તમારી સોમવારની સવાર આ સમાચારો સાથે થશે, કારણ કે આજે…
ચિંતા ન કરો, તમારી સવાર સારા સમાચારો સાથે જ થશે. કારણ કે આજે 96મા ઓસ્કાર એવોર્ડના વિજેતાઓને ઓવેશન હોલીવુડ ખાતે ડોલ્બી થિયેટરમાં ટ્રોફી આપવામાં આવશે. ભારતીય સમય અનુસાર આ સમારંભ સવારે ચાર વાગ્યે ટીવી સ્ક્રીન પર જોવા મળશે. હવે તમે વહેલા ઉઠીને જૂઓ તો ઠીક બાકી, સવારે ઊઠી મુંબઈ સમાચારની વેબસાઈટ જોશો એટલે તમને ખબર પડી જશે કે એવોર્ડ કોના નામે થયા છે.
દુનિયાભરના સિનેમાપ્રેમીઓ ઓસ્કાર એવોર્ડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ગણતરીની કલાકો બાકી છે. કારણ કે આ રવિવારે રાત્રે ફિલ્મી દુનિયાનું સૌથી મોટું માનવામાં આવતું એવોર્ડ ફંકશન યોજાવા જઈ રહ્યું છે. વિશ્વની સૌથી મોટી એવોર્ડ નાઇટ, ઓસ્કાર એવોર્ડ્સ નાઈટ આજે યોજાશે. એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ (AMPAS) લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં 10 માર્ચે વિવિધ કેટેગરીમાં વિજેતાઓને ઓસ્કાર ટ્રોફી આપશે.
ફિલ્મ નિષ્ણાતો, પ્રેક્ષકો અને કલાકારો વચ્ચે દર વર્ષે ઓસ્કાર સૌથી વધુ રાહ જોવાતી ઈવેન્ટ્સમાંની એક છે.
ઓસ્કાર એવોર્ડ્સ 2024 માટેના નોમિનેશનની જાહેરાત 23 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. 96મા એકેડેમી પુરસ્કારના નોમિનેશનમાં ઓપેનહેઇમર, બાર્બી, પુઅર થિંગ્સ, કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન અને માસ્ટ્રોએ બાજી મારી હતી.
જોકે ભારતીયોની ઉત્સુકતા થોડી ઓછી રહેશે કારણ કે આપણે મોકલેલી મલ્યાલમ ફિલ્મ 2018: Everyone is a Hero રેસમાંથી બહાર નીકળી ગઈ છે.