જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોડાયના ચિ. મિરિલ સાવલા (ઉં.વ. ૨૫) યુ.કે. (લંડન)માં તા. ૩-૪-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી પ્રભાબેન નાગજી રતનશી સાવલાના પૌત્ર. કોકીલા પ્રવિણ સાવલાના પુત્ર. મીશેલના ભાઇ. કાંડાગરા અમૃતબેન મુરજી પાસુ ગાલાના દોહીત્ર. પ્રાર્થના સભા રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. એડ્રેસ: પ્રવિણ નાગજી સાવલા, ૧૫૦૪, ઓમ સત્યમ નિવાસ, સીંપોલી, બોરીવલી (વેસ્ટ).
નવાવાસના સુશીલા ખુશાલ ગડા (ઉં.વ. ૬૬) તા. ૫-૫-૨૪ના અવસાન પામેલ છે. નેણબાઇ મઠુભાઇ રવજી ગડાના પુત્રવધૂ. પિયુષ અને બેલાના માતુશ્રી. મંજુલાબેન માવજીના પુત્રી. હરીલાલ, બીપીન, દમયંતીના બેન. (ત્વચાદાન કરેલ છે.) પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠે. બેલા ગડા, સી-૨૩૬, પાનબાઇ નગર, શ્રી પ્રસ્થા રોડ, નાલાસોપારા (વેસ્ટ).
ગુંદાલાના લક્ષ્મીબેન વિરચંદ કુંવરજી સતરા (ઉં.વ. ૭૮) દેશમાં તા. ૩-૫-૨૪ના અવસાન પામ્યા છે. માતુશ્રી દેમુબાઇ કુંવરજી પાંચારીયાના પુત્રવધૂ. નિલમના માતુશ્રી. સાડાઉના જીવીબાઇ ધારશી દેવનના પુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. ઠેકાણું: નીલમ વિસરીયા, ૭/૬૭, સુંદરમ બીલ્ડીંગ, સાંઇબાબાનગર, રાધાકૃષ્ણ સ્કુલની બાજુમાં, બોરીવલી (વે.).
વડાલાના રતનબેન માવજી ગાલા (ઉં.વ. ૮૪) તા. ૬-૫-૨૪ના અવસાન પામેલ છે. માવજીના પત્ની. પુરબાઇ સુરજીના પુત્રવધૂ. દિપક, પરેશ, દિવ્યાના માતા. વડાલાના લાછબાઇ નરશી છેડાના પુત્રી. સ્વ. જાદવજી, જેન્તીલાલ, મણીલાલ, છબીલાલ, વડાલાના મંજુલા જગશી, છસરાના સરલા નેમજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ફોન આવકાર્ય. નિ. પરેશ માવજી, ૨/૭, નીતા એપાર્ટમેન્ટ, સૂર્યાહાઉસની પાછળ, વિદ્યાવિહાર (ઇ.).
નાના ભાડિયાના હાલે બોરીવલીના હીરાવંતી ખીમજી રાંભીયા (ઉં.વ. ૮૮) તા. ૬-૫-૨૪ના અવસાન પામેલ છે. તે કુંવરબાઇ રવજીના પુત્રવધૂ. ખીમજીના ધર્મપત્ની. કુસુમ, રીટાના માતા. બિદડાના કુંવરબાઇ ગાંગજી વોરાના સુપુત્રી. સ્વ. લક્ષ્મીચંદ, મુલચંદ, ગં. સ્વ. રતન જીવરાજ ગોગરી સ્વ. લક્ષ્મી મગન દેઢિયા, સ્વ. કસ્તુર કુંવરજી ગાલાના બહેન. પ્રાર્થના રાખેલ નથી. કુસુમબેન ગડા, બી-૪૦૧ સોલિટેર હાઈટ, સિમ્પોલી ક્રોસ રોડ-૧, બોરીવલી (વેસ્ટ).
