હિન્દુ મરણ
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ગામ ઉસરડ હાલ વડાલા (મુંબઈ) શાંતાબેન ટપુલાલ માવજી બધેકાના પુત્ર મનહરભાઈ (ઉં. વ. ૭૫) સોમવાર, તા. ૨૩/૧૦/૨૩ના કૈલાસવાસી થયેલ છે. તે મીનાબેન (મધુબેન)ના પતિ. પ્રણવ, દિપાલી સંકલ્પ દેવરકરના પિતા. કશ્યપભાઈ, સ્વ. જશુબેન, સ્વ નલીનીબેન, સ્વ. ચંદુબેન, લલીતાબેન, સ્વ. દેવીબેન, સ્વ. હંસાબેન, જ્યોતિબેનના ભાઈ. મહુવા નિવાસી સ્વ. ભાનુશંકર રેવાશંકર ભટ્ટના જમાઈ. ભરતભાઈ, સ્વ. રેખાબેન, જ્યોતિબેન, અલકાબેનના બનેવી. રુદ્રના નાના. નમન, અમિતના દાદા. સર્વપક્ષની પ્રાર્થનાસભા તા. ૨૯/૧૦/૨૩ ને રવિવારે, સ્થળ: સક્કર પંચાયત હોલ, આઝાદ નગર, વડલા (વેસ્ટ), સમય ૪થી ૬.
આતરસુંબા દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
સૌરીન કનૈયાલાલ શાહ રવિવાર તા. ૨૨-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કનૈયાલાલ તથા સ્વ. નીલાબેનના પુત્ર. તોરલના પતિ. રાહુલના પિતા. હીના હિતેન ઠક્કર, મોના અક્ષય દેસાઈ, નેહા બિરેન શાહ, સુનાલી આશિષ રૂપારેલ, મનીષના ભાઈ. સ્વ. હરિવદનભાઈ તથા સ્વ. સુશીલાબેનના જમાઈ. ચિરાગ – સોનાલીના બનેવી. તેમની પ્રાર્થનાસભા રવિવાર તા: ૨૯-૧૦-૨૩ ૫ થી ૭ સ્થળ: શ્રી લક્ષ્મી નપ્પુ હોલ, ચંદાવરકર રોડ, માટુંગા સેન્ટ્રલ, મુંબઈ ૪૦૦૦૧૯.
પરજીયા સોની
બાબરા, હાલ પાર્લા રમેશભાઈ પ્રભુદાસ ચોક્સી (ઉં. વ. ૭૦) તે ૨૪/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્મિતાબેનના પતિ. કુણાલ તથા ઉર્વીના પિતા. મનપરિત સોહુલ તથા વિરલ અશ્ર્વિનભાઇ ઝવેરીના સસરા. પહેર ઝવેરીના નાના. તે સાસરાપક્ષે અમેરલીવાળા સ્વ. શાંતાબેન ગિરધરભાઈ ચોક્સીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
હાલાઇ લોહાણા
હાલ બોરીવલી, હાલ સ્વ. ધનકુંવરબેન વૃંદાવન દેવાણીના સુપુત્રી, સાધનાબેન (ઉં. વ. ૬૭) તે ૨૪/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.પંકજભાઈ, મિલનભાઈ, સ્વ. સુનીતાબેનના બહેન. સ્વ. ઇલાબેનના નણંદ, ચાર્મીના ફઈ. મોસાળપક્ષે સ્વ. ગોરધનદાસ, સ્વ. મથુરાદાસ, સ્વ. બચુભાઈ અભાણીના ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી દશા સોરઠિયા વણિક સમાજ
ઊંટવડ, હાલ ભાયંદર સ્વ. દેવજી કાનજી ધ્રુવના સુપુત્ર રમણીકલાલ ધ્રુવ (ઉં. વ. ૮૦) તે નિર્મળાબેનના પતિ. તે રમણીકલાલ પ્રેમચંદ શેઠના જમાઈ. તેઓ સ્વ. વસંતલાલ દેવજી, સ્વ. ચંપાબેન પ્રભુદાસ, સ્વ. ઈન્દુબેન પ્રભુદાસ, કમળાબેન જયંતીલાલ, સ્વ. શારદાબેન કિરીટભાઈ, ભાનુબેન ચંદ્રકાંતના ભાઈ. તે સ્વ. વિલાસબેન વસંતલાલના દિયર. તે માલા કમલેશ, નિશા સંજય, બીના પ્રદીપ, પ્રજ્ઞા દિનેશ શેઠ, તૃપ્તિ હિતેશ, વૈશાલી મનીષ , સેજલ ચિરાગના પિતા ગુરૂવાર તા. ૨૬/૧૦/૨૩ ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા અને લૌકિક વ્યવહાર બંધ છે.
પરજિયા સોની
લીલાપુરવાળા, હાલ બોરીવલી રસિકલાલ રામભાઇ મુળુભાઇ ચલ્લા (ઉં. વ. ૮૪) તા. ૨૪/૧૦/૨૩ મંગળવાર ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. જયશ્રીબેનના પતિ. સ્વ. હરેશભાઈ, સ્વ. પ્રવિણભાઈ, મંજુબેન, પ્રભાબેન, સરોજબેન, સ્વ ઇંદુબેન, જ્યોતિબેન, નીરુબેન, અનસુયાબેન, હર્ષાબેન, મીરાબેનના ભાઈ. જીતેન્દ્ર, સુરેશ, વિજય, અશોક, સ્વ. ધર્મેન્દ્ર તથા સ્વ. દમયંતીબેન રમેશભાઈ જગડાના પિતાશ્રી. પૂનમ, નેહા, જાગૃતિ, ધરતી, જલ્પા, તથા સ્વ. રમેશભાઈ દામોદરભાઈના સસરા. કાલસરીવાળા સ્વ. વિઠ્ઠલભાઈ ધકાણના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા.૨૮-૧૦-૨૩ને શનિવારે ૫ થી ૬ સોની વાડી,શિમ્પોલી રોડ, બોરીવલી વેસ્ટમાં.
