હિન્દુ મરણ
ઇડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
ગામ મુડેટી નિવાસી (હાલ બડોલી) ગ. સ્વ. કુંદનબેન શુકલ (ઉં. વ. 85) તે સ્વ. વામનપ્રસાદ શુકલના પત્ની તે રશમિકાંત(રઘુ ભાઈ), હર્ષદભાઈ, હરેન્દ્રભાઈ અને સોનલબેનના માતુશ્રી. તે પ્રજ્ઞાબેન, સ્વ. દર્શનાબેન, જીજ્ઞાબેન અને અશ્વિનભાઈ રાવલના સાસુ. તે દૃષ્ટિબેન, ઉમંગ, ધ્રુવ, હિરલ, વૈભવી અને કૌશલના દાદી. તે ઉનાવા નિવાસી સ્વ. ચંચળબેન જગન્નાથ રાવલના દીકરી. તા. 5-3-24ના મંગળવાર બડોલી ખાતે દેવલોક પામ્યા છે. તેમની ઉતરક્રિયા બડોલી ખાતે રાખેલ છે.
બાજ ખેડાવાળ બ્રાહ્મણ
નડિયાદ નિવાસી, હાલ વિલેપાર્લા 3-3-24, રવિવારના ગં. સ્વ. હંસાબેન કૈલાસવાસી થયા છે. તે સ્વ. મહેન્દ્રભાઈ અંબાલાલ ઠાકરના ધર્મપત્ની. તે કૈલાસબેન જીતેન્દ્રભાઈ શેલત, અરૂણાબેન મહેન્દ્રભાઈ ઠાકર, યોગેશભાઈ, પંકજભાઈ, હેમંતભાઈ, પ્રકાશભાઈના માતુશ્રી. તે અ.સૌ. જ્યોત્સના, સ્વ. રાગીણી, અ.સૌ. જયશ્રી, અ.સૌ. કલ્પનાના સાસુ. તે શ્રેણીક, કુંજ, હિરલ, ફોરમ, રિધ્ધી, ક્રિષ્ના, હિર્વિતા, મોહિતના દાદી. તે મૌલિક તથા તન્વીના નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
મેઘવાળ
ગામ વાવેરા (હાલ મહાલક્ષ્મી) સ્વ. ગૌરીબેન તથા પાલજીભાઈ ભાયાભાઈ બાબરીયાના પુત્રવધૂ અને વાલજીભાઈના ધર્મપત્ની પુષ્પાબેન (ઉં. વ. 67) 29-2-24 ને ગુરુવારના રામશરણ પામ્યા છે. તેઓ સ્વ. મોતીબેન તથા સ્વ. ખીમજીભાઈ લાખાભાઈ સોસાની પુત્રી. સ્વ. અનિલ, સ્વ. અમિત, અશોક, દીપકના માતા. નિર્મળા, દમયંતી, હર્ષા, શાંતાના સાસુ. કશિશ, યશ, નિલ, રિયા, નિયતી, સાક્ષી, કિંજલ, રાશિના દાદીમા. તેમના બારમાની વિધિ 10-3-24 ને રવિવાર, 11 કલાકે રાખેલ છે. સ્થળ: એ-2, નવરંગ કો.ઓ. હા. સો., એસ. કે. રાઠોડ માર્ગ, આંબેડકર નગર, મહાલક્ષ્મી, મુંબઈ-400034.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
અમરેલીવાળા હાલ મલાડ, રામજી ભાણજી ચચાના સુપુત્ર રાજેન્દ્ર રામજી ચચા (ઉં. વ. 63) તે કનકબેનના પતિ. તેજસના પિતા. પ્રકાશભાઈ, રજનીશ, વર્ષાબેન દીલિપભાઈ આશરના ભાઈ. જયંતીલાલ મુળજીભાઈ વાઢેર વડોદરાવાળાના જમાઈ 6-3-24, બુધવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા 10-3-24, રવિવારના 4થી 6 શંકર મંદિર, સ્ટેશન પાસે, એસ. વી. રોડ, મલાડ વેસ્ટ.
