મનોરંજન

ઝુકરબર્ગ અને તેની પત્ની જામનગરમાં છવાઈ ગયાં, તસવીરો વાઈરલ

જામનગરઃ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ કાર્યક્રમ ગઇકાલે સમાપ્ત થઈ ગયો હતો. આ પ્રિ-વેડિંગ ફંક્શનમાં આખી દુનિયાથી અનેક VVIP અને અનેક સેલિબ્રિટીઝ પણ સામેલ થયા હતા. ભારતીય હોય કે વિદેશી પણ સૌકોઈએ ઇન્ડિયન ટ્રેડિશનલ આઉટફિટ પણ પહેર્યા હતા, જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. અનંત અંબાણીના પ્રીવેડિંગ કાર્યક્રમમાં તો વિદેશી ગેસ્ટ્સ છવાઈ ગયા હતા, જેમાં ઝુકરબર્ગના અવતારને લઈને લોકો દંગ રહી ગયા હતા.

અનંત-રાધિકાના પ્રિ-વેડિંગમાં દરેક લોકોએ સ્ટનિંગ આઉટફિટ પહેર્યા હતા, પણ આ દરેક વચ્ચે ચર્ચા થઈ રહી છે તે ફેસબૂક કંપનીના સીઇઓ માર્ક ઝુકરબર્ગ અને તેની પત્ની પ્રિસિલા ચાને પહેરેલા વિશેષ ડ્રેસની. માર્ક ઝુકરબર્ગ અને તેની પત્ની પ્રિસિલા ચાનના આઉટફિટે મહેમાનોની સાથે દરેક લોકોનું પણ ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

માર્ક અને પ્રિસિલાના પહરવેશની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. આ તસવીરોમાં માર્કે સફેદ રંગની શેરવાની પહેરી છે અને તેની પત્ની પ્રિસિલાએ લહેંગો પહેર્યો છે. અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ માટે માર્ક અને પ્રિસિલા જામનગર એરપોર્ટ પર આવ્યા હતા. આ દરમિયાન તેમના સ્વાગત માટે સાંસ્કૃતિક સંગીત સાથે ફૂલોનો હાર પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

માર્ક અને પ્રિસિલાએ આખા અંબાણી પરિવાર સાથે ફોટો પડાવ્યો હતો, તેમ જ અનંત-રાધિકાને શુભેચ્છાઓ પણ આપી હતી. માર્કે તેની પત્ની સાથેના તેના આ આઉટફિટની તસવીરો ઇનસ્ટાગ્રામ પર શેર કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button