ગોમતીવાળ બ્રાહ્મણ
ગોતા, હાલ મુંબઈ ગં. સ્વ તારાબેન જેઠાલાલ જાની (ઉં. વ. ૯૦) તે ૧૯/૧૦/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે હિતેશ, વિજય, અજયના માતુશ્રી. તેમની પ્રાર્થનાસભા ૨૮/૧૦/૨૩ ના ૯ થી ૧૦.૩૦. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, ધિમાહી હોલ પાસે, સરસ્વતી બાગ, વિવા કોલેજ રોડ, વિરાર વેસ્ટ.
કચ્છી ભાટીયા
જામસલાયા નિવાસી સ્વ. રતનબાઇ, સ્વ. રતનસિંહભાઇ પ્રાગજીનાં દીકરી રાજયોગીની બ્રહ્માકુમારી ડો. નિર્મલા દીદીજી (ઉં. વ. ૮૮) જયસિંહભાઇ, હરેન્દ્રભાઇ અને સ્વ. ગુણવંતીબેન, સ્વ અરુણાબેન, સ્વ. ચંપાબેન, જયવંતીબેન, રશ્મીબેનનાં બેન. જયાબેન, સ્વ. મૃદુલાબેનના નણંદ. સ્વ. ધીરેનભાઇ, રંજનબેનના માસી તા. ૨૦-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છ. પ્રાર્થનાસભા તા. ૨૯-૧૦-૨૩ના રવિવારે ૫થી ૭. ઠે. જમનાબાઇ નરસી ઇન્ટરનેશનલ સ્કૂલ ઓડિટોરિયમ, એન.એસ.રોડ, નં.૭, જેવીપીડી સ્કીમ, વિલેપાર્લે (વેસ્ટ).
ઘોઘારી મોઢ વણિક
સ્વ. શારદાબેન દ્વારકાદાસ ધનજીભાઈ મહેતા (બબીબેન), (ઉં. વ.૯૭) (ગામ સાવરકુંડલા) સ્વ. કમળાબેન જીવરાજભાઈ મહેતાના સુપુત્રી. તે રાજેશભાઈ, અંજલીબેન, નમિતાબેન, વિપુલભાઈ, તુષારભાઈના માતુશ્રી. હેમંતભાઈ, દિલીપભાઈ, નંદિની, મોરલી, આશાના સાસુ. કાકુભાઈ, ઈન્દુબેન, નિલુબેન, દિપકભાઈના બેન. ઈન્દુબેન ધિરજલાલ મહેતાના જેઠાણી, તા. ૨૫-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગામ મોટા આસબિયા, હાલે પનવેલ સ્વ ચંદુલાલ અરજણ માધવાનીના પત્ની ગં. સ્વ. તારાબેન (ઉં. વ. ૭૬) તે સ્વ તુલસીદાસ સ્વાર્ની પુત્રી ગામ માંડવી જગદીશભાઈ, દમયંતી, મધુબેનના બેન. નિલેશભાઈ, નરેશભાઈ તથા શીતલભાઈના માતોશ્રી. તે વર્ષાબેન. મનીષાબેન, લીનાબેનના સાસુ. તે અપેક્ષા, યશ્ર્વી, અથર્વ, ઓમના દાદી શુક્રવાર તા. ૨૭-૧૦-૨૩ ના શ્રીજીધામમાં ગયેલ છે. પ્રાર્થના સભા તારીખ ૨૯-૧૦-૨૩ને રવિવાર, ૧૦ થી ૧૧. શ્રી પનવેલ લોહાણા મહાજન વાડી, ર.ભી રગપરીયા માગ, મિરચી ગલી, પનવેલ.
કચ્છી ભાટીયા
ક્ચ્છ માંડવી, હાલ મુંબઈ શ્રી મુળરાજભાઈ, (ઉં. વ. ૮૩) તે સ્વ.લક્ષ્મીબેન, સ્વ. હિરાબેન, સ્વ. માધવજી હંસરાજ કપાણીના જયેષ્ઠ પુત્ર. સ્વ. કુસુમબેનના પતિ તા. ૨૬-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જયાબેન રણછોડદાસ પમાણીના જમાઈ. મહેન્દ્ર, નરેન્દ્ર, હરેશ, સ્વ. નવિન, સ્વ. હિંમત, કમલેશ તથા સ્વ. ચારૂ કમલ મડીયાના મોટાભાઈ, ચી. કિરણના પિતાશ્રી. અ.સૌ. શિવાનીના સસરા. પ્રાર્થનાસભા કેવલબાગ, કિલાચંદ રોડ, કાંદિવલી ફ્લાય ઓવરની નીચે, કાંદિવલી-વેસ્ટમાં તા. ૨૯-૧૦-૨૩ના ૪.૩૦ થી ૬.૦૦. લૌકિક વ્યવહાર બંધ છે.