બીજા કેસ માટે તૈયાર રહેજે… જાણો કોને આવું કહ્યું યુઝવેન્દ્ર ચહલે?

હાલમાં ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ તેની એક્સ વાઈફ ધનશ્રી વર્માને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. ધનશ્રી વર્મા હાલમાં રિયાલિટી ટીવી શો રાઈઝ એન્ડ ફોલમાં જોવા મળી રહી છે જ્યાં તે પર્સનલ લાઈફને લઈને જાત જાતના ખુલાસા કરતી રહે છે. દરમિયાન યુઝવેન્દ્ર ચહલ પણ પોતાની ફ્રેન્ડ આર જે મહવશને કારણે પણ ચર્ચામાં રહે છે. હવે યુઝવેન્દ્રની એક કમેન્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે જેમાં તે કોમેડિયન સમય રૈનાને બીજા કેસ માટે તૈયાર રહેજેની ધમકી આપતા જોવા મળી રહ્યા છે. આવો જોઈએ શું છે આખી સ્ટોરી-
વાત જાણે એમ છે કે યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશ સારા મિત્રો છે અને બંને જણ અવારનવાર સાથે જોવા મળતાં હોય છે. હવે આરજે મહવશ કોમેડિયન સમય રૈનાના પોડકાસ્ટ પર પહોંચી હતી. જ્યાં સમય રૈનાએ ધનશ્રી વર્માને લઈને કટાક્ષ કર્યો હતો. અહીંયા તમારી જાણ માટે કે ધનક્ષીએ યુઝવેન્દ્ર પર ચીટિંગનો આક્ષેપ મૂક્યો હતો અને એના પર જ સમય મજાક કરી રહ્યો હતો.
આ પણ વાંચો : યુઝવેન્દ્ર ચહલ સાથેના છૂટાછેડા અંગે ધનશ્રીનો ચોંકાવનારો ખુલાસો, લગ્નના બીજા જ મહિને…
Yuzi Chahal commented on Samay Raina's video about Alimony 4cr
— Jeet (@JeetN25) October 4, 2025
Later on yuzi deleted pic.twitter.com/ZTsp4pLqaq
આ પણ વાંચો : યુઝવેન્દ્ર ચહલે ધનશ્રીને એલિમની તરીકે કેટલા કરોડ આપ્યા, જાણો હકીકત?
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે સમય રૈનાએ યુઝવેન્દ્રએ ધનશ્રીને એલિમની તરીકે આપેલા ચાર કરોડ રૂપિયાનો પણ ઉલ્લેખ કરે છે. આ પોડકાસ્ટ પર યુઝવેન્દ્ર ચહલે ખુદ કમેન્ટ કરીને સમય રૈનાને બીજા કેસ માટે તૈયાર રહેજે એવી ચેતવણી આપી હતી. જોકે, બાદમાં તેણે આ કમેન્ટ ડિલીટ કરી દીધી હતી.
આરજે મહવશને સમય રૈનાએ પૂછ્યું હતું તે તારો મનગમતો આલ્ફાબેટ કયો છે જેના જવાબમાં મહવશે કહ્યું કે મારું નામ એમથી ચાલુ થાય છે એટલે મને એમ ગમે છે. તને કયો આલ્ફાબેટ ગમે છે? જેના જવાબમાં સમયે કહ્યું મને યુ જી ખૂબ જ પસંદ છે. ચાલો આ હવે થોડી દિલની વાત કરીએ બોલ 8 કરોડના અડધા કેટલા થાય, તો મહવશે કહ્યું ચાર કરોડ. જવાબ આપ્યા બાદ મહવશને ખ્યાલ આવે છે કે સમય કઈ દિશામાં આગળ વધી રહ્યો છે.
આ પણ વાંચો : યુઝવેન્દ્ર ચહલ સાથેના અફેયરની ચર્ચા વચ્ચે આરજે મહવશે કહી દિલની વાત… પોસ્ટ થઈ વાઈરલ…
વીડિયોમાં આગળ સમય પોતાની જેકેટ ઉતારતો જોવા મળે છે અને તેના ટી-શર્ટ પર બી યોર ઓન સુગર ડેડી લખેલું હોય છે. અહીંયા તમારી જાણ માટે કે જ્યારે યુઝી અને ધનશ્રીના ડિવોર્સ થયા ત્યારે યુઝીના ટી-શર્ટ પર પણ આ જ ક્વોટ લખેલો હતો. યુઝીએ આ વીડિયો પર કમેન્ટ કરીને કમેન્ટ ડિલીટ કરી દીધી હતી. સમય રૈના દર થોડાક સમયે કોઈને કોઈ વિવાદને કારણે ચર્ચામાં આવતો હોય છે.