હાલાઈ લોહાણા
સ્વ. ભૂપેંદ્રભાઈ બાબુલાલ કાનાણી (ઉં. વ. 79) મૂળ ગામ ગાગા હાલ ભાયંદર ગં.સ્વ. સુરભી કાનાણીના પતિ. સ્વ. રામદાસ હરીદાસ તન્નાના જમાઈ. સ્વ. વસંતબેન કાનાણીના પુત્ર. સ્વ. બીપીનભાઈ તથા નીતિનભાઈ, દક્ષાબેન પંચમતીયાના મોટા ભાઈ તથા સમીર, જશ્મીના, કેતન, દિપાલીના પિતા. શાંતીલાલ છોટુભાઈ પંચમતીયાના સાળા તથા અલકા સમીર કાનાણી, સંદિપ કાંતિભાઈ માતેલીયા, યોગેશ મોહનલાલ પંચવાણીના સસરા ગુરુવાર, 7-3-24ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સમીર બી. કાનાણી, 303, અભિનંદન સોસાયટી, બકુલ સ્ટ્રીટ, ક્રોસ ગાર્ડન, ભાયંદર (વેસ્ટ).
ગામડિયા દરજી
મનીષ ટોપીવાલા હાલ વિરાર વાસી (પૂર્વ-સાંતાક્રુઝ) નિરંજના મણીલાલ ટોપીવાલાના પુત્ર. જયેશ, ભાવના હેમંત ટોપીવાલા, આશિષના ભાઇ. ધિલ્લન, માલાના મામા તથા ખુશીના કાકા. તા. 29-2-24ના દિને મૃત્યુ પામેલ છે. શોકસભા તા. 10-3-24ના એમના મુકામ સ્થાને. 104/ન્યૂ વરદ સોસાયટી, જીવદાની રોડ, પદમાવતી ટેલરની સામે, (વિરાર-પૂર્વ).
ઘોઘારી મોંઢ વણિક
અમલપુર નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. હરગોવિંદદાસ મહેતાના પુત્ર કનૈયાલાલ મહેતા (ઉં. વ. 76) તે કોકિલાબેનના પતિ. રોહન, અમીના પિતા, રાકેશકુમાર ગાંધી તથા દક્ષાના સસરા. સ્વ. પરમાણંદદાસ, સ્વ. છબીલદાસ, જીતેન્દ્રભાઈ તથા સ્વ. રમાબેન અણકુમાર ગાંધીના ભાઈ. મણિલાલ ગીરધરલાલ ગાંધીના જમાઈ. તેમની પ્રાર્થનાસભા 9/3/24ના 4 થી 6. ઋણવાલ ગાર્ડન, ટાવર નં : 8/2102, વિલેજ ધારિવલી કલ્યાણ સીલ રોડ, માનપાડા ડોમ્બિવલી ઇસ્ટ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી વૈષ્ણવ
રાજુલા નિવાસી હાલ દાદર જેન્તીલાલ જમનાદાસ દોશી (ઉં. વ. 94) તે 7/3/24ના અક્ષરવાસ થયેલ છે. તે સ્વ. હિંમતલાલ, સ્વ. હીરાલાલ, સ્વ. હર્ષદરાયના ભાઈ, સ્વ. સવિતાબેન ચીમનલાલ સરવૈયા સ્વ. રમાબેન મનસુખલાલ મહેતા, સ્વ. પદમાબેન ફુલચંદભાઈ વોરા, સ્વ. તારાબેન ચીમનલાલ દાણીના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
કેશોદ નિવાસી હાલ મીરારોડ સ્વ. શાંતાબેન ધનેશા (ઉં. વ. 85) તે સ્વ. દામોદર મોરારજી ધનેશાના ધર્મપત્ની. સ્વ.કરસનદાસ ઓધવજી સેતા શેરગઢવાળાના દીકરી. હરસુખભાઈ, ધીરુભાઈના માતુશ્રી. જ્યોતિબેન તથા દીપ્તિબેનના સાસુ. પંકજ, જતીન, ઉત્તમના દાદી. બ્રિન્દા, પ્રિયંકા તથા શ્રીયાના દાદીસાસુ. તે 1/3/24ના કેશોદ મુકામે શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા 9/3/24ના 4 થી 6. લોહાણા મહાજનવાડી, કાણકિયા પોલીસ સ્ટેશન સામે , વી પવાર જિમની બાજુમાં, બેવર્લી પાર્ક, મીરારોડ ઈસ્ટ.