એકસ્ટ્રા અફેર

યુપીમાં સપા-કૉંગ્રેસ ભાજપનો વિજયરથ નહીં રોકી શકે

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

લાંબી ખેંચતાણના અંતે ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ. કૉંગ્રેસ અને સપા બંને ભાજપ વિરોધી મોરચા ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ (ઈં.ગ.ઉ.ઈં.અ.) માં છે અને ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી સાથે મળીને લડવાની વાતો કરતાં હતાં પણ બેઠકોની વહેંચણીના મુદ્દે ડખો પડી ગયેલો. બેઠકો પર બેઠકો થઈ પણ ડખાનો ઉકેલ નહોતો આવતાં પણ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઉત્તર પ્રદેશ પહોંચી એ સાથે જ ડખો ઉકેલાઈ ગયો ને સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે આખરે બેઠકો માટે સમજૂતી થઈ ગઈ છે. આ સમજૂતી પ્રમાણે ઉત્તર પ્રદેશની લોકસભાની 80 બેઠકોમાંથી અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી 63 બેઠકો પર જ્યારે કૉંગ્રેસ 17 બેઠકો પર ચૂંટણી લડશે.
કૉંગ્રેસ અને સપા વચ્ચે બેઠકોની વહેંચણીના મુદ્દે ડખો એટલા માટે પડેલો કે, કૉંગ્રેસ બેઠકો માંગી રહી હતી પણ અખિલેશ યાદવ 17થી વધુ બેઠકો આપવા તૈયાર ન હતા. અત્યારે કૉંગ્રેસ પાસે યુપીમાં રાયબરેલીની એકમાત્ર લોકસભા બેઠક છે એ જોતાં કૉંગ્રેસની 20થી વધારે બેઠકોની માગણી તર્ક વિનાની હતી પણ સામે સપા પાસે પણ ત્રણ જ બેઠકો છે તેથી કૉંગ્રેસ જોર કરી રહી હતી. અલબત્ત યુપી વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં કૉંગ્રેસે ગણીને એક બેઠક જીતેલી જ્યારે સપા 108 બેઠકો જીતી ગયેલી તેથી સપા વધારે બેઠકો પર લડવા માગે એ સમજી શકાય એવી વાત હતી.
અખિલેશ યાદવે કૉંગ્રેસ વિના પણ ચૂંટણી લડવાની તૈયારી કરી રાખેલી. તેના ભાગરૂપે સપાએ 31 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત પણ કરી નાંખી હતી. અખિલેશે કૉંગ્રેસને એક પછી એક યાદી જાહેર કરીને કૉંગ્રેસને ધીરે ધીરે ડોઝ આપવા જ માંડેલો. સપાએ પહેલી 30 જાન્યુઆરીએ જાહેર કરી તેમાં 16 ઉમેદવારોના નામ જાહેર કરાયાં હતાં. બીજી યાદી 19 ફેબ્રુઆરીએ જાહેર કરી તેમાં 10 ઉમેદવારોનાં અને ત્રીજી યાદી 20 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવી તેમાં પાંચ ઉમેદવારોનાં નામ જાહેર કરાયાં હતાં. સપાએ યુપીની 80 લોકસભા બેઠકોમાંથી 31 ઉમેદવારો જાહેર કરીને કૉંગ્રેસને સંકેત આપી જ દીધેલો કે, કૉંગ્રેસ પોતાની વાત નહીં માને તો પોતે બધી 80 બેઠકો પર લડવાની તૈયારી કરીને બેઠા છે.
અખિલેશની આ ટ્રિક કામ કરી ગઈ અને કૉંગ્રેસને લાગ્યું કે, હવે બહુ ખેંચવામાં માલ નથી. બહુ તાણવા જઈશું તો તૂટી જશે એટલે છેવટે કૉંગ્રેસે નમતું 17 બેઠકો સ્વીકારીને સમાજવાદી પાર્ટીની વાત માની લીધી છે. મહત્ત્વની વાત એ છે કે, કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું જોડાણ માત્ર ઉત્તર પ્રદેશ પૂરતું મર્યાદિત નથી પણ મધ્ય પ્રદેશમાં પણ બંને પક્ષ સાથે મળીને લડવાના છે. મધ્ય પ્રદેશમાં લોકસભાની 29 બેઠકો છે. તેમાંથી 28 બેઠકો પર કૉંગ્રેસ લડશે જ્યારે એક બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર લડશે. સમાજવાદી પાર્ટીએ મધ્ય પ્રદેશમાં ખજૂરાહો બેઠક માગી હતી. કૉંગ્રેસે આ બેઠક સપાને આપી દેતાં હવે ખજૂરાહોમાં ભાજપ વર્સીસ સપાનો જંગ થશે.
ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના જોડાણમાં રાજા ભૈયાની પાર્ટી જનસતા દલ લોકતાંત્રિક પણ ભાગીદાર બને એવાં એંધાણ છે. કુંડા કા ગુંડા તરીકે જાણીતા રાજા ભૈયાની પાર્ટીના અત્યારે યુપી વિધાનસભામાં બે ધારાસભ્યો છે. રાજા ભૈયાએ અખિલેશ પાસે પાંચ બેઠકો માગેલી પણ અખિલેશ ત્રણ બેઠકો આપવા તૈયાર છે. રાજા ભૈયા પણ ત્રણ બેઠકો સ્વીકારીને માની જશે એવું લાગે છે એ જોતાં ભાજપ વિરોધી શંભુ મેળામાં રાજા ભૈયા પણ જોડાશે.
આ સિવાય કેન્દ્રીય પ્રધાન અનુપ્રિયા પટેલનાં બહેન પલ્લવી પટેલની અપના દળ કમેરાવાદી પણ સપા સાથે જોડાણ કરશે એવુ મનાય છે. પલ્લવી અત્યારે વંકાયેલાં છે અને રાજ્યસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારની વિધ્ધ મત આપવાની જાહેરાત કરીને બેઠાં છે પણ લોકસભાની ચૂંટણી પહેલાં અખિલેશ તેમને મનાવી લેશે એવું મનાય છે. અખિલેશ પાસે બીજા કોઈ સાથી નથી પણ કૉંગ્રેસ, રાજા ભૈયા અને પલ્લવી પટેલ સાથેના જોડાણના કારણે ઈન્ડિયા મોરચો જ્ઞાતિવાદી સમીકરણોમાં સંતુલિત થઈ ગયેલો લાગે છે.
અખિલેશ પાસે યાદવો સહિતની ઓબીસી મતબૅંક અને મુસ્લિમો છે જ્યારે રાજા ભૈયા પાસે ઠાકુરોની મતબેંક છે. પલ્લવી પટેલ પાસે કુર્મી સહિતના ઓબીસીની મતબેંક છે. કૉંગ્રેસ પાસે પોતીકું કહેવાય એવું કશું મોટું બચ્યું નથી પણ દલિત, બ્રાહ્મણ, મુસ્લિમ વગેરે થોડા થોડા ગણીને કુલ મતદારોમાંથી દોઢ-બે ટકા મતદારો છે એ જોતાં અખિલેશ યાદવે સારી જમાવટ કરી નાંખી છે એવું કાગળ પર લાગે છે પણ સવાલ આ જોડાણ ભાજપ સામે પડકારરૂપ છે કે નહીં તેનો છે.
અત્યારે યુપીમાં જે રાજકીય સમીકરણો છે એ જોતાં તો આ મોરચો ભાજપ માટે બહુ પડાકરૂપ બની શકે એવું લાગતું નથી. તેનું કારણ એ કે, આ મોરચામાં જે કંઈ જોર કરવાનું છે એ અખિલેશ યાદવે જ કરવાનું છે ને બાકીના તો ઉચકૂચિયા છે. અખિલેશની પોતાની એક તાકાત છે તેનો ઈન્કાર ના થઈ શકે પણ એ તાકાત ભાજપને પછાડી શકે એટલી નથી જ. તેમાં પણ લોકસભાની ચૂંટણીમાં તો લોકો નરેન્દ્ર મોદીના નામે મતદાન કરે છે એ જોતાં ભાજપને હંફાવવો અઘરો છે.
2019ની લોકસભા ચૂંટણીમાં અખિલેશ યાદવ અને માયાવતીએ જોડાણ કરેલું. આ જોડાણના કારણે ભાજપને 2014ની સરખામણીમાં દસેક બેઠકોનો ફટકો પડી ગયેલો. 2014માં યુપીની 80માંથી 73 બેઠકો જીતનારા ભાજપને 2019માં 63 બેઠકો મળેલી જ્યારે બસપા 11 અને સપા પાંચ બેઠકો જીતી ગયેલાં. અખિલેશ અને માયાવતી બંને પાસે પોતપોતાની મજબૂત કહેવાય એવી મતબૅંકો હોવા છતાં ભાજપને પછાડી નહોતાં શક્યાં ત્યારે કૉંગ્રેસ કે બીજા પક્ષો પાસે તો એવી કોઈ મજબૂત મતબૅંક પણ નથી. કૉંગ્રેસ તો પોતે 2019માં જીતેલી રાયબરેલી બેઠક જાળવી શકે તો પણ બહુ મોટી વાત છે. રાજા ભૈયા પોતાની તાકાત પર એકાદ બેઠક જીતી શકે પણ વધારે બેઠકો જીતવાનું તેમનું ગજુ નથી. આ સંજોગોમાં ભાજપ ફરી 2014ના 73 બેઠકોના લેવલે પહોંચી જાય તો નવાઈ નહીં. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો