એકસ્ટ્રા અફેર

કાયમી પ્રતિબંધથી પણ રાજકારણનું અપરાધીકરણ ના રોકાય

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ભારતમાં રાજકારણનું અપરાધીકરણ અત્યંત ગંભીર સમસ્યા છે પણ આ દેશના રાજકારણીઓને દેશની બીજી સમસ્યાઓ ઉકેલવામાં રસ નથી એ રીતે રાજકારણના અપરાધીકરણની સમસ્યાના ઉકેલમાં રસ નથી. તેનું કારણ એ છે કે, આ દેશનાં તમામ રાજકીય પક્ષોમાં અપરાધીઓની બોલબાલા છે. રાજકીય પક્ષોની દુકાનો જ અપરાધીઓ પર ચાલે છે તેથી કોઈ પક્ષ પોતાના પર પર કુહાડો મારવા તૈયાર નથી. આ કારણે રાજકારણનું અપરાધીકરણ રોકવાનો મુદ્દો ચર્ચાય ત્યારે રાજકારણીઓ ડાહી ડાહી વાતો કરે છે પણ કશું નક્કર કરતા નથી.

અત્યારે એવી જ હાલત છે કેમ કે દેશના રાજકારણમાં ગુનેગારોનું વધતું પ્રમાણ રોકવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલા એમિક્સ ક્યુરીના રિપોર્ટના કારણે રાજકારણમાં અપરાધીકરણનો મુદ્દો ફરી ચર્ચામાં છે. હાલની કાનૂની જોગવાઈ પ્રમાણે કોઈ પણ ગુનામાં દોષિત ઠરેલા અને ફોજદારી કેસમાં બે વર્ષથી વધારે સજા થઈ હોય એવા સાંસદો-ધારાસભ્યોને ચૂંટણી લડવા પર છ વર્ષનો પ્રતિબંધ છે. તેના બદલે કોઈ પણ ગુનામાં દોષિત ઠરેલા સાંસદો-ધારાસભ્યોને ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂકવાની એમિકસ ક્યુરીએ સુપ્રીમ કોર્ટને ભલામણ કરી છે.

ભાજપ નેતા અશ્ર્વિની ઉપાધ્યાયે ૨૦૧૬માં રાજકારણનું અપરાધીકરણ રોકવા માટે કાયદો બદલવાની માગ સાથે કરેલી અરજી સ્વીકારીને સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ વિજય હંસારિયાને એમિકસ ક્યુરી નિયુક્ત કર્યા હતા. અશ્ર્વિની ઉપાધ્યાયે તેમની અરજીમાં જનપ્રતિનિધિત્વ કાયદા ૧૯૫૧ની કલમ ૮ની બંધારણીય કાયદેસરતાને પડકારી છે. આ કલમ હેઠળ કોઈ પણ કેસમાં દોષિત સાંસદ અથવા ધારાસભ્યને બે વર્ષથી વધારેની સજા થાય તો એ સાંસદ કે ધારાસભ્ય માત્ર છ વર્ષ માટે ચૂંટણી લડી શકતા નથી.
એમિક્સ ક્યુરી વિજય હંસારીયાએ પોતાના રીપોર્ટનાં દલીલ કરી છે કે, કોઈપણ ગુના બદલ દોષિત ઠેરવાયેલા કર્મચારીઓ પર કાયમી પ્રતિબંધ મૂકાય છે ત્યારે નેતાઓ પર માત્ર છ વર્ષનો પ્રતિબંધ અતાર્કિક અને અસમાનતાને પોષનારો છે. ચીફ જસ્ટિલ ડી.વાય. ધનંજય યશવંત ચંદ્રચૂડના વડપણ હેઠળની બેંચને રીપોર્ટ સોંપતી વખતે વિજય હંસારિયો કહ્યું કે, સાંસદ અને ધારાસભ્ય સામાન્ય જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. એ લોકો એક વાર પણ નૈતિક અધમતા સંબંધિત ગુનામાં દોષિત ઠરે તો તેમના પર ચૂંટણી લડવા માટે કાયમી પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.
એમિકસ ક્યુરી હંસારિયાએ પોતાના રિપોર્ટમાં દલીલ કરી છે કે, સિવિલ સર્વિસીસના નિયમોમાં અનૈતિક કાર્ય સંબંધિત કોઈપણ ગુનામાં દોષિત ઠેરવાયેલા કર્મચારીને ઘરભેગા કરી દેવાની જોગવાઈ છે. આ ઉપરાંત સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એક્ટ ૨૦૦૩ અને લોકપાલ તથા લોકાયુક્ત કાયદા, ૨૦૧૩ હેઠળ દોષિત ઠેરવાયા પછી કોઈ પણ જાહેર સેવકને કાયમી રીતે અયોગ્ય ઠેરવવાની જોગવાઈ છે. જનપ્રતિનિધિત્વ કાયદા ૧૯૫૧ની કલમ ૮માં પણ સાંસદ અથવા ધારાસભ્યે કરેલા ગુનાને ગંભીરતાના આધાર પર અલગ અલગ કેટેગરીમાં વહેંચાયા છે પણ તમામ પ્રકારના કેસોમાં દોષિત ઠર્યા પછી એકસરખી એટલે કે ૬ વર્ષ માટે જ અયોગ્ય ઠેરવવાની જોગવાઈ છે.

