મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થા જૈન
અંજનગામ નિવાસી હાલ અમરાવતી સ્વ.ખુશાલચંદ જમનાદાસ પંચમીયાના ધર્મપત્ની ગં. સ્વ. મંગળાગૌરી (ઉં. વ. 87) તે 25/6/24ના અરિહંતશરણ પામેલ છે. દારવા નિવાસી રતિલાલ ખોડીદાસ દેસાઈના પુત્રી. નિલેશ, સ્વ.ભાવેશ, જીજ્ઞેશ, સ્વ.સતીશ, ગં. સ્વ.રેખાબેન ઝવેરીભાઈ દામાણી, વર્ષા બિપીનભાઈ લાઠીયા, સાધના રાજેશભાઈ દોશીના માતુશ્રી. હર્ષ, ભાવિકા, ભાવિશા, કૃપાલી, ભાવિન, નેહાના દાદી.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાંગલપુરના સુરજ શાહ (સંગોઇ) (ઉં. વ. 57) તા. 29-6-24ના અવસાન પામેલ છે. પુષ્પાબેન પોપટલાલના પુત્ર. શિખા (વર્ષા)ના પતિ. સૃષ્ટિના પિતા. ચંદ્રકલા, શાંતીલાલ, ચંદન, રાજેન્દ્રના ભાઇ. રામાણીયા દમયંતીબેન લખમશી નાગડાના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા.જૈન સં. સંચા. કરસન લધુ હોલ, પહેલા માળે, દાદર (વે.) ટા. 2 થી 3.30.
નાની ખાખરના મા.અમૃતબેન દેઢિયા (ઉં. વ. 85) તા. 30-6-24ના અવસાન પામેલ છે. કુંવરબાઇ માલશીના પુત્રવધૂ. જાદવજીના ધર્મપત્ની. ગિરીશ, હર્ષદ, વિપુલ, મીતાના માતુશ્રી. બેરાજા પાનબાઇ ખીયશી ગાલાના સુપુત્રી. ખીમજી, દામજી, લાલજી, લીલાઘર, માવજી, મણીબેન, રતનબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિપુલ દેઢિયા, 1502 – કે, હેમાની નિયોના, જે. એન. રોડ, મુલુંડ (વે).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સિહોર હાલ મુલુંડ સ્વ. કિશોરભાઇ કુંવરજી શાહના ધર્મપત્ની કળાબેન (ઉં. વ. 78) તા. 30-6-24ના રવિવારના અવસાન પામેલ છે. કેતન-કોમલના માતુશ્રી. જસ્મિતા તથા નિલેશકુમાર મણીલાલ સંઘવી (સિહોરવાળા)ના સાસુ. સ્વ. મનસુખલાલ, સ્વ. નવીનચંદ્ર, સ્વ. શશીકાંતભાઇના નાનાભાઇના ધર્મપત્ની. પિયર પક્ષે ઝવેરી ચુનીલાલ ઉકાભાઇ (પાલિતાણા)ના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ટાણા નિવાસી હાલ મુલુંડ સ્વ. ગીરધરલાલ જેચંદભાઇ શાહના સુપુત્ર. સ્વ. ભુપતરાય શાહના ધર્મપત્ની જયોત્સનાબહેન શાહ તા. 30-6-24 (ઉં. વ. 74) અરિહંતશરણ પામેલ છે. તે હિરેન, સંદીપ, ગૌરવના માતુશ્રી. હીમા અને તેજલનાં સાસુમાં. પિયરપક્ષે સ્વ. દલીચંદ દીપચંદ મહેતાના સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
મૂળી નિવાસી હાલ મલાડ ગં. સ્વ. ઇલાબેન તથા સ્વ. હરિભાઇ નાગરદાસ ગાંધીના સુપુત્ર નિલેશભાઇ (ટીનુ) (ઉં. વ. 56) તા. 29-6-24ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હિતેશભાઇ, વિપુલભાઇના ભાઇ. પ્રીતીબેનના દેર. કામિનીબેનના જેઠ. વિધિ, રૂષભ, મહિમા, રુચિના કાકા. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો