મરણ નોંધ

હિન્દુ મરણ

ભીખુભાઈ મોરારજી પંચાલ મૂળ વતન દાદરા નગર હવેલી હાલ વસઈ (ઉં. વ. ૮૬) તા. ૧૮-૯-૨૩ના દેવલોક પામ્યા છે. તા. ૨૨-૯-૨૩ના શુક્રવાર ૪ થી ૬.૩૦. પ્રાર્થના સ્થાન: શ્રી સ્વામિનારાયણ મંદિર, ૬૦ ફીટ રોડ, વસઈ વેસ્ટ.
હાલાઈ લોહાણા
ગં. સ્વ. જસવંતીબેન જમનાદાસ પોપટ (ઉં. વ. ૯૩) તે સ્વ. સંતોકબેન હરગોવિંદદાસ તન્નાના પુત્રી. મહેન્દ્ર, કુમુદ રમણીકલાલ ચંદ્રાણી તથા સ્વ. દક્ષા મહેન્દ્રકુમાર ઠક્કરના માતુશ્રી. પ્રજ્ઞેશ, દિપેશ, જીજ્ઞાના દાદી. કલ્પનાબેનના સાસુ. નીતુ અને જીયાના દાદીસાસુ. સ્વ. રંભાબેન, સ્વ. દિવાળાબેન અને પ્રમિલાબેનના બેન તા. ૧૮-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવારે તા. ૨૧-૯-૨૩ના ૪ થી ૬. શ્રી ભાટીયા ભાગીરથી ટ્રસ્ટ, ૧લે માળે, ૮૮ દાદીશેઠ અગિયારી લેન, મુંબઈ-૨. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
અનાવિલ
સાંતાક્રુઝ નિવાસી નવીનચંદ્ર છગનલાલ દેસાઈ મોટા વરાછા તે નીતાબેનના પતિ. મનીષ, ઉષ્માના પિતાશ્રી. રૂપાલી તથા પરાગના સસરા. આયુષ તથા રોહનના દાદા. પલક તથા જશના નાના. ૧૫/૯/૨૩ના અવસાન પામેલ છે. બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠિયા વણિક
પાલીતાણા હાલ કાંદિવલી સ્વ. મંજુલાબેન ખીમચંદ તલાટીના પુત્ર અશોકભાઈ (ઉં.વ. ૬૦) તે ૧૮/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે જાગૃતિબેનના પતિ. વિરલ-નિકિતા, પ્રિયંકા નિશાંત ગાંધી, અંજલિ પ્રતીક ધ્રુવના પિતાશ્રી. હરકીશન, સ્વ. નવીનભાઈ, સ્વ. અરવિંદભાઈ, સ્વ. હસમુખભાઈ, સ્વ. સરલાબેન ભુપતરાય મહેતાના ભાઈ. ઇન્દીરાબેન બિપીનભાઈ આનંદપરાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પરજીયા સોની
રાજેશભાઈ વિઠ્ઠલદાસ થડેશ્ર્વર (ઉં.વ. ૬૭) તે ચાવંડવાળા હાલ મીરા રોડ સ્વ. ધનકુંવરબેન વિઠ્ઠલદાસ રણછોડદાસ થડેશ્ર્વરના પુત્ર. રેખાબેનના પતિ. રાજ, પલ્લવી ઘનશ્યામભાઈ ધકાણના પિતા. સ્વ. દેવદાનભાઈ પરષોત્તમભાઈ ધકાણ વકરિયાવાળાના જમાઈ. ૧૯/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
મોટા લીલીયા હાલ વિલેપાર્લા ગં. સ્વ. ચંપાબેન જયંતીલાલ રામજીભાઈ અઢિયા (ઉં.વ. ૮૯) તે સ્વ. હર્ષદભાઈ, દિલીપભાઈ, ભરતભાઈ, ચેતનભાઈ, ઈલેશભાઈ, બિન્દુબેનના માતુશ્રી. તૃપ્તિ, દિવ્યા, મનીષા, હસમુખભાઈ શાહના સાસુ. વસંતભાઈ તથા કિશોરભાઈના ભાભી. સ્વ. ગાંડાલાલ ગોકળદાસ સરૈયાના દીકરી. અભિષેક, પ્રિયા ગોપાલ રૂપારેલ, ભૂમિકા માનવ ચૂરી, નિશિતા આરવ મુછાડા, કરિશ્મા પૂર્વીન શાહ, રોહન, પાયલ, રાજ તથા નમ્રતાના દાદી. ૧૯/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કપોળ
હર્ષદભાઈ હરિલાલ મહેતા (ઉં.વ. ૭૭) તે કેરીયાચાડ હાલ કાંદિવલી સ્વ. હરિલાલ ત્રિભોવનદાસ મહેતાના પુત્ર. સ્વ. ભગવાનદાસ પ્રભુદાસ મહેતા જોલાપુરના જમાઈ. પ્રવિણાબેનના પતિ. તુષાર, હિમાંશુ, દીપ્તિના પિતા. સેજલ, કવિતા દેવેનના સસરા. ૧૬/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સુરતી દશાલાડ વણિક