પાટણ જૈન
પાટણ નિવાસી (વખારનો પાડો) હાલ ગોરેગામ (વે) લલિતકુમાર શાહ (ઉં.વ. ૭૫) તા. ૭/૫/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જસવંતીબેન છોટાલાલ શાહના સુપુત્ર. દક્ષાબેનના પતિ. ભાવીન અને કેતકીના પપ્પા. અમી તથા જતીનકુમારના સસરા. લીલાબેન, મંજુલાબેન, માલતીબેન તથા શાંતાબેનના ભાઈ. તે સ્વ. ચંપાબેન કાંતિલાલના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી દેરાવાસી શ્ર્વે. મુ. પુ. જૈન
મુળી નિવાસી હાલ બોરીવલી હર્ષદભાઈ ચંપકલાલ ઘેલાભાઈ શાહ (ઉં.વ. ૬૮) તે ૬/૫/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ઇલાબેનના પતિ. સ્વ. દીનાબેન જગદીશકુમાર બાવીશીના ભાઈ. ધવલ તથા બેલાના પિતા. રેશ્મા તથા રીપેશકુમાર દિનેશચંદ્ર શાહના સસરા. સાસરાપક્ષે વઢવાણવાળા, કીર્તિભાઇ, પ્રકાશભાઈ, અતુલભાઈ નંદલાલ ધ્રુવ, સ્વ. સુશીલાબેન ભાઇલાલભાઈ તથા સ્વ. રંજનબેન શૈલેષકુમારના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સુરત વિસા ઓસવાલ જૈન
ચંદ્રકાંત જવેરી (ઉં.વ. ૮૨) તે ૪-૫-૨૪ના અવસાન પામ્યા છે, તે મેઘાબેનના પતિ. સ્વ. ફુલચંદભાઈ તથા સ્વ. કંચનબેનના પુત્ર. સ્વ. જયંતિભાઈ કોઠારી તથા સ્વ. કુમુદબેન કોઠારીના જમાઈ. સ્વ. સુરેશભાઈ, સ્વ. ઉષાબેન, સ્વ. અનિલભાઈ તથા નયનાબેન અને દિલીપભાઈના ભાઈ. નિર્મળાબેન, પ્રતિભાબેન, દર્શનાબેનના દિયર. વૈભવ તથા વિધિના પિતા. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
સરધાર નિવાસી હાલ બોરીવલી દિનેશચંદ્ર બેચરદાસ દોશી (ઉં.વ. ૮૩) તે ૬/૫/૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. વસુમતિબેન દોશીના પતિ. સ્વ. લલીતાબેન બેચરદાસ કિરચંદ દોશીના પુત્ર. અમી સમીર ખોખાણીના પિતા. સ્વ. પ્રમીલાબેન, ચંદ્રિકાબેન, સરીબેન, ભરતભાઈ, સ્વ. રજનીભાઇ, પ્રવીણભાઈના ભાઈ. સ્વ. વનીતાબેન હરિભાઈ હેમાણીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના સ્વ. રમેશ દેવશી છેડા (ઉં. વ. ૬૧) શનિવાર, તા. ૪-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ખીમઇબેન દેવશીના પુત્ર. તે પાર્વતીબેનના પતિ. દૈનિક, ધ્રુતિના પિતાશ્રી. જીગરના સસરા. સ્વ. હિરજી, સ્વ. મુરજી, મગન, કીર્તિ, પ્રવિણ, ચંદ્રિકા, વિમળાના ભાઇ. સામખીયારીના ગં. સ્વ. નામાબેન રણમલ ગુણશી ગડાના જમાઇ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૯-૫-૨૪ના ૧૦થી ૧૧.૩૦. ઠે. અચલગચ્છ દેરાસર, હરદેવી સોસાયટી, જોગેશ્ર્વરી (ઇસ્ટ).
ક. દ. ઓ. જૈન
કોટડી મહાદેવ પૂરીના ભૂપેન્દ્ર લાલજી નેન્સી ગાલા (ઉં. વ. ૭૩) હાલ ડોમ્બિવલી નિવાસી તા. ૬-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. તારાબેન લાલજી ગાલાના પુત્ર. દેવિકાબેનના પતિ. ભાવિકના પિતા. રચનાના સસરા. તથા સ્વ. સેવંતીલાલભાઇ, દામજીભાઇ, સ્વ. શરદભાઇ, સ્વ. વિજયાબેન, મૃદુંળાબેન સ્વ. ઠાકરશીભાઇ, કિરીટભાઇ, સ્વ. શકુંતલાબેન, સ્વ. ધનલક્ષ્મીબેન, હેમલતા બેન, જયંતભાઇ, સ્વ. પુષ્પલતાબેનના ભાઇ. સ્વ. ગોવિંદજી ધરમશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધારી નિવાસી હાલ ઘાટકોપર નટવરલાલ હરગોવિંદદાસ ઝાટકીયાના ધર્મપત્ની ગં. સ્વ. સુશીલાબેન (ઉં. વ. ૮૧) તે અ. સૌ. લીનાબેન સુનિલકુમાર દોશી તથા ચેતનના માતુશ્રી. અ. સૌ. વૈશાલીબેનના સાસુ. હસમુખભાઇ, જયંતભાઇ ભાયચંદ બદાણીના બેન. ધવલ-વૈદિકા, હિમા-સંકેત, કિશા-દેવાંગ, હિતના દાદી-નાની તા. ૬-૫-૨૪ના સોમવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૯-૫-૨૪ના ગુરુવારે ૫થી ૭. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
રાજપરા (જેસર) નિવાસી હાલ ઘાટકોપર સ્વ. નવીનચંદ્ર અમરચંદ દોશીના ધર્મપત્ની ચંદ્રીકાબેન (ઉં. વ. ૭૦) જુલી નિમિષ મહેતા, મીના પ્રકાશ શાહ, સેજલ મિતેશ પારેખ, પૂર્વી ભાવિન દોશીના માતુશ્રી. પૂરવ, સોમીલ, પ્રિયલ, ધિયાનના નાની. સ્વ. શાંતિભાઇ, સ્વ. રસિકભાઇ, સ્વ. લીલાવંતીબેન નંદલાલ, સ્વ. મનહરભાઇ, સ્વ. પ્રવીણભાઇ, જીતેન્દ્રભાઇના બહેન. સુશીલાબેન રમણીકલાલ, અરુણાબેન જયસુખલાલ, જયોતિબેન ચંદ્રકાન્ત, મધુબેન પ્રવીણચંદ્ર, કૈલાશબેન રાજેન્દ્રકુમાર, ઉર્મિલાબેન હસમુખરાયના ભાભી. તા. ૬-૫-૨૪ સોમવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૯-૫-૨૪ ગુરુવારના ૩થી ૫. ઠે. ભુરીબેન લક્ષ્મીચંદ ગોલવાલા ઓડિટોરિયમ, કામાગલી, ઘાટકોપર (વેસ્ટ), ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે.
દશા શ્રીમાળી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
થાનગઢ નિવાસી હાલ મુલુંડ સ્વ. સ્નેહલત્તાબેન ઝવેરી (ઉં.વ. ૮૩), સ્વ. જીતેન્દ્રભાઈ ઝવેરીના પત્ની. તથા પુત્ર આશિષ તથા હિતેશ તથા પુત્રી રુપલના માતાશ્રી. સ્વ. જીગ્નેશકુમાર તથા અલ્પા અને ડિમ્પલના સાસુ. ઋષભના નાની. અક્ષત નામ્યા અને તનિષના દાદી. તા. ૪/૫/૨૪ શનિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા નિવાસી હાલ મુલુંડ વેસ્ટ, સ્વ. ભગવાનદાસ કેશવજી શેઠના પુત્ર તરૂણભાઈ (તલકચંદ) (ઉં.વ. ૮૮) તા. ૬-૫-૨૪ના સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નિર્મળાબેનના પતિ. કેતનભાઈ-ભાવના, ચેતનભાઈ-નીલા, હીનાબેન અશોકકુમાર, બીનાબેન હરેશકુમારના પિતા. વિતરાગ- સ્તુતિ, જૈનમ-હર્ષિલ, આગમ-પૂજા, જયંતી-કેવલના દાદા. તે સ્વ. નગીનભાઈ, પ્રતાપભાઈ, સ્વ. જશીબેન મંગળવાર ગાંધી, સ્વ. કળાબેન નવીનચંદ્ર શાહ, સ્વ. નિર્મળાબેન મણીલાલ સંઘવીના ભાઈ. સ્વ. હરીલાલ પાનાચંદ વડાલીયા ઘારગણીવાળા હાલ મુલુંડના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સ્થાનકવાસી જૈન
ગોંડલ નિવાસી હાલ કાંદિવલી મુલવંતભાઈ (મુળુભાઇ)ગુલાબચંદ દેસાઈ તે મીનાબેનના પતિ. સુશાંત, મયુરી રાજેશ ભાયાણીના પિતાશ્રી. રાખીના સસરા. જાનવી, વેનિસા, રૂસીલ, રાહિલના દાદા. વિનુભાઈ, દિનેશભાઈ, રમાબેન, ભાનુબેન, કુસુમબેન, મંજુબેન, સર્યુબેન, માલતીબેન, ઇલાબેનના ભાઈ. અમૃતલાલ જીવણલાલ શાહના જમાઈ. તા. ૬-૫-૨૪ના અરિહંતસરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૯-૫-૨૪ ને ગુરુવાર ૧૦ થી ૧૨. સ્થળ: શેઠિયા હોલ, રઘુલીલા મોલ, ગ્રાઉન્ડ ફલોર, કાંદિવલી વેસ્ટ.