હંસારીયાની બીજી મહત્ત્વની દલીલ એ છે કે, કોઈ કાયદાકીય પદ પર કોઈપણ દોષિત અધિકારી અથવા કર્મચારીની નિમણૂક થઈ શકતી નથી. હવે આ જ પ્રકારની સજા માટે દોષિત કોઈ વ્યક્તિ સજાની નિશ્ર્ચિત મુદત પૂરી થયા પછી દેશની સંસદ કે રાજ્યોની વિધાનસભા-વિધાનપરિષદમાં આવીને બેસી શકે છે એ વિચિત્ર કહેવાય. આ પ્રકારનો વિચિત્ર કાયદો યોગ્ય નથી. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે દોષિત સાંસદોને છ વર્ષ પછી ફરીથી ચૂંટણી લડવાની મંજૂરી આપવી સ્પષ્ટરૂપે મનસ્વી રીતે કરાયેલી જોગવાઈ છે કે જે બંધારણની કલમ ૧૪નો ભંગ કરે છે. બંધારણની કલમ ૧૪ સમાનતા અને કાયદાની સમાન સુરક્ષાની ખાતરી આપે છે ત્યારે દોષિત ઠરેલા સાંસદ કે ધારાસભ્ય સામાન્ય લોકોની સમકક્ષ ના કહેવાય.
એમિક્સ ક્યુરીએ જે રિપોર્ટ આપ્યો છે એ યોગ્ય છે. દોષિત ઠરેલા ધારાસભ્ય કે સાંસદને છ વર્ષ માટે અયોગ્ય ઠેરવવાની વાત જ હાસ્યાસ્પદ છે તેથી તેના પર કાયમ માટે પ્રતિબંધ હોવો જોઈએ એ વાત સાવ સાચી છે. અલબત્ત તેના કારણે રાજકારણનું અપરાધીકરણ રોકાવાનું નથી એ પણ વાસ્તવિકતા છે. તેનું કારણ એ કે, કોઈ એક સાંસદ કે ધારાસભ્ય કોઈ ગુનામાં દોષિત ઠરીને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે તો રાજકીય પક્ષો તેના જેવા જ બીજા એવા નમૂનાને શોધીને લઈ આવશે કે જેને હજુ સજા ના થઈ હોય. મતલબ કે, એક અપરાધીનું રીપ્લેસમેન્ટ બીજા અપરાધીથી થશે, ફરક એટલો હશે કે એકને સજા થઈ ચૂકી છે જ્યારે બીજાને સજા થઈ નથી.

આ સંજોગોમાં છ વર્ષની સજાને આજીવન કારાવાસની કરો કે ફાંસીની પણ કરો તો પણ રાજકારણનું અપરાધીકરણ રોકાવાનું નથી. રાજકારણનું અપરાધીકરણ બે જ રીતે રોકી શકાય. કાં રાજકીય પક્ષો સ્વૈચ્છિક રીતે જ અપરાધીઓને ટિકિટો આપવાનું બંધ કરી દે. આપણે ત્યાં અપરાધીઓને ટિકિટો આપવા પડાપડી થાય છે એ જોતાં કોઈ પણ રાજકીય પક્ષ એવું પોતાના માટે પ્રાણઘાતક પગલું ના જ ભરે. આ સંજોગોમાં બીજો રસ્તો સુપ્રીમ કોર્ટ આકરો કાયદો બનાવવાનું ફરમાન કરે એ છે.

આ કાયદો એવો હોવો જોઈએ કે, રાજકીય વિરોધ કાઢવા જતાં નોંધાયેલા અમુક નાના હળવા ગુનાઓને બાદ કરતાં બાકીના ગુનાઓમાં જેની સામે એફઆઈઆર થઈ હોય તે ચૂંટણીમાં ઊભા ના રહી શકે. ખૂન, બળાત્કાર, ધાડ સહિતના ગંભીર પ્રકારના ગુનાના અપરાધીઓ જ્યાં સુધી નિર્દોષ સાબિત ના થાય ત્યાં સુધી ચૂંટણી ના લડી શકે એવી જોગવાઈ હોઈ શકે. આ જોગવાઈનો દુરુપયોગ થાય ને હરિફોને આ ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવી શકાય એવા ગુનાઓમાં ભેરવી દેવાના કારસા થાય એ ખતરો છે પણ આ પ્રકારના કાયદા વિના ઉધ્ધાર નથી.

અત્યારે દેશની વિવિધ નીચલી કોર્ટોમાં નેતાઓ વિરુદ્ધ કુલ ૫૧૭૫ કેસ પેર્િંન્ડગ છે તેમાંથી ૨૧૧૬ કેસ તો પાંચ વર્ષ કરતાં વધુ સમયથી પેન્િંડગ છે. એ લોકો પૈસાના જોરે સ્ટે લઈ આવે છે ને પછી ચૂંટાઈને જલસા કરે છે એ જોતાં અપરાધી ચૂંટણી લડવા જ ના ઉતરી શકે એવી જોગવાઈ કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત… કાજુ, કિસમીસ અને બદામનો બાપ છે આ Fruit, ખાતા જ મળશે… Virat Kohliએ અહીં બનાવ્યું કરોડોનું આલિશાન ઘર, જોયા ઈનસાઈડ ફોટોઝ?