઉજમબેન મણીલાલ રૂપારેલીયાના પુત્રવધૂ. તે સ્વ. ડાહ્યાલાલ મણીલાલ રૂપારેલીયાના પત્ની. તે સ્વ. પ્રભુદાસભાઈ, જગદીશભાઈ, રમણીકભાઈ, અરિંવદભાઈના ભાભી. તે દિવ્યેશ તથા જાનવી પ્રતિવ રાજાણીના માતુશ્રી. તે મીનાબેન સુરેશભાઈ રાજાણીના વેવાણ, તે સ્વ. વ્રજલાલ કાનાબાર ની દીકરી. તા. ૨૮-૧૨-૨૦૨૩ ના શ્રીજીચરણ પામેલ છે. લોકીક વ્યવહાર રાખેલ નથી.
હાલાઇ લોહાણા
પોરબંદર નિવાસી હાલ વિરાર સ્વ. પ્રભુદાસ બદિયાણીના પુત્ર વિજય બદિયાણી (ઉં. વ. ૬૮) તે ૨૫/૧૨/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે માધુરીના પતિ. ધારણી વોરા, નીતા સોમૈયા, હિનાબેન બદિયાણીના ભાઈ. ચિંતન, હસમુખ વોરા, હેલી પંકજ સોમૈયાના મામા, જમનાબેન હરિદાસ કનુભાઈ પરષોત્તમભાઈના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠીયા વણિક
રાણાવાવ નિવાસી હાલ મલાડ સ્વ. મણીબેન વલ્લભદાસ સેલારકાના પુત્ર શાંતિલાલ (ઉં. વ. ૭૫) ૨૭/૧૨/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. રમાબેનના પતિ. બીરેન, ચૈતાલી કૃષ્ણકાંત સાંગાણી તથા મિત્તલ મનીષ શાહના પિતા. સ્વ. વનીતાબેન ગોરધનદાસ, સ્વ. મનસુખલાલ, સ્વ. લીલાવતી રમણીકલાલના ભાઈ. ઉપેન્દ્રભાઈ વિઠ્ઠલદાસ, સરોજબેન ભુપેન્દ્રભાઈ, કુસુમબેન ભરતભાઈ, સ્વ. બાબુભાઇ, સ્વ.જયંતીભાઈ, સ્વ.સુરજલાલ, સ્વ.ધીરજલાલ, સ્વ.સુશીલાબેન, સ્વ. ગુણીબેન તથા ગં. સ્વ વિલાસબેનના બનેવી. તેમની પ્રાર્થનાસભા ૩૦/૧૨/૨૩ના ૫ થી ૭, શ્રી વર્ધમાન સ્થા જૈન શ્રાવક સંઘ, મોટા
ઉપાશ્રય ચોથે માળે, પારેખ લેન કોર્નર, એસ વી રોડ કાંદિવલી વે.