મરણ નોંધ

હિન્દુ મરણ

ઘોઘારી દશા શ્રીમાળી
ભાવનગર, હાલ વિલેપાર્લે જુહુ રજનીકાંત ભીખાભાઇ મોદી (ઉં. વ.૯૯) તા. ૨૫-૧૨-૨૩ના અવસાન પામેલ છે. તે સ્વ. નિરૂબેનના પતિ. અતુલ, રાજેન્દ્ર તથા કેપ્ટન પ્રશાંતના પિતાશ્રી. સ્વ. રમણભાઇ, સ્વ. રણજીતભાઇ, સ્વ. રસિકભાઇ, સ્વ. હંસાબેન તથા સ્વ. ચતુરબેનના ભાઇ. સ્વ. ભોગીલાલ નરોત્તમદાસ શાહના જમાઇ. તથા સ્વ. નવનીતભાઇ ભોગીલાલ શાહના સાળા. જયોતિ, ચારૂલતા, સોનલના સસરા. લૌકિક પ્રથા
બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ભાવનગર હાલ અમેરિકા નિરંજનભાઇ જયંતિલાલ મહેતા (ઉં. વ. ૬૯) મંગળવાર તા. ૨૬-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે માલ્વીકાબહેનના પતિ. કેશા અને વિધીના પિતાશ્રી. પ્રતીકભાઇ મહેશભાઇ કોઠારીના સસરા. સ્વ. શાંતિલાલ પરસોતમદાસ મહેતાના જમાઇ. પ્રાર્થનાસભા (બન્ને પક્ષની) ગુરુવાર તા. ૨૮-૧૨-૨૩ના ૫થી૬.૩૦. ઠે.પરમ ક્ેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (પશ્ર્ચિમ).
કચ્છી લોહાણા
સ્વ. ઠા. નારાયણજી ટોકરશી અરોડાના પુત્રવધૂ ઠા. ચત્રભુજ નારાયણજી અરોડા ગામ કોઠારાના ધર્મપત્ની અ. સૌ. ઇલાબેન (મામી) (ઉં. વ. ૭૧) તા. ૨૪-૧૨-૨૩ના રવિવારના મુલુંડ મધ્યે શ્રીરામશરણ પામેલ છે. સ્વ. મધુબેન નટવરલાલ પટેલ ગામ મોભા હાલે મુલુંડના પુત્રી. મેહુલ તથા હેતલના માતુશ્રી. પલક તથા ગીરીશભાઇના સાસુમા. અ. સૌ. સાવિત્રીબેન પ્રેમજીભાઇ, ગં.સ્વ. ગોદાવરીબેન વિઠ્ઠલદાસ, સ્વ. દમયંતીબેન લીલાધર, અ. સૌ. હેમલતા દામોદર, સ્વ. ગોદાવરીબેન દયાળજી, ગં. સ્વ. શારદાબેન રાઘવજીના ભાઇના પત્ની. આર્યનના દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી વૈષ્ણવ
કુકકડ નિવાસી હાલ ઘાટકોપર ગુણવંતરાય ફૂલચંદ મોદી (ઉં.વ.૮૭) તા. ૨૫-૧૨-૨૩ના સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. સરલાબેનના પતિ. રાજેશ, પરિમલ, અમિતના પિતા. નેહલ, પારૂલ, જેસલના સસરા. સ્વ. ઇન્દુબેન-પરમાણંદદાસ દોશી, મૃદુલા જીતેન્દ્ર મહેતાના ભાઇ. સ્વ. મનહરલાલ પ્રભુદાસ મહેતાના બનેવી. મૈત્રી રાજન ધોળકીયા, હેલી નિશાંત ચૌહાણ, અનુજ, જેવિન, રાજ, રૂહી, રીવાનાં દાદાજી. લૌકિક પ્રથા બંધ છે.
