ઝુબિન ગર્ગનો છેલ્લો વીડિયો વાયરલઃ મોત સામે ઝઝૂમતો દેખાઈ રહ્યો છે સિંગર

અસમના સિંગર અને બોલીવૂડમાં પણ પોતાના અવાજનો જાદુ પ્રસરાવનારા ઝુબિન ગર્ગના મોતનો શોક લોકો આજે પણ મનાવે છે. 52 વર્ષીય સિંગરની અચાનક વિદાય હજુ તેમાન ફેન્સ સ્વીકારી શક્યા નથી. દરમિયાન તેમના મોત સંબંધિત અલગ અલગ માહિતીઓ પણ પ્રકાશમાં આવતી રહે છે.
કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલા ઝુબિન સિગાપોર ખાતે સ્કૂબા ડાઈવિંગ માટે ગયા હતા અને શ્વાસની તકલીફ થતાં મૃત્યુ પામ્યા હતા. ઝુબિનને સિંગાપોરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ બચી શક્યા ન હતા.
આ પણ વાંચો : સ્કૂબા ડાઇવિંગથી થયું ઝુબિન ગર્ગનું નિધન? જો તમે પણ કરતા હો તો આટલું ધ્યાનમાં રાખો!
ઝુબિનને થતી હતી શ્વાસ લેવામાં તકલીફ
હવે તેમનો સમુદ્રમાં સ્કૂબા ડાઈવિંગ કરતા સમયનો કરતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો તેમનો અંતિમ વીડિયો હોવાનું કહેવાઈ રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઝુબિન તેમના અન્ય મિત્રો સાથે છે. મિત્રો મસ્તી કરી રહ્યા છે, પરંતુ ઝુબિન માંડ કરીને સ્વિમ કરીને એક બોટ નજીક આવે છે અને તેમાં જવાની કોશિશ કરે છે. તે થાકેલા લાગે છે અને શ્વાસ લેવા માટે મથામણ કરતા દેખાઈ છે. ઝુબિનના ચહેરા પરનો ભાવ સ્પષ્ટ દેખાઈ છે. તેમના મિત્રો તેમને મોટીવેટ કરી રહ્યા છે અને તેમની મદદ પણ કરે છે.
આ પણ વાંચો : ઝુબિન ગર્ગના મૃત્યુ માટે કોણ જવાબદાર? બે લોકો સામે નોંધાઈ FIR
અગાઉ તેમનો એક લાઈફ જેકેટવાળો વીડિયો બહાર આવ્યો હતો, પરંતુ તાજેતરમાં વાયરલ થયેલા વીડિયોમાં તેમણે લાઈફજેકેટ પહેર્યું નથી. એવી માહિતી પણ મળી છે કે ઝુબિન પહેલા લાઈફજેકેટ પહેરીને દરિયામાં કૂદ્યા હતા, પરંતુ તેમને માફક ન આવતા તે ફરી આવ્યા લાઈફજેકેટ કાઢી કૂદી ગયા, પછીથી તેમને તકલીફ થઈ હતી. વીડિયો જોયા બાદ અમુક લોકો ગુસ્સો ઠાલવી રહ્યા છે. તેમને લાગે છે કે ઝુબિન તકલીફમાં હતા, પરંતુ સાથેના લોકોએ તેમને સમયસર મદદ કરી ન હતી. જો મદદ કરી હોત તો તેમનો જીવ બચાવી શકાયો હોત.
20 અને 21 સપ્ટેમ્બરના કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલા ઝુબિનનું એક દિવસ પહેલા જ 19મીએ મોત થઈ ગયું. તેમના પાર્થિવ દેહને આસામ ખાતે 23મી તારીખે અગ્નિદાહ આપવામાં આવ્યો. તેમની અંતિમયાત્રામાં સેંકડો લોકો રડતી આંખે જોડાયા હતા.
નોંધઃ આ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો છે. આ વીડિયોની પુષ્ટિ મુંબઈ સમાચાર કરતું નથી.