કાંદિવલી નિવાસી મહેન્દ્ર નટવરલાલ કણિયા (ઉં.વ. ૮૭), તે સ્વ. હર્ષિલાના પતિ. જિતેન્દ્ર અને માલવીકાના ભાઈ. ધીરેન અને તેજલના પિતા. અલ્પા અને શૈવલના સસરા. સલોની અને સાગરના દાદા તા. ૧૯/૯/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
મોટાઆંકડીયા હાલ બોરીવલીના સ્વ. સૂર્યબાળા (શારદાબેન) તથા સ્વ. જયંતીલાલ ઠક્કર (માખેચા)ના સુપુત્ર બિપીનભાઈ ઠક્કર (માખેચા) (ઉં.વ. ૬૬) તે ૧૯/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે રીના (રેખાબેન)ના પતિ. પાયલ નેહલકુમાર, મિતુલ-અ.સૌ. હેતલ, હેમલના પિતાશ્રી. હરિતભાઈ, અશ્ર્વિનભાઇ, ઇલાબેન રસીકકુમાર, રેખાબેન કિરીટકુમારના ભાઈ. સાસરાપક્ષે સ્વ. સવિતાબેન નંદલાલ સેદાણીના જમાઈ. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૧/૯/૨૩ના ૫ થી ૭ હાલાઇ લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ. વિ. રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
મૂળ ગામ મંડેર હાલ વસઇના જતીન ઠક્કર (નથવાણી) (ઉં.વ. ૬૩), તા. ૨૦-૯-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મુક્તાબહેન પ્રેમજીભાઇ નથવાણીના પુત્ર. અલ્પાબહેનના પતિ. હિમાંશુ, હર્ષ, ડિમ્પલના પિતા. જ્યોતિ, કેતકી, સાગરકુમારના સસરા. સ્વ. ચંદ્રકાંતભાઇ, શશીભાઇના ભાઇ. સ્વ. નગીનદાસ કેશવલાલ શાહના જમાઇ. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠીયા વણિક
હાલરીયા હાલ કાંદિવલી સ્વ. નિર્મળાબેન જયંતીલાલ કઢીના પુત્ર અનિલ (ઉં.વ. ૬૬) તે ૧૭/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે ચંદ્રિકા, છાયા, ગીતા, વર્ષા, જયેશ, ભાવેશના ભાઈ. હિનાના જેઠ. જીમિષા, મિતના મોટા પપ્પા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
બળેજ હાલ અંધેરી ગં.સ્વ. દમયંતીબેન કોટેચા (ઉં.વ. ૭૪) તા. ૧૭-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પ્રભુદાસ છગનલાલ કોટેચાના ધર્મપત્ની. ગોરધનદાસ માવજી સુચકના દિકરી (પનવેલ) એચ.એમ.ઠક્કર. તે સ્વ. કાનજીભાઈ, સ્વ. કરસનભાઈ, સ્વ. ગીરધરભાઇ, સ્વ. રંભાબેન, સ્વ. શાંતિભાઈ, સ્વ. પ્રવીણભાઈ તથા જયંતભાઈના ભાભી તથા ચંદ્રેશ, નમ્રતા, બ્રિજેશના માતોશ્રી. ચીરાગ કુમાર, હિમા, કોમલના સાસુ. કેવિન વિહાનના દાદી. રોમિલના નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
વેરાવળ હાલ નાલાસોપારા (ઈસ્ટ) જયંતીલાલ કલ્યાણજી પૂનાડિયાના પત્ની કુંજલતા (ઉં.વ. ૭૩) તે સ્વ. જયભારતી ઉમેદ સિંહ પૂંજાલાલા દતાની પુત્રી. પ્રશાંત અને સેજલના માતા. નમ્રત પૂનડિયા અને દિનેશ સોમયાના સાસુ. ઉન્નતી, દ્વિતીના દાદી. અમન, ચિરાગના નાની. મીના કોટક, રશ્મિ મસરાણી / જયોતિ મસરાણી, ભરત દત્તાના મોટાબેન. ૧૫/૯/૨૩ના શ્રીજીચરણ પામ્યાં છે (લૌકિક વ્યવહાર બંધ છે).