વાલમ બ્રાહ્મણ
મુંબઇ હાલ ઘાટકોપર દિગસરવાળા વ્યાસ નટવરલાલ રામશંકર વ્યાસ (ઉં. વ. ૯૨) તે સ્વ. હરબાળાબેન (ભનીબેન)ના પતિ. તે સ્મિતાબેન, રૂપાબેન, ધીરેનભાઇ, કૌશિકભાઇના પિતાશ્રી. તથા મહેશભાઇ અમૃતલાલ જોશી, હેમંતભાઇ નૌતમભાઇ ઉપાધ્યાય, ક્ષમાબેન, શુભાંગીબેનના શ્ર્વસુર. તે સ્વ. પૂ. નર્મદાબેન બાલકૃષ્ણ પંડિતના જમાઇ તા. ૨૫-૧૨-૨૩ના સોમવારના દેહાવસાન થયેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૮-૧૨-૨૩ના ૫થી ૭. ઠે. ઘાટકોપર બ્રાહ્મણ સમાજ વાડી, જોશી લેન, એમ.જી. રોડ, ઘાટકોપર (પૂર્વ), લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ મોટીવેરાવળ, હાલ મુંબઈના સ્વ. વિજયાબેન તથા સ્વ. વીરજીભાઈ જાધવજીભાઈ ખાખરીયાના પુત્રવધૂ તથા સ્વ. કીર્તિભાઇ વીરજીભાઈ ખાખરીયાના ધર્મપત્ની ગં. સ્વ. ઇન્દુબેન ખાખરીયા (ઉં. વ. ૬૩) તે તા. ૨૫/૧૨/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે સૌમિલના માતુશ્રી. અરવિંદભાઈ, સ્વ ચંદ્રકાન્તભાઈ, સ્વ. સૂર્યકાન્તભાઈ, પરેશભાઈ, ઉષાબેન નરેન્દ્રકુમાર દત્તા, રમાબેન જયેશકુમાર મજીઠીયા, સ્વ. ચારુબેન દિલીપકુમાર વિઠલાણીના ભાઈના પત્ની. પિયરપક્ષે જામસલાયા વાળા સ્વ.મટુબેન તથા સ્વ. મુલજી વાલજી પંચમતીયાના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા ઝારોળા વણિક
ભરતભાઈ ધીરજલાલ સરૈયા (ઉં. વ. ૭૪) મૂળવતન મહેસાણા હાલ બોરીવલી તે હંસાબેનના પતિ. રશ્મિભાઈ, હર્ષદભાઈ, પરેશાબેનના ભાઈ. ચંદુલાલ અમૃતલાલ શાહના જમાઈ તા.૨૫/૧૨/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૮/૧૨/૨૩ ના ૪ થી ૬. પાવનધામ, મહાવીર નગર, બીસીસીઆઈ ગ્રાઉન્ડ ની સામે, કાંદિવલી વેસ્ટ.
દશા મોઢ માંડલિયા વણિક
બાઢડા નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. મુક્તાબેન બાબુલાલ અંબાણીના પુત્ર ભાવેશ (ઉં. વ. ૫૮) તે ૨૫/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે ભાવિકાબેનના પતિ. શિખા રોમીલ મહેતાના પિતા. રાજેશ, શિલ્પેશ, ઇન્દુબેન કાંતિલાલ ગાંગડિયાના ભાઈ. ભાવનાબેનના દિયર, સંગીતાના જેઠ. ગં.સ્વ. પુષ્પાબેન ગીરીશભાઈ ગાંધીના જમાઈ, સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
મણીબેન મોહનલાલ જોબનપુત્રાના દીકરી સ્વ. સવિતાબેન મોરઝરીયા (ઉં. વ. ૮૮) તે જામ સલાયાવાળા હાલ ગોરાઈ સ્વ. જગજીવનદાસ વિઠ્ઠલદાસ મોરઝરીયાના ધર્મપત્ની, ભરત, દિલીપ, જયશ્રી દિપક બુદ્ધદેવ, સ્વ. મીના કકડિયાના માતુશ્રી. દિવ્યા તથા અમિતાના સાસુ. વિશાલ, જીજ્ઞેશ, રાકેશ, વિરલ, હેમાંગી હિરેન મીરાણીના દાદી ૨૪/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૮/૧૨/૨૩ના ૪ થી ૬. હાલાઇ લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ કાંદિવલી વેસ્ટ.
કચ્છી ભાટિયા
મુંબઈ નિવાસી ઠા. ડુંગરશી ઠાકરશી સરૈયા (ઉં. વ. ૮૯) તે નલિનીબેનના પતિ. લીના હરીશ નેગાંધી, ઉર્વી નૈનેશ ભાયાણી, પ્રણવ, નેહા ચિંતન વેદના પિતા. જીસ્માના સસરા. વીરના દાદા. રાજ, મુસ્કાન, શ્રયાના નાના. ૨૫/૧૨/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ જૂનાગઢ, હાલ મુંબઈ જયસુખલાલ નાથાલાલ વણઝારા (ઉં. વ. ૭૮) તે ૨૪/૧૨/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. પ્રભાબેનના પતિ. રાહુલના પિતા. રિદ્ધિના સસરા. સ્વ. ધીરુભાઈ, સ્વ. મનસુખલાલ, સ્વ. જયંતીભાઈ, અ.સૌ. ઉષાબેન પ્રફુલભાઇ તન્ના તથા સ્વ. ગૌરીબેન ડાયાલાલ ઠકરારના ભાઈ. સાસરા પક્ષે જેતપુરવાળા સ્વ. મોતીબેન નાનજીભાઈ ભીમજીયાણીના જમાઈ. તેમની બંનેપક્ષની પ્રાર્થનાસભા ૨૮/૧૨/૨૩ ના ૪ થી ૬. શ્રી હાલાઇ લોહાણા મહાજનવાડી, પહેલ માળે, ઠાકુરદ્વાર મુંબઈ.
ઔદિચ્ય બ્રાહ્મણ
બાલંભા નિવાસી હાલ વિલેપાર્લે શ્રી હસમુખરાય દુર્ગાશંકર જોષી (ઉં. વ. ૮૮), તા. ૨૪-૧૨-૨૦૨૩ના કૈલાશવાસી થયેલ છે. તે ભાવનાબેનના પતિ. જીગ્નેશ, મમતા, કલ્પેશના પિતા તથા ચૌલા, નિશાંત, કેતન પંડ્યાના સસરા તથા સ્વ.જશવંતભાઈ, વિનોદભાઈ, સ્વ. પ્રતિભાબેનના ભાઈ તથા સમર અને પુજનના દાદા, તેમની પ્રાર્થનાસભા તા. ૨૮-૧૨-૨૦૨૩ ગુરૂવાર ૫. થી ૭, ના વિરેશ્ર્વર ભવન, સંન્યાસ આશ્રમ, વિલેપાર્લે (વેસ્ટ).
કચ્છી લોહાણા
અરુણાબેન ચડાદે (ઠક્કર) (ઉં. વ. ૭૭) મૂળ ગામ કેરા બળદિયા હાલે પનવેલ તે અરવિંદ હંસરાજ ઠક્કરના પત્ની. ભાવેશ, રૂપેશ અને હર્ષાબેનના માતુશ્રી. માલતીબેન, ડિમ્પલબેન અને સુભાષભાઇના સાસુ. તે અભય, ધ્રુવના દાદીમા. તે નવીનભાઇ, જગદીશભાઇ, દિપીનભાઇ, મંગલભાઇના ભાભી. તે શંકરલાલ લખમશી પવાણી (કેરાવાળા)ની પુત્રી. તા. ૨૬-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૮-૧૨-૨૩ના ૫થી ૬. ઠે. લોહાણા મહાજન વાડી, મરચી ગલી, પનવેલમાં રાખેલ છે.
ઘોઘારી લોહાણા
આટકોટવાળા હાલ કાંદિવલી ઠા. મૂળજીભાઇ પોપટલાલ કારિયા (ઉં.વ.૯૪) સોમવાર તા. ૨૫-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. રેખાબહેનના પતિ. સ્વ. હીરાભાઇ, સ્વ.ગુણવંતભાઇ, ગં. સ્વ. હસુમતીબહેન ખંધેડિયા, ગં. સ્વ. જયાબહેન મસરાણી, અ. સૌ.કુંદનબેન વસાણીના ભાઇ, સ્વ. છગનલાલ નારાયણદાસ આઇયાના જમાઇ. અ. સૌ. સ્મિતાબહેન અજિત ઠક્કર તથા ભાવેશ, ઉજેશના પિતાશ્રી. અ. સૌ. પાયલ તથા અ. સૌ. મયૂરીના સસરા. દીપ, સાહિલ, અને બંસરી વૃજેશના દાદાજી. પ્રાર્થનાસભા તા. ૨૮-૧૨-૨૩ના ગુરુવારે ૪-૩૦થી૬. ઠે. પાવનધામ, મહાવીરનગર, પાવનધામ માર્ગ, બી.સી.સી.આઇ. ગ્રાઉન્ડની સામે, કાંદિવલી-વેસ્ટ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