મરણ નોંધ

હિન્દુ મરણ

આજક ગિરનારા બ્રાહ્મણ
આજક, હાલ રાજકોટ નિવાસી ભાઈશંકરભાઈ વાલજીભાઈ પુરોહિત (ઉં. વ. 90) તા. 7-3-24ને ગુરુવારે રાજકોટ ખાતે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. સૌ. પુષ્પાબેનના પતિ. દીપક, હિતેષ, નીતાના પિતા. નીના, મંદા, જીતેશકુમારના સસરા. ચિરાગ, ડોલી હર્ષભાઈ, જીગરના દાદા. શ્રાવણી તા. 18-3-24ના રાજકોટ નિવાસસ્થાને રાખેલ છે.
કચ્છી રાજગોર
અશ્વિનભાઇ પેથાણી (ઉં. વ.64) ગામ ફરાદી, હાલ મુલુંડ તા. 7-3-24ના શુક્રવારના રામશરણ પામ્યા છે. તે સ્વ. મણિબેન આણંદજી હરિરામ પેથાણીનાં પુત્ર. શોભનાબેનનાં પતિ. રોહિનના પિતા. અ. સૌ. ભારતીનાં સસરા. મેઘજીભાઇ, સ્વ. પ્રેમિલાબેન શાંતિલાલ જેશરેગોર (મીરારોડ) પુષ્પાબેન શામજી ગૌર વિજાપુરનાં નાના ભાઇ. ગામ ગુંદિયાલીના સ્વ. મોંઘીબેન શિવજી કલ્યાણજી બોડાનાં જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-3-24ના રવિવારના 4થી 6. ઠે. સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફલોર, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. રેખાબેન (બેબી) (ઉં. વ 68) ગામ જખૌ, હાલ થાણા તે સ્વ. જગદીશ રતનશી સોનાગેલાના ધર્મપત્ની. સ્વ. રૂક્ષ્મણીબેન રતનશી સોનાગેલાના પુત્રવધુ. સ્વ. જયરામદાસ ઇસરદાસ દુઆખોંભડિયા અને સ્વ. હીરાબેન જયરામદાસના પુત્રી. સુંદરજી દયારામના બેન. શુક્રવાર તા. 8-3-24ના થાણા મુકામે શ્રીરામશરણ પામેલ છે. તે સૌ. હર્ષા નિલેશ દાવડા, કલ્પેશ, કૌશલના માતુશ્રી. સૌ. દિયા તથા સૌ. જીનલના સાસુમા. પ્રાર્થનાસભા રવિવાર, તા. 10-3-24ના ગોપૂરમ હોલ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, રાજેન્દ્રપ્રસાદ રોડ, મુલુંડ (વેસ્ટ), 4-30થી 6.
ઘોઘારી મોઢ વણિક
દમયંતીબેન ગુણવંતરાય મહેતા (ઉં. વ. 93) તે સ્વ. કંચનબેન શાંતિલાલ ગાંધીના દીકરી. શોભના, સ્વ. રોહિત, હરીશના માતુશ્રી. કલ્યાણજી, નીતા, ભાવનાના સાસુ. ધારીણિ, ચિરાગ, મિલીંદના દાદી. ભાવીનના નાની. તા. 7-3-24ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 10-3-24ના 5થી 7. ઠે. જલારામ હોલ, રોડ-6, જે.વી.પી.ડી., વિલેપાર્લે (વેસ્ટ)માં રાખેલ છે.
કચ્છી ભાટિયા
ગં. સ્વ. કુસુમ ગાંધીનું 8-3-24ના નિધન થયું. તે સ્વ. લક્ષ્મીદાસ વી. ગાંધીના પત્ની. સ્વ. ડાહીબાઈ અને કેશવજી મોરારજીના દીકરી. રોહિણી, રવિ, ગૌરીના માતાજી. વિનય, વૈશાલી અને હિરેનના સાસુજી. અખિલ, અનીસા, આયેશા અને માયરાના નાની. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગામ વાયોર કચ્છ, હાલ પૂના કલાબેન તથા ચંદ્રકાંતભાઈ માધવજી દાવડાના પુત્રવધૂ. તે નિમેષ દાવડાના ધર્મપત્ની ગીતાબેન (ઉં. વ. 36) ગુરુવાર, 7-3-24ના નિધન થયેલ છે. તે રેવા તથા વેદિકાના માતુશ્રી. નીતાબેન જગદીશભાઈ તન્ના કચ્છ ગામ મોથારાની પુત્રી. દર્શના તથા નિખિલના બેન. સ્વાતિ વિપુલ કારીયાના ભાભી. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, 10-3-24ના 3 થી 4. ઠે: કચ્છી લોહાણા મહાજનવાડી, 172, ભવાનીપેઠ, પુનામાં. બૈરાઓએ તે દિવસે આવી જવું.