બાજ ખેડાવળ બ્રાહ્મણ
ભરૂચ હાલે ફોર્ટ મુંબઈમાં વિનુભાઈ જમેતરામ દવે (ઉં. વ. ૮૩) તા. ૧૮-૯-૨૩ના અવસાન પામેલ છે. તે સ્વ. શાંતાબેન અને જમેતરામ દવેના સુપુત્ર. સ્વ. હરીપ્રસાદ પડંયાના જમાઈ. ગં. સ્વ. ગીતાબેનના પતિ. સ્વ. દેવાંગના પિતાશ્રી. તૃપ્તિના સસરા. પાર્થના દાદાજી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ સારસ્વત બ્રાહ્મણ
મૂળ જામ ખંભાળીયાના હાલ મલાડ નવનીતભાઈ સેવક (ઉં. વ. ૮૦) મંગળવાર, તા. ૧૯-૯-૨૩ના અવસાન પામેલ છે. તે સ્વ. છગનલાલ સુંદરજી સેવક અને સ્વ. શ્રીમતી રામકુંવરબેન સેવકના પુત્ર. તે સ્વ. નિર્મલાબેનના પતિ. તે સ્વ. ગૌરીબેન, નરસિંહભાઈ, સ્વ. યશવંતભાઈ, સ્વ. ગુણવંતીબેન, ધીરજબેનના ભાઈ. તે વિપુલભાઈ, હિનાબેન, કોમલબેન, રાજેશભાઈ, ફાલ્ગુનીબેન, આશાબેન, ભાવનાબેનના પિતાશ્રી. તે અક્ષય, દિવ્યા, ઉન્નતી, આરના, નિરોશાના દાદાજી. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૧-૯-૨૩ના ૪ થી ૬. પ્રાર્થના સ્થળ: લક્ષ્મીનારાયણ મંદિર હોલ, રાણી સતી માર્ગ, અશોકા હૉસ્પિટલની પાસે, મલાડ (ઈસ્ટ).
ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતિ
ધંધુકા હાલ મુંબઈ સ્વ. વિજુબેન બાબુભાઈ પરમારના પુત્ર ભરતભાઈ (ઉં. વ. ૫૭) ૧૭-૯-૨૩ના અક્ષરવાસી થયા છે. તે સ્વ. હર્ષાબેનના પતિ. સ્વ. રમાબેન બિપીનભાઈ સોલંકીના જમાઈ. સ્વ. જય પરમાર, અંકિતાબેન કૃણાલકુમાર સોલંકીના પિતા. મયુરીબેન અતુલભાઈ પરમારના દિયર. કોકિલાબેન, શીલાબેન, જયશ્રીબેન, ભાવનાબેન, રીટાબેનના ભાઈ. પ્રાર્થનાસભા ૨૧-૯-૨૩ના ગુરુવારના ૪ થી ૬. ઠે: ભાટીયા ભાગીરથી હોલ, દાદીશેઠ અગિયારી લેન, પારસી અગિયારીની બાજુમાં, કાલબાદેવી રોડ, મુંબઈ-૨. લૌકિક વ્યવહાર
બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. લક્ષ્મીબેન (ઉં. વ. ૮૦) તે ભગદે કરસન દામજી (શંભુભાઈ) સુથરીવાળાના ધર્મપત્ની. દ્વારકાદાસ હરજી ભગદે (ચના સુરજી)ના પુત્રવધૂ. તે ભાવના કિરીટકુમાર, મનીષા કિર્તીકુમાર, રીટા કૌશલકુમાર, ફાલ્ગુની સંદીપકુમાર અને વિરાંગના માતુશ્રી. નિલમના સાસુ. તે રમેશભાઈ, ભરતભાઈ, વિમલાબેન, મંજુલાબેન, અનસુયા, સ્વ. તારાબેન, કાંતાબેન, ભારતીબેન, લીલમબેન, પ્રક્ષાબેન, પલ્લવીના ભાભી. તે સ્વ. નારાણજી વાલજી દાવડા (નખત્રાણા)વાળાની પુત્રી તા. ૧૯-૯-૨૩ના કચ્છ મધ્યે શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
માધવપુરા ગિરનારા બ્રાહ્મણ
મલાડ નિવાસી સ્વ. રંભાબેન નારાયણદાસ ભટ્ટના પુત્ર કમલનયન જે અવનીબેનના પતિ. ચિ. વિધાતાના પિતા. તે સ્વ. અરૂણાબેન ચંદ્રવદન જોશીના જમાઈ તે ૧૫-૯-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
માંગરોળ દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
માલિયા હાટીના નારણદાસ કપુરચંદ જુઠાણીના પુત્ર શ્રી અનિલકાંત (સ્વ. હંસાબેનના પતિ) (ઉં.વ. ૮૯) તે સ્વ. ઈન્દ્રવદનભાઈ, બીપીનભાઈ, સતીશભાઈ, મધુબેન, દિવ્યાબેન, વાસંતીબેનના મોટાભાઈ તથા મંજરી રાહુલ બાટવીયા, પલ્લવી જીતેન્દ્ર મહેતા અને સુરભિ વિજય ગાંધીના પિતાશ્રી. રતિલાલ અમૃતલાલ દોશીના જમાઈ. તા. ૧૭/૯/૨૩ના નવસારી મુકામે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી સઈ સુતાર
રાણપુર હાલ બોરિવલી-સ્વ. પુષ્પાબેન વૃજલાલ ગાલીયાની દીકરી હસુમતી (ઉં.વ. ૬૪), તા. ૧૯-૯-૨૩ના સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. ગિરીશ તથા ભરતના બેન. મધુબેન દલસુખલાલ, મીનાબેન દિલીપકુમાર, નીતાબેન હસમુખલાલના બેન. ભાવનાબેનના નણંદ. ભાર્ગવ તથા રોનકના ફૈબા. અશ્ર્વિની તથા શ્રેયાના ફ્ઈજી અને ક્રિશાના બા. પ્રાર્થનાસભા તા. ૨૧-૯-૨૩ના ગુરૂવારે ૫ થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે. શ્રી લુહાર સુતાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ વેલફેર સેન્ટર, શ્રી વિશ્ર્વકર્મા ચોક, કાર્ટર રોડ નં. ૩, દત્તપાડા મેન રોડ, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી-ઈસ્ટ.
વાંઝા દરજી
ગામ ડોળાસા હાલ શ્રીનગર થાણા સ્વ. કસ્તુરબેન પરસોત્તમભાઈ ચુડાસમાના પુત્ર સ્વ. બચુભાઈ ચુડાસમા (ઉં.વ. ૭૯) તા. ૧૯/૯/૨૩ના મંગળવારના રામચરણ પામેલા છે. તેઓ વાલીબેનના પતિ. સ્વ. બાલુભાઈના મોટાભાઈ. ડો. ભરતભાઈ, સતિશભાઈ, હસમુખભાઈ, હંસાબેન હરેશ જેઠવાના પિતાશ્રી. પ્રાર્થનાસભા તા. ૨૧/૯/૨૩ના ગુરૂવાર ૪ થી ૬. મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુંડ(વેસ્ટ).
પરજીયા સોની
મુળ ઉપલેટાવાળા હાલ મલાડ, મુંબઈ, નિવાસી સ્વ. સોની જમનાદાસ હરિલાલ ઘઘડા, (ઉં.વ.૭૭) તા. ૧૮-૯-૨૩, રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તે ગં.સ્વ જયશ્રીબેન જમનાદાસના પતિ, સ્વ. હરિલાલ ઘઘડા અને સ્વ. વિજયાબેન ઘઘડાના દીકરા, સ્વ. વ્રજલાલ હરિલાલ ઘઘડાના નાના ભાઈ, સ્વ. રીમાબેન ગોરધનભાઈ સાગરના મોટા ભાઈ, સ્વ. પોપટભાઈ રામજીભાઈ જસદણવાળા થડેશ્ર્વરના જમાઈ, ભારતીબેન, નિતેશભાઈ, જાગૃતિબેન, સમીરભાઈના પિતાશ્રી. પ્રાર્થના સભા: તા. ૨૧-૯-૨૩ ગુરુવારે, સમય: બપોરે ૫ વાગ્યેથી ૭ સુધી, સ્થળ: સોની વાડી, શિમ્પોલી ક્રોસ રોડ, બોરીવલી (વેસ્ટ).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…