એકસ્ટ્રા અફેર

ખેતીનું સહકારીકરણ ખેડૂતોની સમસ્યાનો કાયમી ઉકેલ

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર છેલ્લા સાત દિવસથી ડેરા નાંખીને બેઠેલા અને આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોના નેતાઓને મનાવવા માટે મોદી સરકાર ભરચક પ્રયાસો કરી રહી છે. તેના ભાગરૂપે ખેડૂત સંગઠનના નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે રવિવારે ચોથા રાઉન્ડની બેઠક મળી તેમાં મોદી સરકારે ચાર પાક પર મિનિમમ સપોર્ટ પ્રાઈસ (લઘુતમ ટેકાના ભાવ-એમએસપી) આપવાની દરખાસ્ત મૂકી છે.
કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતો સાથે વાત કરવા આવેલા કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કરેલી જાહેરાત પ્રમાણે, કેન્દ્ર સરકાર મકાઈ, કપાસ, તુવેર અને અડદ એમ ચાર પાક પર એમએસપી આપવા તૈયાર છે. ગોયલે એમએસપી માટે સરકાર કાયદો બનાવશે કે બીજું શું કરશે તેની સ્પષ્ટતા કરી નથી પણ તેમણે આપેલી વિગતો પ્રમાણે એમએસપી અંગેનો કાયદો બનાવવા કેન્દ્ર સરકાર તૈયાર નથી.
કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષ માટે ચારેય પાકની ખરીદી સહકારી મંડળીઓ દ્વારા કરવાની વ્યવસ્થા ગોઠવવા તૈયાર છે. આ વ્યવસ્થા હેઠળ નાફેડ અને એનસીસીએફ સાથે પાંચ વર્ષનો કરાર કરાશે અને બંને સંસ્થાઓએ પાંચ વર્ષ લગી ખેડૂતો પાસેથી સરકાર નક્કી કરે એ ભાવે આ ચારેય પાક ખરીદવાના રહેશે.
કેન્દ્ર સરકારે જે દરખાસ્ત મૂકી છે એ ખેડૂતોની માગણીના સંદર્ભમાં બહુ નગણ્ય છે કેમ કે ખેડૂત સંગઠનો તો તમામ પાકો એમએસપી પર ખરીદવાનું ફરજિયાત કરાય એ માટે કાયદો બનાવવાની માગ કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોની માગ છે કે સ્વામીનાથન કમિશનના રિપોર્ટના આધારે પાકના ભાવ નક્કી કરવામાં આવે અને સરકાર લેખિતમાં ખાતરી આપીને કાયદાકીય સ્વરૂપ આપે. ખેડૂત સંગઠનોએ મરચાં, હળદર અને અન્ય મસાલા માટે રાષ્ટ્રીય પંચની રચના કરવાની પણ માંગ કરી છે.
કેન્દ્ર સરકારે તો માત્ર ચાર જ પાકને એમએસપી હેઠળ આવરી લેવાની તૈયારી બતાવી છે. એ અંગે કાયદો બનાવવાની પણ કેન્દ્રની તૈયારી નથી એ જોતાં ખેડૂતો આ દરખાસ્ત સ્વીકારશે કે કેમ તેમાં શંકા છે. જો કે પોતે નકારાત્મક માનસિકતા ધરાવે છે એવું ના લાગે એટલે ખેડૂત સંગઠનોએ બે દિવસ માગ્યા છે. ખેડૂત સંગઠનો અંદરોઅંદર બે દિવસ સુધી આ અંગે ચર્ચા કર્યા બાદ પછી 20 ફેબ્રુઆરીની સાંજે પોતાનો નિર્ણય જણાવશે એવી જાહેરાત ખેડૂત સંગઠનો વતી ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે કરી છે.
પંઢરે કહ્યું છે કે, 19 અને 20 ફેબ્રુઆરીએ તમામ જૂથો સાથે ચર્ચા , અમે 20મીએ સાંજે અમારો નિર્ણય જાહેર કરીશું. કેન્દ્ર સરકારની નવી દરખાસ્તના પગલે દિલ્હી કૂચને 21મીએ સવારે 11 વાગ્યા સુધી મોકૂફ રાખવાની પણ જાહેરાત કરાઈ છે.
ખેડૂત સંગઠનો શું નિર્ણય લેશે તેની ખબર આજ સાંજ સુધીમાં પડી જવાની છે તેથી બહુ અટકળો કરવાની જરૂર નથી. ખેડૂત સંગઠનો માની જાય તો આંદોલન સમેટાઈ જશે ને લોકોને રાહત થશે એ જોતાં ખેડૂતો માની જાય એવી આશા રાખીએ. અલબત્ત અત્યારે ખેડૂતો માની જાય તો પણ કાયમી ધોરણે માનેલા રહેશે એવી આશા રાખવાની જરૂર નથી. ભવિષ્યમાં ખેડૂત સંગઠનોનું નેતૃત્વ બદલાશે એ સાથે જ આ મુદ્દો ફરી ઊભો થશે જ એ જોતાં આ રીતે કશું પણ થાગડથિગડ કરવાના બદલે ખેડૂતોની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાની જરૂર છે.