મૂળ વતન અંજાર, હાલ મુલુંડના સ્વ. વીરબાઈ વલ્લભજી દામાણીના પુત્ર વિનોદચંદ્ર (વિનુમામા) (ઉં. વ. 84) તે સ્વ. ત્રિકમદાસભાઈ જાદવજીભાઈ સોમૈયા ખંભરાવાળા હાલ અંજારના જમાઈ. સૌ. હેતલ સમીત તથા સૌ. ડો. પુનમ નીલેશ માણેકના પિતા. સ્વ. દમયંતીબેન, સ્વ. પાર્વતીબેન, ગં. સ્વ. જયાબેન, સ્વ. વિજયાબેન, ગં. સ્વ. ઈન્દુબેન, કુ. મહાલક્ષ્મીબેન, ગં. સ્વ. પુષ્પાબેન, સૌ. હેમલતાબેનના ભાઈ. શ્રુતીના દાદા. જેત્રના નાના શુક્રવાર, 8-3-24ના શ્રીરામશરણ પામેલ છે. બંને પક્ષોની પ્રાર્થનાસભા રવિવાર, 10-3-24ના શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, પવાણી હોલ, પહેલે માળે, રામરતન ત્રિવેદી રોડ, મુલુંડ (વે.) ખાતે 5 થી 7. લૌકિક પ્રથા બંધ છે. બૈરાઓએ તેજ દિવસે આવી જવું.
અનાવિલ
ગામ ઉમરસાડી હાલ ગોરેગાંવ રજનીકાંત (રાજેશ) દેસાઈ (ઉં. વ. 69) તા.07/03/24ને ગુરુવારે દેવલોક પામ્યા છે. સ્વ.ચંચળબેન અને સ્વ. ભીખુભાઈ નીછાભાઈ દેસાઈના પુત્ર. કૈલાશબેનના પતિ. પ્રિયંકા અને અંકિતાના પિતા. દિવ્યેશકુમાર અને સૌરભકુમારના સસરા. કીર્તિભાઈ, સ્વ. શૈલેષભાઈ અને યોગેશભાઈનાભાઈ. ટુકવાડા નિવાસી સ્વ. મંછાબેન અને સ્વ. ભગવાનજી ડાહ્યાભાઈ દેસાઈના જમાઈ, બંને પક્ષની સાદડી. : 3 – 5 વર્ધમાન હોલ, લોકમાન્ય તિલક રોડ, બોરીવલી વેસ્ટ, (ડાયમંડ ટોકીઝની સામે).
સોરઠીયા બ્રાહ્મક્ષત્રિય
ધોરાજી નિવાસી હાલ ચારકોપ સ્વ. જેઠીબેન ત્રિકમદાસ મર્થકના પુત્ર વિનયચંદ્ર (ઉં. વ. 80) તે 6/3/24ના હરીશરણ પામેલ છે. તે પદમાબેનના પતિ. દિવ્યા ભાવેશ જોગી, ગીતા તથા જતીનના પિતા. સ્વ. નવીનચંદ્ર, ચંદ્રકાંત, ગં.સ્વ વાસંતીબેન જગડ, ગં.સ્વ. પુષ્પાબેન મેર, ગં.સ્વ દમયંતીબેન નિર્મળ, સ્વ. જશવંતિબેન સોનેજી, ગં.સ્વ શોભનાબેન કકૈયાના ભાઈ. સ્વ. ગીરધરલાલ ઓધવજીભાઈ મેરના જમાઈ. તેમની પ્રાર્થનાસભા 10/3/24ના 5 થી 6. નિવાસસ્થાને બી 7, પ્લોટ નં 344, સુપશ સોસાયટી, હનુમાનજી મંદિર લેન, આરએસસી 36, ચારકોપ બસ ડેપોની બાજુમાં, ચારકોપ સેક્ટર 3, કાંદિવલી વેસ્ટ.
સોરઠીયા પ્રજાપતિ કુંભાર
ગામ સુત્રાપાડા હાલ વસઈ સ્વ. મધુબેન દેવળીયા બુધવાર 06-03-24ના કૈલાશવાસી થયેલ છે તે દિનેશભાઈ સામંતભાઈ દેવળીયાના પત્ની, ભરતભાઈ અને સંજીવભાઈના માતુશ્રી. તે ટીનાબેન અને પિન્કીબેનના સાસુ. તે મંથન, રુદ્ર, ક્રિષ્ના, પાર્થના દાદી. તેમની પ્રાર્થનાસભા સોમવાર તા.11.03.24ના જી-703 ટ્રીનિટી પ્રાઈડ, શીતલ ધામ પાસે, રિફ્લેક્સ જિમ, એવરશાઈન સિટી બ્રોડવે સર્કલની બાજુમાં, વસઈ (પૂર્વ).
કપોળ
જાફરાવાદવાળા હાલ મીરારોડ સ્વ. મોહનલાલ રૂગનાથદાસ વોરાના સુપુત્ર. સ્વ. બાબુલાલના ધર્મપત્ની ઇન્દુમતીબેન (ઉં. વ. 86) , તે રજની, દિવ્યેશ અને હર્ષાના માતુશ્રી. તે રશ્મિ અને અનીતાના સાસુ. તે દક્ષેશ અને હર્શિતાના દાદી. તે પિયરપક્ષે રાજુલાવાળા સ્વ ગંગાલાલ છગનલાલ ગાંધીના દીકરી. તે પુષ્પાબેન જગમોહનદાસ ભુતાના ભાભી. તા. 8.3.2024ના શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે, તેમની પ્રાથનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કંઠી ભાટિયા
અ.સૌ. મનિષા (ઉં. વ. 57) તે કમલ ઉદેશીના પત્ની. સ્વ. રતનબેન ગોકલદાસ ઉદેશીના પુત્રવધૂ. સ્વ. ચંદ્રિકા માધવસિંહ આસરના પુત્રી. તે ગં.સ્વ. ગીતાબેન, સ્વ. રાજેન્દ્ર ઉદેશી, દિનેશ, જયશ્રી દિલીપ નેગાંધીના ભાભી. તે દીપક, વિરેનના બહેન, અ. સૌ. બીનાના નણંદ. તા.8/3/2024ના શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે…