
જાણીતા યુ ટ્યુબર એલ્વિસ યાદવની નોઈડા પોલીસે ધરપકડ કરી લીધી છે, કોબ્રા કાંડ કેસમાં પોલીસે એલ્વિસની ધરપકડ કરીને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગત દિવસોમાં નોઈડા પોલીસે સાંપોના ઝેર સાથે 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એલ્વિસ પર પાર્ટીમાં સાંપોના ઝેરનો ઉપયોગ કરવાનો આરોપ છે. ધરપકડ બાદ પોલીસે નોઈડા ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં તેનું ચેક-અપ પણ કરાવ્યું હતું. આ મામલે નોઈડા પોલીસે એલ્વિસ યાદવને સુરજપુર કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એલ્વિસ પોલીસકર્મીઓ સાથે કોર્ટમાં જતો જોવા મળે છે અને તેના ચહેરા પર હાસ્ય છે.
એલ્વિસ યાદવ પર રેવ પાર્ટીમાં સાંપના ઝેરનો ઉપયોગ કરવાના કેસમાં FIR નોંધાઈ હતી. આ કેસમાં યૂટ્યુબર એલ્વિસ યાદવ પણ આરોપી છે, પોલીસે આ મામલે 5 લોકોની ધરપકડ કરી હતી. જેમાં રાહુલ, ટીટૂનાથ, જયકરણ, નારાયણ અને રવિનાથનો સમાવેશ થાય છે. પોલીસને રાહુલના પાસેથી 20ml ઝહેર મળ્યું હતું.
ઉલ્લેખનિય છે કે પાર્ટીમાં સાપના ઝેર મામલે એલ્વિસે પોતાને નિર્દોશ ગણાવ્યો હતો અને તેણે ઈન્સ્ટા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે મારે આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી. મારા વિશે જે પણ સમાચારો ચાલી રહ્યા છે તે ફેક છે. તેણે ચેલેન્જ આપી હતી કે મારી સામે એક ટકો પણ આરોપ સિધ્ધ થયા તો હું જવાબદારી લેવા તૈયાર છું. આ સમગ્ર મામલે તેણે યુપી પોલીસને સહયોગ કરવાનું પણ કહ્યું હતું.