આ કાયમી ઉકેલ લાવવા માટે પણ કશું ઝાઝું કરવાની જરૂર નથી. ખેડૂતો એમએસપી અંગે જેમની ભલામણોનો અમલ કરવાની વાત કરે છે એમ.એસ. સ્વામીનાથન સમિતિએ પોતાના રિપોર્ટમાં ખેડૂતોની સ્થિતિ સુધારવા શું કરવું તેની ભલામણો કરી હતી. એ પછી કોરોનાકાળ વખતે સ્વામીનાથને તમામ સમસ્યાઓનો કાયમી ઉકેલ કઈ રીતે આવી શકે તેની ફોર્મ્યુલા સૂચવી હતી. જરૂર આ ફોર્મ્યુલાનો તાત્કાલિક અમલ કરવાની છે, તેના માટેનું માળખું ઊભું કરવાની છે. સ્વામીનાથનનો મત હતો કે, ખેતીમાં પણ દૂધની જેમ સહકારી માળખું અપનાવાય તો ખેડૂતોની તમામ તકલીફો દૂર થઈ જાય.
સ્વામીનાથને સરકારને સીડ ટુ સીડ એટલે કે બિયારણથી બિયારણ વ્યૂહરચના અપનાવવા કહ્યું હતું. મતલબ કે શ્રેષ્ઠ બિયારણ વાવવામાં આવે તેમાંથી શ્રેષ્ઠ પાક થાય ને ફરી શ્રેષ્ઠ બિયારણ મળે. આ ચક્ર ચાલ્યા કરે તો પાકની ગુણવત્તા તથા જથ્થો બંને વધતાં જ રહે. સ્વામીનાથને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ની જેમ નેશનલ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ બોર્ડને કૃષિલક્ષી તમામ નિર્ણયો લેવાની સત્તા આપવા પણ કહ્યું છે. આજે દેશમાં દૂધ ઉત્પાદકોને શ્રેષ્ઠ ભાવ મળે છે અને પશુપાલન નફાકારક વ્યવસાય છે. ખેતીમાં પણ એ જ અભિગમ અપનાવાય તો ખેતીનું ગૌરવ પાછું આવશે એવો સ્વામીનાથનનો મત હતો.
સ્વામીનાથને મહિલા ખેડૂતોનું ટેકનોલોજી અને આર્થિક બંને મોરચે સશક્તિકરણ કરવાની પણ તરફેણ કરી હતી. શ્વેત ક્રાંતિ મહિલાઓના કારણે જ સફળ થઈ હતી. એ જ મોડલ કૃષિમાં અપનાવાય તો કૃષિ પણ ધીકતો ધંધો બની જાય. મહિલાઓ ઘેરબેઠાં કૃષિ ઉત્પાદનોને સીધા ઉપયોગમાં લઈ શકે એવાં ઉત્પાદનો બનાવે એ રીતે તેમને વાળી શકાય એ માટેની હાથવગી ટેકનોલોજી બનાવવાની પણ સ્વામીનાથને તરફેણ કરી છે. ફળોમાંથી ફ્રુટ જ્યુસ કે જાસ્મિનમાંથી તેલ કાઢવું વગેરેનાં ઉદાહરણ પણ તેમણે આપ્યાં હતાં.
સ્વામીનાથનના મતે ભારતમાં નાના ખેડૂતોને યોગ્ય સલાહ અપાય એવું માળખું ઊભું કરવાની જરૂર છે. સ્વામીનાથને કોરોના કાળ વખતે સલાહ આપેલી કે, કોરોનાના કારણે બદલાયેલા સંજોગોમાં દવાઓ અને રોગચાળા વિશે ખેડૂતોને માહિતગાર કરાય તો તેનો મોટો ફાયદો થશે. તેમણે સરકારને મોટા પ્રમાણમાં કોલ્ડ સ્ટોરેજ તથા અન્ય સ્ટોરેજ સવલતો ઊભી કરવા પણ કહ્યું હતું. આ સ્ટોરેજની રાષ્ટ્રવ્યાપી ચેઈન બનવી જોઈએ કે જેથી ગમે તે વિસ્તારમાં સરળતાથી પહોંચાડી શકાય. તેના કારણે ખેડૂતોને વધારે ભાવ મળશે.
સ્વામીનાથનનાં સૂચનોનો અમલ કરાય તો ભારતમાં ખેતી પાછી સમૃદ્ધ થઈ શકે તેમાં બેમત નથી. ભારતમાં ખેતી સમૃદ્ધ થાય તો ગામડાં સમૃદ્ધ થાય ને સંતુલિત વિકાસ થાય.
કમનસીબે સ્વામીનાથનનાં સૂચનોનો અમલ કરવાની દિશામાં કશું થતું નથી કેમ કે હવે રાજકારણ માત્ર સત્તાલક્ષી થઈ ગયું છે. આ કામ બહુ મુશ્કેલ નથી પણ તેના માટે રાજકીય ઈચ્છાશક્તિ જોઈએ અને તેનો અભાવ છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…