આ ક્રિકેટર પત્નીની સ્ટાઇલ પર ફિદા થયા ચાહકો
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર તેના ડાન્સ અને લુક્સના કારણે ચર્ચામાં રહે છે. તે છાશવારે તેના વીડિયોઝ ફેન્સ સાથે શેર કરતી હોય છે. ધનશ્રીએ બુધવારે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો નવો લૂક શેર કર્યો હતો. જેમાં તે વાંકડિયા વાળમાં જોવા મળી રહી છે. ફોટો શેર કરતી વખતે ધનશ્રીએ લખ્યું – કર્લ્સ અને કોન્ફિડન્સ. વીડિયોમાં તે પોતાના વાંકોડિયા વાળને ફૂંક મારીને ઉડાવતી જોવા મળી રહી છે.
ધનશ્રીનો આ લુક તેના ચાહકોને ઘણો પસંદ આવ્યો છે. અને લોકો તેના આ વીડિયો, ફોટા પર ભરી ભરીને કમેન્ટ આપી રહ્યા છે. તેના આ લુકને યજુવેન્દ્ર સહિત હજારો લોકોએ લાઇક કર્યો છે. લોકો તેના આ લુક પર મન ભરીને કમેન્ટ કરી રહ્યા છે.
એક દિવસ પહેલા ધનશ્રીએ પોતાની ડાન્સિંગ સ્કીલ દર્શાવતો વીડિયો ચાહકો સાથે શેર કર્યો હતો. તેની અદભૂત ડાન્સિંગ સ્કીલ જોઇને ચાહકો ફિદા થઇ હતા હતા
આવીડ્યોને પણ લાખો લોકોએ જોયો હતો અને હજારો લોકોએ લાઇક કર્યો હતો. જાણીતી સિંગર નેહા કક્કરે પણ આ વીડિયોને લાઇક કર્યો હતો. ધનશ્રીના ઇન્સ્ટાગ્રામ પર 5.6 મિલિયન ફોલોઅર્સ છે.